શિબિરમાં કેટલા કલાક ધ્યાન કરાવશો?–અન્તર્યાત્રા- ડો.સર્વેશ પ્ર. વોરા

– શિબિરમાં કેટલા કલાક ધ્યાન કરાવશો?-અન્તર્યાત્રા- ડો.સર્વેશ પ્ર. વોરા

– કોઈ વ્યક્તિ ચિત્રકળાનું શિક્ષણ આપતી શાળા શરૃ કરે. આપણે જ્યારે આપણાં બાળકને આ શાળામાં મોકલીએ, પાંચ વર્ષો ત્યાં રહ્યા પછી પણ બાળકમાં ચિત્રકળાનું પ્રાથમિક સામર્થ્ય પણ જોવા ન મળે, ત્યારે આપણે પેલી શાળાનો વાંક ન કાઢવો જોઈએ.

‘તમારી શિબિરમાં કેટલા કલાક ધ્યાન કરાવશો? કઈ જાતનું ધ્યાન કરાવશો? કઈ જાતનું (”બ્રાન્ડ’નું વાંચો) કરાવશો? વૈષ્ણવો માટે છે કે જૈનો માટે? દાદાવાળા છો, કનુભાઈવાળા કે માતાજીવાળા?’

ધ્યાન શિબિરનાં આયોજન માટે વર્તમાનપત્રમાં માહિતી છપાયા પછી જે જાત જાતના ફોન કે પૂછપરછ આવે, એ પ્રશ્નો સાંભળવા ને સહન કરવા એક કારમી સજા હોય છે. ધ્યાન, અધ્યાત્મક્ષેત્રે ચાલી રહેલા બખેડા તેનાથી બહુમતી લોકોમાં ફેલાયેલાં પ્રદૂષણનો તમને સ્પષ્ટ ખ્યાલ આવે. તમે કોઈ સુંદર પણ જૂના મકાનમાં રહેવા જવાનું નક્કી કરો, પણ ત્યાં પૂર્વ-તપાસ વેળાએ કરોળિયાનાં ગીચ જાળાં, ચામાચીડિયાં, ચીબરીના માળા જોવા મળે, ત્યારે તમને સમજાય કે આ ઘરને મંદિર બનાવવા મોટો પુરુષાર્થ કરવો પડશે.

તમે પ્રત્યેત્તરમાં કહો કે ધ્યાન-શિબિરની અમારી સંકલ્પના પ્રાર્થના-સભા કે સાદડીની નથી. અમે જીવનને પ્રભુનો પ્રસાદ સમજીએ છીએ. અમારે ત્યાં સવારથી સાંજ બધા ‘જલસો’ કરતા હોય, તો મોટા ભાગનાને ભારે આઘાત લાગે! ”તો ધ્યાન-પ્રવચન માત્ર એકાદ કલાકને નિસર્ગ-દર્શન, આનંદ-પર્યટનના સાત કલાક” કેમ જાણે નિસર્ગ-યાત્રા, આનંદ-પ્રમોદ કોઈ વ્યભિચાર જેવું પાપ હોય!

ઓશો જેવા ઓશો આ નમૂનાઓને જીવન-વિરોધી બનતા અટકાવવા આખી જિંદગી ખતમ કરી ચૂક્યા, પણ આનંદ-વિરોધી, જીવન-વિરોધી સૂગાળવી જમાત વધતી રહી છે, ઘટી નથી.

ધ્યાન કોઈ જ ”કરાવી” ન શકે.
ધ્યાન ”અનુભૂતિ”નો વિષય છે.
એવરેસ્ટનું આરોહણ કોઈ કરાવી ન શકે,
તમારે જાતે સીધાં ચઢાણ ચઢવાં પડે.
ધ્યાનને કલાકો સાથે સંબંધ નથી.
ધ્યાનને ક્ષણ સાથે સંબંધ છે.

ધ્યાન એ ધ્યાન છે. એ કોઈ સંપ્રદાયનાં કે કોઈ અ, બ, ક, ડનાં કારખાનામાં તૈયાર થતા ‘જયપુર ફૂટ’ નથી કે તમે પસંદ કરીને પહેરી શકો. ધ્યાનને ”બ્રાન્ડ” કે છાપ લગાવીને વેચવાના ભારે સફળ ગોરખધંધાની આડઅસર એ થઈ છે કે થોડાં વરસો પહેલાં આપણા એક સન્માન્ય વિચારકે જુદાં જુદાં ધ્યાન આંદોલનોને ‘તૂત’ કહીને એક ઝાટકે સફાયો બોલાવી દીધેલો.
હકીકતમાં આવો પ્રત્યાઘાત પણ છેડાનો, અંતિમવાદી પ્રત્યાઘાત હતો. વાંક આપણી દોંગાઈનો છે,

આપણી આત્મવંચનાનો છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ચિત્રકળાનું શિક્ષણ આપતી શાળા શરૃ કરે. આપણે જ્યારે આપણાં બાળકને આ શાળામાં મોકલીએ, પાંચ વર્ષો ત્યાં રહ્યા પછી પણ બાળકમાં ચિત્રકળાનું પ્રાથમિક સામર્થ્ય પણ જોવા ન મળે, ત્યારે આપણે પેલી શાળાનો વાંક ન કાઢવો જોઈએ. લલિતકળાની માફક આધ્યાત્મિક જાગૃતિ, ધ્યાન માટેની પૂર્વ-લાયકાત બહારથી નથી આવતી, એ અંદરથી પ્રગટે છે. પણ ”બધું બધાં માટે”ની ”લોકશાહી-લ્હાય”માં આપણે આજે ધ્યાનને પણ બજારૃ ચીજ બનાવી દીધી. આપણે માનવા ને મનાવવા લાગ્યા કે ધ્યાન પણ ”ટેકનિક”થી ખીલતી ‘કસરત’ છે!

મજાની વાત એ છે કે બાળક રમકડું ના છોડે એમ આ આધ્યાત્મિક ભ્રમણાની ભૂતાવળનો ભોગ બનેલા ”ધ્યાન” કોઈ શીખાવી ન શકે એવું વળગણ છોડવા તૈયાર હોતા નથી. જાણો છો, શા માટે આ કઠોર સત્ય સ્વીકારવામાં તેમનું પેટ દૂખે છે? કારણ કે એ લોકો એક યા બીજા ધ્યાનના ”અભ્યાસક્રમ”નું પ્રમાણપત્ર ગજવામાં રાખીને ફરતા હોય, અને ધ્યાનને કલાકો, દિવસો સાથે સંબંધ નથી, ધ્યાન શિક્ષણનો વિષય નથી એવું વૈજ્ઞાાનિક સત્ય એ લોકોની માન્યતા હેઠળથી પાટિયું ખસેડી લે!

કદાચ આટલું સમજવા માટે પણ આક્રમક શિબિરોની જરૃર છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s