ધ્યાનનું થેરાપી તરીકે અવમૂલ્યન : ભારતીય વારસાની ભારે મજાક!–સર્વેશ વોરા

 

 

 

ધ્યાનનું થેરાપી તરીકે અવમૂલ્યન : ભારતીય વારસાની ભારે મજાક!સર્વેશ વોરા ગુજરાત સમાચારની બુધવાર ને 01/માર્ચ/2017 માંથી સાભર

જીવનમાં ઘણી બધી બાબતો એવી છે જે થોપી ન શકાય, અંદરથી પ્રગટે તો જ ચાલે ”દશ દિવસોમાં ભક્તિ કરતાં શીખો” ”મનની વૃત્તિઓ પર કાબૂ મેળવવાનો ‘એડવાન્સ્ડ’ (!) કોર્સ પૂજ્યપાદ ફલાણાશ્રીનાં માર્ગદર્શન હેઠળ મળશે” ”નવપરિણીતોને પરસ્પર માટે સમર્પણભાવની ટ્રેનીંગ આપતો ખાસ કોર્સ સિમલાની ફલાણી હોટેલમાં મળશે.” ”માબાપ પ્રત્યે લાગણીની ટ્રેનિંગનો ચાર દિવસોનો ફ્રેશ કોર્સ” જે રીતે ઈન્ટરનેટ અને કોમ્પ્યુટરના અભ્યાસક્રમોની માફક આંતરિક પ્રતીતિ અને વ્યક્તિત્વનાં રૃપાન્તર જેવી બાબતોને પણ સમયબદ્ધ અભ્યાસશિબિરોમાં ‘પેકેજડીલ’ તરીકે રજૂ કરવાનો વાયરો ચાલ્યો છે, એ દિશામાં આગળ જતાં ઉપર જણાવેલી જાહેરાતો જોવા ન મળે તો જ નવાઈ લાગશે. જીવનમાં ઘણી બધી બાબતો એવી છે જે થોપી ન શકાય, અંદરથી પ્રગટે તો જ ચાલે.

એવા ઘણા વિષયો છે જે તમે શીખી ન શકો. શીખાવી પણ ન શકો. અરે! અન્ય વ્યક્તિની માનસિક ભૂમિકા તૈયાર ન હોય તો પ્રેરી પણ ન શકો. તમે માહિતી ગોખાવી શકો. તમે ગીતની નકલ શીખાવી શકો, ‘કોમ્પોઝીશન’ શીખાવી શકો, પણ સુરીલાપણું શીખાવી શકો નહીં.

તમે પ્રેમપત્રની ભાષા, વિશેષણો, નખરાં, અલંકારો શીખાવી શકો, પણ પ્રેમ હરગીઝ શીખાવી ન શકો. તમે ગીતા મોઢે કરી શકો, ગીતા પર કલાકો સુધી પ્રવચન માટે અનેકને ‘ટ્રેનીંગ’ આપી શકો, પણ ગીતા-ભાખ્યો સમર્પણભાવ અને ‘અવ્યભિચારિણી ભક્તિ’ કોઈ કોઈને શીખવી શકે નહીં.

ધ્યાન એ માત્ર એકાગ્રતાથી સધાતી બૌધ્ધિક કે મનના છીછરા સ્તરની કસરત હોત તો સરકસમાં એકાગ્રતા દ્વારા દોરડાં પર ચાલી બતાવતા અનેક કરતબકારો ભાંડભવૈયામાં ‘યોગીઓ’ જેવું વ્યક્તિત્વ વિકસતું હોત. મનની સપાટીના સ્તરને તમે આદતથી લગામ હેઠળ આણી શકો. જેને તમે આદતથી, અભ્યાસથી, પુનરાવર્તનથી બદલી શકો છો એ તો એક વિરાટ મહાસાગરની સપાટી છે. હા, તમે પરિવર્તન જરૃર લાવી શકો છો, પણ એ પરિવર્તન સપાટી પરનું, છીછરું હોય છે એ ભૂલાય નહીં.

મનને તો સાત પાતાળનું ઊંડાણ હોય છે. તમે એકાગ્રતાને ‘ધ્યાન’ જેવી ઓળખ આપી દો ત્યારથી જાતની છેતરપિંડી શરૃ થાય છે. પછી તમારી એ આત્મવંચનાને ‘સર્ટિફિકેટ’ આપનારા અનેક ભરવાડો તો તૈયાર ઊભા છે. અહીં એક સૂક્ષ્મ મુદ્દો બરાબર નોંધી લો. મનની સપાટીના સ્તરે અમુક આદતો પાડવાથી લાભ તો ચોક્કસ થાય છે, પણ નાની સપાટીના સ્તરનાં છબછબિયાંને ‘ધ્યાન’ જેવું ભવ્ય નામ આપવું એ હાસ્યાસ્પદ હરકત છે. જેમ અમુક અભ્યાસક્રમ ‘ડિપ્લોમા’ માટે હોય. તમે એના અંતે ‘ડિપ્લોમા’ની અપેક્ષા રાખી શકો, ને એ ડિપ્લોમા માટેની પૂર્વલાયકાત પેલા ‘ડિગ્રી’ અભ્યાસક્રમ જેવી ન હોય. હા, વ્યક્તિ પોતાની તૈયારી દ્વારા ‘ડિગ્રી’ તરફ આગળ વધે એ જૂદી વાત છે, પણ બધા ‘ડિપ્લોમા’વાળા ‘ડિગ્રી’માં આગળ વધવા લાયક બને એમ માનવું એ મૂર્ખતા છે.

સુથારીકામ, કોમ્પ્યુટર, અંગકસરતમાં તમે અભ્યાસક્રમને અંતે ખાતરી આપી શકો કે નિષ્ઠાપૂર્વક અભ્યાસથી અમુક લઘુતમ (મિનિમમ) કાબેલિયત પ્રાપ્ત થશે જ, પણ ‘એકાગ્રતા’ અને ‘નિરીક્ષણ’ને અંતે એવું થશે જ એવી ખાતરી કેમ આપી શકો?

મંત્રોચ્ચાર, આત્મનિરીક્ષણ વગેરે તો સાધના માત્ર છે. માણસ આંતરિક રીતે ઉન્નત બને એ પ્રક્રિયામાં એક બહુ સૂક્ષ્મ વાત ડાયરીનાં પહેલે પાને નોંધી રાખવા જેવી છે કે મંત્રોચ્ચાર, વિધિ, જાત નિરીક્ષણ, એકાગ્રતા સાધવાની પદ્ધતિઓ ‘નિમિત્ત’ બની શકે, ‘કારણ’ હરગીઝ નહીં.

આ મર્યાદા ન સમજવાને કારણે ધ્યાન, ભક્તિ, જાતના સાચા વિકાસ જેવા વિષયોમાં ઊંટવૈદાં માટે અને ટોળાં ઊભાં કરવા માટે મોટો ‘સ્કોપ’ મોટી શક્યતા ઊભી થઈ છે. ધ્યાન કોઈ ‘થેરાપી’ નથી. દાખલા તરીકે ચરબી ઘટાડવા અમુક દવા, અમુક કસરત, અમુક પરેજી પાળવાથી અમુક સમયને અંતે અમુક વજન ઘટાડવાની અપેક્ષા રાખી શકાય, એ થઈ ‘થેરાપી’ પણ ધ્યાન દ્વારા તમે જે રૃપાન્તરની અપેક્ષા રાખો છો તેમાં એકાગ્રતા કે જાતનું નિરીક્ષણ તો માત્ર એક ટકા (વન પરસેન્ટ) જેટલું સ્થાન ધરાવે છે.

એકાગ્રતા અને જાતનાં નિરીક્ષણ સિવાયનાં એટલાં અદ્રશ્ય ઘટકો (ફેક્ટર્સ)ની જરૃર પડે છે, જે ઘટકો તમે આદત, અભ્યાસ કે શિબિરો દ્વારા હરગીઝ મેળવી ન શકો. પણ આ કડવું સત્ય જાહેર કરો, તો ધ્યાનનું ‘થેરાપી’ તરીકે અવમૂલ્યન કરનારાં (પેલું કલાકમાં ‘આત્મજ્ઞાાન’વાળું તૂત યાદ છે?) ‘વિરાટ’, ‘પોપ્યુલર’, ‘આન્તરરાષ્ટ્રીય’ આન્દોલનો મોટી છેતરપિંડી સાબિત થાય. એવી છેતરપિંડી, જેમાં છેતરાનાર સાધક પોતે છેતરાયો છે એવું કદી કબૂલ ન કરે!

, ,

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s