અધ્યાત્મને આધારે ટોળી એટલે દળી દળીને ઢાંકણીમાં !—- અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

અધ્યાત્મને આધારે ટોળી એટલે દળી દળીને ઢાંકણીમાં !—- અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

 

અધ્યાત્મ કોઈ ભારેખમ, અઘરો શબ્દ નથી. અધ્યાત્મનો સીધો સાદો અર્થ, જાતની અંદર ઊતરી, આપણી અંદર રહેલી કોઈક મહાન શક્તિ સાથે દોસ્તી કરવી.
માણસનાં દુઃખનું મૂળ એ છે કે એ સુખ પ્રાપ્ત કરવા મૃગજળ જેવા આધાર શોધવા અને જાળવવા પાછળ લગભગ આખું આયખું ખર્ચી નાખે છે. જે ”આધાર” – પછી એ પૈસાનો હોય, પિયુનો હોય કે – પતિ-પત્ની-પુત્ર- વગેરેનો હોય, એ અત્યન્ત અનિશ્ચિત હોય છે. આપણી બુદ્ધિ, આંખ, ઈન્દ્રિયો પણ છેતરામણાં નિવડે છે. ડાહ્યો, જાગૃત માણસ આવી પરિસ્થિતિમાં પોતાનાં જ હૈયાંમાં નજર કરે છે. કોઈક પુણ્યવંતી ક્ષણે એને એવો અજબ સધિયારો હૈયાંમાં સાંપડે છે કે પછી એને સુખ માટે અન્ય આધાર મેળવવા ઝાવા મારવાં પડતાં નથી. પછી ટોળાંની હૂંફ, ટોળાંની સલામતી શોધવાની તો જરૃર જ ક્યાં રહે ?
તમને સમાન રસ, સમાન શ્રધ્ધા ધરાવનારા મિત્રો મળે, તમે સમાન રસને કારણે પરસ્પર ખેંચાવ ત્યાં સુધી બધું ઠીક છે. એ એક માનવ-સહજ-ઘટના છે. પણ જ્યારે આ ”ગુ્રપ” અથવા ”ટોળી”, ટોળીનાં વણલખ્યાં સ્થાપિત હિતો, આવી અન્ય ટોળીઓની ઈર્ષ્યા જેવું શરૃ થાય તો ડાહ્યા માણસે એ ”નરક”થી હરગીઝ દૂર ચાલ્યા જવું જોઈએ. ટોળી અને આસક્તિ-રંગી, અધ્યાત્મ-વેશધારી ટોળીઓમાં સંખ્યા મોટી હોય તો પણ ભૂલેચૂકે છેતરાતા નહીં, કારણકે એક તો, મોટી સંખ્યા હોય એ જ અધ્યાત્મથી હાડોહાડ વિરોધી બાબત છે. આદિ શંકરાચાર્ય કે વિદ્યારણ્યસ્વામી કે એવા કોઈ મહાન અન્તર્યાત્રી વિષે વ્યાખ્યાન હોય અને સભાગૃહ ભરચક થાય, ”હાઉસફૂલ” જાય તો ડાહ્યો માણસ ચોક્કસ સાવચેત થઈ જાય કે જરૃર ”માલમાં ભેળસેળ” હશે. તમારે ખાતરી કરવી હોય તો કોઈ એકાદ ”પોપ્યુલર” બહોળા શ્રોતા ધરાવતા મહારાજ કે સ્વામીનાં ગંભીર વિષય પરનાં વ્યાખ્યાનમાં હાજરી આપજો. સમય મળ્યે તો વ્યાખ્યાન પહેલાં અને પછી, હાજર રહેલાં ટોળાંના નમૂનાઓનું વિશ્લેષણ કરજો. બે મહત્ત્વનાં મુદ્દા જોવા મળશે. અમુક તમુક મહારાજ પ્રત્યે- આંધળી આસક્તિ, અને ઊંડાણનો અભાવ. એ લોકો આ નવા પ્રકારનાં ”યુનિયન”ની બહોળી સંખ્યાના નશામાં મહાલતા હશે.
”બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે” જેવા વિષયની ચર્ચા કરતા મહારાજો કે ગીતા અથવા એવા અન્ય ઊંડાણ-સંબંધિત વિષયની ચર્ચા કરતા સ્વામીઓની આજુબાજુ વ્યવસ્થિત રીતે ગોઠવાતી આખી ”માર્કેટિંગ સિસ્ટમ” જોઈને – અરેરાટી ઉપજે કે, અરરર ! આ લોકોએ -પ્રતીતિ અને અનુભવના વિષયોનું પણ જથ્થાબંધ વેચાણ શરૃ કરી દીધું.
માણસને પોતાની યુવાની, પોતાના દેહના આધાર કે હૂંફની પણ જરૃર ન રહે, માત્ર હૈયાંની અંદરનાં કોઈ દિવ્ય રસાયણને બળે એકલો અટૂલો હોવા છતાં સદા આનંદમાં રહે એ જો અધ્યાત્મેકનું ધ્યેય હોય, તો આ પ્રચાર, આ ટોળાં, આ ગણતરીઓ, આ ટોળાં પ્રત્યેની રાક્ષસી આસક્તિ ક્યાંથી ઘૂસી આવ્યાં ! પરંતુ ”અધ્યાત્મ” તો વ્યક્તિએ એકલવીર માફક હૈયાંમાં ઊતરીને કરવાની અન્તર્યાત્રા છે. આનો અર્થ ”સમાજથી દૂર ભાગવું” એવો નથી. પણ અધ્યાત્મ-પંથનો યાત્રી ‘અન્ય’ના ઓછામાં ઓછા આધારની ઝંખના કરે તો એનું વેદાન્ત સાર્થક. જો વેદાન્ત કે અધ્યાત્મનાં બેનર હેઠળ પાછી અમુક તમુક વ્યક્તિ પ્રત્યેની કે ‘ગુ્રપ’ પ્રત્યેની ઝનૂની વફાદારી ઘૂસે તો સમજવું કે બધું જ દળી દળીને ઢાંકણીમાં ગયું !

,

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s