– સંતોની વાણી મોક્ષે લઈ જાય પણ કોને?— અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

 

– સંતોની વાણી મોક્ષે લઈ જાય પણ કોને?— અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

 

 

તીર્થંકરો, સંતો, પયગંબરોની મોક્ષદાયિની, માણસમાંથી દેવ બનાવતી અદ્ભુત વાણીની દીવાલો ચણવા, મિથ્યાભિમાનનાં મહોરાં બનાવવા, ‘મારા અને પારકા’ના ભેદો ઊભા કરવા નવી કટ્ટર અને મહાજડ-મહાઝનૂની જ્ઞાતિ ઊભી કરવાનો ઉપયોગ(!) કોણે કર્યો, જાણો છો?

ઉપર જણાવેલા મૂઠીઊંચેરા મહાપુરુષોના – ‘લેબલધારી’ ઠેકેદારો, બની બેઠેલા વારસો અને અનુયાયીઓ જ સંતવાણીનો ઉપયોગ લોખંડી પીંજરાં બનાવવા માટે કરતા રહ્યા છે.

મહાપુરુષોની વાણી કદી જ પ્રચાર-પ્રસારની મોહતાજ હતી નહીં અને છે નહીં. જો મહાપુરુષની વાણીનું મૂળ ‘સત્’ હોય તો એને સંસ્થાની, સંપ્રદાયની કે ચુસ્ત અનુયાયીની જરૃર પડે જ નહીં. સંતની વાણીને આધારે સાંપ્રદાયિક ચોકઠાં લઘુતાગ્રંથિથી પીડાતા – નાનાં ભેજાંના બેવકૂફો જ રચે, કારણ કે સત્ ની સાધના, મોક્ષ તરફની ગતિ કદી જ કોઈ સંપ્રદાયને કે સંસ્થાનાં પીંજરાંને આધારે ન થાય, સત્ ની સાધના તો વ્યક્તિગત યજ્ઞા છે, વ્યક્તિગત યુદ્ધ છે, જાતની નબળાઈઓ સામેનું કુરુક્ષેત્ર છે. સાંપ્રદાયિક ઝનૂન તો અધ્યાત્મ-વિજ્ઞાાનની દ્રષ્ટિએ વ્યભિચાર જેવી જ ભયાનક ગંદકી છે.

હકીકતમાં ”અનુભૂતિ”, ”અનુભવ” ”માન્યતા” કે ”વિચારધારા”નું સંક્રમણ એ જ બહુ મોટું તૂત, બહુ મોટી અ-મનોવૈજ્ઞાાનિક આત્મવંચના છે. મહાવીર, કૃષ્ણથી માંડીને ગાંધી-રજનીશ સુધી જ્યારે જ્યારે વિચારધારાને ”પવિત્રગાય” ગણાવી, એને ”ફોર્મ્યુલા”, ”કોમ્યૂન”નું રૃપ અપાયું છે ત્યારે અંતિમ પરિણામ ”ભવાડા” કે સામુહિક દંભરૃપે જ આવ્યું છે, કારણ કે વિચારધારા કે અનુભૂતિનું સત્ય તમારાં હૈયાંમાંથી ઊગવું જોઈએ, સગા બાપે ”આપેલું” સત્ય કામ નથી આવતું. મગતરાંઓ હમેશાં મહાપુરુષોની અનુભૂતિનાં સત્યનો પોતાની સગવડ ને જરૃરિયાત પ્રમાણે લુચ્ચાઈ કે જાત-ઠગાઈ દ્વારા દુરુપયોગ કરતાં રહ્યાં છે. એક બહુ સાદો દાખલો જુઓ: ભગવાન મહાવીરે ”અનુકંપા”ના મહાન્ સિદ્ધાંતની વાત કરી. એ સનાતન, અજરઅમર વાત હતી. ભગવાને એ વાતને વ્યાખ્યા કે ”ફોર્મ્યુલા”માં બાંધી ન હતી. મૂર્ખાઓએ અનુકંપાનાં ક્ષેત્રોનાં સૂચિપત્રો તૈયાર કર્યાં, ને પછી આ સૂચિઓને કોઈ સીમા ના રહી. બટાટા-ડૂંગળી કે અમુક પદાર્થોને અભક્ષ્ય માનવામાં કોઈ વાંધો ન હોય, પણ પછી એ અનુકંપા પદાર્થો સુધી સીમિત રહે, માણસ કંદમૂળ ન ખાય, પણ એની આંતરિક ક્રૂરતા માણસને ‘ખાવામાં’ વાંધો ન લે તો એ ભગવાન મહાવીરની વાણીના સગવડભર્યા દુરુપયોગ સિવાય બીજું શું છે? સ્વામી વિવેકાનંદે આ પ્રકારની આત્મવંચનાને ‘રસાડાંનો ધર્મ’ કહી છે.

તીર્થંકરો કે સંતોની વાણી ભલે ત્રિકાલાબાધિત સત્ય હોય, પણ એ કોને ફળે એ કદી વિચાર્યુ છે? શું એ બધાંને વાપરવાની સરળ હોય એવી બજારમાં મળતી ‘જુલાબની ફાકી’ છે? અરે, જુલાબ પણ તાસીર પ્રમાણે લેવાય. હમણાં ચરબી ઉતારવાની ભારે મોંઘી દવાનું તૂત ચાલ્યું છે : લોકો ખભા પર ‘લેબલ’ લગાડીને ફરતા હોય ”ચરબી ઉતારવી હોય તો મને પૂછો” એ દવાની રાસાયણિક ભયંકર આડઅસરો જાણ્યા વિના ઉપયોગ કરનારની ચરબી ઉતરે, સાથે કિડની કે લીવરનું ધીમું નિકંદન નથી નીકળતું. એ કોને ખબર, ને કોને અક્કલ પણ છે તપાસ કરવાની? પણ ”ચેન-માર્કેટિંગ”ના અનુભૂત સિદ્ધાંત મુજબ બકરાની સંખ્યા વધતી જાય, કારણ કે આહારવિહારનો સંયમ તો કઠિન ને લાંબો માર્ગ છે, એને બદલે તૈયાર દવા મળે ને ચરબી ઊતરે તો ખોટું શું?

કર્મની ચરબી, પાપની ચરબી માત્ર અમુક સાંપ્રદાયિક ફોર્મ્યુલાથી ઉતરતી હોય એવું અર્થઘટન સ્થાપિત હિતોએ વિરાટ જૂઠાણાંરૃપે ફેલાવ્યું છે. કર્મનિર્જરા અહિંસા કે અનુકંપાની ”ફોર્મ્યુલા” કે ”સંપ્રદાય” હોય જ કેમ?

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s