તમામ વ્યસન રોગ છે : માણસનું, બીડીનું, કે ધાર્મિક બ્રાન્ડનુ- અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

તમામ વ્યસન રોગ છે : માણસનું, બીડીનું, કે ધાર્મિક બ્રાન્ડનુ અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

ગુજરાત સમાચાર, શતદલ પૂર્તિ, બુધવાર,19,ઓકટોબર,2016માંથી સાભાર

 

 

માણસનો ખરો વિકાસ એના આંતરિક વિકાસ પર નિર્ભર છે. એનાં હૈયાંની ક્ષિતિજો કેટલી વિશાળ છે, સમજવાની બુનિયાદ કેટલે ઊંડે સુધી છે એ પ્રમાણે એનાં વ્યક્તિત્વની ઊંચાઈ સર થાય છે

 

સમૃધ્ધિથી ઝળહળતી સંસ્કૃતભાષામાં રોગ માટે પણ ‘વ્યસન’ શબ્દ વપરાય છે, માણસની જીવનશક્તિ (વાઇટાલિટી)મા ખોટપો આવે એ રોગનું કારણ છે, એ આંતરિક ખાલીપો, અધૂરાશ, તૃષ્ણા, ભટકન, આધ્યાત્મિક અંધકાર-આ બધાં કોઈપણ પ્રકારનાં વ્યસનનાં, ઓશિયાળાપણાંનાં ખરેખરાં કારણો છે. વ્યસનના ભોગ બનેલા તમામ લોકો ‘બિચારા’ છે, દયાને પાત્ર છે, એ લોકો બિચારા જીવનની, પોતાનાં વ્યક્તિત્વની કાણી, છિદ્રાળુબાલદીને મૃગજળ વડે ભરવા સતત ફાંફાં મારતા રહે છે. પણ તમે ‘વ્યસન’ની સૂચિમાં શું શું આવરી લો છો ? બીડી, તમાકુ, ગાંજો, અફીણ, દારૃ, બિયર, જુદી જુદી અનેક જાતની ડ્રગ્સ,… સૂચિ ખૂબ લાંબી થઇ શકે છે, પણ આ સૂચિમાં બહુ મહત્ત્વનાં વ્યસનો રહી જાય છે. તમને મળેલાં વિરાટ વ્યક્તિત્વને વામણું બનાવનારાં, તમારા આંતરિક સ્વાતંત્ર્યના પ્રવાહ આડે કાળમીંઢ દિવાલ ઊભી કરનારાં ખતરનાક વ્યસનને ઓળખો છો ?

 

એ ખતરનાક વ્યસન છે : અન્યનાં પ્રમાણપત્રનું સમાજની ગુલામીનું સંપ્રદાયનું, કહેવાતી ‘ધાર્મિક’ બ્રાન્ડનું અન્યની હૂંફનું… રમેશ પારેખની વેધક બાનીમાં કહીએ તો ‘ટોળાંનાં તાપણાં’નું પણ વ્યસન !

 

માણસનો ખરેખરો વિકાસ એના આંતરિક વિકાસ પર નિર્ભર છે. એનાં હૈયાંની ક્ષિતિજો કેટલી વિશાળ છે, એની સમજવાની બુનિયાદ કેટલે ઊંડે સુધી જાય છે એ માપ પ્રમાણે એનાં વ્યક્તિત્વની ઊંચાઈ સર થાય છે. પણ આ ઊંચાઈ અને ઊંડાણને રસ્તે સૌથી મોટાં વિઘ્ન ‘વળગણ’નાં આવે છે. આ વળગણ માણસની પ્રગતિ રૃંધી દે છે, દરેક જીવની અમાપ અને વિરાટ શક્યતા હોય છે, અને વળગણ, પરવશપણું, ઓશિયાળાપણુ તમને તમારી શક્યતા સુધી પહોંચતાં રોકે છે. માણસને બીડી, તમાકુ, દારૃ, બીયરની ટેવ પડતી હોય છે. પ્રિય ઓશો એક સરસ ઉદાહરણ આપતા. (જો કે ઓશોપડે અનેક ‘મીડિયોકર’ લોકો માટે ‘વ્યસન’ કે ‘વળગણ’ બની ગયા છે એ વળી કમનસીબ વિડમ્બના છે) ઓશો એક હાસ્યમંડિત દાખલો આપતાં કહેતા કે કૂતરાને રોટલો આપતી વખતે રોજ બરાબર એ સમયે ઘંટડી વગાડી જુઓ. પછી એક દિવસે ઘંટડી નહીં વગાડો તો એ દિવસે કૂતરો ભૂખ્યો હશે. તો પણ રોટલો નહીં ખાય કારણ કે એને ઘંટડી સાંભળવાનું વ્યસન થઇ ગયું છે. એ ઘંટડીનો ઓશિયાળો થઇ ગયો છે. એ ઘંટડી પર આધારિત બની ગયો છે.

 

મહત્ત્વનો મુદ્દો તમને શાનુંંં, કયા પદાર્થનું, કઇ બાબતનું ‘વ્યસન’ છે એના થી મહત્ત્વની વાત તમારા ઓશિયાળાપણાંની છે. વ્યસન, ઓશિયાળાપણું સમાન છે : પછી એ ચાનું હોય, બીડીનું, કોફીનું, અમુક તમુક ધાર્મિક ‘બ્રાન્ડ’નું, અમુક તમુક ધર્મપુરુષનું, અમુક તમુક ધાર્મિક આધ્યાત્મિક-યોગ-ધ્યાન- જેવાં બહાનાં હેઠળની ટોળકીનું – કોઈપણ વ્યસનનાં મૂળમાં તમારું બિચારાપણું છે, તમારી લાચારી છે.

 

કહેવાતા ધાર્મિક તહેવાર હેઠળ એકઠા થતા, સમૂહમાં ધૂણતા લોકોની મૂળભૂત પ્રેરક વૃત્તિ કઇ છે એનો મનોવૈજ્ઞાાનિક અભ્યાસ કરો તો રોગિષ્ટ નિર્બળતા પકડાઈ જશે. એક વિશ્વવ્યાપી નિર્બળતા છે : ‘ઓળખ’ની નિર્બળતા. જો જૈનત્વ, વૈષ્ણવપણું આંતરિક વિકાસ સાથે નિસ્બત ધરાવતાં હોય તો ‘ઓળખ’ માટે આટલો ઉધમાત શા માટે ? ‘બ્રાન્ડ’ને બધાથી અલગ બતાવવાની સતત બેચેની શા માટે ? આ ‘ઓળખ’ માટેના ધમપછાડા હકીકતમાં બીડી-દારૃ જેવું જ વ્યસન છે. પોતાની લઘુતાગ્રંથિ ઢાંકવા માટેનું વ્યસન. અન્યનું ધ્યાન ખેંચવા માટેનું વ્યસન, પોતાની દુકાનનો આંતરિક ખાલીપો ઢાંકવા માટેનું વ્યસન.

 

અમુક ધાર્મિક કે સાંપ્રદાયિક ઓળખ ધરાવતા લોકો જ્યાં બહુમતીમાં હોય ત્યાં એમનો સામાજિક ઓળખ માટેનો વલોપાત તીવ્ર નહીં હોય,પણ જ્યાં એમની સંખ્યા લઘુમતીમાં હશે ત્યાં એમને ‘ઓળખ’નાં વ્યસન વિના હરગીઝ નહીં ચાલે, કારણ કે કેન્દ્રમાં એમની અન્તર્યાત્રા નથી, કેન્દ્રમાં બાહ્ય પ્રદર્શન છે. કુદરેત વ્યસનમાં ફસાવાની શક્યતા સાથે એનાથી બચવાની જબ્બર શક્યતા પણ દરેકને ભેટ આપી છે, અને એ શક્યતા છે ! ભગવાન મહાવીરના શબ્દોમાં ‘જયણા’ સતત જાૃગૃતિ. એ તમને ગરીબડા બનતાં બચાવશે.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s