આપણે સરસ્વતીને બહુ વહેલી નિર્વસ્ત્ર કરેલી–અન્તર્યાત્રા- ડૉ. સર્વેશ વોરા

 

 

 

અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરાગુજરાત સમાચાર, ” શતદલ” પૂર્તિમાથી સાભાર

આપણે સરસ્વતીને બહુ વહેલી નિર્વસ્ત્ર કરેલી–અન્તર્યાત્રા- ડૉ. સર્વેશ વોરા

સરસ્વતીસાથે દેશની હજારો વર્ષો જૂની વિચારધારા જોડાયેલી છે

હુસેને મા સરસ્વતીને બિભત્સ રીતે ચીતર્યાં ત્યારે મારા જેવા અનેકનું ખુન્નસ સાતમા આસમાને હતું. ખૂબ ચર્ચાઓ થઈ, વિરોધો થયા, ને હવે ‘ચવાઈને’ વાત જાણે ‘ચુથ્થો’ થઈ ગઈ. (હાસ્તો, એવી વાતો ક્યાંથી યાદ રહે? બાપકમાઈવાળા બેટાને આપકમાઈનું ગૌરવ ક્યાંથી હોય? ‘યોગ’ શબ્દને અંગ્રેજી સ્પેલિંગ (ખોટા ઉચ્ચાર) વડે ભ્રષ્ટ કરી ‘યોગા’ કહેનાર ગુલામી વૃત્તિ પાસે તમે સંસ્કૃતિ-ગૌરવની શી અપેક્ષા રાખી શકો?)

કહેવત છે, અને જીન્દગીનો વાસ્તવિક અનુભવ હોય છે  :  કે ફોન પર અથવા અંગત રીતે રૃબરૃ મળે ત્યારે અતિશય મીઠું મીઠું બોલનારા, તમારા પર ઓળઘોળ થઈ જવાનો ઢોંગ કરનારા મિત્ર કરતાં સકારણ અને પાકા દુશ્મનો સારા.

બસ. આ જ વાત ધર્મ અને સંસ્કૃતિને લાગુ પડે છે. ધર્મ અને સંસ્કૃતિને આગ લગાડવાની સગવડ ઊભી કરનારા ઘરના જ પાંચમી કતારિયા હોય છે. જૂનાં વૃક્ષને બહારથી કુહાડાના ઘાવ થાય એની ખબર પડે, એ પ્રહારના અવાજ પણ સંભળાય, પરંતુ એ વૃક્ષને અંદરથી ઉધઈ કોરી ખાતી હોય એનો અવાજ બહાર ક્યાંય સંભળાતો નથી.

તમે હિન્દુ દેવ-દેવીમાં માનો કે ન માનો એ મુદ્દો અહીં અપ્રસ્તુત છે. મુદ્દો એ છે કે ‘સરસ્વતી’ સાથે દેશની હજારો વર્ષો જૂની વિચારધારા જોડાયેલી છે. ‘સરસ્વતી’ તો પ્રતીક છે. સરસ્વતીની પૂજા કરો, ને પરીક્ષામાં પહેલો નંબર મળે. સરસ્વતીના જાપ કરો એટલે જીભડી દ્વારા અન્યને આંબા-આંબલી બતાવીને પ્રભાવિત કરી શકો એવી ક્ષુલ્લક વાતો દ્વારા તમે ‘સરસ્વતી’ પાછળની આખી જીવનદ્રષ્ટિને ક્યાંથી સમજી શકો?

આપણે ત્યાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સત્તાની બાબતોની વહેંચણી હોય છે. અમુક બાબતો રાજ્યની સત્તા હેઠળ ન આવે. (દાખલા તરીકે ચલણ અને સંરક્ષણ)ને અમુક બાબતો રાજ્યની સત્તા હેઠળ આવે. આપણા દીર્ઘદ્રષ્ટિ સમ્પન્ન વિચારકોએ હજારો વર્ષોનાં નિરીક્ષણ પછી નક્કી કર્યું કે વિદ્યા, ગુરુશિષ્ય સંબંધો, સ્ત્રી-પુરુષ સંબંધો જેવી બાબતોને ખરીદ-વેચાણનાં ક્ષેત્રથી જોજનો દૂર રાખવી. પેટ ભરાય અને કુદરતી હાજતો સંતોષાય એ ધ્યેયને વિદ્યાનું અંતિમ શિખર ન માનવું પણ માણસ કુદરતી આવેગોમાંથી પસાર થઈને પણ ઊંચો ઊઠે અને દિવ્ય ગુણો વિકસે એ વિદ્યા-પ્રાપ્તિનું છેવટનું ધ્યેય મનાયું. ‘સરસ્વતી’ની આખી સંકલ્પના પાછળ માનવ મનોવિજ્ઞાાનનો ઊંડો અભ્યાસ હતો.

આજે આપણે નથી પૂરા પશુ, ને નથી પૂરા માનવ.

આપણે ભૌતિક પ્રગતિને ક્ષેત્રે ભિખારી છીએ, અને ઉપર વર્ણવી એવી સાંસ્કૃતિક સમૃદ્ધિનાં ક્ષેત્રે આપણી હાલત બાપકમાઈ પર ગુજરાન ચલાવતા નાલાયક સંતાન જેવી છે.

આપણો ધર્મ, આપણું ધાર્મિક ચિન્તન એટલે માત્ર સાંપ્રદાયિક લઘુતાગ્રન્થિની વિકૃતિ સંતોષવાનું સાધન. સંસ્કૃતિ રક્ષણને નામે કરોડો-અબજો એકઠા કરતી સંસ્થાઓ કે એને નામે ચરી ખાતા કેટલાક ધનપતિઓને સોગંદ આપીને પૂછો કે તમને આ દેશની સંસ્કૃતિ, સંસ્કૃત, વિદ્વત્તા પ્રત્યે નખશિખ નિષ્ઠાભર્યો અહોભાવ છે ખરો?

આજે કહેવાતી સાંસ્કૃતિક સંસ્થાઓ, કહેવાતાં ધાર્મિક પ્રવચનો ચલાવતા, જાતને અને હિન્દુધર્મને છેતરતા ગુનેગારોને પૂછો કે તમારી પાસે ધર્મ કે સંસ્કૃતિ માટે પ્રાણ પાથરનાર કોઈ નિર્ભય, સમર્પિત વિદ્વાન હોય અને બીજી બાજુ કોઈ ઈન્કમટેક્ષનો, એક્સાઈઝનો કે રાજકારણને માંધાતા હોય, તો તમે કોને વધુ મહત્ત્વ આપશો?

બીજી ગલીનાં કૂતરાં હુમલો કરે ત્યારે તો ગમે તેટલાં ઝઘડાખોર કૂતરાં પ્રત્યાઘાતી એકતા બતાવે. હુસેન સરસ્વતીને નિર્વસ્ત્ર કરે ત્યારે બૂમો મારનારાએ કદી પોતાનું ઘર તપાસ્યું છે ખરું? ”અમે તો ઉદારતામાં માનીએ છીએ” કહીને નગરવધૂ બની જનારી સ્ત્રીને દુનિયા કદી સાચા અર્થમાં ઉદાર માનતી નથી. આખું વિશ્વ આપકમાઈવાળા સંસ્કૃતિપ્રેમીને સલામ કરશે. બાપકમાઈવાળાને નહીં.

,

 

 

Advertisements

3 comments

  1. વિમલાજી,

   બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર !ફરી પણ લેતા રહેશો અને આપના પ્રતિભાવ પણ જણાવતા રહેશો તેવી આશા સાથે-

   સ-સ્નેહ

   અરવિંદ

   Like

   1. સસ્નેહ નમસ્તે અરવિંદભાઈ,
    બ્લોગ મુલાકાત એ મારી પસંદગી છે,જેનાથી ઘણું જાણવા મળે છે.આનંદ મળે છે.
    મે ઘણાં બ્લોગ સાઇનઅપ કરેલ છે તો રોજ ઇનબોક્ષ ખોલવાની ઈંતેજારી હોય છે.
    મારી પાસે કોઇ સાહિત્યક આસવડત કે હેસિયત નથી. વાંચનની આદતે બ્લોગ જગતનો પરિચય કરવ્યો તો
    કેટલાંક સિદ્ધહસ્ત બ્લઓગર્સનો લાભ મળી શકે છે. પ્રતિભાવની નોંધ લેવા બદલ મારે આપનો આભાર મનવાનો છે.

    આભારસહ.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s