એકતાની ખરી જરૃર કોને? — અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

 

 

 

 

 

એકતાની ખરી જરૃર કોને?અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા, ગુજરાત સમાચાર 24, ફેબ્રૂઆરી,2016ને બુધવારની “શતદલ” પૂર્તિમાથી—

 

એકતાની ખરી જરૃર કોને?

ક્યા રેક, કોઇક ક્ષણ તો ઘરના એકાન્ત ખૂણે બેસીને વિચારીએ કે ”ધર્મ” નો હેતું શો છે, અને આપણે એ મૂળ હેતુથી વિરૃદ્ધની દિશામાં કેટલા બધાં દૂર પહોંચી ગયા છીએ ?

કુદરતે કમાલ કરી છે. દુઃખ, સેતાની તત્વો હૈયામાં આપ્યાં છે, તો સુખ અને દિવ્યભાવ પણ એ જ હૈયામાં આપેલા છે. હૈયામાં રહેલો આ દિવ્યભાવ પ્રગટે એ ધર્મનો હેતું છે. દિવ્યભાવ પ્રગટે તો ઉદારતા આપોઆપ આવે, પરમેશ્વરની પરમતત્વની અલ્લાહની, ગોડની, અહુરમઝદની સર્વવ્યાપકતાની પ્રતીતિ આપોઆપ થવા લાગે. આપોઆપ જેમ વૃક્ષનું ફૂલ ઉગે ફળ ઊગે એમ અનુકમ્પા વહેવા લાગે.

અને અત્યંત મહત્વનો મુદ્દો એ છે કે ધર્મની ભગવાનની જેના મનમાં સ્થાપના થઇ હોય તે સ્વાવલંબી બની જાય, આ જીન્દગીના વાવાઝોડામાં ટકી રહેવાનું લંગર એના હૈયામાં નખાઇ જાય એ પરાવલમ્બી ન રહે. એને ટોળાંની હૂંફની જરૃર ન પડવી જોઇએ.

ધર્મગુરુઓ આપણને નહી કહે કારણ કે એમાંના સાડા નવ્વાણુ ટકાના ટકી રહેવાનો આધાર ટોળાંના અસ્તિત્વ પર છે. ટોળું ટકે તો એ લોકોની દુકાન ચાલે વ્યક્તિ જાગૃત અને સ્વતંત્ર થઇ પછી એ ટોળામાં હાજર હોવા છતાં એકાકી વિચરશે. પછી એ વ્યક્તિનો સાંપ્રદાયિક હેતુ માટે ઉપયોગ કરવો શક્ય જ નહી બને.

ગલીના કૂતરાંને જ્યારે ખબર પડે કે એમના આહારમાં ભાગ પડાવવા અન્ય ગલીના કૂતરાં ગલીને નાકે આવી ઊભા છે, ત્યારે એ કૂતરાં બૂમાબૂમ કરી મૂકે, ક્ષણભર માટે અંદરોઅંદરના ઝઘડા બંધ કરે ને પેલી અન્ય ટોળીને પ્રભાવિત કરવાનું ધ્યેય વધુ જરૃરી બની જાય. પછી ભલે એ કૂતરાં માંહોમાહે લડીને એકબીજાને લોહીલુહાણ કરી મુકતા હોય.

આજની પરિસ્થિતિને લક્ષમાં રાખીને તપાસ કરો તો નવાઇનો પાર નહી રહે કે આપણે ધર્મને નામે નંબર એકના અધાર્મિક બની રહ્યાં છીએ. જે વૃત્તિને એક ”પારકૂ” અને અન્ય ‘પોતાનું’ હોય, એક ”મારૃં” ને અન્ય ”ઇતર” હોય, એ અધમ કૂતરાં જેવી વૃત્તિને તમે કેમ ‘ધર્મ’ કહી શકો ?

અને આ વાંચનારામાંથી નવ્વાણું ટકા જો આવા એક યા બીજા સંપ્રદાયના ટોળાના લેબલને વળગીને એ લેબલના રમકડાં સાથે શહીદ થવામાં પાગલ બની ગયા હોય, તો એમને આ વાત સમજાશે નહી. ભગવાન મહાવીર, બુદ્ધ ભગવાન ઇશું કે અન્ય કોઇપણ ધર્મસ્થાપક જાતે આવીને કહેશે તો પણ સમજાશે નહી. કદાચ સમજાશે તો પણ ”ચલ પકડ મુઝે જોર આતા હૈ”વાળી વૃત્તિ મુજબ એ પોતાની ધાર્મિક ટોળાશાહી માટે મરી ફીટશે. પયગમ્બર કે ધર્મસ્થાપકનો મૂળ સંદેશ એને  સાંભળવો પણ નહી ગમે.

લડવાનું છે જાતની અંદરની વૃત્તિઓ સામે લડવાનું છે જાતની અંદરની પરાવલંબી ખોટે રસ્તે જતી,ટોળાંની હૂંફ શોધતી અધમ ઘેટા-વૃત્તિ સામે, લડવાનું છે ધર્મથી દૂર ખેંચી જતી આંતરિક વૃત્તિઓ સામે, એકતા કેળવવાની છે આપણી અંદર રહેલી સદ્વૃત્તિઓની.

સાંપ્રદાયિક એકતાના સુત્રોચ્ચારો તો મૂર્ખાઓ કરે, કાયરો કરે, આડે રસ્તે ખોવાઇ ગયેલા કરે. પછી એ કાયરો તો સતત માથા ગણવાની ચિંતા કર્યા કરશે. સંખ્યા ગણ્યા કરશે કેટલી સંખ્યામાં ચેલાચેલી વધ્યાં, કેટલી સંખ્યામાં અનુયાયી વધ્યા એજ એમની પ્રવૃત્તિ હશે.

સિંહણ બચ્ચું એક

એકે હજારા

અન્ય ધર્મ સાથે તુલના કે હરિફાઇ હોય જ નહી. તમે તમારા સંપ્રદાયને ”શ્રેષ્ઠ” ગણાવો એટલે સમજવું કે ડાગળી ચસકી છે. આ સરખામણીની વાત કોઇ જ જ્ઞાાની, પ્રબુદ્ધ પુરુષ કરે નહી તમે સરખામણી કરો એટલે સાબિત થાય કે તમારૃ મન ધર્મની દ્રષ્ટિએ પાપ આચરી રહ્યું છે. બહાર ભટકી રહ્યું છે.

બે માતાઓની સરખામણી હોય ખરી ?

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s