અમારા ભગવાન બિનશરતી, તમારા શરતી છે !અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા—

અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

અમારા ભગવાન બિનશરતી, તમારા શરતી છે !

પરમેશ્વર તો ચોવીસે કલાક, સદા સર્વદા તમારી મારી સાથે છે, પણ એનો પ્રેમાળ સ્મિતસભર ચહેરો તો જ દેખાય જો વલણ એના તરફનું હોય લોકલટ્રેનમાં અંધેરીથી ચર્ચગેટ જઇ રહ્યા હતા. એક સ્ટેશન બહાર જાહેરાતરૃપે મોટા અક્ષરે લખાણ જોયું  :  ‘આવો, જિસસના દરવાજા બધાં માટે ખુલ્લા છે.’

મારી સાથે બેઠેલા એક મિત્રે મમરો મૂક્યો  :  ‘જુઓ, જિસસ બિનશરતી રીતે આવકારે છે, પણ ‘તમારા’ (કેમ જાણે ભગવાન પણ અમારા અને તમારા અલગ અલગ હોય !) ભગવાન તો શરત કરે છે, જુઓ, ગીતાજીમાં’ ‘તમારા’ ભગવાન ચોખ્ખેચોખ્ખું કહે છે  : મય્યાવેશ્ય મનો યે માં નિત્યયુક્તા ઉપાસતે, શ્રદ્ધયા પરયોપેતા :  તે મે યુક્તતમા મતા  : ‘ (અધ્યાય ૧૨-૨ (ગીતાજી) ‘મારામાં પરમશ્રધ્ધા સાથે મનનો વિલય કરી, સતત જેઓ મારી ઉપાસનામાં જોડાયેલા રહે છે, તેઓ મને સૌથી વધુ પ્રિય છે.’

મિત્રની વાત સાચી જણાતી હતી, ગળે ઉતરી જાય એવી લાગતી હતી. એમ તો ગોસ્વામી તુલસીદાસજી પણ આ જ વાત કહે છે  :  સન્મુખ હોહિં જીવ મોહીં જબહીં, જન્મકોટિ અઘનાશહિં તબહીં અને વાલ્મીકિ રામાયણમાં ભગવાન શરતી લાગતું વચન આપે છે. ‘જે વ્યક્તિ માત્ર એક જ વાર પણ ‘હું તારો છું’ એમ કહી દે તેને ભયથી મુક્ત કરીશ એવું મારૃં વચન છે.’

પણ જિસસ જે વિધાન કરે છે, તેમાં પણ છૂપી રીતે એક મીઠી શરત છૂપાયેલી છે એ રહસ્ય સમજાય તો સમજાઈ જાય કે દેખીતી રીતે અલગ લાગતાં બધાં જ વિધાનો, પછી એ જિસસનાં હોય, શ્રીકૃષ્ણનાં હોય કે રામચન્દ્રજીનાં હોય, બધાં જ ‘શરતી’ છે  :

અહીં જુઓ  :  જિસસ પણ ‘આવો’ કહે છે એ શરત નથી તો બીજું શું છે ? ‘આવો’ એટલે જ ‘સન્મુખ’ થાવ. ‘આવો’ એટલે તમારાં ચિત્તની ગતિ મારી દિશામાં થાય. કામચલાઉ અને ક્ષણિકને છોડીને નિત્ય તરફ તમે વળો, તમારૃં સમગ્ર ચિત્ત વળે !

અને ભગવાન જ્યારે ગીતાજીમાં શરત કરે છે કે ‘મારામાં જોડાઈશ તો મને પ્રિય બનીશ’ આ વિધાન પણ ચિત્તની ગતિ તરફ જ સંકેત કરે છે. રજુઆત ભલે અલગ હોય પણ જિસસ ને કૃષ્ણનો ઇશારો ક્યાં અલગ છે ? હા, જિસસને નામે સંખ્યા વધારનારાઓ પછી જૂદું અર્થઘટન કરે એ સાવ જુદી વાત છે.

તમે જો મૂઠી બંધ રાખો તો આપનાર ધારે તો પણ કશું આપી શકે નહીં. પેલી હૃદયસ્પર્શી પંક્તિઓ યાદ આવી ગઇ  :  ‘મારો સાંવરિયો, ખોબો માગું ને દઇ દે દરિયો.’ આપણે દેરાસરમાં પ્રવેશ કરીએ ત્યારે ‘નિસ્સી હિ’ બોલીએ છીએ  :  ‘પ્રભુ હું બધું છોડી, ખાલી થઇને તારે શરણે આવ્યો છું.’ તમે જ્યાં સુધી ખુલ્લા અને ખાલી ન થાવ, ત્યાં સુધી દિવ્યત્વને પ્રવેશવાની તક જ કેમ મળે ? જે ઉપરછલ્લી રીતે ‘શરત’ લાગે છે એ હકીકતમાં અદ્ભુત ‘અધ્યાત્મવિજ્ઞાાન’ છે. રૃપાન્તરની સૂક્ષ્મ, જબરદસ્ત પ્રક્રિયા છે. બાઈબલ કહે છે  :  ‘યૂ નોક ધ ડોર એન્ડ ડોર શેલ ઓપન.’

ઈશ્વરના દરવાજા ભલે ઉઘાડાફટાક પડયા હોય, એ તરફ જવાનું વલણ ન હોય તો એ ઉઘાડા દરવાજા પણ બંધ બરાબર છે.જે ક્ષણે જીવ ઇશ્વર તરફ મોઢું ફેરવે તે ક્ષણથી જીવનની પ્રત્યેક બાબત પ્રત્યેનો તેનો અભિગમ બદલાઈ જાય છે. કમાલ જુઓ કે જેમનું ચિત્ત, જેમના પગ, જેમનું વલણ ઇશ્વર તરફ વળ્યું નથી, જેઓનાં મનમાં હજુ એ ‘સતત સાથે રહેનાર અદ્ભુત, કૃપાળુ શક્તિ’તરફ અદમ્ય ખેંચાણ થયું નથી, એમને જિન્દગીમાં સતત અસંતોષ રહે છે, ફરિયાદ રહે છે, એવો અસંતોષ જે કદી, કદી જ બૂઝાય નહીં. એમની બાલદી કાણી જ રહે છે.

પરંતુ, જે વ્યક્તિ ‘સનાતન’ તરફ, કૃષ્ણ તરફ,જિસસ તરફ, રામ તરફ કે અલ્લાહ તરફ વળી છે, તેને તો જિન્દગીની કડવી ઘટનાઓમાં પણ છૂપી મીઠાશ વર્તાય છે, તમાચા ઠેસ અને વિઘ્નોમાં પણ પ્રેમાળ માતાની કરુણા અનુભવાય છે. પરમેશ્વર તો ચોવીસે કલાક, સદા સર્વદા તમારી મારી સાથે છે, પણ એનો પ્રેમાળ સ્મિતસભર ચહેરો તો જ દેખાય જો વલણ એના તરફનું હોય,જો આપણે ‘અભિમુખ’ હોઈએ તો જ. આ શરત નથી, આ વિજ્ઞાાન છે. અને જિસસ હો, શ્રીકૃષ્ણ હો કે ભગવાન રામ હો, એમનાં ‘શરતી’ લાગતાં વિધાન પાછળ કોઈ જ શરત નથી, વલણનું રહસ્ય છે.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s