– ‘પ્રત્યેક અનુભવમાં વ્યક્તિનો ભૂતકાળ ઝગારા મારે છે…’—-ઓફબીટ – અંકિત ત્રિવેદી

ઓફબીટ – અંકિત ત્રિવેદી—–ગુજરાત સમાચાર, શતદલ પૂર્તિ,13,એપ્રિલ,2016

– ‘પ્રત્યેક અનુભવમાં વ્યક્તિનો ભૂતકાળ ઝગારા મારે છે…’

‘મૃત્યુ પામેલી વ્યક્તિનાં આપણે એટલાં માટે વખાણ કરીએ છીએ કે આ જગતમાં એક માણસ તો આપણી ઇર્ષા કરનારો ઓછો થયો …!’ સમયનો પ્રવાહ કેવો છે એ કોણ ઓળખી શક્યું છે… ? જે ઓળખે છે એ પોતે જ સ્વયં ‘સમય’ છે…રજનીશજીએ વાતને જુદાં સંદર્ભે વિસ્તારી છે. રજનીશજી સમયથી આગળ નથી ચાલ્યા… ! આપણે એને મોડાં સમજ્યા એ આપણા સમયની વાત છે… ‘ આપણે કૃષ્ણને ભજીએ છીએ, રામને ભજીએ છીએ. બુધ્ધ અને મહાવીરને ભજીએ છીએ પણ જ્યારે મહાવીર જીવતાં હતાં ત્યારે આપણે પથ્થર માર્યા. બુધ્ધ જીવતાં હતાં ત્યારે આપણે એમની હત્યા કરવાની કોશિષ કરી, હવે આપણે મીરાંના ગુણગાન ગાઈએ છીએ… જ્યારે મીરાં જીવતાં હતાં ત્યારે ઝેરનો પ્યાલો મોકલ્યો… ! આપણે બહુ અજીબોગરીબ છીએ… આપણો હિસાબ કેવો છે…? જેટલી સંખ્યા ચર્ચની છે એટલી વિશ્વમાં કોઇની પણ નથી, પણ જ્યારે ઝીસસ જીવતાં હતાં ત્યારે આપણો વ્યવહાર કેવો રહ્યો ? જરા વિચારો… જીસસને પોતાની શૂળી પોતાનાં ખભા પર લાવવી પડી જાણે કે જીસસ કોઈ ચોર-હત્યારાં હોય… ! આપણે બધા ગુરુ જીવે છે ત્યારે મારીએ છીએ અને એ મૃત્યુ પામે છે ત્યારે એની પૂજા શરૃ કરીએ છીએ… !’

રજનીશજીની આ વાત સાથે સહજભાવે સંમત થવાય એવું છે. આપણને આપણી સામે-હાજર રહેલી વ્યક્તિને માન આપવાનું, એની ચેતનાને સમજવાનું ભૂલી જવાય છે… અને એની હાજરીમાં એના સિવાયની વ્યક્તિનાં વખાણ કરવાનું શરૃ કરીએ છીએ. કોઇને સારી રીતે બિરદાવી શકવાની ક્ષમતા ધીરેધીરે લોકોમાંથી મૃતપાય થઇ રહી છે. એટલે જ લોકો કહે છે કે સફળ માણસની ઇર્ષા કરનારાં ખુબ હોય છે… મારે એ કહેવું છે કે સફળ માણસની એવાં જ લોકો ઇર્ષા કરે છે જે લોકો કાં તો સફળ માણસનાં ફિલ્ડનાં હોય છે અથવા તો એ ફિલ્ડ સાથે એમને લેવાદેવા હોય છે. ઔર એમ પણ કહી શકાય કે પેલા સફળ માણસે જે કર્યું છે એવું સફળ માણસની ઇર્ષા કરનારાંએ કરવું હતું… ! માટે ઇર્ષા-અજંપો અને તેજોદ્વેષ સાથે ચાલે છે… વાસ્તવમાં, જે વાતને કારણે વ્યક્તિ સફળ બની છે એના ભાવકોને આવી વાતની કશી જ પડી નથી.

રજનીશજીની વાત સાથે નરસિંહને પણ જોડી શકાય એમ છે… નરસિંહ જીવતાં હતાં ત્યારે નાતબહાર મૂકવામાં આવ્યાં. હેરાન-પરેશાન કરવામાં આવ્યાં પરંતુ નરસિંહનો શબ્દ દીવાની જેમ વાયરાઓ વચ્ચે અડગ રહ્યો. નરસિંહની કવિતા આદ્ય અને આરાધ્યવાણી બની… ! આજે નરસિંહ મહેતા હોત તો વિવેચકોએ એમને કયા ખાનામાં મૂક્યાં હોત… ? લોકપ્રિયતાને કારણે કેટલાંક લોકોએ સીધી આંખ હોવા છતાં આડી આંખે જોવાનું રાખ્યું હોત…! આપણે સંબંધોની અદબ જાળવવાનું ચૂકી ગયા છીએ… સારું ગ્રહણ કરવાની જગ્યાએ વ્યક્તિમાં રહેલાં સારાપણાનું ગ્રહણ થઇ જાય એવું ઇચ્છતા થઇ ગયા છીએ. વાતો હકારાત્મક કરીએ છીએ પણ ‘કામ’ એ વ્યક્તિને ખબર ન પડે એમ હેરાનગતિએ પહોંચે એવા કલાત્મક કરીએ છીએ…! સ્વભાવ કોઇનો યે ખરાબ નથી હોતો પરંતુ ભાવમાં સ્વાર્થ ભલે ત્યારે ‘સ્વ’ બદલાઈ ગયો હોય છે… હરીન્દ્ર દવેએ બહુ સરસ વાત કરી હતી… ‘મૃત્યુ પામેલી વ્યક્તિનાં આપણે એટલાં માટે વખાણ કરીએ છીએ કે આ જગતમાં એક માણસ તો આપણી ઇર્ષા કરનારો ઓછો થયો …!’

જે બા-દાદાની છબીને આપણે ફૂલહાર ચડાવીએ છીએ અથવા એમનાં મૃત્યુદિવસે ઉદાસ થઇએ છીએ એ વડીલોને છાજે એવું વર્તન આપણે એમની હાજરીમાં તો ક્યારેય નથી કર્યું. પરંતુ એમની ગેરહાજરીમાં પણ કરી રહ્યાં છીએ ખરાં… ! રડવાનો કોઈ અર્થ નથી અને અર્થની પાછળ રડવું એ વાત પણ એટલી સમર્થ નથી… ! પરસેવો ચામડીના હરખનાં આંસુ છે એટલે જ એમાં વાસ અને સુવાસનો સંપ છે… બીજાને સાથે રહેવાની સલાહ આપનારાં આપણે આપણી જોડે પણ ક્યાં હોઈએ છીએ ? મન જુદું વિચારે છે. હૃદય જુદું જીવવા માગે છે. શરીરને સાબિત કંઇક જુદું જ કરવું છે.

આંખોને જે સામે છે એ નથી જોવું… ઘરનાં ફર્નિચરનો સ્પર્શ ચામડીને જૂનો થઇ ગયેલો લાગે છે… ! તાજેતરમાં જ કોઇકે એક ુરચા’જ ચૅૅમાં સરસ વાત મોકલી કે, ‘વડીલોનાં ચશ્માં લૂછ્યાં હોય તો ભગવાનનાં ફોટાં લૂછવાની જરૃર ન પડે…!’ રજનીશજીએ વિભૂતિઓની વાત કરી, મેં આપણી અને આપણી આસપાસની વ્યક્તિઓની વાત કરી… છેવટે વાત તો સામે ઉભેલી ક્ષણની અદબ રાખવાની છે…! પ્રત્યેક અનુભવની અંદર વ્યક્તિનો ભૂતકાળ ઝગારાં મારતો હોય છે…

ઓન ધ બીટ્સ…

‘વૃક્ષ જેમ જેમ ઊંચે વધે છે

તેમ-તેમ

આકાશને નીચે ઊતરતું મેં જોયું છે…’

– પ્રભુ પહાડપુરી

 

Advertisements

One comment

  1. “ઓશો” રજનીશનો હું સન્યાસી છું. ૧૯૭૮મા મેં રજનીશજી પાસેથી સન્યાસ લીધેલ. આજે એ વાતને ૩૮વર્ષના વહાણા વાયા છત્તં હું એમ ન કહી શકું કે હું રજનીશનેજીને સમજી શક્યો છું. તો અન્ય વ્યક્તિઓનીતો વાત જ ક્યાં કરવાની? કોઈપણ બુધ્ધપુરુષને સમજવા સ્વયં બુધ્ધત્વ પામવું પડે. સ્વયં બુધ્ધત્વને પામીએ પછી બધા બુધ્ધપુરુષો આપો આપ સમજાઈ જાય. એ સિવાય તેમને સમજવાનો કોઈ ઊપાય જ નથી.
    આપણે સદાથી બુધ્ધપુરુષો સાથે દુર્વ્યવાહર કર્યો છે. જીસસને શુળી, મંસુરના શરીરના કટકા કર્યા, મહાવીરના કાનમાં ખીલા ઠોક્યા, ગૌતમ બુધ્ધની પાછળ ગાંડો હાથી દોડાવ્યો, મીરાં/સોક્રેટિસને ઝેર, એમ અગણિત ઉદાહરણો છે આપણા અભદ્ર વહેવારના. આંધળાની વસ્તીમાં એકાદ દેખતો માણસ આવે તો તે દેખતા માણસની શું વલે થાય? બસ તેવી જ વલે આપણે બુધ્ધોની કરીએ છીએ અને તે સ્વાભાવિક/અપેક્ષિત પણ છે. તેનાથી વિપરિત થાય તો અજુગતી ઘટના છે. રજનીશજીને પણ થેલીયમ ઝેરથી અમેરિકન સરકારે નવાજ્યા હતાં. પરિણામ સ્વરુપ ફક્ત ૫૮વર્ષની ઉંમરે દેહ છોડવું તેમના માટે આવશ્યક બની ગયું.
    મૂળભ્ત સમસ્યા એ નથી કે આપણે બુધ્ધપુરુષોને સમજી ન શક્યા અને તેમની સાથ અભદ્ર વ્યવહાર કર્યો. આપણી સમસ્યા એ છે કે આપણે સદા બીજાને સમજવા જઈએ છીએ અને બીજાને સમજવું અશક્ય છે તે સમજાતું નથી. આપણે આપણી જાતને જ સમજી શકીએ અન્યને ક્યારેય નહીં. એટલે ગંગાસતી પાનબાઈને કહે, “જાણી લે જીવની જાત” કે નરસિંહ કહે,” જ્યાં સુધી આત્મતત્વ ચીંધ્યો નહીં ત્યાં સુધી સાધના સર્વે જુઠી.” ભાષા અલગ અલગ છે વાત એક જ છે. સ્વબોધ તરફની યાત્રા જ જીવનની સાચી દિશામાં યાત્રા છે. પરંતુ આપણો ઘમંડતો કહે,” અરે! હું તો સામેના માણસને જોતા વેંત પારખી જાઊં” પરંતુ આપણૉ આવો ઘમંડ આપણને ક્યારેય દેખાતો નથી. આપણી દૃષ્ટી સદા બહાર છે અને તે જ માણસજાતની સમસ્યા છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s