શું મંદિરમાં ઈશ્વર હોય છે ?

 

કેટલાક સમય થયા કેટલાક  મંદિરોમાં દર્શન કરવા જવાની કેટલીક જાણીતી હસ્તિઓમાં- અગાઉ થી જાહેરાત કરી મિડીઆ વાળાઓને હાજર રાખી- એક પ્રકારની  ઘેલછા ઉપડી હોય તેવુ જણાય છે. અને આવી હસ્તિઓ દર્શને આવે ત્યારે સત્તાધીશો-જે તે મંદિરના ટ્રસ્ટીઓ-સામાન્ય ભક્તોની કોઈ પરવા કરતા જણાયા નથી. સામાન્ય દર્શનાર્થીઓ કલાકો સુધી ઉઘાડા મેદાનમાં દર્શન માટે રાહ જોતા ઉભા રહે અરે ધૂમ તાપમાં શેકાયા કરતા હોય છે  કારણકે મોટી હસ્તીઓ દર્શનાર્થે પધારી હોય તેમની સેવા અને સવલતો જાળવવામાં અને આ વીઆઈપીઓની લાભાર્થે  તેમને કતારમાં આવવા કોઈ ફરજ પડાતી નથી પરંતુ તેઓને દર્શન માટે પ્રાથમિકતા આપવામાં આવે છે અને સામાન્ય લોકો ભૂલાય જતા હોય છે.અને આ બધો માત્ર પૈસાનો જ પ્રભાવ છે તેમ સ્પષ્ટ જણાય છે. ઉપરાંત્ મને તો ક્યારેક એવું લાગે છે કે આ કહેવાતા કે થઈ પડેલા વીઆઈપીઓ સામાન્ય લોકો ઉપર પોતાનો પ્રભાવ પાડવા જ આવું આયોજન કરતા હોવા જોઈએ. કારણકે  આમાંના

કોઈ એ આવી વિશિષ્ટ સગવડનો ઈંકાર કરી અને સામાન્ય દર્શનાર્થીની જેમ જ કતારમાં દર્શન કરવા ઈચ્છા વ્યકત કરી હોય તેવું જાણ્યું નથી. મને તો ક્યારેક એવું પણ લાગ્યું છે કે આવા લોકો સામાન્ય લોકોને દર્શનમાટે કલાકો સુધી તાપ અને તડ્કો કે ક્યારેક ઠંડી તો ક્યારેક્ વરસાદમાં હેરાન થતા જોઈ પરપીડન વૃતિથી પાશવી આનંદ માણતા હોવા જોઈએ.  આથી આ કહેવાતા ટ્રસ્ટીઓ ઈશ્વરના નામે વેપાર જ કરતા હોય તેમ લાગ્યા વગર રહેતું નથી. કોઈ પણ મોટા મોલ કે શો-રૂમમાં ખરીદી માટે કોઈ મોટી હસ્તિ આવેછે ત્યારે આવા મોલ કે શો-રૂમના માલિકો કે કર્મચારીઓ આવી જ રીતે આગતા-સ્વાગતા કરતા આપ સૌએ જોયા હશે.

જે મંદિરમાં ભક્તો વચ્ચે આ જાતના ઉઘાડા ભેદભાવ હોઈ તેવા મંદિરોમાં ઈશ્વર રહી શકે ખરો ?

કહેવાતા સાધુ-બાવાઓ કે ગૂરુઓ ઈશ્વરને નામે આવા ભેદભાવ કરતા રહે છે તે આપણો સૌનો અનુભવ નથી ?

એક્ એવો પ્રશ્ન પૂછવાનું પણ મન થાય છે કે કોઈ ને કોઈ  ખાસ મંદિરના  ઈશ્વરમાં જ  શ્રધ્ધા હોય અને તે ત્યાં દર્શનાર્થે જાય તો એમાં શું ખોટું છે ઈશ્વરમાં શ્રધ્ધા હોવી તે તો એક સરસ વાત છે.

કોઈ પણ વ્યક્તિ માટે  તેની માન્યતાનો વિશિષ્ટ  ઈશ્વર હોય શકે અને તેની આરાધના કરવી તે તેનો અંગત મામલો છે.જે માટે તેને પૂરી સ્વતંત્રતા છે.

પરંતુ એક વાત તો સ્પષ્ટ જ છે કે કોઈ ઈશ્વર આવા ભેદભાવ કરવાનું કહેતો નથી. કે નથી કહેતા કોઈ ધાર્મિક આચાર-વિચાર. ઈશ્વરના દરબારમાં સૌ સમાન છે પછી તે શ્રીમંત હોય કે દીન્ રાજા હોય કે રંક પરંતુ આવા ભેદભાવ તો ભક્તિનો ડોળ્/દંભ કરનારાઓ જ કરાવતા હોય છે કારણ કે તેમને સમાજમાં પોતે ખૂબ ધાર્મિક છે તેવી પ્રતિભા ઉભી કરી અનેક જાતના લાભો મેળવવાની ગણત્રી અને વૃતિ રહેલી હોય છે. અને ધાર્મિકતાના ઓઠા હેઠળ બની બેઠેલા આવા ટ્રસ્ટીઓ ખૂબ જ સહેલાઈ થી આવા ઢોગી ભક્તો પાસે વેંચાય જતા હોય છે અને સામાન્ય ભક્તોની કોઈ પરવા કે સગવડ્તા કે સવલતો આપવાની જરૂરિયાત પણ મહેસુસ કરતા હોતા નથી. અને જ્યારે આવા કહેવાતા શ્રીમંત લોકો દર્શને આવે છે તે પણ પોતે ખૂબ ભકત અને ધાર્મિક છે તેવી છાપ ઉભી કરવા જ આવતા હોય છે.

ઈશ્વરનો સાચો ભક્ત હમેશા અન્યની તકલીફની ચિંતા કરતો હોય છે અને પોતાના કારણે તો બીજા કોઈને પણ નાની એવી તકલીફ કે મુશ્કેલી ના પડે તે અંગે સતત સભાન અને સતર્ક રહે છે.

જ્યારે અહીં તો ઈશ્વર અને તેમના નામનો જાણે વેપાર ગોઠવાઈ ગયો હોય તેવું લાગ્યા કરે છે. મારાં ચિત્તમાં ઈશ્વરની એક કલ્પ્નામૂર્તિ ઘડાયેલી છે અને કદાચ સૌના ચિત્તમાં તેની પોતાની ઈશ્વરની છ્બી હશે જ તે કલ્પના કે છબી સાથે જે મંદિરોમાં ઈશ્વરની પ્રતિમા કે મૂર્તિના સ્થૂળ ભાવે દર્શન કરવામાં આટ્લો ભેદભાવ રખાતો હોય તેવા મંદિરોમાં ઈશ્વર હોઈ શકે ખરો તેવી મને વારંવાર શંકા થયા કરે છે. શું ઈશ્વર પણ આવા દંભી લોકોનો મોહ્તાજ છે ?

આપ શું માનો છો મંદિરમાં ઈશ્વર હોઈ શકે ખરો  ?

37 comments

  1. Dear Arvindbhai, Is there any doubt that religion is not a big business? This is such business in which you never experience any recession. Bhakto Ni Jay Ho. Everyone has become ritualist (Karmakandi) instead of the real spiritualist. Whatever you see and experience in temples the same is seen at durgahs. Have you ever visited Khwaj Garib nawaz’s durgah at Ajmer or Hazrat Nizamuddin Aulia’s at Delhi or Haji ali at Mumbai? I have visited all these and many others a dozen time and seen andexperienced what you have written. The real religion is to serve humanity i.e. Manav Dharma. Be it Hindus or Muslims, how many follow this? We see Gods and Godesses in stony idols but fail to see him in humans!

    Babas, Bhagwans, Acharyas, Peers are all merchants of religion. Dharma nam nu Afeen khawadaavi saamanya maanas ni budhhi ne lakvo maari deedho chhe.

    Donating millions of rupees to temples and durgahs is a fashion. The poor peolple, students, ailing persons, widows really deserve our donations.

    Hindus and Muslims both are birds of the same feathers.

    Like

  2. આપણે અનેક સમસ્યાંઓ વચ્ચેત ઝઝુમી રહ્યા હોઈએ ત્યા‍રે કહેવાતા દેવસ્થા,નોની ચર્ચા કદાચિત નિરર્થક લાગે છે. રાક્ષસીવૃતિ પણ ઈશ્વરી અંશનું સ્વરરૂપ હોય તો પથ્થ રમાં શા માટે ન હોય ? પ્રશ્ન માનવા ન માનવાનો હોય તો વ્યંક્તિગત છોડી દેવા જોઈએ. આપણી વ્યચક્તિગત નિરર્થક માન્યા તાઓને ચર્ચાનો વિષય બનાવવાની જરૂર જણાતી નથી. જો ઈશ્વરી અંશની આપણા પર પૂર્ણ કૃપા સ્વી‍કારતા હોઈએ તો કશું માનવાની જરૂરી નથી અને આસ્થાીકેન્દ્રપમાં જઈને પણ ઈશ્વરી અંશ પામી ન શકતા હોય તો પણ માનવાની જરૂર નથી. પથ્થાર ઘસાઈને છેવટે એક ચોક્કસ આકાર તો પામશે ))) પ્રશ્નો – સમસ્યાથઓ અનેક છે…… તેનો ઉકેલ શોધીએ. જે સનાતન ધર્મએ જીવમાં શીવના દર્શન દીધા હોય અને તેમ છતાંય તમામ ધર્મોના……… ચાલતા હોય તો સમજ અને માન્યદતાઓ વચ્ચે ની પાતળી પણ મજબુત રેખા કેમ ભુંસી શકાય ?
    ના મંદિર, ના મસ્જી.દ, ગુરૂદ્રારા4 ચર્ચમેં હું, જરા અપને અંદર ઝાંખ કર દેખો તો સહી મૈં હી આપ હું ????

    Like

  3. jay swaminarayan arvind kaka sry hu pehla thi j mafi mangu 6u tame kahli hindu dharam vishe j kem bolo cho shu bharat ma koi bija dharm nathi ? tame aa lekh lakhyo tena karta vadhare saru lagte jo tame “mandir ni samaj ma jarur che” tevu lakhte to
    aaje ketlai loko mandir ane santo dwara vyashan mukta thaya che mandir loko ne shu aape che te jov ane bhartiy sanshkruti mandir shashtra ne sant thi j taki che tame hindu dharm na virodhi hov evu lage che have mane sry jo khotu lagyu hoy to mandir nu koi divash saru lakhay and atyare pramukh swami namno surya madhyahane dham dhame che jo tamne emna ma priti na thai to vat adhri che aaje temna satkarmo jov temna kamo jov pachi lakhjo aaje koi pn vyakti em sabit kare ke bhagwan nathi ane mandir ke masjid ni jarur nathi to e vyakti ne hu matha atle magaj vagar no manav kahu 6u kemke aapne picture ke natak ma badhu kakhrab batave che te game and mandir ane santo sara che te gamtu nathi aa badhu tame lakhyu che te mara dyanthi oh my god movie ne anusarine lakhyu che
    sry maf karjo kai bhul thai hoy to

    Like

  4. લાગે છે અરવિંદ કાકા તમને અંદર થી અવાજો ઘણા સંભળાય છે સારું કહેવાય. અને મને તમે જરા મુસ્લિમો બકરી ઈદ ના દિવસે બકરા વધરે છે તે બાબતે પણ લખશો અને દુનિયામાં ઘણી માંસાહારી પ્રજા છે તેમના વિષે પણ લખશો તેવી આશા રાખું છું. મંદિરમાં બકરીને કે બકરા ને નાં જ વધરેવા જોઈએ તે બાબત તમારી સાચી છે. આશા રાખું કે એવા ગાંડા લોકો થોડા સુધરે કેમ કે તમામ પ્રાણીઓના ઈશ્વર માતા કે પિતા જ છે અને ઈશ્વર તેમના ભોગ થી પ્રસન ન થાય કદાચિત ગુસ્સે થઇ શકે.
    .

    Like

  5. Adaljakaka,
    I read first time tour blog today. I felt happy for sharing of your valuable thoughts and experience to present and next generation.

    I am somewhat spirital person and I strongly believe in presence of GOD in Idol but it matters of our trust on that idol. There are certain views and perception of individual depends upon situation.
    I also stongly belive that in temple everyone is same. there should not be special treatment to any individual.

    Regards,

    Jayesh Modi

    Like

  6. શ્રી અરવિંદભાઈ ,

    શ્રીનાથજી માં તમને ધકામુકિનો કડવો અનુભવ
    થયો હતો તેમ અગાઉ તમે મને જણાવ્યું હતું ..

    આ સાથે લીનક મોકલી છે ..

    શ્રીનાથજી મંદિર ની આબેહુબ પ્રતિકૃતિ બનાવી છે જેનો
    સર્વે વડીલ વર્ગ ઘરે બેઠા આનંદ લે તેટલોજ હેતુ છે.

    કઈ રીતે શ્રીજી ની આરતી મંગળા માં થાય છે અને કઈ પ્રકારનો
    આનંદ – ગુંજ હોય છે. તેમજ શ્રિંગાર માં શું શું અર્પણ કરાય છે
    તે પણ એક લહાવો છે.

    આશા છે કે ઘરે બેઠા શ્રીજી નાં દર્શન શાંતિ પૂર્વક માણી શકશો.

    ડો. સુધીર શાહ ના વંદન

    Link : http://www.youtube.com/watch?v=ktOCLvDLk34

    Like

  7. MNE KSHMA KRJO. SHU APNA BADHMA ISHVRIY TATV NATHI DILNE PUCHO? ATO APANA BHVONI DUNIYA APNE BANAVIE CHIE. DHATU KE PATHR KE CHABI SHU BOLE? ISHWAR DREK VYKTINE SATH APE CHE. PARNTU TME SAMJAVA TAYAR NTHI. BAS HU CHAHU EMJ THY TO PRABHU KRUPA. NHI TO DUKHI THAV CHO. SHA MATE? BADHUJ HU KHU TEM THY TO VISHVAMA BADHANU SHU? TARAMATE E ANYAY ANE BIJONU SHU? APNE JYA JIVI RHYA TYA. APNE ANDER BHAR AAKH BANDH KRO KE UGHO TME JIVANT NATHI? JAGO, ENE APNANE BADHUJ APYU CHE TME PREMTHI SAHJTATHI NISHVARTH BHAVTHI ENE YAD KRO BAS EJ CHAHE CHE. BAKI BADHUJ ANITYA CHE.

    Like

    1. પુશ્પાજી
      આપે બ્લોગની મુલાકાત લઈ વિવિધ વિષયો ઉપર આપના સુંદર પ્રતિભાવો પણ જણાવ્યા ખૂબ જ આનંદ થયો ! ખૂબ ખૂબ આભાર ! આપ જેવા મિત્રોના પ્રતિભાવો દ્વારા જે સહયોગ મળે છે તે વધુ વિચારવા અને લખવા પ્રોત્સાહિત કરતું રહે છે. આવજો ! મળતા રહીશું !
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

    2. ભગવાન અત્ર તત્ર સર્વત્ર વ્યાપ્‍ત છે. તો મંદિરમાં કે મંદિરમાં રહેલ મુર્તિઓમાં હોય તેમાં શંકાને સ્‍થાન નથી. ભગવાન સ્‍વામીનારાયણે પોતાના વચનામૃત માં વાત કરતા કહ્યું છે કે, નટની માયાને (જાદુગરની કરામતને) માનવી પામી શકતો નથી તો ભગવાનને (ભગવાનના મહીમાને) ક્યાંથી પામી શકે? તેમના મહીમાને પામવા માટે પાત્ર થવું પડે. તર્ક નહી ચાલે.
      શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્‍ણે દરેક જીવ પ્રાણી માત્રને કર્મ કરવાની છૂટ આપી છે. પરંતુ સાથે ફળની આશા રાખવાની ના પાડી છે. કારણ કે ફળ તેઓ પોતે આપનાર છે. જેવું જેનું કર્મ તેવું તેને ફળ. તાપ તળકામાં કે ઠંડી વરસાદમાં ’તપ’ કરતા ભક્તોની ભક્તી તથા વી.આઇ.પી.-ગાણાતા ભક્તોની ભક્તીને ભગવાન અંગીકાર કરેજ છે. ભક્તી પ્રમાણે ફળ પણ યોગ્ય જ આપે છે. ’’ભગવાન કે યહા દેર હૈ મગર અંધેર નહી.’’ આપણે આપણું મુળ પતપાસવુ.
      આપને અને આપના આ ‍બ્લોગ ઉપર આવનાર દરેક ને મારી નમ્ર વિનંતી છે. કે, શાસ્‍ત્ર, મંદિર અને સાચા સંત એ આ હિન્‍દુ સંસ્‍કૃતિના ખરા અર્થમાં પોષક અને રક્ષક છે. તેનો આદર કરીએ, સંસ્‍કૃતિના ગોવર્ધન ઉપાડનારાને ટેકો આપીએ. જય સ્‍વામિનારાણ.

      Like

    1. આપને બ્લોગ ગમ્યો જાણી આનંદ થયો ! આપે જણાવેલી લીંકોની અનુકૂળતાએ મુલાકાત લઈશ. આપની મુલાકાત માટે આભાર ! જવાબ લખવામાં વિલંબ થયો છે જેના કારણોમાં નેટ અને પાવરની અનિયમિતતા અને થોડી અસ્વસ્થ તબિયત રહી હોવાને કારણે તેમ થયું છે તો દરગુજર કરશો તેવી આશા છે.
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  8. મંદિર મા ઇશ્વર છે કે નહી…..સુંદર લેખ પરંતુ આ વાત મોટા ભાગ ના ધર્મસ્થાન ને લાગુ પડે છે. આજે ધર્મ પણ એક વ્યાપાર બની ગયો છે. જેનુ રીતસર માર્કેટીંગ થાય છે.રહી ધર્મસ્થાન મા ભગવાન હોવાની વાત તો એતો આપણા હ્રદય મા હોવો જોઈએ.

    ભલે એ મંદિર મા ન મળે, ભલે એ મસ્જિદ મા ન મળે , ચહુ છુ હુ ઇશ્વર મારો સૌના હ્રદય મા મળે.

    Like

  9. હા, ઈશ્વર સર્વવ્યાપક હોવાથી મંદિર તથા મૂર્તિઓમાં પણ વિદ્યમાન છે. પરંતુ મંદિર તથા મૂર્તિઓ ઈશ્વર નથી. ઈશ્વર “વ્યાપક” છે, જ્યારે મંદિર તથા મૂર્તિઓ “વ્યાપ્ય” છે. આટલી સમજ આવશ્યક છે. વ્યાપક અને વ્યાપ્ય કદી એક ન હોઈ શકે, હંમેશાં ભિન્ન હોય છે.
    = ભાવેશ મેરજા

    Like

    1. ભાઈશ્રી ભાવેશ
      બ્લોગની મુલાકાત માટે આભાર ! આપનો પ્રતિભાવ આપના અભ્યાસનું તારણ જણાયું. હું તો તદન ઉપલકીયો છું. નથી મારું વાચન આપના જેટલું વિશાળ કે નથી આપના સરખું પ્રથકરણ કરી સમાજવી શકાય તેટ્લો અભ્યાસ ! ફરીને પણ બ્લોગ ઉપર પધારી આપના અભ્યાસનો લાભ આપતા રહેશો તેવી વિનંતિ.
      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  10. असली प्रश्न मेरा है और मेरे परिवर्तन का है। मैं जैसा हूं, मेरी आंखें जैसी हैं, वही मेरे ज्ञान की और दर्शन की सीमा है। मैं बदलूं, मेरी आंखें बदलें, मेरी चेतना बदले, तो जो भी अदृश्य है, वह दृश्य हो जाता है। और फिर जो अभी हम देख रहे हैं, उसकी ही गहराई में ईश्वर उपलब्ध हो जाता है। संसार में ही प्रभु उपलब्ध हो जाता है। इसलिए मैं कहता हूं : धर्म ईश्वर को पाने का नहीं, वरन् नई दृष्टिं, नई चेतना पाने का विज्ञान है। प्रभु तो है ही, हम उसमें ही खड़े हैं, उसमें ही जी रहे हैं। पर आंखें नहीं हैं, इसलिए सूरज दिखाई नहीं देता है। सूरज को नहीं, आंखों को खोजना है।

    Like

  11. ઇશ્વરનં અસ્તિત્વ આ જગતના દરેક અણુમાં છે. (ઇશ્વર શું છે – એ ચર્ચા અલગ છે).

    અમે લોકો ઘણીવાર મંદિરમાં જઇએ છીએ – એટલા માટે નહી કે ત્યાં જ ઇશ્વર વસે છે. કોઇક વાર ત્યાં જવાનું ગમે છે એટલે. પણ તહેવારને દિવસે તો ક્યારેય પણ નહિ – તે દિવસે તો ઇશ્વર પણ ભીડ જોઇને બહાર જતો રહે. અમને ઇશ્વરનું અસ્તિત્વ મંદિર કરતાં પાર્કમાં વધારે પ્રતીત થાય છે.

    Like

  12. તમારો મંદિરમાં ઇસ્વર હોઇ, એ વાંચી મને એક મે વેઠેલી ઘટના યાદ આવી ગય, ત્યાં બન્યુ એવુ કે તમારે જો લાઇનમાં નો ઉભા રહેવું હોઇ તો અમુક રકમ અમોને આપો તો તમને પાંચ જ મિનીટ્માં ભગવાનના ચરણ સુધી પહોંચાડી દઉં, મને આ દિલથી ઉચિત ન લાગ્યુ, હું આવી રીતે ઇસ્વરના દર્શન કરવા જઊં તો ત્યાં ખરખર ભગવાન હશે..?, નહિં મારા આવા વહિવટ થી ભગવાન પણ ત્યાં થી મુઠી વાળી ભાગી જશે જ…ને ખરેખર મારે જો ઇશ્વરના દર્શન કરવા હોઇ તો મારે એટલું કશ્ટ તો ભોગવુ જ પડે ને,,,! પછી ભલે હું કોઇ મોટી હસ્તી હોઉ કે ગરિબ ભગવાન માટે તો બધા સરખા જ કહેવાય, એવો દંભ ક્યારેક જીવનમાં મુશ્કેલી લાવી દે છે….

    Like

  13. આવા પ્રશ્નો પૂછવાથી શું વળશે?
    શું આપનું એમ માનવું છે કે મંદિરો ના હોવા જોઈએ?\
    આપની જાણ ખાતર….જો આપ એમ માનતા હોય કે ભગવાન જેવું કશું આ દુનિયામાં છે તો આપને જણાવું કે….
    આપણે માનીએ છીએ કે ભગવાન અણુ અણુ માં વ્યાપેલો છે….હવે આ અણુ અણુમાં વ્યાપેલો ભગવાન આપણને દેખાય છે?
    જેમ સૂર્ય ની ગરમી અણુ અણુમાં વ્યાપેલી છે પરંતુ બિલોરી કાચ વડે એ ગરમીને ઝીલી શકાય છે અને કાગળ બાળી શકાય છે એમ જ આ અણુ અણુ માં વ્યાપેલા ભગવાન ને ઝીલવા માટે કૈક જોઈએ…અને
    એના માટે ભગવાન ની મૂર્તિ જોઈએ…..હવે ભગવાન ની મૂર્તિ કઈ રોડ પર ઉભી ના કરી દેવાય…જેમ આપણને રહેવા માટે ઘર જોઈએ એમ ભગવાન ને પણ મંદિર જોઈએ…
    જેમ ફૂટબોલ શેરી ના આંગણે પણ રમાય અને વ્યવસ્થિત રમવા માટે એના અલગ મેદાન હોય એમ જ ભગવાન ને ઘર મંદિર માં પણ પૂજાય પરંતુ વ્યવસ્થિત રીતે ભગવાન ભજવા માટે મંદિરો પણ હોય….
    હવે આપને ફૂટબોલ શેરીમાં રમવો છે કે એના મેદાન માં રમવો છે એ આપની પસંદગી છે પરંતુ આપ શેરીમાં ફૂટબોલ રમતા હોય એનો મતલબ એમ નથી કે ફૂટબોલ ના મોટા મેદાન કે જે ખર્ચો કરીને બનાવ્યા હોય ત્યાં ફૂટબોલ ના રમાય…મંદિર માં ઈશ્વર હોય છે એ કઈ પૂછવાનો પ્રશ્ન નથી….
    આ પ્રશ્ન પૂછીને તમે કરોડો ભારતીયોનો શ્રધ્ધાને ઠોકર મારો છો…અરે તાકાત હોય તો એવા લેખ લખોને કે
    મસ્જીદ માં અલ્લાહ હોય છે?
    બસ તમને મંદિરો જ દેખાય છે??? બીજા ધર્મસ્થાનો નથી દેખાતા ?
    આ એક શ્રદ્ધા નો વિષય છે જો આપને શ્રદ્ધા ના હોય તો કોઈ તમને આમંત્રણ નથી આપતું મંદિરે જવા માટે….

    Like

  14. કાકા

    ઉપર મયુરભાઇ એ લખ્યુ તેમ મંદિર મા ભગવાન હોય તે જરુરી નથી,

    પરંતુ અહી એક ફિલ્મી પંક્તિ યાદ આવે છે ‘ માનો તો મૈ ગંગા માં હું ના માનો તો બહ્તા પાની’

    જો શ્ર્ધ્ધા હોય તો ઇશ્વર બધે જ છે. મંદિર હોય કે મહેલ. એટલે મારી દ્રસ્ટી એ યોગ્ય મુદો એ નથી કે મંદીર મા ભગ્વાન હોય કે નહી.

    શ્ર્ધ્ધા અને વિશ્વાસ ના કોઇ માપદંડ ના હોય.

    યા તો છે અથવા નથી.

    કોઇ ભુલ ચુક હોય તો ક્ષમા

    મનોજ્

    Like

    1. ભાઈશ્રી મનોજ

      આપે બ્લોગની મુલાકાત લીધી પ્રતિભાવ જણાવ્યો આભાર ! ઈશ્વર વિષેની પરિ કલ્પના વ્યક્તિના મનોજગત ઉપર આધાર રાખે છે. ઈશ્વરની પ્રાપ્તિ માટે મંદિરમાં જ જવું અનિવાર્ય જણાતું નથી તેમ મારું દ્રધ માનવું છે ! આભાર ! આવજો ! મળતા રહીશું !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

  15. અરવિંદ ભાઇ

    તમે ઉપર જણાવો છો કે “મારી દ્ર્ષ્ટિએ તો આજના મોટા ભાગના મંદિરો ઉપર કહ્યું તેમ ગંદકી-ગીર્દી અને ઘૉંઘાટના ઉદભવ સ્થાન બની રહ્યા છે ” મારું કહેવું છે કે ગંદકી-ગીદી કે ઘોંઘાટ કરનાર માં પણ તેજ ઇશ્વર રહેલ છે કે હશે.

    તમે આગળ જણાવો છો કે “પોંડીચરીમાં શ્રી અરવિદ અને શ્રી માતાજીની સમાધી ઉપર, માથું ટેકાવતી વેળા થયેલો અને જે પરમ શાંતિની અનુભૂતિ થયેલ છે તે એટલી તો અદભુત છે કે આજે પણ હું ભૂલ્યો નથી અને મને આ સ્થળોએ વારે વારે જવાનું મન થયા કરે છે.” હું તમને તેજ કહેવા માંગુ છું કે જેને અનુભુતિ થાય, જે રીતે થાય, તે માન્ય રાખવી પડે.

    અનુભુતી જ મુખ્ય બાબત છે. બાકી મંદીર માં ઇશ્વર હોય કે ન હોય, તમને કે મને, તે બાબતે કોઇ ફરક પડતો નથી.

    રહી વાત શ્રધ્ધાની, મારી શ્રધ્ધા મારી છે, જેને તમે કોઇ ઠેસ પહોંચાડી નથી, એટલે ક્ષમા માંગવાની જરુર રહેતી નથી.
    આભાર

    ડો.સુધીર શાહ
    http://drsudhirshah.wordpress.com

    Like

  16. મંદિરમા ઇશ્વર હોય છે. તે માટે ની અનુભુતી બધાને થતી નથી. આ અંગે વધુ જાણવા માટે http://www.shreenathjibhakti.org ના એકાદશિ પર નો લેખ વાંચી જશો. લિંક આ સાથે મોકલી http://www.shreenathjibhakti.org/ekadashi_prasad.htm
    આભાર
    ડો.સુધીર શાહ

    Like

    1. ડૉ. સુધીર શાહ
      આપે સુચવેલ શ્રીનાથજી ઉપરની સાઈટ જોઈ અને આપનો લેખ પણ વાંચ્યો. આપને મંદિરમાં થયેલ અનુભૂતિ વિષે જણાવેલ છે જે આપની શ્રીનાથજી પ્રત્યેની શ્રધ્ધા દર્શાવે છે. અભિનંદન અને ધન્યવાદ !
      હવે સાંભળો મારી અનુભૂતિની વાત. હું પણ થોડા સમય પહેલાં શ્રીનાથજી ગયેલો અને દર્શન ખુલવાના સમયને થોડી વાર હતી. દર્મિયાનમાં મંદિરના દરવાજા નજીક અસંખ્ય વૈશ્ન્નવો નો ધસારો ચાલુ હતો અને દરવાજો ખુલતા જ વૈશ્નવોએ જે ધસારો કર્યો તેમાં અનેક વૃધ્ધ્-સ્ત્રી-પુરૂષો દબાયા-કચડાયા અને ભીંસ એટલી તો જબર જસ્ત હતી કે શ્વાસ લેવા કે સ્થિર ઉભા રહેવું પણ કઠિન થઈ પડેલું. હું પણ આ ભીંસમાં ફસાયો હતો પરિણામે વૈશ્નવોના એક ધક્કાએ મને પણ મંદિરના ગર્ભદ્વારમાં ધકેલી દીધો અને શ્રીનાથજીની સન્મુખ પહોંચી ગયો. બે હાથ જોડી મસ્તક નમાવી શ્રીનાથજીના દર્શન થઈ શકે તેવી કોઈ પરિસ્થિતિ નહિ હતી કારણ કચડાયા વગર સ્થિર ઉભા રહી શકવું જ શક્ય નહિ હતું. તેમ છતાં મેં દર્શન કરવા પ્રયાસ કર્યો અને મને આપની જેમજ ગેબી અવાજ સંભળાયો, “કે હે માનવ ! જલ્દીથી બહાર નીકળીજા. મારું કોઈ અસ્તિત્વ અહીં નથી તારા અંતરાત્માની શોધ કર ! હું ત્યાં જ વસેલો છુ ! અહીં લાંબો સમય રહીશ તો ગુંગળાઈ મરી જઈશ અને આ વૈશ્નવો તારી લાશ ઉપરથી પસાર થતાં પણ અચકાશે નહિ.” આ ગેબી અવાજ સાંભળી હું ત્વરીત બહાર નીકળી ગયો. આવો જ અનુભવ મને જગન્નનાથ પુરીમાં દ્વારકા – ડાકોર અને બાલાજીમાં પણ થયેલો. ઉપરાંત મથુરા/ગોકુળના મંદિરોમાં પણ આવી જ અનુભૂતિ અનુભવી છે. આ સિવાય માતાજીના મંદિરો જેવા કે અંબાજી-પાવાગઢ –મીનાક્ષી અને કલકત્તાનુ કાળકા પણ આવા અનુભવોમાંથી બાકાત નથી રહ્યા.
      આપની જાણ માટે જણાવું કે મને અમારા સ્નેહી મારી પ્રથમ વારની કલકત્તાની મુલાકાત સમયે કાળકા માતાજીના દર્શનાર્થે લઈ ગયેલા ત્યારે મેં મંદિરના બહારના ભાગમાં શ્રીફળ અને અન્ય પ્રાસાદની સામગ્રીને બદલે બકરીના નાના નાના બચ્ચા વેચાતા જોઈ કૂતુહલથી તેમને આ વિષે પૂછેલું તેના જ્વાબમાં મને કહેલું કે અહિ ઘણા લોકો બાધા-આખડી ,બકરીના બચ્ચાને માતાજી સમક્ષ, વધેરવાની રાખતા હોઈ તેના વેંચાણ માટે આ લોકો બકરાઓને વેંચવા અર્થે ઉભા છે. આ સાંભળી મારા શરીરમાંથી અરેરાટી પસાર થઈ ગઈ ! તેમ છતાં ,અમે મંદિરના પરિસરમાં તો પહોંચી જ ગયેલા અને માતાજીની સન્મુખ એક બકરીના બચ્ચાને ખીલા ઉપર માથું ટેકાવી ધારીયાના એક જ પ્રહારથી વધેરાતું મેં મારી સગી આંખે જોયું અને એ સમયે બચ્ચું પણ જાણે પોતાનું મોત જાણી ગયું હોય તેમ ચીસો પાડતું હતું તે આજે પણ મારાં ચિત્તમાં પડઘાય છે. વધ કરનાર કસાઈએ બચ્ચાના શરીરમાંથી વહેતા લોહીને ખોબામાં લઈ પેલા બાધા-આખડી રાખનારને અને માતાજીને પ્રસાદી તરીકે આચમન આપ્યું. હું ત્યાં વધુ સમય ઉભો નહિ રહી શક્તા તુરત જ બહાર નીકળી ગયો અને અમારાં સ્નેહીને પૂછયું કે કોઈ માતા પોતાના બાળકનો આ રીતે વધ થતો જોઈ શકે કે આ રીતે પોતના બાળક્નું બલિદાન સ્વીકારી શકે ? મા એ મા જ રહે છે પછી ભલે તે પશુ પક્ષી કે માનવીના સ્વરૂપે હોય ! અને જો કાળકા માતાજીને આપણે માના સ્વરૂપે સ્વીકારતા કે પૂજતા હોઈ એ તો મા ક્યારેય આવો વધ ના માગે. પરંતુ આ તો મનુષ્યે ઉભી કરેલી અમાનુષી પ્રથા ગણાવી જોઈએ અને તે બંધ થવી જોઈએ ! હવે પછી ક્યારે ય આ મંદિરે હું નહિ આવું તેવું મનો મન નક્કી કરી ત્યાંથી નીકળી ગયો અને ત્યાર બાદ અનેક વખત કલકત્તા ગયો હોવા છતાં હું ક્યારેય એ મંદિરે ગયો નથી. આથી તદન વિપરીત અનુભૂતિની વાત કરું તો એ જ કલકત્તામાં હું રામકૃષ્ણ પરમહંસના ધામ બેલુર મઠ પણ ગયેલો અને મને કહેવા દો ,કે મઠના પરિસરમાં અર્થાત કંપાઉંડમાં પ્રવેશતા જ મને જાણે કોઈ પવિત્ર ભૂમિ ઉપર આવી ગયા હોવાનો અહેસાસ થવા લાગ્યો ! અને મારા ઉપર ત્યાંનું પવિત્ર વાતાવરણ હાવી થઈ ગયુ હોય તેવું અનુભવવા લાગેલો. સતત મનમાં વિચાર આવ્યા કર્યો કે હું કોઈ એવી પવિત્ર જગ્યાએ આવી પહોંચ્યો છું કે જ્યાં ખરાબ, અનૈતિક વિચારોને સ્થાન હોઈ જ ના શકે !
      જેમ આપણે હોસ્પિટલ કે લાયબ્રેરીમાં જઈએ છીએ ત્યારે ત્યાં “શાંતિ જાળવો” કે “ઉંચે અવાજે બોલશો નહિ” તેવા સાઈન બોર્ડ લગાવેલા હોય કે ના હોય દરેક મુલાકાતી આપોઆપ શાંતિ જાળવે છે અને નીચા અવાજે વાતો કરવા લાગે છે અર્થાત ત્યાંનું વાતાવરણ કે માહોલ મુલાકાતીને સંપૂર્ણ રીતે પોતાના પ્રભાવ હેઠળ લઈ લે છે. કંઈક તેવું જ વાતાવરણ કે માહોલ ઉભો કરવામાં આપણા મંદિરો કરૂણ રીતે નિષ્ફળ રહ્યા છે. આપણાં મંદિરો ગંદકી-ગીર્દી અને ઘોંઘાટના પર્યાય બની રહ્યા છે. તેવા વાતાવરણમાં ઈશ્વર રહી શકે ખરો ?
      આવા જ અનુભવો મને કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક ઉપર . પોંડીચરીમાં શ્રી અરવિદ અને શ્રી માતાજીની સમાધી ઉપર, માથું ટેકાવતી વેળા થયેલો અને જે પરમ શાંતિની અનુભૂતિ થયેલ છે તે એટલી તો અદભુત છે કે આજે પણ હું ભૂલ્યો નથી અને મને આ સ્થળોએ વારે વારે જવાનું મન થયા કરે છે. બીજી વાત આ દરેક સ્થળોએથી મને એક સરખા અને સમાન સંદેશાઓ મળ્યા છે કે “અહિ કે ત્યાં કોઈ જગ્યાએ ભટકમાં હું તારામાં જ બીરાજું છું તારા અંતરાત્માને વફાદારી પૂર્વક વળગી રહે અને તેમાંથી ઉઠ્તા અવાજને (ટાપલી મારી બેસાડી દેવાને બદલે) અનુસર !” અને હું તેમ કરવા પરિશ્રમશીલ છું. મારી દ્ર્ષ્ટિએ તો આજના મોટા ભાગના મંદિરો ઉપર કહ્યું તેમ ગંદકી-ગીર્દી અને ઘૉંઘાટના ઉદભવ સ્થાન બની રહ્યા છે અને ઈશ્વરના નામના મોટા વેપાર કેન્દ્રો બની ગયા છે. દર્શન કરવા લાઈન ચાતરી અગ્રતા મેળવવા મોટી રકમ પડાવાય છે તો પ્રસાદ માટે પણ ભેટની રકમને લક્ષમાં રાખી વેંચવામાં આવે છે !
      વાર્ષિક અબજો રૂપિયાની આમદાની ભેટ સ્વરૂપે મેળવનાર મંદિરો કે ધાર્મિક સ્થાનકો સમાજ્માં રહેતા અનેક દીન્-દુખીયા માટે કોઈ પ્રકારની પ્રવૃતિ કરતા હોય તેવું જાણવા મળશે તો ખૂબજ આનંદ થશે !
      પરાકાષ્ટા તો ત્યારે આવે છે કે મંદિરોમાં બીરાજતા ઈશ્વરના રક્ષણ માટે સીક્યોરીટી ગાર્ડ રાખવા પડે છે ! અર્થાત આપણાં આ સમાજમાં ઈશ્વર પણ સુરક્ષિત નથી તેવુ પ્રતિપાદિત થાય છે. મંદિરના વહીવટકરનારાઓ કે ટ્ર્સ્ટીઓ જાણે ઈશ્વરની કરૂણ મજાક ઉડાવતા હોય તેમ નથી લાગતું ? જ્યારે ખરેખરી સીક્યુરીટીની જરૂર ઈશ્વરને નથી પણ તેના નામે એકઠી કરેલી આમદાની અને તેના વહિવટકર્તાઓની હોય છે અને તેને ચાલાકીથી ભૂલવાડી ઈશ્વરના નામ સાથે જોડી દેવાય છે.
      ખેર સુધિરભાઈ આ જવાબ દ્વારા આપની શ્રધ્ધાને ઠેસ પહોંચાડવાનો કોઈ હેતુ કે ઈરાદો નથી છતાં જાણ્યે-અજાણ્યે તેમ જણાય તો ઉદાર દિલે ક્ષમા આપવા વિનંતિ છે. આપે આ વિષય ઉપર જે મારાથી વિપરીત વિચારો વ્યકત કર્યા તેનો મને આનંદ છે કારણ કે તો જ ચર્ચા સરસ અને હેતુ પૂર્ણ બની રહે ! આભાર !଴
      અંતમાં આપને મારાં મંદિરોની સમૃધ્ધિ ઉપરના વિચારો પણ વાંચી જવા વિનંતિ છે.
      સ-સ્નેહ
      અરવિંદ્

      Like

  17. આદરણીય અરવિંદકાકા

    આપે મારા બ્લોગની મુલાકાત લીધી એ બદલ હું આપનો ખૂબ જ આભારી છુ.

    મે આપના બ્લોગ ની મુલાકાત લીધી. આપ ઘણું જ સારુ લખો છો

    તમારી વાત સાથે હું સહમત છું

    મારી ઉમર ૨૭ વર્ષની છે. પરંતુ મે ક્યારેય નથી સાંભળ્યુ કે કોઇ પુજારી ને ભગવાન મળ્યો હોય.

    જો ભગવાન મંદિર માં હોય તો સૌ પ્રથમ પુજારી ને એ મળવો જોઇએ.

    ઇશ્વર મન માં હોય છે. મંદિરમાં નહી.

    — મયુર —

    Like

    1. ભાઈ મયુર
      આપે મારા બ્લોગની મુલાકાત લીધી આભાર. આપના પ્રતિભાવ બદલ પણ આભાર. વળી પણ આપની અનૂકુળતાએ અન્ય લેખો વાંચવા અને આપના પ્રતિભાવો મોકલતા રહેશો.

      સ-સ્નેહ
      અરવિંદ

      Like

  18. ના.ના..ઇશ્વ્રર ખુદ આજે મન્દિરના લોખંડી કમાડોમાં પૂરાઇ ગયો છે. ઇશ્વર તો માનવીના અંતરના ઉંડાણમાં કે દીન દુ:ખિયાના આંસુ લૂછવામાં છે.
    હા, આપણી શ્રધ્ધા પથ્થરની મૂર્તિમાં ઇશ્વરનું આરોપણ જરૂર કરી શકે છે. અને સાચી શ્રધ્ધા હોય તો ઇશ્વર કયાં નથી ? ( અન્ધશ્રધ્ધા નહીં )

    Like

    1. આપે મારા બ્લોગની મુલાકાત લીધી અને પ્રતિભાવો પણ મોક્લ્યા તે વાંચી ખૂબજ આનંદ થયો.આપની વાત સાથે હું અંશત સહમત હોવા છતાં એક વિચાર જો વહેતો થાય અને આપના જેવા બુધ્ધિજીવો વધુ અને વધુ આવા વિચારોને પોતાના જીવનમાં મક્ક્મતાથી ઉતારી અમલી પણ બનાવે તો શક્ય છે એક દિવસ એવો જરૂર ઉગશે અને કહેવાતા સાધુ-સંતો કે બાવાઓ દ્વારા ફેલાવાતી ભ્રમજાળ અને અંધ શ્રધ્ધાનો અંત અવશ્ય આવશે. ફરી ને આભાર્ અન્ય વિષયો ઉપરના પણ પ્રતિભાવો જરૂર મોકલશો. હું રાહ જોઈશ્.

      Like

  19. ના નથી મંદિરમાં ઈશ્વર્.તો ઈશ્વર કયાં છે ? તે વ્યક્તિની વિચારધારા ઉપર આધારીત છે.જ્યાં તમને શા6તિ મળે તમારા વિચારતરંગ શાંત થાય અને જીવન જીવવા જેવું લાગે તે જગ્યાએ ઈશ્વર હોઈ શકે.કચ્રો ઉપાડનારને કચરાના ઢગલા પાસે અને કબીર જેવાને ચામડાને સીવતા ભગવાન મળ્યા છે કે તેવી સમજણ મળી છે ઈશ્વરને આપણે ક્યાં રાખવો તે વ્યક્તિગત પ્રશ્ન છે. ઈશ્વર કણ કણમાં છે તે સમજ આવતા 100 વર્ષ થશે ? નજર પડે ત્યાં ઈશ્વર્.

    Like

  20. આદરણીય અરવિંદભાઈ,

    ઈશ્વર હંમેશા હૈયામાં વસે છે, એને શોધવા માટે મંદિર સુધી લાંબા થવુ જરૂરી નથી બસ એકવાર અંતરમાં ઝાંકવુ જરૂરી છે.

    મારા વતન જામનગરથી છો એ જાણી ને અતિ આનંદ થયો, ક્યારેક મુલાકાત કરીશું.

    – નિલેશ વ્યાસ

    Like

Leave a comment