જે વ્યક્તિ ચૂંટણી લડવા પાછળ બેથી દસ – વીસ કરોડ રૃપિયા ખર્ચી શકતો હોય એને વળી પગાર શાનો ?

જે વ્યક્તિ ચૂંટણી લડવા પાછળ બેથી દસ – વીસ કરોડ રૃપિયા ખર્ચી શકતો હોય એને વળી પગાર શાનો ? ગુજરાત સમાચાર દૈનિકમાંથી ” નેટવર્ક ” 30,ડીસેમ્બર,2015માં -ગુણવંત છો. શાહનો પ્રસિધ્ધ થયેલ લેખ. ઉલટાનું એની પાસેથી પગાર લઈને ધર્માદો કરો

આપણે જનતા એક પણ જણને ચૂંટણી લડવા માટે કહેતા નથી…એમને ચટપટી થાય છે એટલે એમના સ્વાર્થે ચૂંટણી લડે છે

સંસદ સભ્યો અને ધારાસભ્યોના પગાર ભથ્થા બંધ કરો પહેલી મહત્વની વાત તો એ કે….આપણે કોઈ એટલે કોઈ કહેતા કોઈ પણ એમને ચૂંટણી લડવા માટે કહેવા નથી ગયા અથવા એમણે આપણને કોઈને પૂછ્યું પણ નથી. એમને ચટપટી થઈ એટલે પોતાનો સ્વાર્થ ખાતર એમણે ચૂંટણી લડી અને આપણે એમને ચૂંટી કાઢ્યા.

આમાં બોલો, એમનો પગાર અને ભથ્થા શાના ? એમના સ્વાર્થ ખાતર એ ચૂંટણી લડે અને આપણે એમને ચૂંટી કાઢીએ તો ઉલટાનો એમણે આપણને પગાર એટલે ધર્માદાના કામમાં દર મહિને પોતાના ખિસ્સામાંથી રૃપિયા વાપરવા જોઈએ. જો કે અત્યારે પણ વાપરે છે પણ એ એમના ખિસ્સાના નથી વાપરતા પણ આપણા ખિસ્સાના વાપરે છે. દા.ત. પોતાના ગામમાં બસ સ્ટેન્ડ ઊભુ કરે અથવા પરબ ઊભું કરે તો એનો ખર્ચ આપણા ખિસ્સામાંથી કરે અને ઉપર પોતાની પ્રસિદ્ધિ કરતું લખાણ ચોંટાડે ! એ નામ ચોંટાડવાનું પણ આપણા ખર્ચે !

આવાને પગાર આપવાના હોય કે એમની પાસેથી પગાર લેવાનો હોય ? આ લોકશાહી કહેવાય ? કે લૂંટણ શાહી ?

બીજા કેટલાક દેશોમાં આવું નથી. ત્યાં લોકશાહી છે. માણસને ચૂંટવામાં આવે છે પણ એને પગાર જનતા એટલે સરકાર એટલે જનતા નથી આપતી. એ સેવા કરે છે. આપણે ત્યાં સેવા નથી કરતા પણ સેવાના નામે મેવા ખાવાની આપણી લોકશાહીએ યુકિત કરી છે.

ચાલો, સંસદ સભ્યો અને ધારાસભ્યો પગાર લે એનો વાંધો નહીં… પણ એ પગાર વગેરે નક્કી કોણ કરે ? અહિં તો એ જ નક્કી કરે છે. એટલે કે તભા ગોર ને રીંગણા જેવું ! તભા ગોરને એક વાડીમાંથી રીંગણા જોઈતા હતા. પણ ત્યાં વાડીનો માલિક નહોતો એટલે તભા ગોરે પોતે જ પોતાની જાતને પૂછવા માંડયું… વાડી રે વાડી ! રીંગણા લઉં બે ચાર ?’ જવાબમાં તભા ગોરે જ જવાબમાં બોલ્યો, ‘લોને દસ બાર !

એમ આપણી લોકશાહીના સ્થાપક અને સંચાલકોએ જાતે જ પોતાના પગાર અને ભથ્થા નક્કી કરવાનું ગોઠવી દીધું છે. આપણને ઉલ્લુ બનાવવા એકાદ સમિતિની રચના કરે છે પણ એ સમિતિના બધા સભ્યો સંસદ સભ્યો કે ધારાસભ્યો જ હોય છે. મોસાળ અને મા પીરસનાર નહીં પણ બુફે… જાતે જ તપેલામાંથી લેવાનું !

લોકશાહી તો એને કહેવાય કે જયાં આમના પગાર વગેરે નક્કી કરનાર સમિતિમાં નિવૃત્ત ન્યાયમૂર્તિઓ, અર્થશાસ્ત્રી, નાણા શાસ્ત્રી અને પત્રકારો હોય !

આપણે ત્યાં તો એવું છે જ નહીં. ચોરી ચોર જ કરે અને ન્યાય પણ ચોર જ કરે !

બીજી મહત્વની વાત. આપણી ચૂંટણી એવી ખર્ચાળ થઈ ગઈ છે કે… સામાન્ય વ્યકિત એ લડી શકે જ નહીં. પાસે હજાર, લાખ કે કરોડ રૃપિયા હોય તો પણ ચૂંટણી લડી શકાય નહીં. પાસે કરોડો રૃપિયા હોય તો જ ચૂંટણીમાં ઊભું રહી શકાય અને પાસે અબજો રૃપિયા હોય તો જ ચૂંટણી જીતી શકાય. હમણાં ગુજરાતમાં ચૂંટણીઓ થઈ ત્યારે રૃપિયા ભરેલી મોટર પકડાય હતી એ ચૂંટણીમાં વાપરવાના રૃપિયા હતાં બાકી દરેક સ્થળની ચૂંટણીમાં દર વખતે છેલ્લા દિવસે રૃપિયા અને દારૃની રેલમછેલમ છડેચોક ચાલે છે.

ચૂંટણીમાં ઊભો રહેનાર જો આટલા કરોડો રૃપિયા ખર્ચી શકે એવો ખમતીધર હોય તો વળી એને પગાર અને ભથ્થા શાના ?

આપણા દલા તરવાડીઓએ વળી પોતાના માટે પેન્શન યોજના પણ કરી લીધી છે. એટલે કે પાંચ વર્ષ સુધી એ આપણા પરસેવાના પૈસે પગાર ભથ્થા ખાય ખાયને તાગડધિન્ના કરતા તાજામાજા રહે અને પાંચ વર્ષ પછી પેન્શન લે ! અત્યારે એમને દર મહિને રૃપિયા ૨૦,૦૦૦ પેન્શન મળે જ છે. પેન્શનની રકમ પણ એવી કે પાંચ વર્ષ પછી એ ચૂંટાઈ તો પગાર વત્તા ભથ્થુ અને વત્તા પેન્શન ! (કોના… ? લૂંટો ભાઈ લૂંટો !)

એટલે કે પાંચ વર્ષ પછી એ ફરી ચૂંટાઈ તો પેલો પગાર અને બધા ભથ્થા અને મકાન, ટેલિફોન, મોટર વગેરેની મફત સગવડો ઉપરાંત અગાઉના પાંચ વર્ષ પેટેનું પેન્શન તો લટકાનું ખરું જ પણ એ પેન્શનની મૂળ રકમમાં વધારાની સંસદ સભ્ય તરીકેના વર્ષોને ૧૫૦૦ રૃપિયાથી ગુણીને જે સરવાળો થાય એ રકમ ! (જનતાને લૂંટવાની કેવી કેવી યુકિતઓ આપણી લોકશાહીના આ સેવકોકરે છે એ જુઓ !)

ઠીક છે, ચાલો ! આ સંસદ સભ્યો પગાર લે એનો વાંધો નહીં પણ સંસદ ચાલુ હોય ત્યારે સંસદમાં હાજર રહેવાનું દરરોજનું રૃપિયા ૨૦૦૦નું ભથ્થું શાનું ? એ સંસદમાંની કેન્ટીનમાંથી બે રૃપિયામાં ચા અને બાર-પંદર રૃપિયામાં ભોજન લઇ શકે છે તથા સંસદ સુધી મફતમાં આવ-જા કરી શકે છે તેમજ દિલ્લીમાં મફતમાં મળેલા બંગલામાં રહી શકે છે પછી (તો પણ) દરરોજનું રૃપિયા ૨૦૦૦નું વધારાનું ભથ્થુ શાનું ? (બસ, કોના બાપની… ? લૂંટો ભાઈ લૂંટો !)

એમાંય પાછા આપણા આ સાંસદ સભ્યો એવા પણ છે કે પાર્લામેન્ટના હાજરી પત્રકમાં સહી કરે પણ પાર્લામેન્ટમાં હાજરી ન આપે અને સહી કરીને પેલું ભથ્થું લઈ લે !

હવે બોલો, આમને પગાર વગેરે અપાય ખરા ?

વધુ એક વાત (છેતરપીંડી જનતાની અને દેશની છેતરપીંડી)

આ સંસદ સભ્યોને નવી દિલ્લીમાં રહેવા માટે ત્રણ ચાર પ્રકારના મકાન બંગલા, ફલેટ મળે છે. એનું ઇલેકટ્રીસીટી, ગેસ, વગેરે પણ મફત હોય છે. એ મકાનના રૃમ અતવા ફલેટ હોય તો ફલેટનો અમુક ભાગ કેટલાક સભ્યો ભાડે આપીને કાળી કમાણી કરે છે. એમને તો ભાડુ આપવાનું નથી હોતું એટલે પેલી પૂરી રકમ તેઓ ચાઉં કરી જાય છે.

બોલો, આમને પગાર હોય કે સજા હોય ?

હવે એમના પગાર અને ભથ્થા વધારવાની જે વિગતો છે એ…..

(૧) અત્યારે હાલમાં એમને દર મહિને ચોખ્ખો પગાર રૃ. ૫૦,૦૦૦ મળે છે જે વધારીને સીધો રૃ. ૧,૦૦,૦૦ કરવો.

(૨) પોતાના મત વિસ્તારમાં એ ફરે કે ન ફરે તો પણ દર મહિને એમને રૃ. ૪૫,૦૦૦ એ પેટે મળે છે જે વધારીને દર મહિને રૃ. ૯૦,૦૦૦ કરવો.

(૩) અત્યારે પોતાના વિસ્તારમાં એક ઓફિસ કલાર્ક, પટાવાળો સાથે ચલાવવા દર મહિને રૃપિયા ૪૫,૦૦૦ મળે છે એ પણ સીધા રૃ. ૯૦,૦૦૦ કરવા.

એટલે અત્યારે જે પગાર પેટે દર મહિને દરેક સંસદસભ્યને કુલ ૧,૪૦,૦૦૦ રૃપિયા મળે છે એ સીધા ડબલ કરીને રૃપિયા ૨,૮૦,૦૦૦ કરવા.

(૪) આ ઉપરાંત દર મહિને એમને જે ભથ્થા મળે છે એમાં….

(૧) સંસદ ચાલુ હોય ત્યારે રોજના જે રૃ. ૨૦૦૦ ડીએ મળે છે એ વરસના સંસદ ૧૯૦ દિવસ ચાલે છે એટલે એના વર્ષે રૃ. ૩,૮૦,૦૦૦.

(૨) મફતમાં હવાઈ પ્રવાસ એ એક વર્ષમાં રૃપિયા ૪,૦૮,૦૦૦ જેટલી. વિદેશોમાં કે સ્વદેશમાં.

(૩) પાણી – દિલ્લીમાં પાણીનો નળનો ચાર્જ છે જે વર્ષે રૃ. ૪૦૦૦ છે. એ પણ મફતમાં (એટલે આપણા જનતાના માથે)

(૪) ઇલેકટ્રીસીટી વર્ષે રૃ. ૪,૦૦,૦૦૦ (વાપરો કે ન વાપરો)

(૫) ફલેટ અથવા ઘરમાં ફર્નિચર માટે રૃપિયા ૭૫,૦૦૦ એક સાથે મળે છે.

(૬) ટેલિફોન (લેન્ડ લાઇન) વરસે રૃ. ૯૦,૦૦૦.

(૭) ઘરનું ભાડું, દર મહિને રૃપિયા ૪,૨૦,૦૦૦

(૮) મેડીકલ ભથ્થું દર મહિને રૃપિયા ૪૦,૦૦૦

બધા ભથ્થા મળીને કુલ રકમ રૃ. ૩૫,૦૨,૦૦૦

એટલે સાંસદો હવે આ પગાર અને ભથ્થા ડબલ કરવાની માંગણી કરે છે. એ વાજબી જરાય નથી પરંતુ આપણે જ એમને પ્રચંડ બહુમતિથી ચૂંટયા છે શું થાય ? આપણે જ ભોગવો !

હાથના કર્યા હૈયે વાગે ! આ જાણો છો તમે

  • બિહારની ચૂંટણીમાં ચોથા તબક્કામાં ૮૫,૦૦,૦૦૦ મતદારોએ મતદાન કરેલું એ સંખ્યા હિમાચલ પ્રદેશ, અરૃણાચલ પ્રદેશ અને ગોવાની મળીને જેટલી વસ્તી થાય એટલી થઇ.
  • બ્રિટનના ઉપરના ગૃહ હાઉસ ઓફ લોર્ડ્સના ૭ સભ્યો એવા છે કે જેમણે ટેસ્ટ ક્રિકેટ રમી હોય.
  • ૨૦૧૨ની સાલમાં ચીનમાં જે ઓફિસરો ભ્રષ્ટાચારના કારણે પકડાયેલા એમાંના ૯૮ ટકા ઓફિસરો પરસ્ત્રીગમનના કારણે પકડાયેલા.
  • મહાત્મા ગાંધીએ ૧૯૨૧માં અસહકારના આંદોલન વખતે પોતાના ઈલકાબો અંગ્રેજ સરકારને પાછા આપી દેવાની જાહેરાત રેલી ત્યારે ૫,૮૧૬ ઈન્ડીઅનો પાસે એ ઈલકાબ હતા જેમાંથી ફક્ત ૨૪ જ પાછા આપેલા.
  • ઉત્તરપ્રદેશ જો દુનિયામાં એક સ્વતંત્ર દેશ તરીકે હોત તો દુનિયાનો સૌથી મોટો પાંચમો દેશ ગણાતો હોત.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s