ધર્મ અને વિજ્ઞાન– આચાર્યશ્રી રામ શર્મા

 

 

ધર્મ અને વિજ્ઞાન–ગુજરાત સમાચાર,9,ઓકટોબર,2016ની ” શતદલ” પૂર્તિમાંથીસાભાર—આચાર્યશ્રી રામ શર્માનો લેખ

 

વૈજ્ઞાનિક શોધખોળ કરનારાઓ માટે એકાંતમાં રહેવું જરૃરી હોય છે. જેથી વિક્ષેપ પડે નહીં. પ્રાચીન કાળમાં જે અધ્યાત્મ ક્ષેત્રના મૂર્ધન્ય શોધખોળની અંદર સંલગ્ન રહેતા હતા, એમને પોતાની શરીર રૃપીપ્રયોગ શાળામાં અનેક પ્રકારનાં પ્રયોગ, શોધખોળ વગેરે કરવાનાં હતા, આ કાર્યને માટે હિમાલય જેવાં ક્ષેત્રોમાં મકાન બનાવવા કરતા પ્રકૃત્તિથી ઉત્પન્ન થયેલી ગુફાઓ ઉપયોગી થઈ પડતી હતી. એમાં જ રહીને તેઓ પોતાનું કાર્ય સુવિધાપૂર્વક ચલાવી લેતા હતા. ઉપલાબ્ધીઓનો લાભ જનસાધારણ સુધી પહોંચાડવાની ઈચ્છા થતી ત્યારે પ્રવાસ પર, તીર્થયાત્રા પર નીકળી પડતા હતા. આ રીતે એમની કાર્ય પધ્ધતિનું નિશ્ચિત રૃપ ચાલતું રહેતું.

પણ આજ તો એની આંધળી નકલ જ થાય છે. લોકો શહેરોની વચ્ચે મકાનો બાંધીને ગુફાનું નામ આપે છે અને એમાં પડયા પડયા દિવસો પસાર કરે છે. શરીર પર ભસ્મ લગાડવાનો રિવાજ એટલા માટે હતો કે એ લગાડવાથી એક પ્રકારનું પડ શરીર પર બંધાય છે. અને તેથી ઠંડી કે ગરમીનોપ્રકોપ શરીરને ત્રાસ આપતો નથી. પરંતુ જેની પાસે ઢગલો કપડાં હાજર છે એ શા માટે એવી જાતનો ઢંગ રચે ? વાળ કપાવવાની સગવડ ન હોવાને કારણે લાંબા વાળ રાખવામાં આવતા હતા પરંતુ એની નકલ કરવા માટે નકલી વાળ જટાઓ ખરીદી તેને પીનને આધારે મસ્તકના વાળ ઉપર શા માટે ગોઠવીને ફરવામાં આવે ? શા માટે લોકને વાસ્તવિકતા રહીત ભ્રમમાં નાખવામાં આવે છે ? વનવાસીઓ માટે દૂધીનાં અથવા નારિયેળના કમંડળ હાથથી બનાવીને તેનાથી વાસણ તરીકેનું કામ ચલાવવામાં આવતું હતું. પણ આજે જ્યારે ધાતુઓનાં વાસણો બનવા માંડયા છે. તો ઈચ્છતા અને સુવિધાની દ્રષ્ટિએ એનોજ ઉપયોગ કરવો જોઈએ.

રૃપિયો, ત્રિશુળ, ફરસી એ દિવસોની એ ક્ષેત્રોની જરૃરિયાતની મુજબનાં સાધનો રહ્યાં હશે. એનાથી દૈનક જરૃરિયાતોની પૂર્તિ થઈ જતી હશે પણ આજે તો એનો કોઈ હેતુ રહ્યો નથી. પછી નાટકોનો વેષ બદલીને શું ના શું થઈ જવાની નટોની કાર્યપધ્ધતિ શા માટે અપનાવવાનાં આવે ? તીર્થયાત્રાનું પ્રયોજય ધર્મ પ્રચારની પદયાત્રા સાથે હતું. પરંતુ કાર્ય પ્રણાલીનો ત્યાગ કરી દેવામાં આવ્યો તો વગર ટિકિટે યાત્રાની ચોરી કરતાં કરતાં ગમે તે પ્રકારે પૂણ્ય પ્રાપ્ત કરવા માટે દેવાલય જળાશય જોતા રહેવામાં શા માટે સમયનો બગાડ કરવામાં આવે ?

અધ્યાત્મકનો વેષ-પરિધાન અથવા ઢોંગ ધારણ કરવાની નકલ બનાવવાની જરૃર નથી. પ્રાચીન કાળના આદર્શો અને ક્રિયા કલાપોને જ જ્યારે ભૂલવામાં અને ઉપેક્ષિત કરવામાં આવ્યા છે તો એવા પ્રકારની વેષ પરિધાનની લીલા રચવાથી શું લાભ ?

દુકાનમાં જે માલ જ નથી તેના વેચાણ માટેનું સાઈન બોર્ડ શા માટે લગાડવું જોઈએ ? આપણે અધ્યાત્મ તત્વ વિજ્ઞાાનનો હાસ્યાસ્પદ આડંભર નથી બનાવવો, પરંતુ એ મહાન પરંપરાને નવી રીતથી ફરી પૂનર્જીવિત કરવી છે. સ્વર્ગમુક્તિ, સિધ્ધિ પ્રતિષ્ઠા મેળવવાનુ લક્ષ્ય લઈને જે ચાલે છે, એણે પોતાના અંગત સ્વાર્થની પૂર્તિને માટે સ્વપુરુષાર્થથી પોતાની રોજી રોટી ચલાવવી જોઈએ.

સાર્વજનિક ધન પર આજીવિકા ચલાવવાનો અધિકાર એને જ છે કે જેણે લોક મંગલને માટે પોતાનું જીવન સમર્પિત કરેલું હોય જેને લૌકિક અથવા પરલૌકિક સ્વાર્થ સાધન કરવાં છે, તેને માટે ભિક્ષા નિર્વાહનો કે સાર્વજનિક ધનના ઉપયોગની કોઈ વાત બંધ બેસતી નથી. આચાર્ય શ્રીરામ શર્મા

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s