સજગતા બરાબર : પણ કોની? પશુ-પક્ષીની?— અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

સજગતા બરાબર : પણ કોની? પશુ-પક્ષીની?— અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા ગુજરાત સમાચારની 7,ડીસેમ્બર2016ને બુધવારની ” શતદલ ” પૂર્તિમાથી સાભાર !

તમે પૈસા દ્વારા શુંવસૂલ કરવાની ગણતરી રાખો છો, મનમાં વ્યૂહરચના ગોઠવો છો એને તમારી છૂપીસજગતા સાથે સંબંધ છે ‘સજગતા’, ‘સાક્ષીભાવ’, ‘જાતનું નિરીક્ષણ’, ‘વિપશ્યના’ જ્યારથી તમામ આલિયામાલિયા માટે પણ ચલણી, ફાલતૂ, ફુગાવાના શબ્દો બની ગયા છે ત્યારે આ શબ્દો પાસે જરા થોભીને, કોણ ઊંડા ઉતરશે એ મોટો પ્રશ્ન છે. ભૂંડ, કૂતરાં, અળસિયાં, કાગડા, છછૂંદર જો સતત જાગૃત હોય, સતત ‘સજગ’ હોય તો કોના માટે? બગલો ખાબોચિયાં પાસે સતત જાગૃત દેખાય તો કોના માટે? બીજી બાજુ, આકાશમાં ઊંચે ઊડતું ગરુડ સજગ હોય તો કોના માટે?

મારા એક મિત્ર એક સુપ્રસિદ્ધ, છાપાંની રવિવારીય આવૃત્તિમાં ફિલસૂફીમંડિત કટાર વર્ષોથી લખે. દર રવિવારે એક અબજોપતિ શેઠ અચૂક આ લેખકને ફોન કરે. અભિનંદન આપે, પણ પછી શેઠજી પોતે પોતાનું છીછરૃં પોપટિયું જ્ઞાાન ઠાલવવા મંડે. ફોન છોડવાની વાત નહીં! લેખકને કોઈ ઉસ્તાદે સલાહ આપી : શેઠ પાસે કોઈ ઉત્તમ, ઉમદા પ્રોજેક્ટ માટે, કોઈ ભૂખ્યાંને અન્ન માટે નાનકડાં ડોનેશનની દરખાસ્ત મૂકો. જુલાબ જેવી અસર થશે. છાપેલી ફિલસૂફી ઓકતા શેઠજી આપોઆપ ફોન મૂકી દેશે!

અને આ ઈલાજે ચમત્કાર થયો. દુનિયાની નાશવંતતા, શ્રીમદ્ રાજચન્દ્ર, તુકારામ, ગાંધીજી, વિનોબાથી માંડીને મહાન્ જૈન કર્મગ્રન્થો માટે અખંડ જીભડી ચલાવતા શેઠજીની જીભ પર લગામ મૂકાઈ, કારણકે એમનાં મર્મસ્થાનને કોઈએ છેડયું હતું. ચમડી છૂટે પણ દમડી ન છૂટે! શેઠજી માટે ઉચ્ચ ચિન્તનની વાતો માત્ર નિવૃત્તિનો ‘ટાઈમપાસ’ હતી, સજગતા, જાગૃતિ તો કેવળ નાણાં, સંપત્તિ ને સમર્પિત હતાં!

 

 

ઘણા વળી ‘પરમચેતન’, હૈયાંમાં રહેલાં પરમાત્મતત્ત્વ પ્રત્યે જાગૃત રહેવાનો અને દુનિયાની ક્ષણભંગુર ઘટનાઓની ઉપેક્ષા કરવાનો દાવો કરતા હોય છે. આમને કોણ સમજાવે કે તમે ખરેખર હૈયાંનાં પાતાળમાં શાને માટે સજગ છો, તમારી સમગ્ર ચતુરાઈ હકીકતમાં કઈ દિશામાં કેન્દ્રિત છે એ તો અણીના સમયે જ ખબર પડે. પેટ ભરેલું હોય, ભાષણ કરવું હોય, રવિવારના નિરાંતના સમયે મહારાજસાહેબનાં વ્યાખ્યાનમાં બેસીને જાતને ‘પોતે જે નથી’ એ નશામાં ઢબૂરી રાખવી હોય, પોતાની પાપવૃત્તિ, પોતાનો ગંદડો પરિગ્રહ ઢાંકવો હોય ત્યારે તમારી હૈયાંમાં છૂપાયેલી ‘સજગતા’ની ખબર પડતી નથી. ખરેખરી ‘સજગતા’ની ખબર તો તારી દુખતી નસ પર દબાણ આવે ત્યારે જ પડે છે.

મહાબળેશ્વરની એક કદી નહીં ભૂલાય એવી શિબિરમાં ભાગ્યયોગે ઉપર વર્ણવેલી સજગતા ધરાવતા, બધું જ ‘વસૂલ’ કરવાની મૂર્ખ સજગતાથી પીડાતા કેટલાક જણ આવી પડયા હતા. પ્રવચનમાં નામજોગ નહીં પણ સર્વસામાન્ય રજૂઆતરૃપે, માણસમાં છૂપાયેલાં ‘ભૂંડ’ વિષે આક્રોશપૂર્વક વાત કરી. પ્રવચન પૂરૃં થતાં એક બંધુ ધસી આવ્યા : ”અમે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છીએ, અમે તો ડૉક્ટર છીએ, અમે તો એડવૉકેટ છીએ, તમે અમને ભૂંડ કહ્યા?” એનો જવાબ હતો, ”આ બધા શણગારને અને આંતરિક ઊંચાઈને કોઈ લેવાદેવા નથી. આ બધું હોવા છતાં વ્યક્તિ ભૂંડ અને કૂતરાથી બદતર હોઈ શકે. અને તમને નામ દઈને આ ઉપમાઓ વાપરી નથી, તો પેટમાં કેમ દૂખ્યું?” પૈસા વસૂલ કરવાની, જિન્દગી આપીને સામી વસૂલાત કરવાની ઓછીવત્તી ઘેલછા આપણા સૌમાં હોય છે, પણ તમે પૈસા દ્વારા ‘શું’ વસૂલ કરવાની ગણતરી રાખો છો, મનમાં વ્યૂહરચના ગોઠવો છો એને તમારી ‘છૂપી’ સજગતા સાથે સંબંધ છે. ગંગાકિનારે ગયા પછી તમને મળેલી હોટલના રૃમમાં ટી.વી. નથી એ વિચાર તમને પરેશાન કર્યા કરે એ સત્ય સિદ્ધ કરે છે કે ‘ગંગા દર્શન’માં તમને પૈસાની વસૂલાત દેખાતી નથી, ટી.વી. સેટ અને ભૌતિક રમકડાં અને કામચલાઉ ભોગવાસના બાબત જ તમે સતત સજગ છો!

ઓશો રજનીશે પ્રવચનો માટે મોટી ફીઝ રાખી એમાં અદ્ભુત દીર્ઘદ્રષ્ટિ હતી. આજે યોજાતી શિબિરોમાં આવતા મોટા વર્ગની ગણતરી, આંતરિક ‘સજગતા’ બહુ સ્પષ્ટ હોય છે. દૂધપાક-પૂરી, નિવાસ-આવજાવની વ્યવસ્થામાં એમની ‘વસૂલાત’ સમાઈ જતી હોય છે. શિબિરના કેન્દ્રસમા વૈચારિક ઉન્નતિના હેતુને એમની ‘ગણતરી’માં કોઈ સ્થાન નથી હોતું.

છેવટે તમને તમારી ગણતરી જ અધમ કે ઉત્તમ બનાવે છે.

 

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s