સંત ઉત્પાદન માટે કારખાનાં હોય? (વિચાર-યાત્રા) -સર્વેશ વોરા

વ્હાલા મિત્રો અને વડિલો,
સંદેશ- ગુજરાતી અખબારની ૩, જુલાઈ, 2011ને રવિવારની સંસ્કાર પૂર્તિમાં શ્રી સર્વેશ વોરાનો પ્રસિધ્ધ થયેલ આ લેખ આપ સૌને વાંચવો અને વિચારી ચિંતન અને મનન કરવા પ્રેરશે તેવી આશા સાથે સંદેશ તથા શ્રી સર્વેશ વોરાના સૌજન્ય અને આભાર સાથે મારાં બ્લોગ ઉપર રજૂ કર્યો છે.

સંત ઉત્પાદન માટે કારખાનાં હોય? (વિચાર-યાત્રા)વિચાર યાત્રા – સર્વેશ વોરા

તમે જે રીતે ગાંધીનગર, ચંદીગઢ કે નવી મુંબઈ બાંધી શકો એ રીતે ઋષિકેશ, ગંગોત્રી કે દેવપ્રયાગ ‘બાંધી’ શકો? તમે ગજવામાં દશ રૂપેડી લઈને મુંબઈ આવ્યા હતા કે તમે સામાન્ય બસો રૂપિયાના પગારે નોકરી કરતા કાકા-મામાને ઘરે રહેતા રહેતાં આજે તમારા ક્ષેત્રમાં અડીખમ વિશાળ વટવૃક્ષ બન્યા. તમે આવી જ બાહ્ય પરિસ્થિતિનું પુનરાવર્તન કરી અનેક જુવાનિયાને તમારા જેવા અદ્દલોઅદ્દલ તમારા જેવા અડીખમ બનાવવાની ‘ટ્રેનિંગ સ્કૂલ’ ઊભી કરી શકો?

તાજેતરમાં એક મજેદાર સમાચાર આવ્યા હતા : સરેરાશ મોટી સંખ્યામાં દેખાતાં પંખીઓને ખાસ પ્રકારના રંગોથી રંગી, દેખાવે આકર્ષક બનાવીને! ‘વિરલ’, ‘અજોડ’ તરીકે વેચવાનો ધંધો રીતસર ચાલે છે! તમે જેમ પંખીને રંગના લપેડા કરીને ‘વિરલ’ પંખીઓની જથ્થાબંધ ફોજ ઊભી કરી શકો, એમ જીવતા માણસને અમુતમુક સંસ્થાબદ્ધ ધર્મની ‘બ્રાન્ડ’ની મૂઠ મારી (હા, મૂઠ મારવા સિવાય કોઈ બીજું ક્રિયાપદ બંધબેસતું નથી.) એના દૈનિક આચાર ગોઠવી એને મિલિટરી શિસ્તમાં ગોઠવીને એનું જથ્થાબંધ ‘સંતો’ માં રૂપાન્તર કરી શકો?

જો ઉપરના પ્રશ્નનો ‘ના’ કહેવાનો જવાબ આપવા જેટલી તમારામાં સ્વતંત્ર વિચારશક્તિ બાકી રહી હોય, હજુ પણ તમે બહુમતીના હિસ્ટીરિયા સામે અલગ સમજશક્તિ બચાવી શક્યા હો તો એક આઘાતજનક સત્ય સાંભળી લો : પંખીઓ માફક માણસને બાહ્ય આચારોમાં ગોઠવીને ‘સંત’ બનાવવાનું તૂત મોટે પાયે ચાલતું રહ્યું છે ને ચાલે છે.

મુસ્લિમ ધર્મની એક મહાન વિશેષતા હંમેશાં ઊડીને હૃદયે સ્પર્શે છે. ત્યાં ફકીરીનું ‘સંસ્થાકરણ’ નથી. હા, મૌલવીઓની વિદ્યાપીઠો છે, મૌલવીઓને રીતસર ‘ભણાવી’ ને તૈયાર કરાય પણ પછી એ મૌલવીઓને ‘ફકીર’ તરીકેની ‘બ્રાન્ડ’ લગાડવાની સંસ્થાકીય પદ્ધતિ કદી જ માન્ય નથી થઈ. હા, માણસને ફકીર, સંત, ઓલિયા જેટલા વંદનીય લાગે એટલા મૌલવી પંડિત કે કથાકાર-સંત કે ફકીર ન જ હોય એવું પણ નથી, છતાં ઓલિયા કે સંતને ‘બનાવી’ શકાતા નથી એ ‘નિપજે’ છે, એ ‘બને’ છે, ને એમને બહુમતી હરગીઝ ઓળખી શકતી નથી. એમને જથ્થાબંધ પેદા કરવાની ‘ધાર્મિક વિદ્યાપીઠ’ હોઈ શકે નહીં, આટલું બુનિયાદી સત્ય જો સંસ્થાબદ્ધ ધર્મોની જાગૃત મુઠ્ઠીભર નવી પેઢીને સમજાઈ જશે તો સંતત્વના સંસ્થાકરણ સામે ચોક્કસ મૌન બળવો થશે. અલબત્ત, આ લેખ ‘ટાઈમ બોમ્બ’ જેવો છે. કારણ કે આ વિચાર દ્વારા વિરાટ ઈમારતો નીચે સુરંગ ગોઠવાય છે. હા, આવતીકાલે કદાચ આ લેખ પસ્તીમાં જાય, સૂડો-ધાર્મિકો કે સૂડો બૌદ્ધિકો દ્વારા શાહમૃગ-વર્તન થાય, પણ વિરાટ બેવકૂફી સામેનો આ વિચાર-ટાઈમ-બોમ્બ સમાજમાં ક્યાંક-ક્યાંક ચોક્કસ ગોઠવાઈ જશે.

તમે કથાકારોની ટ્રેનિંગનો દાવો કરી શકો, પણ શું સંતત્વ કસનળીમાં પેદા કરી શકાય? હા, સાધકના વિકાસ માટે આપણી પરંપરાએ બાહ્ય શિસ્તની વાત ભારપૂર્વક કરી છે, પણ એ શિસ્ત ખાબોચિયાંની નહીં, નદીની શિસ્ત છે, જેમાં ચિત્તના સ્વાતંત્ર્યનો રસ્તો બંધ ન હોય. તમે ઈંટને ચોકઠાંમાં બેસાડીને મજબૂત પરિણામ મેળવી શકો, પણ યાદ રાખો, એ પરિણામ નક્કર, મજબૂત પણ ‘પ્રાણવિહીન’ હોય. તમે કહેવાતી આચાર-ચુસ્તી વડે માણસને ‘મોલ્ડ’ માં નાંખી એને સાંપ્રદાયિક આદર્શ પૂતળું બનાવી શકો, પણ એવા ‘મોલ્ડ’માંથી જીવતા ‘સંત’ પેદા કરવાનો પડકાર ઝીલી શકો ખરા? એને ચા-બીડી, સ્ત્રી-તમાકુથી દૂર રાખી શકો, પણ એનાં વૃત્તિ-બીજને બદલવાની કોઈ ‘ફોર્મ્યુલા’ છે ખરી?

લગ્નસંસ્થા માફક સાધુસંસ્થા સામે આ પ્રશ્ન છે : આજે નહીં તો કાલે આ પ્રશ્ન સ્થાપિત ધર્મોના અને સ્થાપિત હિતોના પગ નીચેથી પાટિયાં ખસેડી નાખશે. શંકરાચાર્ય, મીરાં, કબીર કે આનંદઘન કઈ સાંપ્રદાયિક ફોજની પેદાશ હતાં?

7 comments

  1. આદરણીય વડીલ શ્રી અરવિંદ કાકા,
    મેં આપના બ્લોગમાં પ્રતિભાવ આપ્યો પરંતુ ભૂલથી આદરણીય શ્રી જુગલકીશોર કાકા
    લખ્યું છે. કારણ કે “નેટ ગુર્જરી “બ્લોગ પરથી સીધો આપના બ્લોગ પર આવેલો એટલે
    ભૂલ થી ગઈ છે તો આપ શ્રીની માફી માગું છું

    Like

    1. આપે બ્લોગ ઉપર પધારી પ્રતિભાવ આપ્યો તે બદલ આભાર ! આપે મારાં નામને બદલે શ્રી જુગલકિશોરભાઈનું નામ લખી કાઢેલ પણ હું સમજી ગયો હતો કે ઉતાવળે ભૂલ થઈ હોવી જોઈએ ! અરે, મારા ભાઈ , આવી ભૂલ તો અમારાથી પણ થાય છે થતી રહે છે ! તેમાં માફી ના માંગવાની હોય ! નેટ, પાવર અને નાદુરસ્ત તબિયતને કારણે જવાબ લખ્વામાં વિલંબ થયો છે તે દરગુજર કરવા વિનંતિ ! ચાલો આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  2. —————————————इसलिए साधु एकांत खोजता है, असाधु भीड़ खोजता है,

    ———————–
    साधुता अकेले हो सकती है।

    क्‍योंकि साधुता ऐसा दीया है,

    जो बिन बाती बिन तेल जलता है।

    असाधुता अकेले नहीं हो सकती।

    उसके लिए दूसरों का तेल और बाती

    और सहारा सब कुछ चाहिए।

    असाधुता एक सामाजिक संबंध है।

    साधुता असंगता का नाम है।

    वह कोई संबंध नहीं है,
    वह कोई रिलेशनशिप नहीं है।

    वह तुम्‍हारे अकेले होने का मजा है।

    इसलिए साधु एकांत खोजता है, असाधु भीड़ खोजता है,

    असाधु एकांत में भी चला जाए तो कल्‍पना से भीड़ में होता है।

    साधु भीड़ में भी खड़ा रहे तो भी अकेला होता है।

    क्‍योंकि एक सत्‍य उसे दिखाई पड़ गया है।

    कि जो भी मेरे पास मेरे अकेलेपन में है,

    वहीं मेरी संपदा है।

    जो दूसरे की मौजूदगी से मुझमें होता है,

    वही असत्‍य है, वही माया है।

    वह वास्‍तविक नहीं है।

    Like

  3. परमात्मा का अर्थ, प्रभु का अर्थ है वह जिससे हम आते हैं और जिसमें हम चले जाते हैं।
    सागर पर लहर उठती है, और फिर वापस सागर में खो जाती है। तो लहर जहां से आती है और जहां खो जाती है
    प्रभु का कोई व्यक्तित्व नहीं हो सकता, कोई आकृति, कोई रूप, कोई आकार नहीं हो सकता।
    क्योंकि जिससे सब आकार निकलते हों उसका खुद का आकार नहीं हो सकता है।
    अगर उसका भी अपना आकार हो तो उससे फिर दूसरे आकार न निकल सकेंगे।
    इसलिए ईश्वर का कोई आकार नहीं हो सकता।

    Like

  4. આદરણીય શ્રી. જુગલકીશોર કાકા,

    ખુબ જ મનનીય અને વિચારવંત લેખમાં લેખ્ક્શ્રીએ ઉમદા વિચારો

    રજુ કરી સમાજને આયનો બતાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે.

    હમણાં ગયા રવિવારે સાન હોઝે જે લોસ એન્જલસથી ૪૦૦ માઈલ

    દુર છે ત્યાં જવાનું થયું ત્યારે મારા સાઢુભાઈ ડો. શ્રી પ્રવીણભાઈ પટેલે

    આપના બ્લોગ અને લેખોની ચર્ચા કરેલી. તેઓ શ્રી.ને આપના લેખો ખુબજ

    વિચાશીલ લાગ્યા હતા…આભિનંદન

    Like

  5. શ્રી. અરવિંદભાઇ, લેખકશ્રીનો ખરે જ વિચાર-યાત્રા શરૂ કરાવતો લેખ. મને લાગે છે આ ’સંત ઉત્પાદન માટેના કારખાનાં’ દ્વારા જ “સંત”ની મહત્તા ઓછી થતી જાય છે !

    અંતિમ વાક્ય, ’શંકરાચાર્ય, મીરાં, કબીર કે આનંદઘન કઈ સાંપ્રદાયિક ફોજની પેદાશ હતાં?’ જવાબ તો “એકે નહીં” જ હોઇ શકે, પરંતુ હવે કદાચ આ ’સંત ઉત્પાદન માટેના કારખાનાં’ના પાપે જ તેઓનું આકલન પણ ’કારખાનાની પેદાશ’ તરીકે થઇ જાય છે ! ખરો દોષ કારખાનેદારોનો છે !! આભાર.

    Like

    1. શ્રી અશોકભાઈ,
      આભાર મુલાકાત સાથે પ્રતિભાવ માટે પણ ! નેટ,પાવર અને અસ્વસ્થ તબિયતને કારણે જવાબ લખવામાં વિલંબ થયો છે તે બદલ દરગુજર કરશો ! આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

Leave a comment