શિક્ષણનું માધ્યમ–માતૃભાષા ( ગુજરાતી ) કે અંગ્રેજી ? (૧)

શિક્ષણનું માધ્યમ—-માતૃભાષા ( ગુજરાતી ) કે અંગ્રેજી ? ? ?

@@@@@ આમ તો ઘણાં સમય થયા આ વિષય ઉપર મારાં વિચારો લખવા વિચારી રહ્યો હતો. ત્યાં 21-01-2009ના ગુજરાત સમાચારમાં નિયમિત કોલમ લખતા ભાઈ જય વસાવડાનો “અનાવૃત”ના મથાળા નીચે લખાયેલો લેખ “ માતૃભાષાનું મહાન ગુજરાતી માધ્યમ લેકિન કિંતુ પરંતુ …… “વાચતા મને ભાઈ જયએ તાત્કાલિક આ વિષય ઉપર મારાં વિચારો પ્રદર્શિત કરવા પ્રેયો/ઉશ્કેર્યો.

@@@@@ આ વિષય ઉપર લખતા પહેલાં એક વાતની પ્રમાણિકતા અને નિખાલસતાથી સ્પષ્ટતા કરી લઉં કે હું કોઈ શિક્ષણ શાસ્ત્રી નથી કે નથી કોઈ સાહિત્યકાર કે, લેખક કે નથી કોઈ ભાષાનો અભ્યાસુ ,કે વિદ્વાન. હું એક સાધારણ વાચક અને મારી રીતે કોઈ પણ વિષય ઉપર સ્વતંત્ર રીતે વિચારનાર નિવૃત 70ની ઉમરની વ્યક્તિ છું .વાસ્તવિક પરિસ્થિતિ ઉપર જુદા જુદા વિદ્વાનો અને વિચારકોના મંતવ્યો જાણી મારાં પોતાના વિચારોનું ઘડતર કરું છું . અને સમય આવ્યે સર્વેની જાણ માટે મારાં બ્લોગ ઉપર રજૂ કરતો રહું છું.

@@@@@ આ ઉપરાંત એક વધારે સ્પષ્ટતા કરવાની પણ જરૂર લાગતી હોય તે પણ કરી લઈ બાદ જ આગળ મારાં વિચારો જણાવવાનું યોગ્ય રહેશે.. હું અંગ્રેજી સહિત કોઈ પણ ભાષા શીખવાનો-જાણવાનો વિરોધી નથી.તો સાથો સાથ ગુજરાતી પ્રત્યે રણહાક બોલાવતો ભાષા ભક્ત કે અસ્મિતા ભક્ત પણ નથી .અંગ્રેજી પ્રત્યે કોઈ પૂર્વ ગ્રહ પણ નથી. આજના સમયમાં કદાચ અંગ્રેજી જાણવું અનિવાર્ય બની રહ્યું હોઈ તે વિષે આંખ્-મીંચામણાં કે અવગણના પણ નહિ કરવી જોઈએ તેવી દ્રધ માન્યતા ધરાવું છું. અન્ય દેશોમાં માતૃભાષામાં શિક્ષણ અપાય છે માટે આપણે ત્યાં પણ ગુજરાતીમાં જ અપાવું જોઈએ તેવી માનસિકતા ધરાવનાર પણ નથી..

@@@@@ આટલી સ્પષ્ટ વાત કર્યા પછી હવે મારાં વિચારો રજૂ કરુ છું. હું બહુ મકકમતાથી માનું છું કે અંગ્રેજી માધ્યમ મા-બાપ એટ્લા .માટે પસંદ કરતા નથી કે તેને કારણે બાળકનો વિકાસ નહિ થાય કે ભવિષ્યમાં નોકરી-ધંધો નહિ મળે. એક એવી માન્યતા જાણ્યે-અજાણ્યે ઘર કરી ગયેલ છે કે અંગ્રેજી નહિ જાણનાર અક્કલ મઠો કે બુધ્ધિહિન રહી જાય છે અને અંગ્રેજીને બાળકની કાબેલિયત કે હોંશિયારીનો માપદંડ મનાવામાં આવી રહ્યો છે .કે જે ખરેખર તો ભાષા એ કોમ્યુનિકેશન્ ( પ્રત્યાયન)નું જ માત્ર સાધન છે. એ થી વિશેષ કંઈ જ નહિ.

@@@@@ અંગ્રેજી ભણાવવા કોઈ ઝુબેશ ચલાવામાં આવી નથી પણ આપણી વચ્ચેની દેખાદેખી અને લઘુતા ગ્રંથી ઉપરાંત આપણી ગુલામી માનસિકતા નું જ અંગ્રેજી માધ્યમ પ્રતિબિંબ છે. આપણા સમાજમાં અંગ્રેજી માધ્યમ મા-બાપ માટે મોભા( STATUS) નુ પ્રતિક બની ચૂકયુ છે. અને તેથી તે માટે એક ના સમજાય તેવી ઘેલછા જોવા મળે છે. શાળાઓની ઉંચી ફી માટે બુમરાણ મચાવનાર મા-બાપો અંગ્રેજી શાળા માટે ઉંચી ફી નો બોજો તો ઉઠાવે જ છે પણ સાથોસાથ અંગ્રેજી શીખવવા ખાનગી ટ્યુશન માટે પણ એટલી જ ઉંચી ફી માસિક ધોરણે ચૂકવી રહ્યા છે અને વધુમાં બાળકને શાળાએ મોકલવા- તેડવા કાં તો શાળાની બસ્ કે રીક્ષા કે પોતાને જ સમય ફાળવવો પડ્તો હોય છે ઉપરાંત ખાનગી ટ્યુશનમાં પણ લેવા –મૂકવા સમય સર જવાનું રહે અથવા એ માટે પણ અલગથી ખર્ચ કરવો પડે છે. આમ હિસાબ કરતાં એક બાળકના અભ્યાસ પાછ્ળ મોટી રકમ ખર્ચાય જતી રહે છે. અને તેમ છતાં બાળક અંગ્રેજી તો તેનામાં રહેલી કેપેસીટી (સક્ષમતા)કે ટેલ્નટ થી વધારે સ્વીકારી શક્તું નથી. મા-બાપ પણ મર્યાદિત અંગ્રેજી જાણતા હોય કે કોઈક તો બિલકુલના જાણતા હોય તે બાળક બે લીટી અંગ્રેજીની કવિતા કે શબ્દો બોલે એટલે અભિભૂત થઈ તેની સામે જોઈ રહે અને પોર્ષાવા લાગે છે કે હવે બાળક ખુબજ બુધ્ધિશાળી બની ગયું !!!

@@@@@ ઉપરાંત આ માનસિકતાનો લાભ લઈ અંગ્રેજી બોલતા અને લખતા શીખવનારાઓના ખાનગી ધોરણે પાનના ગલ્લા જેટલા વર્ગો ઠેર ઠેર ખુલ્લી ગયા છે કે ખુલ્લી રહ્યા છે. અને આ રીતે અંગ્રેજી શીખવનારાના અંગ્રેજીની ચકાસણી કોઈ કરતું નથી હોતું.

@@@@@ મને તો લાગે છે કે ક્રીમી લેયર વર્ગ પોતે બધાથી અલગ છે તેવું પ્રતિપાદન કરાવવા અને ઠરાવવા અંગ્રેજી માધ્યમને જરૂરી દર્શાવે છે. તેની સામે શિક્ષણશાસ્ત્રીઓ તર્ક બધ્ધ પોતાની વાત રજૂ કરે છે જેમાં જનૂન નથી હોતું પણ નરી વાસ્તવિકતા દેખાતી હોય છે. એક વાતતો સ્પષ્ટછે કે જ્યારે ચો-તરફ ગુજરાતી માહોલ હોય ત્યારે બાળકની દશા અત્યંત દયનીય અને કરૂણ બની રહે છે અને બાળક પોતે જાતે તે વિષે કહી શકવા કે સમજાવવા સક્ષમ કે સમર્થ ના હોય આ લોલમ લોલ ચાલતુ રહે છે.

@@@@@ જેનું એક ઉદાહરણ હમણાં તાજેતરમાં જ ગુજરાત સમાચારમાં “ન્યુસ ફોકસ”માં પ્રસિધ્ધ થયેલા સુપાર્શ્વ મહેતાના લેખમાં ઉલ્લેખ કરાયેલ એક પ્રસંગ વિષે ધ્યાન દોરવું આવશ્યક જણાય છે. એક ડૉ. પંકજ જોશી કે જે ખગોળ વિજ્ઞાની તરીકે પ્રખ્યાત થયા છે અને જેમણે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરી આ પદવીએ પહોંચ્યા છે તેઓ વદોડરામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના કેટ્લાક વિધ્યાર્થીઓ સમક્ષ બ્રહ્માંડ અને વિશ્વવિજ્ઞાન વિષે વકતવ્ય આપવા ગયા હતા ત્યારે આ વક્તવ્ય દરમિયાન તેમને એવા કેટલાક અનુભવો થયા કે જયારે તેઓ તારાઓ, સૂર્ય, ગ્રહમાળા વગેરે બબતમાં ગોષ્ઠિ શરૂ કરી, ત્યારે સ્વાભાવિક રીતે જ ગુજરાતીમાં વકત્વ્ય આપતા હતા અને બાળકો પણ રસ પૂર્વક અને આનંદથી સાંભળતા હતા.આ સભામાં કેટલાક શિક્ષકો પણ ઉપસ્થિત હતા. વક્તવ્યમાં વચ્ચે વચ્ચે જ્યાં જરૂર જણાય ત્યાં સમાનાર્થી અંગ્રેજી શબ્દની જાણકારી આપતા હતા.ત્યાં થોડીવારમાં એક શિક્ષકે આવીને કહ્યુ કે સાહેબ અંગ્રેજીમાં જ આખી વાત કહો ને ? આવી બધી વાત તો અંગ્રેજીમાં જ બરાબર થાય ને ? અહીં વક્તા ગુજરાતી હતા, શ્રોતાઓ પણ ગુજરાતી જ હતા, અને ભાષા સમજવામાં કોઈ ને પણ તક્લીફ નહોતી પડ્તી, છતાં શિક્ષકે અંગ્રેજીમાં વકતવ્ય આપવાનો આગ્રહ રાખ્યો તે ડૉ.પંકજ જોશી માતે આશ્ચ્રર્યની બાબત બની રહી. તેમ છતાં તેઓએ બાકીનું વકતવ્ય અંગ્રેજીમાં આપવાનું ચાલુ કર્યું ત્યાં જ એક વિધાર્થીની બોલી ઉઠી કે આમાં તો કંઈ સમજાતું નથી પહેલાં કેવું બધું ગુજરાતીમાં સમજાઈ જતું હતું. સાહેબ પેલાની જેમ ગુજરાતીમાં જ બોલો ને ! હવે મૂંઝાવાનો વારો ડૉકટરનો હતો અને તેથી તેઓએ કહ્યું કે હવે સૌ પહેલા એ નક્કી કરો કે કઈ ભાષામાં મારે વકતવ્ય આપવું ? આ સભામાં કેટલાક અંગ્રેજી માધ્યમ વાળા પણ મોટી સંખ્યામાં હાજર હતા. તેઓએ વિધાર્થીઓને કહ્યુ કે ગુજરાતીમાં જ ચાલુ રાખવા ઈચ્છતા સૌ કોઈ હાથ ઉંચાકરો . જેમાં ઘણા બધા હાથ ઉંચા થયા અને પછી પૂછ્યું કે હવે અંગ્રેજીમાં ઈચ્છતા હોય તે હાથ ઉંચા કરો તેમાં બહુજ ઓછી સંખ્યામાં હાથ ઉંચા થયા.. બાદમાં પંકજ ભાઈએ વિધાર્થીઓને પૂછ્યું કે તમારા માનાં ઘણાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી રહ્યા છે તેમાંના પોતાના ઘરમાં માતા-પિતા સાથે કેટ્લા અંગ્રેજીમાં વાત કરે છે ? ત્યારે માત્ર એકજ હાથ ઉંચો થયો. અને તેણે ખૂબ જ નિખાલસતાથી કહ્યુ કે મારા પપ્પાએ મારું અંગ્રેજી સુધરે માટે મારે તેમની સાથે માત્ર અંગ્રેજીમાં જ વાત કરવી. તેવી સૂચના આપી રાખી છે. પંકજભાઈએ પૂછ્યું તો મમ્મી સાથે ? જવાબમાં કહ્યું કે અલબત્ત ગુજરાતીમાં જ વાત કરુ છું. આમ આખરે વક્તવ્ય ગુજરાતીમાં જ પૂરુ કર્યું.

@@@@@ ઉપરોકત પ્રસંગથી એક વાત તો નિ:શંક સાબિત થાય છે કે જો પંકજ ભાઈ ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરી ખગોળ શાસ્ત્રી બની શક્તા હોય અને એક વિજ્ઞાની તરીકે કારકિર્દી બનાવી શકતા હોય .જો જય વસાવડા પણ એક અભ્યાસુ, ચિંતક અને વિચારક બની શકતા હોય, તો અન્ય બાળકો કે જેમનામાં કૌવત અને કાબેલિયત સાથે સક્ષમતા અને મક્કમ નિર્ધાર પણ છે તેમને ક્યારે ય ભાષાની મર્યાદાઓ નડી ના શકે. ભાઈ જય વસાવડાએ તો તેમના જ જણાવ્યા મુજબ રામાયણ્-મહાભારત-હરિવંશ્-દેવી ભાગવત્-સુધીના અસંખ્ય પુરાણો અને ઉપનિષદો-પ્રાચીન ગ્રંથની મૂળ પ્રતની ટેક્સનો અભ્યાસ કર્યો છે અને આ તમામ ગ્રંથોની મૂળ ભાષા ભાઈ જયની અભ્યાસમાં માધ્યમ તરીકે તો નહિ જ હતી તે ખરું ને ? પણ તેઓને તેમના માતા અને પિતા તરફથી એવો માહોલ અને ઉતેજના (encouragement) મળી ઉપરાંત પોતાનામાં પણ એક પ્રકારનું નવું નવું જાણવાનું જનૂન હોઈ તે આજે આ કક્ષાએ પહોંચી શક્યા છે તેમ મારું દ્રધ રીતે માનવું છેં. જય વસાવડા કોઈ ભાષાના મોહતાજ નથી કે તેવા માધ્યમનું સર્જન કે પરિણામ નથી.પોતાની કાબેલિયત અને હોશિયારીથી પ્રગટ થયેલા એક ગુજરાતી ભાષામાં સાહિત્ય અને ચિંતનની દુનિયામાં પદાર્પણ કરનાર નવ યુવાન છે.

@@@@@ આ ઉપરાંત મારું એક સુચન છે કે જેમ ડૉ.પંકજે કર્યું તેવું જ એક સ્થળે તમામ ધોરણના અને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા બાળકોને એકઠા કરવામાં આવે જ્યાં શાળાના આચાર્ય કે શિક્ષક કે બાળકોના મા-બાપ હાજર ના હોય અને તેમનો મત લેવામાં આવે કે હે બાળકો આપ સૌને ક્યા માધ્યમમાં અભ્યાસ કરવાનું વધારે પસંદ છે ? અને હું ટ્કોરા બંધ ખાત્રી આપું છું કે 90 થી 95 % બાળકો ગુજરાતી માધ્યમ માટે મત આપશે.

@@@@@ મારાં પરિચિત લોકોના બાળકો અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી સ્નાતક કે અનુસ્નાતક થયા છે અને અંગ્રેજીનો મહાવરો ચાલુ રહે તે માંટે ઘરે અંગ્રેજી અખબાર અને સામયિક પણ મંગાવતા રહે છે અને હું જ્યારે પણ તેમના ઘ્રરે જઉં છું ત્યારે આ અખબારોની ઘડી પણ વિખાય હોતી નથી કે સામયિકો રેપરની બહાર પણ નીકળ્યા હોતા નથી તેની સામે ગુજરાતી અખબાર કે સામયિક નિયમિત રીતે ઘરના બધા જ સભ્યો વાંચી લે છે. એ સ્પષ્ટ દર્શાવે છે કે અંગ્રેજીમાં અભ્યાસ ભલે કર્યો પણ તે ભાષા વધારે જાણવાની કે માણવાની કોઈ જરૂરિયાત જણાતી ના હોય ઘરમાં મંગાવાતા અંગ્રેજી અખબાર કે સામયિકો વાંચ્યા સિવાય સીધે સીધા રદીમાં જતા રહે છે જ્યારે ગુજરાતીમાં આવતા અખબારો કે સામયિકો પૂરેપૂરા વંચાતા રહે છે આને કઈ માનસિકતા કહેશું ? આ ઉપરાંત અંગ્રેજી માધ્યમ જ નહિ પણ ખાસ વિષય તરીકે અંગ્રેજી રાખી અનુસ્નાતક થયેલાઓને પ્રથમ પંકતિના 10 સાહિત્યકારો કે કવિઓના નામ બોલી જવા કહી જોજો. અરે ! આવા અનુસ્નાતક થયેલા શેક્સ્પીઅરની અંગ્રેજીમાં જોડણી SEX કરીને કરતા પણ મેં જોયા છે.અર્થાત ટૂકમાં જો અંગ્રેજી શીખવાની તાલાવેલી અને ઠોસ નિર્ણાયકતા જે તે વિધાર્થીમાં હોય તો જ અંગ્રેજી શીખી શકાય્.

@@@@@ ઉપરાંત અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકો જ્યારે કોઈ સાથે વાતચીત કરતા હોય ત્યારે જરા સૂક્ષ્મતાથી તેઓનું નિરીક્ષણ કરજો તેમની વાત કરતા જીભ અચકાતી જોવા મળશે અને તેનું કારણ જાણવાની કોઈ માતા-પિતા દરકાર કરતા હોતા નથી. પણ આનું કારણ બહુ જ સ્પષ્ટ છે કે અંગ્રેજી માધ્યમને કારણે તેમને શાળામાં માત્ર અંગ્રેજીમાં જ બોલવાની ફરજ પાડવામાં આવતી હોય છે અને ત્યારે બાળક બોલતા પહેલા વિચારતો ગુજરાતીમાં હોય છે અને પછી અંગ્રેજીમાં અનુવાદ કરી બોલે છે પરિણામે તેની જીભ સાંભળનારને અચકાતી લાગે છે અને બાળકને પણ હંમેશ માટે આ ટેવ ઘર કરી જાય છે.

@@@@@ તેમ છતાં બાળક્ને અંગ્રેજી શીખવવું જ હોય તો મારું એક સૂચન છે કે જે રકમ શાળામાં ફી તરીકે- ખાનગી ટયુશન માટે ખર્ચાય છે તેટ્લી જ રકમમાં માત્ર અંગ્રેજી શીખવવા ખર્ચો અને બાળકને તે ભાષામાં રસ લેતા કરો તો તે હોંશે હોંશે અંગ્રેજી શીખશે અને તેને માધ્યમ ને કારણે જે ભણવાનો જ કંટાળો અને ભાર લાગતો હશે તે દૂર થશે અને ભવિષ્યમાં તે અંગ્રેજી સાહિત્ય કે જે કદાચ દુનિયા ભરમાં શ્રેષ્ઠ્ ગણવામાં આવી રહ્યુ છે તે પણ રસ પૂર્વક વાંચશે. હાલમાં તો અંગ્રેજી બોજો લાગતો હોય નથી અંગ્રેજી વાંચવાનું મન થતું કારણ તે માટે જાણ્યે-અજાણ્યે એક ગ્રંથી બંધાય જતી હોય છે. અને ગુજરાતી સાહિત્ય પણ વાંચી શકાતું નથી કારણ તે માટે નથી સમય અને લગભગ બાળકોને વાંચતા પણ આવડ્તું ના હોય તે પણ બોજા રૂપ લાગતું રહે છે. આમ આવા બાળકોને બકોર પટેલ્-છ્કો-મકો- મિંયા ફુસકી ઉપરાંત હિતોપદેશ કે પંચતંત્રની વાર્તાઓના ખજાનાથી વંચિત રાખવાનું માતા-પિતા પાપ કરી રહ્યા છે. તેમ મારુ માનવું છે તો આ સામે સંયુકત પરિવારો તૂટી રહ્યા હોય બાળકોને વાર્તા કહેનાર દાદા કે દાદી પણ હોતા નથી અને આમ બાળકમાં કલ્પના શક્તિ પણ ખીલતી ના હોય તે માત્ર ગોખણ પટ્ટી કરતા શીખે છે. અને જો કલ્પના શક્તિ જ ના ખીલે તો તે પ્રયત્ન કરતા નહિ શીખે અને તો સંઘર્ષ કરવાનું પણ ટાળતો થશે અને તો જીવનમાં વિજય કે સફળતા કેમ કરી મેળવશે ?

@@@@@ નાનપણમાં વાંચેલ એક અકબર અને બીરબીલની વાર્તા મને યાદ આવે છે અને તે અહિ રજૂ કરવી અપ્રસ્તુત નહિ ગણાય તેમ માની લખી રહ્યો છું. એક વાર અકબરના દરબારમાં એક પંડિત આવ્યા કે જે અનેક ભાષા જાણતા હોવાનો દાવો કરી રહ્યા હતા. લગભગ 10 ભાષા તે ફ્લ્યુઅંટલી બોલી શક્તા હતા અને તે પ્રયોગ અકબરના દરબારમાં કરી બતાવ્યો અને પૂછ્યું કે જે કોઈ મારી માતૃભાષા કહી બતાવશે તેને હું મોટું ઈનામ તો આપીશ પણ ત્યારબાદ ક્યારે ય મારી માતૃભાષા સિવાય બીજી કોઈ ભાષા નહિ બોલું. અકબરના દરબારમાં સોપો પડી ગયો અને દરબારીઓ એક બીજા સામે જોવા લાગ્યા પણ કોઈ જવાબ દેવા તૈયાર નહિ થયા. આખરે અકબરે બીરબલ સામે જોયું અને આ પંડિતના સવાલનો જવાબ આપવા અનુરોધ કર્યો. એટલે બીરબલે બાદશાહ પાસે બે દિવસનો સમય માંગ્યો જે બાદશાહે અને પંડિતે પણ આપ્યો. બીજે દિવસે બીરબલે પંડિતને પોતાને ઘરે જમવા નિમંત્ર્યા અને સરસ મજાનું ભોજન કરાવ્યું અને ભોજન બાદ પંડિતે જવાની રજા માંગતા ખુશીથી રજા આપી અને પંડિત જ્યારે દાદરો ઉતરવા ગયા કે પાછ્ળથી એક લાત મારી. પંડિત દર્દના માર્યા બૂમો પાડવા લાગ્યા એટ્લે તુરત જ બીરેબલે કહ્યુ કે તમો જે ભાષામાં બૂમો પાડી તે જ તમારી માતૃભાષા છે ખરું ને ? પંડિતે હા પાડી અને સ્વીકાર્યું કે ખરી વાત છે અને બીરબલે પણ કહ્યું કે દુખમાં જે ઉદગારો મોઢામાંથી આપોઆપ નિકળી પડે તે જ માતૃ ભાષા હોઈ શકે કારણ કે આ ભાષા માતાના ગર્ભમાંથી જ આવે છે અને એટલે તે ભાષા ગ્રહણ કરવા કોઈ કોશિષ કરવી પડતી નથી. ટુંકમાં માતૃભાષામાં અપાતું જ્ઞાન સમજવું અને ગ્રહણ કરવું ખૂબજ સરળ અને સહેલું હોય છે.

@@@@@ એક ચર્ચા એવી પણ થતી રહે છે કે ગુજરાતી સાહિત્યના સારા સારા પુસ્તકો પણ કોઈ ખરીદ્તું નથી તેની પાછ્ળ પણ આ જ માનસિકતા કામ કરી રહી છે. મારો જ દાખલો આપું કે મને સારા પુસ્તકો વાંચવાનો તો શોખ બાળપણથી જ રહ્યો છે પણ કમાતા થયા પછી ઘરમાં વસાવવાનો પણ શોખ રહ્યો છે અને આજ ની તારીખે મારા અંગત પુસ્તકાલયમાં ગુજરાતીના મોટાભાગના જૂના અને નવા લબ્ધ પ્રતિષ્ઠિત લેખકોના પુસ્તકો વસાવેલા છે અને સદભાગ્યે અમારા બાળકોમાં પણ્ વાંચવાનો શોખ કેળવી શકયા છીએ. પરંતુ હવે મને ચિંતા થવા લાગી છે, કે હવે પછીની પેઢી તો આ પુસ્તકો વાંચી શકવાની નથી કારણ અમારાં બાળકો પણ તેમના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવાના ,પવનમાંથી અમારાં સખ્ત પ્રયત્નો છતાં , બાકાત રહી શક્યા નથી. અને કદાચ આ જ મુખ્ય કારણ છે, કે આજે ગુજરાતી પુસ્તકો ખરીદાતા નથી અથવા ખરીદાય તો માત્ર ઘરની શોભા પૂરતા જ રહેતા હોય છે.

@@@@@ એક બીજી વાત પણ ખૂબ જ નોંધ લેવા જેવી છે કે જો બે મરાઠી મળશે તો મરાઠીમાં , જો બેંગાલી મળશે તો બેંગાલીમાં, અને કોઈ દક્ષિણના મળશે તો તેમની જ ભાષામાં વાતચીત નો દોર ચાલશે .જ્યારે જો બે ગુજરાતી મળશે તો પ્રથમ તો અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં અને બાદમાં હિન્દી કે અંગ્રેજી અને ગુજરાતી સાથે મિશ્રણમાં વાતચીત કરશે. પણ માત્ર ગુજરાતીમાં વાત કરવાનું ટાળશે. આ અભિગમ પણ આપણી લઘુતા ગ્રંથીનો ધ્યોતક છે.

@@@@@ આ ઉપરાંત જો ઈતિહાસ તપાસવામાં આવે તો ગુજરતીઓને ક્યારેય ભાષાનું માધ્યમ કે જાણકારી તેની સાહસ વૃતિમાં અવરોધરૂપ બની નથી. વધુમાં વધુ ગુજરાતીઓ આફ્રિકા જેવા દેશોમા કે જ્યાં માણસખાઉ પ્રજા હતી ત્યાં વર્ષો પહેલાં પહોંચેલા મળશે અને અનેક પ્રકારના ધંધા-ઉધ્યોગ શરૂ કરેલા જોવા મળે છે. માટે વિકાસ માટે કે નોકરી ધંધા માટે અંગ્રેજી સિવાય કોઈ વિકલ્પ નથી તેવી માનસિકતા માત્ર આપણો નવી પેઢીનો વહેમ છે.

@@@@@ હું આજ 70 વર્ષનો છું અને અમારા પહેલા અને પછી પણ હજારો બાળકો ગુજરાતી માધ્યમમાં ભણેલા છે જેમાં થી અનેક પોત પોતાના ક્ષેત્રોમાં દેશ અને વિદેશમાં નામ કાઢી શકવા સમર્થ નિવડ્યા છે. તેમને કોઈ ને તો માધ્યમ ક્યારેય નડ્યું નથી. અર્થાત જો બાળક કૃત નિશ્ચયી હોય તો પથ્થરને લાત મારી પાણી કાઢી શકવા સમર્થ બને જ બને. માત્ર માતા-પિતાએ એવો માહોલ અને તકો ઉપલબ્ધ કરવાના બાળક્ના પ્રયસોમાં સક્રિય સહાય કરવી જોઈએ. જેમ ભાઈ જયના કિસ્સામાં અને ડૉ. જયંત અને અમારા જેવાઓના કિસ્સામાં બન્યું છે.

@@@@@ અને હવે વાત કરીએ હરિફાઈ અર્થાત કોમ્પીટીશનની કદાચ આજના મા-બાપને ચિંતા છે કે એમનો બાળક આ હરિફાઈના સમયમાં પાછ્ળ રહી જશે માટે અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવો જોઈએ તો મને તો એ જ સમજાતું નથી કે કઈ હરિફાઈનો ડર છે ? આજે લેવાતી પરીક્ષા ખરે ખર જ્ઞાનની હોય છે ખરી કે તે માત્ર જે તે વિષયની ગોખણ પટીની જ હોય છે ? હાલની પરીક્ષા પધ્ધતિ માત્ર યાદ શક્તિ પૂરતી મર્યાદિત બની ચૂકી છે અને શિક્ષણ એક વ્યવસાય બની ચૂક્યો છે. અને આનો વિરોધ કરવા કોઈ પેરેંટ્સ કે શિક્ષકો કે વિધ્યાર્થીઓ સંગઠિત થઈ અવાજ ઉઠાવતા નથી. માત્ર આ સિસ્ટમનો પાનના ગલ્લે જોર શોરથી અંદરો અંદર રોષપૂર્ણ દલીલબાજી કરી સંતોષ મેળવી લેતા થયા છે. અને પોતાના બાળકોને આ સિસ્ટમના ભોગ બનતા મૂંગે મોઢે જોઈ રહે છે. પરિણામે કેટલાક બાળકો તો આપઘાત પણ કરવા લાગ્યા છે કે ઘર છોડી નાસી જતા રહે છે.

@@@@@ હવે વાત કરીએ બોર્ડમાં આવતી ટ્કાવારીમાં પ્રથમ 15-20 માં આવતા વિધ્યાર્થીઓમાંથી 80-90% માતૃભાષાના માધ્યમમાં અભ્યાસ કરેલા દેશના તમામ રાજ્યોના બોર્ડમાં આવતા રહે છે. જે માત્ર ગુજરાત પૂરતું મર્યાદિત નથી. આ સાથે જ પેપર તપાસનાર તથા અંગ્રેજી શીખવનાર શિક્ષકોના ધોરણની પણ વાત કરી લઈએ. કેટલા મા-બાપને આ શિક્ષકોના અંગ્રેજી વિષે જાણકારી હોય છે કે તે મેળવવા કોશિષ કરતા હોય છે.? સામાન્ય રીતે તો મા-બાપ શાળાએ જાય કે શિક્ષક કોઈ સ્થળે મળી જાય અને બે શબ્દો અંગ્રેજીમાં બોલે એટલે એમ માની લેવામાં આવે કે શિક્ષકનું અંગ્રેજી ખૂબ સારું છે .અને તેનાથી અભિભૂત થઈ વધારે તપાસ કરવાની કોઈ જરૂર ના હોય તેમ સ્વીકારી લેવામાં આવે છે.. આવા અંગ્રેજીમાં નબળા શિક્ષકો માટેની જવાબદારી કોની મા-બાપની કે શાળાના સંચાલકોની ? અને રખે માની લેતા કે શાળાના સંચાલકો આવા અંગ્રેજીમાં નબળા શિક્ષકો વિષે અજાણ હોય છે.આવા શિક્ષકોની ભરતી પણ તેઓએ જ કરી હોય છે.

@@@@@ હવે ગુજરાતી માધ્યમમાં ભણતા કે ભણી ગયેલાઓના ગુજરાતી વિષે મારે એટ્લું જ કહેવું છે કે ગુજરાતીમાં ભણનારા બધા લેખકો-સાહિત્યકાર કે ચિંતકો નથી હોતા .સાધારણ અને સામાન્ય લોકો હોય છે એટલે તેઓ કદાચ ભાષા શુધ્ધિનો આગ્રહ ના રાખે તે શક્ય છે. પરંતુ એ સામે જ જે દેશની ભાષા અંગ્રેજી છે તે દેશના આજ કક્ષાના લોકોની ભાષા ચકાસવામાં આવે તો ગુજરાતીઓની અને અંગ્રેજી જાણનારાઓની ભાષા પ્રત્યેની બેદરકારી વચ્ચે કોઈ ભેદ નહિ લાગે. કારણ સ્પષ્ટ છે બનેંની તે માતૃભાષા હોઈ કોઈ પણ દેશનું આ સામાન્ય લક્ષણ હોય છે. જ્યારે પણ ભાષા લોક ભોગ્ય બને ત્યારે આમ થતું જ રહેતું હોય છે. અંગ્રેજીનો વપરાશ કોમ્પ્યુટરમાં અને સેલફોનમાં જેમ જેમ વધતો જાય છે તેમ તેમ આ અંગ્રેજી ભક્તોનું બીપી પણ વધી જ જતુ હશેને ? અને હવે દુનિયાની કોઈ તાકાત થઈ રહેલા અંગ્રેજીભાષાના ફેરફારને અટ્કાવી શકે તેમ નથી.

@@@@@ એક એવી હવા ફેલાવામાં આવી રહી છે કે અંગ્રેજી માધ્યમ વાળી શાળાઓનો વહિવટ અને મેનેજમેંટ સરસ હોય છે. આ પણ હળા હળ જૂઠાણું છે. કોઈ પણ શાળાનો વહિવટ જો ઉંડાણ પૂર્વક તપાસવા/ચકાસવામાં આવે તો આ ઉપલકીયું જાકજમાળ સાબિત થશે. અને ધારોકે એક અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ સંયુકત રીતે ધરાવતી શાળાનો વહિવટ અને મેનેજમેંટ ખૂબ જ સરસ અને નમુનેદાર છે, તો પણ અંગ્રેજી માધ્યમમાં જ પ્રવેશ માટે ધસારો થતો માલુમ પડે છે ,જે સ્પષ્ટ દર્શાવે છે કે અંગ્રેજી માધ્યમ માત્ર ગુલામી માનસિકતા જ નહિ પણ સમાજમાં એક મોભા ( STATUS ) નું સ્થાન લઈ ચૂકયું છે. ગુજરાતી માધયમમાં અભ્યાસ કરાવનાર મા-બાપને સમાજમાં ઉતરતી નજરમાં જોવાઈ રહ્યા છે તે આપણા સૌનો રોજ-બ્-રોજ નો અનુભવ નથી ?

@@@@@ આ તબક્કે એક સારો વહિવટ અને મનેજમેંટ ધરાવનાર અંગ્રેજી માધ્યમ વાળી શાળાના શિક્ષકો બાળકોને કેવું શિક્ષણ આપે છે તેનો જાત અનુભવનો દાખલો અહિ પ્રસ્તુત કરું છું મારી દીકરીના પરિવારને એક તદન નજીકના સ્વજનના લગ્ન પ્રસંગે બહારગામ જવાનું અનિવાર્ય બનેલું ,અને તે સમયે શાળા ચાલુ હતી ,એટ્લે મારી દોહિત્રિ માટે શાળમાંથી રજા લેવાનું પણ અનિવાર્ય બનેલુ.વર્ગ સિક્ષકને વાત કરતાં રજા આપવાની ના કહી અને આચાર્યાને મળવા જણાવ્યું. સિક્ષકને સાથે રાખી આચાર્યાને રજાની મંજૂરી માટે મળવા જતા એમણે જણાવ્યું કે સામાજિક પ્રસંગમાં જવા માટે શાળામાંથી રજા આપી નહિ શકાય અને જો શાળામાં રજા વગર ગેર હાજર રહેશે તો ગેર હાજરી ગણવામાં આવશે. એટ્લે સંજોગો અને પરિસ્થિતિ ફરી ને સમજાવતા અને બાળકીને અહિ એકલી મૂકીને પણ જઈ શકાય તેમ ના હોય તો શું કરવું ? કોઈ રસ્તો નીકાળવા વિનતિ કરતા બાળકીની માંદગીનું સર્ટીફીકેટ આપવા સૂચન કર્યું. મને કહેશો આ સરસ વહિવટ અને મેનેજમેંટ ધરાવતી શાળાના શિક્ષકો અને આચાર્યો બાળકને બાલપણમાં જ કઈ જાતનો સંદેશો કે કેળવણી આપી રહ્યા છે ?

@@@@@ મારો તો સ્પ્ષ્ટ અભિપ્રાય છે કે જ્યાંસુધી આપણી માનસિકતા અને લઘુતા ગ્રંથી નહિ બદલાય ત્યાં સુધી કોઈ માહોલ બદલાવાનો નથી. એક એવી દલીલ કરાવમાં આવે છે કે ગુજરાતીમાં બધા વિષયો સરસ ભણાવાય તેવી નમૂનેદાર આધુનિક ભપકાદાર ગુજરાતી માધ્યમની શાળાઓ બનાવવી જોઈએ. સરસ સૂચન છે પરંતુ પ્રથમ તો આપણે ભપકાદારની વ્યાખ્યા સ્પ્ષ્ટ સમજી લેવી જોઈએ અને આવી શાળાઓ બનાવશે કોણ ? અને કદાચ એવી શાળાઓ અસ્તિત્વમાં આવે તો પણ જો આપણી માનસિકતા અને ઘેલછા નહિ બદલાય તો ક્યા મા-બાપ આવી શાળામાં પોતાના બાળકોને ગુજરાતી માધ્યમમાં દાખલ કરશે ?

@@@@@ આ ઉપરાંત અંગ્રેજી માધ્યમ વાળી ટ્કોરાબંધ ગણવામાં આવતી કેટ્લી શાળાઓ અસ્તિત્વ ધરાવે છે અને તેમાં મીશનરી શાળાઓમાં પણ કેટ્લું લોલમ લોલ ચાલે છે તે આપણાથી અજાણ્યું નથી.આ શાળાઓના સિક્ષકોના અંગ્રેજી જ્ઞાન પણ ચકાસવા જેવું જ હોય છે.જો અંગ્રેજી માધ્યમની શાળાઓમાં શિક્ષણ અર્થાત અંગ્રેજી શીખવાવાની પધ્ધ્તિ અને ગુણવત્તા ખરે ખર ઉત્તમ હોય તો અંગ્રેજી માધ્યમમાં ભણતા એક પણ વિધ્યાર્થીએ ટ્યુશન રખાવવું ના પડે પરંતુ આજે પરિસ્થતિ એથી વિપરીત છે. જ્યારે ગુજરાતી માધ્યમમાં ભણતા વિધ્યાર્થીને ટ્યુશનની જરૂરિયાત રહેતી જોવા મળતી નથી.

@@@@@ આ ઉપરાંત યુનેસ્કો જેવી સંસ્થાનો પણ તાજેતરમાં આવેલ અહેવાલ પણ કહે છે કે પ્રાથમિક શિક્ષણ તો માતૃભાષામાં જ આપવું જોઈએ.મનોચિકિત્સકો ଑ પણ શિક્ષણ માતૃભાષામાં જ આપવાની હિમાયત કરે છે.

@@@@@ અંતમાં આ લખાણ પૂરુ કરું તે પહેલા અંગ્રેજી માધ્યમની તરફેણ કરનારાઓને એક વિનતિ કરું છું કે દુનિયા ભરના પ્રથમ 1 થી 20 સુધી ગણવામાં આવતા તમામ ક્ષેત્ર જેવા કે વૈજ્ઞાનિકો- લેખકો-સાહિત્યકારો-તત્વ ચિંતકો-ખગોળશાસ્ત્રીઓ-સંશોધકો- ઉધ્યોગપતિઓ-ધંધાદારીઓ અર્થાત બીઝ્નેસમેનો-શિક્ષણ શાસ્ત્રીઓવગેરેનો અભ્યાસ કરી કહો કે આમાનાં કેટ્લા અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરી આ કક્ષાએ પહોંચેલ હતા કે છે ?

આમ તો આ વિષય ઉપર હજુ વધારે લખી શકાય તેમ છે પણ તે હવે પછી ક્યારેક —

અસ્તુ.

30 comments

  1. નમસ્તે અરવિંદભાઈ. હું કૌશિક લેલે એક મરાઠી યુવાન, ભાષાપ્રેમી યુવાન છું. મેં ગુજરાતી શીખવવા માટે ઑનલાઈન ટ્યુટોરિઅલ્ બનાવ્યું છે. આ ટ્યુટોરિઅલ્ દ્વારા બહુ ભારતીય અને વિદેશી વ્યક્તિઓ ગુજરાતી શીખી રહ્યાં છે.

    ગુજરાતી ભાષાઅંગે તમારી લાગણી અને સક્રિયતા જોઈને મને આ ઉપક્રમ વિશે તમને માહિતી આપવાની અને તમારો અભિપ્રાય મેળવવાની ઇચ્છા છે.

    One can easily Learn Gujarati through English online my tutorials
    http://learn-gujarati-from-english.blogspot.com
    It has 100+ lessons-grammar, pronunciation, sentences, conversation

    Watch YouTube video http://youtu.be/cOznuz8O4e4
    A success story of my Gujarati learning tutorials. Watch Inna from USA speak Gujarati fluently.

    Can you plz visit my Gujarati learning websites and give your feedback. Please mail me on learnMarathiFast@gmail.com

    Thanks,
    Kaushik Lele

    Like

    1. ભાઈશ્રી કૌશિક,
      આપે મારં બ્લોગની મુલાકાત લીધી અને ગુજરાતી ભાષા વિષે આપને મારાં લેખો ગમ્યા તે જાણી ખુશી થઈ.આપ આપે જણાવ્યા અનુસાર આપ મરાઠી યુવક થઈ ગુજરાતી ભાષા ઓન લાઈન શીખવો છો તે જાણી અત્યંત આનંદ અને ખુશી થઈ. મારી નાદુરસ્ત તબિયતને કારણે આપને પ્રત્યુતર આપતાં મોડું થયું છે તો દરગુજર કરશો. આપની વેબ સાઈટ્ની મુલાકત હવે પછી અનૂકૂળતાએ અવશ્ય લઈશ અને બાદ મારો પ્રતિભાવ પણ જણાવીશ. ભાષા પ્રેમી હોઈ લગે રહો કૌશિકજી !

      Like

  2. ભાઈ શ્રી
    આ વિષય પર મેં એમ.એડ. માં સંશોધન કરેલ છે. જેમાં મેં પ્રાથમિક શિક્ષકોન અભિપ્રાય લીધા હતા. જેમાં ૧૦૦ ટકા પરીનામ એજ હતું કે બાળકને માતૃભાષાના માધ્યમમાજ ભણાવવો જોઈયે. તેમ છતાં આજે વાલીઓ આતથ્ય સ્વીકારતા નથી. અને ફક્ત એક-બીજાના દેખાવમાં પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં મુકે છે. તેનું કારણ છુ? સુ સરકારી સ્કુલોમાં અંગ્રેજી શિક્ષણ સારું નથી મળતું?

    Like

  3. આજનો સળગતો પ્રશ્ન.

    “આજ કાલ સમયની સાથે ચાલવું જોઇએ. જો આપણે અંગ્રેજી માધ્યમમાં નહી ભણાવીએ તો આપણું બાળક પાછળ રહી જશે. આપણા ગૃપમાં બધાજ મિત્રોના બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણે છે. તેમની સાથે આપણા બાળકને નહી ફાવે તે તેમની સાથે બરોબર સેટ નહી થઇ શકે.”

    આ પ્રકારના વાર્તાલાપો અનેક મા-બાપના થતા હોય છે. ૨૨-૧-૨૦૧૨ના દિવ્ય ભાસ્કરમાં શ્રી ભોળાભાઇ પટેલનો ગુજરાતી ભાષા અંગેનો એક લેખ આવેલ. તેની અહી લિંક મૂકૂં છું. http://www.divyabhaskar.co.in/article/MAG-sahitya-vishesh-bholabhai-patel-what-gujarati-language-will-be-extinct-in-the-fu-2775417.html

    Like

  4. અરવીંદ ભાઈ અતી સુંદર લેખ છે ઘણા વિચારો મારા વિચારો ને મળતા આવે છે ( તમારા અને મારા વચ્ચે ઘણો ઉમર ભેદ છે છતા). હુ તમારી પરવાનગી લઈ ને આ લખાણ મા થોડા સુધારા કરી ને મારા બ્લોગ પર ઉપર મુકવા માંગુ છુ. તમારા લેખ મા કોઇ કમી નથી પણ સુધારો એટલા માટે કરવો છે મારે વચ્ચે વચ્ચે અમુક કોમેન્ટ્સ કરવી છે. શુ હુ એમ કરી શકુ છુ ? જો તમે રજા આપશો તો હુ એમ કરુ ?

    Like

    1. ભાઈશ્રી
      આપને મારાં લેખ પસંદ પડ્યા તે જાણી આનંદ થયો. આપ મારાં બ્લોગ ઉપરથી આપને જે લેખ આપના બ્લોગ ઉપર મૂકવા યોગ્ય લાગે તે મારાં નામના ઉલ્લેખ સાથે જરૂર મૂકો. આપને જો કોઈ તેમાં ફેરફાર કરવા લાગે તે મારાં લેખના અનુસંધાને આપની કોમેંટસ કૌંસમાં મૂકી શકો છો. માતૃભાષા સિવાય પણ “બચપણ પાછું મળે તો -…. વિષે પણ લેખ છે જે પણ ઘણાં બ્લોગર મિત્રોને ગમ્યો છે.આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  5. જયારે પંકજભાઈએ પૂછ્યું કે પોતાના ઘરમાં માતા-પિતા સાથે કેટ્લા અંગ્રેજીમાં વાત કરે છે ? ત્યારે માત્ર એકજ હાથ ઉંચો થયો. અને તેણે ખૂબ જ નિખાલસતાથી કહ્યુ કે મારા પપ્પાએ મારું અંગ્રેજી સુધરે માટે મારે તેમની સાથે માત્ર અંગ્રેજીમાં જ વાત કરવી. તેવી સૂચના આપી રાખી છે.

    આથી ઉલટું મારા ઘર માં છે હું છેલ્લા દસ વર્ષ થી કેનેડા માં છું મારા છોકરા અહીની સ્કૂલમાં અભ્યાસ કરે એટલે ઈંગ્લીશમાં જ બોલવાના છે પણ મારા ઘરમાં નિયમ છે કે ઘરમાં હમેશા ગુજરાતીમાં જ વાત કરવાની અને મારા છોકરાનો જન્મ અહી કેનેડામાં થયો છે પણ ગુજરાતી ચોખ્ખું બોલે છે

    ભાવેશ કોટેચા

    Like

  6. મુરબ્બી શ્રી,
    આપણી માતૃભાષા આપણાં અચેતન મનમાં ઘુસેલી હોય છે.એટલે દુઃખમાં એજ ભાષા નીકળી જાય,આ મનોવિજ્ઞાન બીરબલ જાણતો હશે.હવે દુનિયા ની ભાષા અંગ્રેજી થઇ ચુકી છે.એટલે અંગ્રેજી મીડીયમ ની સ્કૂલો કરતા સારું અંગ્રેજી શીખે એની જરૂર છે.વડોદરાની ઘણી બધી અંગ્રેજી મીડીયમ ની સ્કુલોના વિદ્યાર્થીઓ સારું અંગ્રેજી પણ બોલી શકતા નથી.જયારે ગુજરાતી મીડીયમ ની એલેમ્બિક વિદ્યાલય ના મારા મિત્રો ખુબજ સરસ અંગ્રેજી બોલતા હતા.અને ગુજરાતી નો તો સવાલ જ નહતો.
    બીજું અંગ્રેજી મીડીયમ ના વિદ્યાર્થીઓના ટકા ઓછા કેમ આવે છે એની રહસ્યમય વાત એ પણ છે કે અંગ્રેજી મીડીયમ ના દસમાં બારમાના પેપરો ગુજરાતી મીડીયમ ના શિક્ષકો તપાસે છે.અને તે પણ પૂર્વગ્રહ થી ભરાઇને.બીજું આ શિક્ષકોનું અંગ્રેજી સારું નહોય તે સ્વાભાવિક છે.એમાં ઘણા બધા ખુબજ હોશિયાર અંગ્રેજી મીડીયમ ના વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાઈ ચુક્યું છે.મારા એક મિત્ર વડોદરાની અંગ્રેજી મીડીયમ ની હાઇસ્કુલ બરોડા હાઇસ્કુલ,અલકાપુરી માં દસ અને બાર માં ધોરણ માં અંગ્રેજી ભણાવતા હતા.એ પેપર તપાસવા ગયેલા ત્યારે એમને નવાઇ લાગેલી કે અહી તો સાવ ઉંધુજ ચાલી રહ્યું છે.અંગ્રેજી મીડીયમ ના પેપરો ગુજરાતી મીડીયમ ના ટીચર્સ તપાસતા હતા.ઈતિહાસ નો ટીચર સાયન્સ ના પેપર તપાસતો હતો.એમણે પાછા આવી લાંબી લાંબી અરજીઓ શિક્ષણ ખાતા માં અને ગુજરાત સરકાર માં કરેલી પણ કોઈ રિસ્પોન્સ ના મળ્યો.જવાબ મળ્યો કે અમારી પાસે કોઈ તપાસવા માટે પુરતા શિક્ષકો નથી.એ મિત્ર ૧૧ માં ધોરણ માં અંગ્રેજી માં નાપાસ થએલા.અંગ્રેજીમાં બી.એ અને એમ.એ કરી બી.એડ કરી આખી જીંદગી અંગ્રેજી ભણાવતા હવે રીટાયર થશે.પહેલા કોઈ ભાષા નહોતી ત્યારે પણ માણસ જીવતો જ હતો.સંસ્કૃત હવે બુક્સ માં રહી ગયી છે.એની અવેજી માં આવેલી પ્રાકૃત જૈન અને પાલી બુદ્ધ સાહિત્ય પુરતી રહી હશે.જૂની અસલ ગુજરાતી કોઈને યાદ છે?એના માટે કોઈ જુના સાહિત્યકાર ખોળવા પડે.ગુજરાતી પણ સુરત ની જુદી,સૌરાષ્ટ્ર ની જુદી.ચરોતર ની ચમ સો?મહેસાણાની લેબુ,મેઠું ને પોણી.મેર લોકોતો રાજાને ય તું કહીને બોલાવે.અમે રજપૂતો આપ પધારો,બિરાજો,ફૂવાસા,કાકાસા,ji hukum emathij uncha ના aviye.devoni ભાષા આ parivartan shil sansar માં taki નથી.તો અંગ્રેજી કે ગુજરાતી પણ takavani નથી.કોઈ navi ભાષા avase.jaruriyat pramane shikhi levanu.google inidc અહી barabar kam નથી karatu.abhar.thanks.

    Like

    1. ભાઈશ્રી ભુપેન્દ્રસિંહ
      આપણને આપણું સ્વમાન અને સ્વત્વની દરકાર ના હોય તો ત્યાં સુધી આમ જ ચાલ્યા કરવાનું છે ! કોણ આગળ આવી અવાજ ઉઠાવે છે તેની રાહ જોવામાં જીવતર પૂરું થઈ જાય છે ! કમભાગ્યે નવી પેઢીમાં જૂની પેઢી કરતા પણ ગુલામી માનસિકતા વધુ પ્રબળ અને બોલકી બની છે અને તેનો મોટા ભાગનાને કોઈ ક્ષોભ નથી કદાચ ગર્વ છે ! આ દેશની આવી ગુલામી માનસિકતા માટે આપણે જ જવાબદાર છીએ અન્ય કોઈને દોષ ના દઈ શકાય ! આપણી માતૃભાષા માતે આપણને ગૌરવ ના હોય તો અન્ય ને તો ના જ હોય તે સ્વાભાવિક છે ૴ ખેર ! આ તો આપણું અરૂણ્યરૂદન છે સાંભળનાર કદાચ કોઈ નથી !

      ફરીને આભાર ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  7. મુરબ્બી અરવિંદભાઈ

    અંગ્રેજી વિષેના વિચારો વાંચ્યાં અને ગમ્યા.જો કે મારો એક લેખ પ્રકાશિત કરવાનો બાકી છે પણ તેમાં મેઁ ખાસ જણાવેલું છે કે આજના આધુનીક યુગમાં અંદ્રેજી ભાષા જરૂરી જ છે પણ સાથે સાથે આપણે આપણી ભાષાનું સાહિત્ય અંગ્રેજી ભાષામાં અનુવાદ કરી આજની પેઢી સામે મુક્યે તો કેમ ? પછી ભલે ને તેઓ તેને નોવેલ ગણાવતાં !

    લી.પ્રફુલ ઠાર

    Like

    1. ભાઈશ્રી પ્રફુલ

      આપનો પ્રતિભાવ વાંચ્યો. આપના સુચન પ્રમાણે ગુજરાતી પુસ્તકો અંગ્રેજીમાં અનુવાદ કરી ને મૂકવામાં આવે તો પણ જ્યાં સુધી આજના યુવા જગતને વાંચવાની ટેવ ના કેળવી શકાય તો તે નિરર્થક કવાયત બની રહેવાની અને એમ કર્યા પછી પણ ગુજરાતીની ટેઅવ તો ના જ પડે. એમતો આજે પણ ઘણાં લોકો ગુજરાતી અંગ્રેજી આલ્ફાબેટ વાપરીને લખી જ રહ્યા છે ને ! મારો તો સ્પષ્ટ અને મકકમ મત છે કે માધ્યમ તો માતૃભાષા જ હોવી જોઈએ ! અંગ્રેજી એક ભાષા તરીકે અલગથી શીખવી શકાય ! વળી અંગ્રેજીની જાણકારી એ કોઈ બુધ્ધિ આંક માપવાનો માપદંડ નથી તે પ્રત્યાયન નું એક માત્ર સાધન છે.
      ખેર ! આભાર અને આવજો સાથે ફરી મળીશું !

      સ-સ્નેહ

      અરવિંદ્

      Like

  8. saras. Hun aapni vaat sathe sahmat chhu. Hu Gujarati madhyam ma thi chhu ane husband English madhyam mathi. we both are equally qualified, same earning high professional individuals.
    Parantu, maru vanchan ane vicharva ni shakti vadhu chhe ane mara husband ne khali mari pasethi sambhalvu j game chhe…he is extraordinary in logical and analytical ability…parantu hu darek vaat ne sachot, drshtant thi saras samjavi saku chhu. (mane gujarati typing nathi aavdtu samay na abhave)
    ane aa bhed basic education madhyam na karne chhe. Mane kyarey pan maru Gujarati Madhyam nadyu nathi ane hu research & development engg chhu.
    Sanskrit ane Prakri pan vachvano ane samajvano sokh dharavu chhu…kadach Gujarati madhyam ma bhani chhu etle j to vali.

    Like

    1. હિરલજી

      આપે મારાં બ્લોગની મુલાકાત લીધી અને આપને વિચારો ગમ્યા તે જાણી આનંદ સાથે આભાર ! આપનો પ્રતિભાવ પણ ખૂબ જ સંદર છે ! ફરી પણ મુલાકાત લેતા રહેશો તેવી અપેક્ષા રાખુ તો અસ્થાને નહિ ગણાય ચાલો આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  9. મનુષ્યની ઉત્ક્રાંતિના સમયે ભાષા વિકાસ હતો નહિ.. માત્ર બોલી અને હાવભાવ એ મુખ્ય સંદેશવાહક હતા. આ મનુષ્યનો વિકાસા તો જુઓ ! કલા-વિજ્ઞાન-સુખ્-સગવડનું સ્વર્ગ ઉભું થયું તે સ્વર્ગના પાયામાં નહિતો અંગ્રેજી ભાષા હતી અથવા નહિ તો આપણી ગુજરાતી ભાષા હતી. તો શું હતું ? માત્ર અને માત્ર કુતૂહલ અને કંઈક અન્ય કરતા સારું કરીને સમાજને કંઈક આપવાનું એક લક્ષ્ય . ભાષાના બંધન એ બહાના છે.જુનાગઢ ગીરની સંતોક બહેન 75 વર્ષ્ની અભણ બાઈ પોતાની કલાસુઝ અને લગનથી જર્મની અને જાપાન જઈ શકે છે. તો આજનો યુવાન પણ અંગ્રેજી કે ગુજરાતી ભાષાના બંધનને કારણે લઘુતા અનુભવે છે. જે સારું છે તે અપનાવો જે ફાવે છે તે ભણો. બાકી દેખા-દેખી નહિ અને અનુકરણ કે અનુસરણ પણ નહિ. માત્ર અને માત્ર આત્મવિશ્વાસની જરૂર છે. ભાષાને શું વળગે ભૂત ! પકડો ભૂતની ચોટલી પુરો ભાષાભૂતને બોટલામાં. મારો બુચ જડ્બે સલાટ ! તમારા આંખ કાન અને મગજ ખુલ્લા રાખો ! દુનીયા તમારી મુઠ્ઠીમાં છે કારણકે તમો ગુજરાતી છો.!!!!

    Like

    1. ભાઈ રમેશ

      આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવો પણ મોકલ્યા ખૂબ ખૂબ આભાર. આપને મારાં વિચારો પસંદ પડે છે તે જાણી વિશેષ આનંદ.

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  10. “દુખમાં જે ઉદગારો મોઢામાંથી આપોઆપ નિકળી પડે તે જ માતૃ ભાષા હોઈ શકે કારણ કે આ ભાષા માતાના ગર્ભમાંથી જ આવે છે અને એટલે તે ભાષા ગ્રહણ કરવા કોઈ કોશિષ કરવી પડતી નથી. ટુંકમાં માતૃભાષામાં અપાતું જ્ઞાન સમજવું અને ગ્રહણ કરવું ખૂબજ સરળ અને સહેલું હોય છે.”
    સાવ સાચી વાત છે!

    Like

    1. બીના

      આપે મારાં શિક્ષણનું માધ્યમ માતૃભાષા કે અંગ્રેજી વિષે આપનો પ્રતિભાવ મોકલ્યો અને આપ પણ મારાં જેવા જ વિચારો ધરાવો છો તે જાણી આનંદ થયો. મળતા રહીશુ અવાર નવાર અને વિચારોનં આદાન પ્રદાન કરતા રહીશું. આવજો. અને આભાર્.

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  11. arvind kaka prnam,
    tamaro aa lekh mane bija badha lekh karata vadhu gamyo che jo bane to mane teno mail karjo jethi hu tene bija angrejo ne mokli shku ane tame je kahyu che ne tem mara 1 dur na saga k j 1 DOCTOR COUPLE che jene pan teni dikri ne gujrati madyam ma gaya varse aevu kahi ne besadi k jo ame gujarati ma bhani ne DOCTOR bani gaya to amari dikri pan gujarati ma bhani j shake. pan aavi vat koi mantu nathi karan ke tema je te vaykti ne nanap lagti hoy che. phari thi 1 request che jo shakya hoy to mane aa akkhu lakhan mail karjo.
    thanks.

    Like

    1. ભાઈ તેજસ આપની સુચના પ્રમાણે આ લેખની મેલ કરી છે સાથે શ્રુતી પણ છે જેથી કદાચ આપના પીસીમાં તે નાહોય તો પેલાં શ્રુતી ડાઉનલોડ કરીલેશો જેથી લેખ વાંચાવામાં સરળતા રહેશે.
      આપ મારા બ્લોગની નિયમિત મુલાકાત લો છો જે મને ખૂબ જ આનંદ સાથે પ્રોત્સાહિત કરે છે. આભાર્ આ રીતે અવાર નવાર મુલાકત લેત રહેશો અને આપનો પ્રતિભાવ પણ જરૂરથી લખતા રહેશો. ફરી ને એક વાર આભાર્
      આપનો
      અરવિંદ

      Like

    1. આપ મારી વાત સાથે સહમત છો તે જાણી આનંદ થયો.આપે થોડું વિસ્તૃતતાથી લખ્યુ હોત તો આ બ્લોગની મુલાકત લેનારા અન્ય વાચકોને વધુ જાણવા મળતે. ખેર ! આપે સમય ફાળવી મુલાકાત લીધી ત માટે આભાર્ અન્ય વિષય ઉપરના પ્રતિભાવોની રાહ જોઈશ્ આવજો.

      Like

Leave a comment