– ભાવ બદલે તો જ ભવ બદલે- અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

– ભાવ બદલે તો જ ભવ બદલે અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

મૂર્તિ, ચિત્ર, ધર્મસ્થાનો, ગુરુ, જીવન પ્રત્યેનું દર્શન… આ બધું તો જ સાર્થક નિવડે જો તેનાં મૂળમાં ભાવ હોય! મેલા ઘેલા, કદરૃપા ને ગંદડા દેખાતાં બાળકને જોઈને ઓળઘોળ થઈ જતી, ગાંડીઘેલી થઈ જતી માતાનું દ્રશ્ય તમે જોયું છે? ગામ આખાંમાં ભારે ગંભીર શિસ્તબદ્ધ અને કડક, કઠોર ગણાતા કાકા કે દાદાને ઘરના – બે વેંતના બાળગોપાળ પાસે કાલીઘેલી ભાષામાં ગાંડાં કાઢતા, અને ‘ઘોડો ઘોડો’ થતાં જોયા છે? કૃષ્ણભક્તની ભાષામાં કહીએ તો જગત આખાંને કઠપૂતળીની જેમ નચાવનાર કાનુડાને ચાંગળક છાશ કે માખણ માટે કઠપૂતળી જેમ નાચતાં ને કાલાવાલા કરતો જોયો છે?

ઉપર વર્ણવેલ ત્રણેય દાખલામાં એવું કશુંક અદ્ભુત છે જે તર્ક, વિધિ, પ્રયાસ, ગણતરી, સંકલ્પ, વ્યૂહ, આયોજન, કે કહેવાતી સાંપ્રદાયિક વફાદારીથી પણ પ્રાપ્ત થતું નથી. એ અદ્ભુત તત્ત્વને આપણે ‘ભાવ’ કહીએ છીએ. આ એ તત્ત્વ છે, જેના વગર તમામ પુરુષાર્થ, દર્શનશાસ્ત્રો, કહેવાતા ધર્મો, કહેવાતી ફિલસુફીની મહાન વાતો એકડા વગરનાં મીંડાં જેવી છે.

મૂર્તિ, ચિત્ર, ધર્મસ્થાનો, ગુરુ, જીવન પ્રત્યેનું દર્શન… આ બધું તો જ સાર્થક નિવડે જો તેનાં મૂળમાં ભાવ હોય! મૂર્તિનું મહત્ત્વ દર્શન કરનારની આંખોમાં વસેલું છે. મૂર્તિ એવી લિપિ છે જેને ઉકેલવા હૈયાંના ભાવનું શાસ્ત્ર હાથવગું, હૈયાંવગું જોઈએ! એક જ મૂર્તિ એક જણને નિર્ભય બનાવી દે, ને બીજાને માટે એ માત્ર પથ્થરની કળાકૃતિ હોય!

બુદ્ધિ અને આદેશથી, લખ્યા કે વણલખ્યા નિયમોથી દુનિયા ચાલે છે એવું માનનારા બેવકૂફો જબરદસ્ત મહત્ત્વની વાત ભૂલી ગયા કે કોઈ પણ પ્રવૃત્તિ, કોઈપણ આકાર, કોઈપણ પરિવર્તનનાં મૂળમાં ભાવ હોય છે. જેવા ભાવ તેવી વૃત્તિ અને ભાવ બદલ્યા વિના વૃત્તિ બદલાય નહીં. ખેતરમાં નીંદિયામણને ગમે તેટલું સપાટી પરથી ઉખેડો, પાછું દ્વિગુણિત જોરથી નવું નીંદિયામણ ઊગી નીકળે છે. કાયદાકાનૂન, આદત, નિયમો, સામાજિક શરમ વગેરેને કારણે તમે પ્રવૃત્તિને થોડો સમય દબાવો પછી પેલી મૂળમાં બીજરૃપે છૂપાયેલી વૃત્તિ વેષ બદલીને બહાર આવ્યા વિના રહેતી નથી.

ધર્મસ્થાનોની સમિતિઓ, બજારમાં મોટી ‘ડિમાન્ડ’વાળા ‘પોપ્યુલર’ ધર્મપુરુષોની સંચાલક ટોળકીઓ વગેરેમાં તમને બરાબર માફિયાગેંગો જેવી જ મારામારી શા માટે જોવા મળે છે? કારણ કે મૂળ બીજમાં તો ભૌતિક વાસના, સત્તા અને સંપત્તિ પર કબજો જમાવવાની ખંજવાળનું બેક્ટેરિયા છૂપાયેલું હોય છે.

ધાર્મિક વિધિવિધાન અને સાંપ્રદાયિક ”ફેશનબાજી”ને કારણે પેલી ખંજવાળનું બેક્ટેરિયા છૂપાયેલું હોય છે.

ભાવરૃપાન્તર થયું નથી હોતું, પરિણામે લાગ મળ્યે પેલી ખંજવાળ પોતાની જાત અચૂક બતાવે છે!

બજારમાં કોઈ ધર્મપુરુષની મોટી ‘ડિમાન્ડ’ હોય તો સાવચેત થઈ જજો. બહુમતીને છીછરાં પાણી જ ફાવે, અને જ્યાં બહુમતી હોય ત્યાં સસ્તી ચીજનો વેપાર હોય આટલો માપદંડ હાથવગો રાખીને આગળ વધશો તો જીન્દગીનો અણમોલ સમય ઘેટાં બનવામાં બગાડતાં બચશો!

મહાવીર અને બુદ્ધથી માંડીને અસંખ્ય મહાપુરુષો આવ્યા અને ગયા. એમની વિચારધારા ઉધાર લઈ, સસ્તાંમાં પહેરવાના ઈરાદાઓમાંથી સંસ્થાબદ્ધ ધર્મો ઊભા થયા. રસ્તે જતાં ”ભાવ” નામનાં તત્ત્વનો છેદ ઊડી ગયો. આ ”ભાવ” કોઈપણ વિચારધારા પહેરણ માફક પહેરવાથી, ઝનૂનથી ધૂણવાથી, અમુક તમુક સંપ્રદાય કે ધર્મના વફાદારને સોગંદ ખાધેલા સભ્ય બનવાથી પ્રગટ થવાની ”ફોર્મ્યુલા” મળતી નથી, ને સમગ્ર માનવ ઈતિહાસમાં મળી નથી. ભાવ બદલે તો ભવ બદલે, ને ભાવ કદી કોઈ અન્ય દ્વારા ન બદલાય.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s