– ધર્મસ્થાનો એક કરીને હૃદયો એક થાય?— અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

 

 

– ધર્મસ્થાનો એક કરીને હૃદયો એક થાય?— અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

ઈશ્વર સાથેના સંબંધની જેને જરા સરખી ગતાગમ હોય એ એક સ્પષ્ટ વાત જાણે છે કે ઈશ્વર સાથેનો સંબંધ અને પ્રાર્થનાલય સંપૂર્ણપણે વ્યક્તિગત બાબત છે રોગનું નિદાન, તકલીફનું ખરું કારણ શોધ્યા વિના, માત્ર બાહરી ચિહ્નોને આધારે ઊંટવૈદું કરવામાં આવે ત્યારે દર્દીનું સત્યાનાશ વળી જાય એવા સમાચારોથી આપણે અજાણ નથી, કમનશીબે સમાજમાં પ્રવર્તતી અશાંતિ માટે પણ યોગ્ય નિદાન કરાતું નથી, ને પછી સૂંઠને ગાંગડે ગાંધી થનારાઓ છીછરા અને બેવકૂફીભર્યા ઊપાયો સૂચવે છે.

જયપ્રકાશ નારાયણના એક શિષ્યે જાણે પોતે કોઈ મોટી ક્રાન્તિ કરી હોય એવા મિજાજથી કહેલું, ”જનોઈથી ઊંચનીચના ભેદ પેદા થાય છે. માટે બ્રાહ્મણના પ્રતીક જેવી જનોઈ મેં તોડીને ફેંકી દીધી!” આ મહાન(!) ક્રાંતિકારીને કોણ સમજાવે કે ઊંચનીચના ભેદ જનોઈ કે બ્રાહ્મણ નહીં હોય તો પણ રહેશે કારણ કે એ માણસની વૃત્તિ સાથે જોડાયેલા છે. જનોઈ તોડવાથી નહીં પણ મિથ્યાભિમાનની ગાંઠ તૂટવાથી જ ઊંચનીચના ભેદ દૂર થાય! આ છીછરા ક્રાંતિકારીને પડકાર છે કે કહેવાતા ધર્મ, સંપ્રદાયો કે જાતિને તમે ચોખલિયાઓ ઊંચનીચનાં કારણરૃપ માનો છો, પણ ધર્મ, સંપ્રદાયો કે જાતિ નહીં હોય તો માણસજાત ઊંચ-નીચ માટે નવાં બહાનાં શોધશે, શોધશે ને શોધશે જ!

આવું જ એક ભારે સસ્તું અને છીછરૃં અભિયાન અમેરિકામાં સ્વામી વિવેકાનંદનું નામ જોડીને શરૃ કરાયું છે. એ અભિયાન છે ઃ મંદિર, મસ્જિદ, ચર્ચ વગેરે પ્રાર્થનાલયો એક સ્થળે બાંધીને લોકોનાં હૃદયો એક કરવાનો મહાન(!) પ્રયાસ! થોડાં વર્ષો પહેલાં ભારતમાં પણ એક ‘પોપ્યુલર’ (આ શબ્દની ખાસ અર્થછટા છે. આથી આનો ગુજરાતી પર્યાય મૂકવાનો જુલ્મ નહીં કરતા!) ધર્મપુરુષે ભાવાત્મક એકતા લાવવાના કહેવાતા દાવા હેઠળ ચર્ચોની પ્રાર્થાનામાં ભાગ લેવા જવાનું હિન્દુઓને એલાન કર્યું હતું, કેમ જાણે ધાર્મિક સહિષ્ણુતાના નવા નવા સંસ્કારોની બાળપોથી હિન્દુઓને શિખવવાનું જરૃરી હોય!

ઈશ્વર સાથેના સંબંધની જેને જરા સરખી ગતાગમ હોય એ એક સ્પષ્ટ વાત જાણે છે કે ઈશ્વર સાથેનો સંબંધ અને પ્રાર્થનાલય સંપૂર્ણપણે વ્યક્તિગત બાબત છે. એક સાચા મુસલમાન, સાચા ખ્રિસ્તી કે સાચા હિન્દુને મન પોતાનું પ્રાર્થનાલય જગતની અતિપવિત્ર જગ્યા છે, પોતાની માતાના ખોળા જેવું સ્થળ છે, ને માતાના ખોળાની સરખામણી અન્ય સાથે કરવાની સન્નિષ્ઠ શ્રદ્ધાળુને કદી આવશ્યકતા હોતી નથી. તમને તમારું ધર્મસ્થળ મુબારક ને અમને અમારું ધર્મસ્થળ મુબારક! ભાવાત્મક એકતા પ્રાર્થનાલયો એક સ્થળે એકઠાં કરવાથી નહીં, પોતાના ધર્મપ્રત્યેની નિષ્ઠા ઊંડી જવાથી પ્રગટે છે. જેમને પોતાના ધર્મની જ સાચી સમજ નહીં હોય એ પ્રાર્થનાલયો એક થયા પછી પણ સખણા નહીં જ રહે!

કોલેજ જીવનમાં એક ભાઈ છેલ્લાં ત્રણ વર્ષોથી ઈન્ટર આર્ટસમાં નાપાસ થયા કરતા હતા. છેવટે એમણે પોતાની નિષ્ફળતાનું કારણ શોધી કાઢ્યું : મારા પલંગ પાસે ટેબલલેમ્પ નથી. એ બજારમાંથી ટેબલલેમ્પ લાવ્યા, ફરી પરીક્ષા આપી, પણ ચોથીવાર પણ નાપાસ થયા. કપાળ કૂટયું. એમને કોણ સમજાવે કે નાપાસ થવાનું કારણ બહાર નહીં, અંદર હતું!

 

Advertisements

3 comments

 1. ડો. સર્વેશ વોરાના લેખ ભિતરની યાત્રામાંથી વીણી લાવેલા મોતીઓ જેવાં હોય છે. ખુબ ધારદાર પ્રહાર દંભીજનો પર કરે છે. પરંતુ તેમની લેખન શૈલી એવી છે કે ભાગ્યેજ લોકો સમજી શકે છે. કોથળે પાંનસેરી મુકી વીંઝે છે અને સાચા રેશનાલીસ્ટ છે.હું સદાથી તેમના લેખોનો ચાહક રહ્યો છું કારણકે તેમના લેખ સ્વાનુભમાંથી આવેલાં હોય છેને સત્ય તરફના ઈશારા છે. સર્વેશભાઈને ખુબ ખુબે પ્રેમ

  Like

 2. માનનીય અરવિંદભાઈ, ધર્મશ્રધ્ધા કે રેશનાલિઝમમાં હજુ પણ ગોથાં ખાતો જ રહ્યો છું. મને ખાસ ગતાગમ નહીં. IQ બહુ ઓછો પડે. ડોક્ટર સાહેબ બોટમ લાઈનમાં શું કહેવા માંગે છે? તમારા બ્લોગની બીજી વાતો સરળ હોય છે. આ વાત જરા અઘરી લાગી.

  Like

 3. ” તમને તમારું ધર્મસ્થળ મુબારક ને અમને અમારું ધર્મસ્થળ મુબારક! ભાવાત્મક એકતા પ્રાર્થનાલયો એક સ્થળે એકઠાં કરવાથી નહીં, પોતાના ધર્મપ્રત્યેની નિષ્ઠા ઊંડી જવાથી પ્રગટે છે. જેમને પોતાના ધર્મની જ સાચી સમજ નહીં હોય એ પ્રાર્થનાલયો એક થયા પછી પણ સખણા નહીં જ રહે!”
  તદ્દન સાચું.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s