ભગવાનનું કોર્ટમાર્શલ

અભીવ્યક્તી

ભગવાનનું કોર્ટમાર્શલ

–ભગવાનજી રૈયાણી

તા. 27મી ફેબ્રુઆરી સાંજના સમાચારમાં એક ટ્રેનના ડબ્બાઓને સળગતા જોયા. માન્યું કે ગઈ કાલે જ રેલવે બજેટમાં આવેલ ઉતારુ ભાડામાં ઝીંકાયેલ વધારાનો લોકો આ રીતે રેલવેની અસ્ક્યામતોને બાળીને આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા. પણ ના, ન્યુઝ રીડર તો કંઈક જુદું જ બોલી રહી હતી. સવારના સાડા સાતના સુમારે અયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ દ્વારા અમદાવાદ પાછા ફરતા કારસેવકોને ધર્માંધ મુસ્લીમોના એક ટોળાંએ ગોધરા સ્ટેશન પાસે ડબ્બાઓમાં જ પુરી દઈને ઘાસલેટ અને પેટ્રોલ છાંટી આગ લગાડીને મોતને ઘાટ ઉતાર્યા હતા. 57 સ્ત્રી–પુરુષ બાળકો સ્વાહા થઈ ગયા અને 43 ગમ્ભીર રીતે દાઝીને અમદાવાદની હૉસ્પીટલમાં જીવનમરણનો જંગ ખેલી રહ્યા હતા.

દૃશ્ય અત્યન્ત કમકમાટીભર્યું હતું. શરીરમાં ઠંડીનું એક લખલખું પસાર થઈ ગયું. આગળ જોઈ શકાયું નહીં અને ટી.વી. બન્ધ કરીને એક પુસ્તક લઈને પથારીમાં આડો પડ્યો. વાંચવામાં પણ મન લાગ્યું નહીં તેથી પુસ્તક બાજુ પર મુકી દઈને લાઈટ બન્ધ કરી આંખો મીચી સુઈ જવા પ્રયત્ન કર્યો; પણ આજે નીન્દર વેરણ બની હતી…

View original post 1,355 more words

Advertisements

One comment

  1. વહાલા અરવીન્દભાઈ,
    ‘ભગવાનનું કોર્ટમાર્શલ’ લેખને આપશ્રીના બ્લોગ પર ‘શેર’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
    ..ગો. મારુ

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s