ખૂબ જ સુંદર લેખ, ગોવિંદભાઈ ! દવે સાહેબે સમાજ્માં પ્રવર્તતી અને કહેવાતા બુધ્ધિજીવીઓ પણ આવી વાહિયાત અને વ્હેમોને પોષતી વાતોમાં આવી જતા હોય છે તે વિષે સચોટ વાત કરી છે. દવે સાહેબ અને આપને ખૂબ ખૂબ અભિનંદન સાથે મારાં બ્લોગ ઉપર રી-બ્લોગ કરું છું. આભાર !
03
સામુહીક ભ્રમણા
–બી. એમ. દવે
[ગત અંક : 02 ( https://govindmaru.wordpress.com/2017/02/17/b-m-dave-4/ )ના અનુસન્ધાનમાં..]
સામુહીક ભ્રમણાને મનોવીજ્ઞાનની ભાષામાં mass-mania તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ બાબતને લગતી વ્યક્તીગત ભ્રમણા જ્યારે સામુહીક સ્વરુપ પકડે છે ત્યારે તે દાવાનળની જેમ ફેલાઈ જાય છે અને તેની ઝપટમાં અચ્છા–અચ્છાને લઈ લે છે. સામુહીક ભ્રમણાની મનોવૈજ્ઞાનીક અસર એટલી બધી તીવ્ર હોય છે કે તેના દાયરામાં ભણેલીગણેલી, બુદ્ધીશાળી અને હાઈપ્રોફાઈલ વ્યક્તીઓ પણ બાકાત રહી શકતી નથી. શ્રદ્ધાળુ વ્યક્તીઓ તો આવી સામુહીક ભ્રમણામાં દીવામાં જેમ પતંગીયું કુદી પડે તેમ કુદી પડે છે.ફક્તરૅશનલ વીચારધારાને વરેલી વ્યક્તીઓ જ આમાંથી બાકાત રહી શકે છે. આવી ભ્રમણાના ફેલાવા વખતે તેની અસર હેઠળ આવી ગયેલ વ્યક્તી સારા–નરસાનું વીવેકભાન ગુમાવી બેસે છે. વીજ્ઞાનને તો તે લુછીને નાખી દે છે.
‘માસ–મેનીઆ’ એટલે કે સામુહીક ભ્રમણાનું સૌથી સચોટ ઉદાહરણ થોડા સમય પહેલાં ગણપતીની મુર્તીએ દુધ પીધું હોવાની ઘટના ગણાવી શકાય. આ ઘટના વખતે અનુભવાયેલ ઘેલછા અભુતપુર્વ હતી. વૈજ્ઞાનીકો…
View original post 2,638 more words
Advertisements
વહાલા અરવીન્દભાઈ,
લેખકમીત્ર શ્રી. બી. એમ. દવેનો લેખ ‘સામુહીક ભ્રમણા’ને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા અને વાંચકમીત્રોને વાંચવાની ભલામણ કરવા બદલ ખુબ ખુબ આભાર..
..ગો. મારુ
LikeLike