મફત મળે તો કબૂલમંજૂર : ગુરુ હો કે ગુલાબજાંબુ!–અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

મફત મળે તો કબૂલમંજૂર : ગુરુ હો કે ગુલાબજાંબુ!

કશું જ દુનિયામાં મફત ના મળે એ કુદરતનો નિયમ છે. બીજો એટલો જ અચૂક નિયમ છે : ધ્યેય છીછરું તો કિંમત ઓછી ચૂકવવી પડે, ને ઊંચી વસ્તુ માટે ઊંચી કિંમત ચૂકવવી જ પડે

જેમ બાળકો સાથે સંબંધ બાંધતી વખતે કેટલીક બુનિયાદી બાબતો ધ્યાનમાં રાખો એ જરૃરી છે એમ આપણા સરેરાશ સમાજ સાથે પનારો પાડતી વખતે કેટલાંક મનોવૈજ્ઞાનિક સત્યો સતત ખ્યાલમાં હોવાં જરૃરી છે : એમાં એક ત્રણ અક્ષર ભારે બુનિયાદી, જાદુઈ શબ્દ છે! : ”મફત!” મફત માટેનું અદમ્ય આકર્ષણ દેખાવમાં ભલે નિર્દોષ લાગે પણ તેનાં મૂળ ખૂબ ઊંડાં છે. સહન કર્યા વિના, ત્યાગ કર્યા વિના, ભોગ આપ્યા વિના, પીડા પામ્યા વિના જે મળે તે મધુર લાગે!

શીરડીના સાંઈબાબા પાસે કોઈ જણ જાય ને પગે લાગે, ભક્ત હોવાનો દાવો કરે એટલે બાબા સામેથી એની પાસેથી સિક્કા માગે! આપણા યુગના વિરાટ વ્યક્તિ ઓશો રજનીશજીએ વ્યાખ્યાનો માટે પ્રવેશ ફીનો આગ્રહ રાખેલો એમાં પણ ભારે સચોટ અભિગમ હતો : શીરડીની સાંઈબાબાની હેતુપુરઃસરની પદ્ધતિનાં જ એમાં દર્શન થાય. આપણા લોકોના દંભ-રોગની એમાં ધારદાર સારવાર હતી. આપણને બધું મફત જોઈએ : ગુરુ, ગુરુ-વાણી, ગુલાબજાંબુ, ધ્યાન, ભક્તિ, યાત્રા…. સૂચિમાં બધું જ આવી જાય! પરમપ્રિય ઓશો એક ખૂબજ વેધક વિધાન કરતા : ”મારી નજીક આવવું હોય, મારી સાથે સેતુ બાંધવો હોય તો સૌપ્રથમ તો હું તમારું માથું ભાંગીશ!” આપણા દિમાગમાં ભરેલો કાળમીંઢ ”સિમેન્ટ” તૂટે, આપણું ”આત્મવંચના”નું મિથ્યાભિમાન તૂટે, આપણાં ખાબોચિયાંની દીવાલો તૂટે એ સહન ના થાય, પણ જીવનની મૂંઝવણમાંથી માર્ગ પણ જોઈતો હોય! આવી હાલતમાં કોઈ ‘માથું ભાંગનાર’ તો કોઈ સદ્ભાગીને મળે, ને એના બદલામાં પીડાનો સોદો હોય, મિથ્યાભિમાન તૂટવાની પીડા સહન કરવી પડે. એ સોદો ‘મફત’માં હોય જ નહીં.

સિક્કા, રૃપિયા-આના-પાઈ તો માત્ર પ્રતીક છે. આપણે આપણી સામાજિક રમતમાં ”પ્યાદાં” તરીકે સિક્કા સ્વીકાર કર્યો એટલે ‘મફત’નો મર્યાદિત સંબંધ આપણે સિક્કા, રકમ સાથે જોડી રહ્યાં છીએ. હકીકતમાં આપણે શા હેતુ માટે શી રકમ જતી કરવા તૈયાર છીએ, અને આપણા કેટલી ‘સાઈઝ’ના ગુપ્ત ખજાનામાંથી કેટલું જતું કરવા તૈયાર છીએ તે પરથી આપણે કેટલું મહત્ત્વ આપીએ છીએ એ પ્રગટ થતું હોય છે. ચેલૈયાની વાત યાદ છે? મુસ્લિમ ધર્મમાં કુરબાનીની આખી ઘટના આ સંદર્ભમાં સમજવા જેવી છે.

કશું જ દુનિયામાં મફત ના મળે એ કુદરતનો નિયમ છે. બીજો એટલો જ અચૂક નિયમ છે : ધ્યેય છીછરું તો કિંમત ઓછી ચૂકવવી પડે, ને ઊંચી વસ્તુ માટે ઊંચી કિંમત ચૂકવવી જ પડે. આ ‘આપ-લે’ના સનાતન નિયમમાં કોઈ જ છટકબારી નથી.

તમારા વ્યક્તિગત ત્યાગથી માંડીને આખો સમાજ કોને માટે શું અને કેટલા પ્રમાણમાં જતું કરવા તૈયાર છે એ પરથી જ વ્યક્તિ અને સમાજને બદલો મળશે. હા, તમે વ્યક્તિને છેતરી શકશો, કુદરતને નહીં. તમે વ્યક્તિને છેતરીને શોષણ કરશો, તો કુદરત પોતાની રીતે તમને પાઠ ભણાવશે, જે પાઠ ભારે નિર્દય અને કઠોર હશે.

પશ્ચિમમાં આપ-લેના સિદ્ધાંતમાં ઘણું બધું સ્પષ્ટ છે. આપણે ત્યાં ‘આપ-લે’ વખતે જબરદસ્ત દંભ પ્રવેશે છે. એક વિદ્વાનને પ્રવચન માટે, આશીર્વાદ આપવા બોલાવીએ ત્યારે સો રૃપૈયા ખર્ચવા ભારે પડે અને એ જ રીતે વખતે હજાર જણા માટે થાળી દીઠ ત્રણસો ખર્ચ કરવામાં આપણે શરમાતા નથી. વિદ્વાન કે વિચારકને ‘મફત’માં મેળવવા ‘મહાન ભારતીય પરંપરા’નું દંભી હથિયાર હાથવગું હોય છે.

અને આપણા આ ‘હોશિયારીભર્યા’ વ્યવહારના બદલામાં કુદરત વ્યાજ સાથે બદલો આપે છે. એક એવો માહૌલ રચાય છે, જ્યાં આખી પરિભાષા પરસ્પર બનાવટની હોય છે, આપણી નવી પેઢીને ગળથૂથીમાં જ દોંગાઈ, છેતરપિંડી, વિદ્યાનો અભાવ, લાગણીનો દુકાળ વારસામાં મળે છે.

અને જે ‘ગુરુ’ માટે સો રૃપિયા ખર્ચવા આકરા પડે જે વિદ્વાન માટે પચાસ રૃપિયા ખર્ચવા ભારે પડે, એ વિદ્વાનો અને ગુરુઓની જગ્યા ”ઉસ્તાદો લે છે ને સો-પચાસની જગ્યાએ તમારા ‘હોશિયાર’ અને ‘ઉસ્તાદ’ સમાજ પાસેથી કરોડો-અબજો લૂંટે છે.”

 

Advertisements

3 comments

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s