સંત-ઉત્પાદન માટે કારખાનાં હોય ખરાં ? -અન્તર્યાત્રા-ડૉ. સર્વેશ વોરા

 

 

સંત-ઉત્પાદન માટે કારખાનાં હોય ખરાં ? -અન્તર્યાત્રા-ડૉ. સર્વેશ વોરા, ગુજરાત સમાચારની  બુધવારને 9 ઓક્ટોબર 2016નની “શતદલ” પૂર્તિ,માંથી સાભાર

તમે કથાકારોની ટ્રેનિંગનો દાવો કરી શકો, પણ શું સંતત્ત્વ કસનળીમાં પેદા કરી શકાય ? તમે જે રીતે ગાંધીનગર, ચંદીગઢ કે નવી મુંબઇ બાંધી શકો એ રીતે ઋષિકેશ, ગંગોત્રી કે દેવપ્રયાગ – ”બાંધી” શકો ? તમે ગજવાંમાં દશ

રૃપેડી લઇને મુંબઇ આવ્યા હતાં, કે તમે સામાન્ય બસો રૃપિયાના પગારે નોકરી કરતા કાકા-મામાને ઘરે રહેતાં રહેતાં આજે તમારા ક્ષેત્રમાં અડીખમ વિશાળ વટવૃક્ષ બન્યા, તમે આવી જ બાહ્ય પરિસ્થિતિનું પુનરાવર્તન કરી, અનેક જુવાનિયાને તમારા જેવા અદલો અદલ તમારા જેવા અડીખમ  બનાવવાની ”ટ્રેનિંગ સ્કૂલ” ઊભી કરી શકો ?

થોડા વર્ષો પહેલાં એક મજેદાર સમાચાર આવ્યા હતા  :  સરેરાશ મોટી સંખ્યામાં દેખાતાં પંખીઓને ખાસ પ્રકારના રંગોથી રંગી, દેખાવે આકર્ષક બનાવીને ”વિરલ”, ”અજોડ” તરીકે વેંચવાનો ધંધો રીતસર ચાલે છે ! જેમ તમે પંખીને રંગના લપેડા કરીને ”વિરલ” પંખીઓની જથ્થાબંધ ફોજ ઊભી કરી શકો, એમ જીવતા માણસને અમુક તમુક સંસ્થાબધ્ધ ધર્મની ”બ્રાન્ડ”ની મૂઠ મારી (હા, મૂઠ મારવા સિવાય કોઇ બીજું ક્રિયાપદ બંધબેસતું નથી), એના દૈનિક આચાર ગોઠવી, એને મિલીટરી શિસ્તમાં ગોઠવીને એનું જથ્થાબંધ ‘સંતો’માં રૃપાન્તર કરી શકો ?

જો ઉપરના પ્રશ્નનો ”ના” કહેવાનો જવાબ આપવા જેટલી તમારામાં સ્વતંત્ર વિચારશક્તિ બાકી રહી હોય, હજુ પણ તમે બહુમતીના હિસ્ટેરિયા સામે અલગ સમજશક્તિ બચાવી શક્યા હો, તો એક આઘાતજનક સત્ય સાંભળી લો  :  પંખીઓ માફક માણસને બાહ્ય આચારોમાં ગોઠવીને ”સંત” બનાવવાનું તૂત મોટે પાયે ચાલતું રહ્યું છે ને ચાલે છે. મુસ્લિમ ધર્મની એક મહાન વિશેષતા હંમેશાં ઊડીને હૃદયે સ્પર્શે છે. ત્યાં ફકીરીનું ”સંસ્થાકરણ” નથી હા, મૌલવીઓને રીતસર ‘ભણાવી’ને તૈયાર કરાય, પણ પછીએ મૌલવીઓને ”ફકીર” તરીકેની ”બ્રાન્ડ” લગાડવાની માણસને ફકીર, સંત, ઓલિયા જેટલા વંજનીય લાગે એટલા મૌલવી, પંડિત કે કથાકાર વંદનીય ન લાગે, ને અલબત્ત મૌલવી, પંડિત કે કથાકાર સંત કે ફકીર ન જહોય, એવું પણ નથી, છતાં ઓલિયા કે સંતને ”બનાવી” શકાતા નથી, એ ”નિપજે” છે, એ ”બને” છે, ને એમને બહુમતી હરગીઝ ”ધાર્મિક વિદ્યાપીઠ” હોઇ શકે નહીં, આટલું બુનિયાદી સત્ય જો સંસ્થાબધ્ધ ધર્મોની જાગૃત મુઠ્ઠીભર – નવી પેઢીને સમજાઇ જશે તો સંતત્વનાં સંસ્થાકરણ સામે ચોક્કસ મૌન બળવો થશે.

અલબત્ત આ લેખ ”ટાઇમબોમ્બ” જેવો છે કારણકે આ વિચાર દ્વારા વિરાટ ઈમારતો નીચે સુરંગ ગોઠવાય છે. હા- આવતી કાલે કદાચ આ લેખ પસ્તીમાં જાય, સૂડો ધાર્મિકો કે સૂડો બૌદ્ધિકો દ્વારા શાહમૃગ-વર્તન થાય, પણ વિરાટ બેવકૂફી સામેનો આ વિચાર-ટાઇમ-બોમ્બ સમાજમાં ક્યાંક-ક્યાંક ચોક્કસ ગોઠવાઇ જશે.

તમે કથાકારોની ટ્રેનિંગનો દાવો કરી શકો, પણ શું સંતત્ત્વ કસનળીમાં પેદા કરી શકાય ? હા – સાધકના વિકાસ માટે આપણી પરંપરાએ બાહ્યશિસ્તની વાત ભારપૂર્વક કરી છે, પણએ શિસ્ત ખાબોચિયાંની નહીં, નદીની શિસ્ત છે, જેમાં ચિત્તનાં સ્વાતંત્ર્યનો રસ્તો બંધ ન હોય. તમે ઈંટને ચોકઠાંમાં બેસાડીને મજબૂત પરિણામ મેળવી શકો, પણ યાદ રાખો એ પરિણામ નક્કર, મજબૂત પણ ”પ્રાણવિહીન” હોય

. તમે કહેવાતી આચારચુસ્તી વડે માણસને ”મોલ્ડ”માં નાખી, એને સાંપ્રદાયિક આદર્શ પૂતળું બનાવી શકો, પણ એવા ”મોલ્ડ”માંથી જીવતા ”સંત” પેદા કરવાનો પડકાર ઝીલી શકો ખરા ? એને ચા-બીડી-સ્ત્રી-તમાકુથી દૂર રાખી શકો પણ એના વૃત્તિ-બીજને બદલવાની ”ફોર્મ્યુલા” છે ખરી ? લગ્નસંસ્થા માફક સાધુસંસ્થા સામે આ પ્રશ્ન છે  :  આજે નહીં તો કાલે આ પ્રશ્ન સ્થાપિત ધર્મોના અને સ્થાપિત હિતોના પગ નીચેથી પાટિયાં ખસેડી નાખશે. શંકરાચાર્ય, મીરાં કે આનંદઘન કઇ સાંપ્રદાયિક ફોજની પેદાશ હતાં ?

 

Advertisements

2 comments

    1. ભાઈશ્રી સંજય,

      આપે મારાં બ્લોગની મુલાકાત લીધી અને પતિભાવ પણ જણાવ્યો, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી અનુકૂળતાએ મુલાકાત લેતા રહેશો તેવી અપેક્ષા રાખું છું, અને આપના પ્રતિભાવ પણ જણાવતા રહેશો તો મને ખૂબ જ પ્રોત્સાહન પણ મળતું રહેશે. ફરીને આભાર !

      સ-સ્નેહ

      અરવિંદ

      Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s