એક અજાયબ સ્વપ્નની વાત !!!
મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફે મહાત્મા ગાંધીજીનો પુનર્જન્મ ! ? !
મારા “પરમ મિત્ર,વ્હાલા સખા અને દિલોજાન દોસ્ત” નો આજે ( જન્માષ્ટમી) ભગવાન કૃષ્ણનો જન્મદિન હતો. અમારા સમસ્ત પરિવાર સાથે અતિ ઉમંગ, ઉત્સાહ અને પ્રેમ સાથે આ શુભ દિન મનાવી રહ્યા હતા. ખૂબ આનંદૌત્સવ સાથે રાત્રિના 12 વાગ્યાની શુભ પળે અમે સૌ આ પળ માણવા હર્ષોલ્લાસ સાથે ખૂબ નાચ્યા-કુદ્યા અને ” નંદ ઘેર આનંદ ભયો ! જય કનૈયાલાલકી ” ની ધુન મચાવતા તેમની મૂર્તિ સામે ધરાવેલ પ્રસાદ સામગ્રી આરોગી રહ્યા.અને સંતોષ સાથે સર્વે એક પછી એક પોતાના શયનખંડમાં પ્રવેશી નિંદ્રાને શરણે થયા.
આ જન્મદિનની ઉજવણીની તૈયારીઓ કરવામાં લાગેલ થાકે સૌ ઘેરી નિંદ્રામાં પોઢી ગયા.હું પણ મારા શયનખંડમાં નિંદ્રાવશ થઈ ગયો. અચાનક કૃષ્ણ અને બૃહ્માને મેં તેમના બેઠક ખંડમાં સિંહાસન ઉપર બેઠેલા જોયા.અંને તેમની તદન નજીક કોઈ એક વ્યકતિ પણ બેઠેલી જોઈ.તેનો ચહેરો હું ઓળખી ના શક્યો. ત્રણે કોઈ અગત્યની વાત-મંત્રણામાં મશગુલ જણાયા.
અચાનક ત્રીજી વ્યક્તિએ તેનો ચહેરો મારા તરફ ફેરવતા હું આશ્ચર્યમાં ડૂબી ગયો, મેં તેમને ઓળખી કાઢ્યા-તેઓ હતા આપણાં દેશને અહિંસક રીતે સ્વતંત્રતા અપાવનાર મો.ક. ગાંધી અર્થાત ” મહાત્મા ગાંધી “. હું ફાટી આંખે તેમની સામે જોઈ રહ્યો.પરંતુ તેઓ તો ફરી વાતોમાં પરોવાઈ ગયા..
આ ત્રણે એવી તો કઈ મંત્રણા કરી રહ્યા હશે તે જાણવાની મને ઉત્સુકતા થાય તે સ્વાભાવિક હોઈ મેં મારા કાન વધુ સરવા કર્યા.અને મેં સાંભળ્યું કે મો.ક.ગાંધીનો સ્વરગારોહણનો 71 વર્ષનો સમય પૂરો થતો હોઈ તેઓને પુંનર્જન્મ આપવા માટેની વાતચીત થઈ રહી હતી.
દેશમાં સ્વતંત્રતા મળ્યા બાદ તમામ ક્ષેત્રે દંભી-ભ્રષ્ટાચારી- નાલાયક-નપાવટ અને અપ્રમાણિક લોકોએ યેનકેન પ્રકારેણ કબ્જો/પ્રભુત્વ મેળવી લીધેલ હોવાથી સામાન્ય જનતાની હાલત બ્રિટિશ રાજ કરતાં પણ વધુ દયાજનક અને કરૂણ બની ગયેલ હોઈ અત્યંત દુઃખી જણાતા હતા.
અરે ! ધાર્મિક સંસ્થાઓ-મંદિરો અને અન્ય સેવાભાવી સંસ્થાઓ પણ આવા લોકોના કબ્જામાં જણાતી હતી.પોતાના હિત અને સ્વાર્થ માટે ગમે તેટલી હલકી કક્ષાએ આવા લોકો જતા અચકાતા નહિ હતા. ખૂન/લૂંટ અપહરણ વગેરે જાણે રોજિંદી હકિકત બની ચૂકી જણાતી હતી.અદાલતો ઉપર પણ આવા રાજકિય તત્વોનું પ્રભુત્વ સ્થપાય ગયેલું જણાતું હતું.
મો.ક. ગાંધી આથી અત્યંત દુઃખ અનુભવી રહ્યા હોય તેમ તેમના અવાજ અને ચહેરાના હાવભાવ જોઈ શકાતા હતા.
આથી ઈશ્વરને પ્રાર્થના કરતા કહેતા હોઈ તેમ મને સંભળાયું.કે હે ,પ્રભુ ! મારાં દેશના લોકોની તથા દેશની આટલી હદ સુધીની દુર્દશા થશે તેવું મેં ક્યારે ય વિચાર્યું નહિ હતું, મારી સાથે રહેલા પ્રથમ હરોળના લગભગ તમામ આગેવાનોને બાદ કરતા બીજી કે ત્રીજી કે તે પછીની હરોળના અને આજે થઈ પડેલા લોકો તો સત્તાધારી રાજાશાહીથી પણ બદતર પુરવાર થઈ રહેલા જણાય છે.અને મને મનોમન બ્રિટનના જે તે સમયના વિરોધ પક્ષના નેતા ચર્ચીલના શબ્દો યાદ આવે છે કે જો ” હિંદુસ્તાનને આઝાદ કરશો તો દેશ લૂંટારા-પિંઢારા અને ચાંચીઆઓના હાથમાં ચાલ્યો જશે ” જાણે હાલના મોટા ભાગના નેતાઓ અને સરકારી અમલદારો આ શબ્દો સાચા ઠેરવી રહેલા જણાય છે, . તેમ છતાં મને ઊંડે ઊંડે આશા છે કે આવા થઈ પડેલા નેતાઓનો લોકો એક સંપ થઈ અને સાથે મળી એક દિવસ જરૂર ધ્વંસ કરશે. અને ફરી દેશ મેં સેવેલા સ્વ્પન જેવુ દુનિયાનો સર્વ શ્રેષ્ઠ દેશ બની રહેશે.
ભગવાને કહ્યું આપ આશાવાદી છો તે જાણી આનંદ થયો. પરંતુ આપની આશા ના ફળી તો શું ?
આ ઉપરાંત એક વાતની સ્પષ્ટતા કરી આપને જણાવવાનું કે તમારો પુનર્જન્મ આપવા માટેનો સમય થઈ ગયો હોઈ અને તે પ્રમાણે અમારે નિર્ણય કરવો જ રહ્યો. તેમ છતાં તમારી સત્યનિષ્ઠા,વફાદારી અને દેશ અને દેશના લોકો તરફની હમદર્દી અને લાગણીને લક્ષમાં રાખી નિયમોમાં અપવાદ કરી આપની ઈચ્છા જાણવા કે દેશના ક્યા વિસ્તારમાં આપ પુનર્જન્મ લેવા ઈચ્છો છો તે જાણવા આજની આ બેઠકનો મુખ્ય હેતુ છે. તો તમે નિઃસંકોચ આપની ઈચ્છા બ્ર્હ્માજીને જણાવશો કારણ કે જન્મ-મરણ આપવા-લેવાની ફરજ એમને બજાવવાની હોય છે.
ગાંધીજીને જવાબમાં કહેતા મેં ખૂબજ આતુરતાથી સાંભળ્યા કે, હે પ્રભુ ! જ્યારે આપ મારા માટે આટલી લાગણી રાખી આપના નિયમોમાં અપવાદ કરી મને પૂછો છો તો મને કહેવાદો કે હજુ બીજા 5 થી 7 વર્ષ અહીં રહેવાની મને રજા આપો, જેથી આવનારા 5-7 વર્ષમાં દેશની કાયા પલટ થઈ મારો દેશ દુનિયાભરમાં આદર્શ દેશનું મોડેલ બની રહેશે તેવી મને હજુ ઊંડે ઊંડે આશા છે. અને જો તેમ ના થાય તો મને ( હિંદુસ્તાન ) ભારતમાં મારા જ રાજ્ય ગુજરાતમાં જન્મ આપશો.
વિશેષમાં જન્મ સાથે જ મને ના ખૂટે તેવી બૂલેટ અને ધારું ત્યાં અને ધારું તે વ્યકતિને ઠાર કરી શકું તેવી અદભૂત શક્તિ મારાં મન -ચિત્ત-અને દિલમાં અર્થાત સમગ્ર શરીરમાં મૂકવા આપને મારી હાર્દિક પ્રાર્થના છે. અને આપને સોગંદ પૂર્વક ખાત્રી આપું છું કે કોઈપણ વ્યક્તિથી ડર્યા વગર કે શેહમાં આવ્યા વગર, (કદાચ મારાં વંશજો પણ આવા તત્વોમાં સામેલ હોય તો તેમનો વધ કરતાં આ ગાંધી નહિ અચકાય તેની ખાત્રી રાખશો)
આવા તમામ અસામાજિક તત્ત્વો અને નપાવટ રાજકારણીઓ -અધિકારીઓનો હું ખાત્મો બોલાવી દઈશ અને ત્યારે જૂના મો.ક. ગાંધીને ભૂલાવી દઈશ.
દેશમાં લોકો સુખી-સંતોષી બને રહે અને દેશને આગળ લઈ જાય તેવી સતત પ્રેરણા આપતો રહીશ. અને આવા કામ માટે જૂનો અહિંસક ગાંધી ના ચાલે, પરંતુ આ નવો ગાંધી હિંસક બની તમામ પ્રકારના અસામજિક-શોષણખોર ગમે તેવા અને કક્ષાના રાજકારણી કે સરકારી અમલદારો ઉપર કોઈ જાતની દયા દાખવ્યા વગર ત્રાટકીશ .
શક્ય છે કે દુનિયાભરમાં મારાં આવા કૃત્યથી હા–હા—કાર મચી જશે. આજે ગાંધીના નામનો જે દુરુપયોગ થઈ રહ્યો છે તે હવે પછીના સમયમાં ” પેલો હિંસક ગાંધી ” તરીકે ભલે ઓળખાય.
મને આપનામાં સંપૂર્ણ વિશ્વાસ અને શ્રધ્ધા છે કે આપ મારો દેશના લોકો તરફની મારી લાગણી -પ્રેમ વગેરેનું યોગ્ય મૂલ્યાંકન કરી મને યોગ્ય નિર્ણય કરી યોગ્ય સમયે પુનર્જન્મ આપશો
ભગવાન કે બ્રહ્માજી જવાબ આપે તે પહેલાં જ મારાં રૂમની કોલબેલ વાગતા મારું સ્વપ્ન અધુરું રહી ગયું
વાચક મિત્રો આ લેખ કોઈ પણ વ્યક્તિ કે સમૂહની લાગણી દુભાવવા લખ્યો નથી પરંતુ દેશની પ્રવર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈ લખ્યો છે છતાં કોઈની લાગણી દુભાઈતો મને ઉદાર દિલે માફ કરશો.
અલબત્ત આપનો પ્રતિભાવ જો સ્વપ્ન સાચું પડે તો દેશમાં કેવા સંજોગો અને પરિસ્થિતિ ઉભી થાય તે તથા સામાન્ય લોકોના પ્રત્યાઘાત જાણવા હું અત્યંત આતુર રહીશ.
મારાં બ્લોગના વાચક મિત્રો મી.ચર્ચીલના મૂળ શબ્દો વાંચી શકે તે માટે નીચે રજૂ કર્યા છે.
EXACT WORDS OF MR. WINSTON CHURCHILL
Dear friends,
I here under reproduce the Exact Words of Mr. Winston Churchill, who said in and wrote to British Parliament while discussing the bill for ascending INDEPENDENT TO INDIA ( our country ) which has come true.
Sir, Winston Churchill…
“Power will go to the hands of rascals, rogues, freebooters; all Indian leaders will be of low calibre & men of straw. They will have sweet tongues & silly hearts. They will fight amongst themselves for power & India will be lost in political squabbles. A day would come when even air & water would be taxed in India.”
[He wrote this 64 years ago]
We are incredible; we have worked very hard and we proved him right….