શું ધર્મ-અધ્યાત્મ જથ્થાબંધ ઉત્પાદનની જણસ ?-અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા–

અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

શું ધર્મ-અધ્યાત્મ જથ્થાબંધ ઉત્પાદનની જણસ ?

જેને આજે આપણે ધર્મ કહીએ છીએ, તેના દ્વારા સજ્જનતા, સમતા અને સરળતા વિકસે છે એવો દાવો જ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જૂઠો છે

પરતંત્રતામાંથી સ્વતંત્રતાજ ધર્મનું ફળ હોઈ શકે. ધર્મ ધારણ કરવાનો પહેરવેશ છે જ નહીં. ધર્મ દરેકે દરેકનાં હૈયાંમાં રહેલો છે. ધર્મો રક્ષતિ રક્ષિતઃ મોટું જૂઠાણું છે. ધર્મ એવી સનાતન જ્યોત છે, જેનાં રક્ષણની જરૃર હોય જ નહીં. જીવન અને જગતનાં નાશવંત, મૃગજળ જેવાં, કામચલાઉ આકર્ષણો અને પોતાનાં જ હૈયામાં રહેલ સનાતન આનંદ વચ્ચે વ્યક્તિ સતત-દ્વિધા અનુભવે છે, ખેંચાતાણી અનુભવે છે.

વારંવાર જિંદગની મૃગજળની પ્રતીતિ થવા છતાં ફરી ફરી છેતરાય છે, ત્યારે ટકાવી રાખનાર કુવાથંભ એનાં હૈયાંમાં જ છે એવી ખાતરી કોઈ પાવન ક્ષણે થાય છે, એ કુવાથંભ જ ધર્મછે. જ્યાં સુધી વ્યક્તિ અન્યપર પોતાનાં સુખનો આધાર માને છે ત્યાં સુધી એ પરતંત્રછે, જ્યારે એ અનન્યસાથે ઐક્ય અનુભવે છે ત્યારેએ સ્વતંત્રછે.

અને યુગે યુગે કોઈ મહાપુરુષ ધર્મનું આ રહસ્ય વાણી પ્રગટ કરે છે. પછી તરત જ એ વાણીની આજુબાજુ સંપ્રદાય, ટોળું રચવાની અધમ, મૂર્ખતા ભરી હરકત માનવજાત કરે છે. ફરીથી સ્વાતંત્ર્યને બદલે પરતંત્રતા તરફ ગતિ ! ફરીથી અંદર તરફની ગતિને બદલે બહાર તરફ ગતિ ! ફરીથી ટોળાંને તાપણે હૂંફ !‘ (સૌજન્ય : રમેશ પારેખ) શોધવાની આત્મવંચના ! ના, ‘ધર્મની સ્થાપના હોઈ શકે જ નહીં. ધર્મ તો હૈયાંમાં અનાદિકાળથી છે, સનાતન છે. ભગવાન કૃષ્ણના શબ્દોમાં…

જ્ઞાાનં જ્ઞોયં જ્ઞાાનગમ્યં હૃદિસર્વસ્યાધિષ્ઠિતમ્(જ્ઞાાન, જાણવાલાયક, જાણીશકાય એવું સનાતન તત્ત્વ તો દરેકનાં હૈયામાં વસેલું છે.)

કોઈ સંત કોઈ વિચારધારાથી અમુકતમુક ટોળાંને બાંધવાની આળપંપાળમાં પડે, સામુહિક નીતિનિયમો ઘડીને એવા શેખચલ્લી કિલ્લા બાંધે કે આ નિયમોથકી વ્યક્તિ હૈયાં તરફ ગતિ કરશે એવી મૂળભૂત માન્યતા જ આ લખનારને ગળે ઉતરી નથી. આજે જેને સંપ્રદાયકે ગાદીકે ધર્મકહીએ છીએ, એવા શરતી‘, ટ્રેડયુનિન જેવું બંધારણ ધરાવતા ધર્મથી આદ્યાત્મિક ઉન્નતિ થાય એવું કોઈ સામાન્ય, સરેરાશ કોમનસેન્સ ધરાવતો માણસ પણ સ્વીકારી નહીં શકે.

જેને આજે આપણે ધર્મકહીએ છીએ, તેના દ્વારા સજ્જનતા, સમતા અને સરળતા વિકસે છે એવો દાવો જ મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ જૂઠો છે. જો એ દાવો સાચો હોય તો કોઈ પણ પરંપરાગત ધર્મની મહોર લગાડીને વફાદારી બતાવનારા બધા જ અપવાદ વિના સજ્જન અને સરળ બની ગયા હોત.

તો પછી બાપુઓની કથાઓ, આશ્રમોનાં પ્રવચનો, સાંપ્રદાયિક શિબિરોમાંથી કોઈને પણ બોલાવીને તમારી દુકાનનો ગલ્લો કેમ સોંપતા નથી ? તેમાંથી કોઇને તમારી દીકરી પરણાવવા તૈયાર છો ? તેમાંથી કોઈ કન્યાને તમારાં કુટુંબમાં અપનાવવા તૈયાર છો ? તેણે કરેલા અમુક તમુક જપ કે વિધિવિધાનો, કે સાંપ્રદાયિક વફાદારીને આધારે તેની સજ્જનતા પર ભરોસો મૂકવા તૈયાર છો ?

જો ધર્મની આરાધનાને સંખ્યા સાથે સંબંધ હોય, અને જો ધર્મ સજ્જનતા અને સત્ત્વગુણનો પર્યાય હોય, અને જો ધર્મની દ્રઢતાનો આધાર તેનું બાહ્યબંધારણ હોય, તો જિસસથી માંડીને મહાવીરને મોટી નિષ્ફળતા મળી છે એવું આજના સંજોગોનું સર્વેક્ષણ સાબિત કરે છે.

હા, પણ યેનકેન પ્રકારેણ ધર્મ-સંસ્થા જેવી એક મનોરંજન (!) ક્લબ ચલાવવા ઇચ્છતાં સ્થાપિત હિતો (જેઓની રાક્ષસી બહુમતી છે) તેઓ જિસસથી માંડીને મહાવીરની આણ આપીને પણ આ તૂત આગળ ધપાવવા માગે છે.

અને સહસ્ત્રાબ્દિની સૌથી મોટી મજાક તો જુઓ ! પારંપરિક ધર્મોને મડદાંગણાવતા ઓશો રજનીશે કોમ્યૂનઊભાં કર્યાં. તેમની ગણતરીમા એક પાયાની વિરાટભૂલ હતી. તેઓ ભૂલી ગયા કે માત્ર પારંપરિક તમામ ધર્મો જ ખોખલા નથી,એ ધર્મોની રચના પાછળની મૂળભૂત અપેક્ષા જ બેવકૂફી ભરી છે. જે સજ્જનતા, સરળતા, સત્ત્વગુણના વિકાસની ધર્મના સંખ્યાગત વિકાસ દ્વારા અપેક્ષા રખાય છે, ટોળાંની હૂંફ દ્વારા, ટ્રેડયુનિયનવાળી શિસ્ત દ્વારા જે આંતરિક પ્રગતિની અપેક્ષા રખાય છે, એ અપેક્ષા જ ખોટી હતી. જો પારંપરિક ધર્મોની આધારશિલા જ ખોટી હોય, તો કોમ્યૂનની આધારશિલા પણ ખોટી છે. તમે એક મડદાં પ્રત્યે નફરત કરીને બીજાં મડદાંને ખભે બેસાડો છો !

સાહેબ મારાં ! ધર્મ તો કસ્તુરીમૃગની નાભિ સુગંધ હોય. એનાં બંધારણ ન હોય, એને ઉપરથી હરગીઝ થોપી ન શકાય. ધર્મતો જાતે, પંડે, પોતે ઉપાડવાનો ક્રોસછે. એમાં એક કી લકડી‘ ‘પંચકા બોજવાળો નિયમ ચાલે નહીં. ધર્મ સામુહિક હોઈ જ ન શકે. શાળામાં સમૂહગીત ચાલતું હોય ત્યારે અમુક તોફાની, આળસુ છોકરા માત્ર હોઠ ફફડાવે, ગાય નહીં. શ્રોતાઓને ખબર ન પડે કે મંચ પર હોઠ ફફડાવી રહેલાં આખાં ટોળાંમાંથી માત્ર બે પાંચ જ ગાવાની મહેનત કરી રહ્યા છે, બાકીના તો માત્ર હોઠ ફફડાવી રહ્યા છે !

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s