કહો જોઈએ, ઇલેક્ટ્રોનિક આઇટમને કેટલીવાર તમે અડકો છો? (સતરંગી)—રશ્મિન શાહ

 

 

કહો જોઈએ, ઇલેક્ટ્રોનિક આઇટમને કેટલીવાર તમે અડકો છો? (સતરંગી)—રશ્મિન શાહ સંદેશ દૈનિકની “સંસ્કાર” પૂર્તિમાંથી

જો હવે એવું કહેવામાં આવે કે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું જોર વધતું જાય છે તો આ વાત વાંચીને વાંચનારાઓ તમામ કહેશે કે, લખનારો કઈ સદીમાં જીવી રહ્યો છે. કહેવાનું તાત્પર્ય માત્ર એટલું કે હવે જગત આખાને ખબર પડી ગઈ છે કે, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના ઉપયોગ વધી ગયો છે એટલું જ નહીં ગેજેટ્સની વપરાશની માત્રા ભયજનક રીતે વધી ગઈ છે. જ્યારે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સને કારણે મારી, તમારી અને તમારા પડોશમાં રહેતાં સંગીતાબહેનની જિંદગીમાં અનેકગણી રાહત ઉમેરાઈ છે તે પણ એટલી જ સાચી હકીકત છે.

એક સમય હતો કે ઘરમાં ટીવી અને ફ્રીજ એમ બે ઉપકરણો એવાં હતાં કે જેનો ઉપયોગ વારંવાર થતો. ફ્રીજ આમ તો ગેજેટ્સમાં ગણવું ન જોઈએ પણ અમેરિકાના પીપલ મેગેઝિને કરેલા સરવેમાં ફ્રીજનો સમાવેશ કર્યો છે એટલે આપણે પણ એને સામેલ કરેલું જ ગણીએ. ફ્રીજ અને ટીવી બે આઈટમ એવી હતી કે જેની ઘરમાં વપરાશ થતી અને એ વપરાશની વાત પણ જાણવા જેવી છે. રેશનિંગની જેમ વપરાશ થતી અને એ વપરાશની વાત જાણવા જેવી છે. રેશનિંગની જેમ વપરાશ હતી એ પ્રોડક્ટ્સની ટીવીમાં કોઈ ચેનલ હતી નહીં. દૂરદર્શનના બેથી ત્રણ કલાકના શો જોવા મળે અને એમાં પણ બોરિંગ શો હોય એવી એકથી દોઢ કલાક તો ડિસ્કાઉન્ટ થઈ જાય. ઘરનું કામ, હોમવર્ક, ગલીક્રિકેટ, જવાબદારી, લાઈટના ધાંધિયા વચ્ચે માંડ ઘરમાંથી વીસથી પચીસ મિનિટ જોવા મળતું. ટીવીના ટાઇમિંગને ધ્યાનમાં રાખીને બધા પોતાનું કામ સમયસર પૂરું કરતાં, હવે આખું વાતાવરણ બદલાઈ ગયું છે. ટીવી ઘરનું મેમ્બર બની ગયું છે અને ચોવીસ કલાકમાંથી એવરેજ છ કલાક ટીવી ઘરમાં ચાલુ રહે છે, જો આ એવરેજમાં મેક્સિમમ સમયનાં લોકોને પકડીને કહેવાનું હોય તો અમેરિકાએ કરેલા દુનિયા આખીના સરવેમાં જાણવા મળ્યા મુજબ ઇન્ડિયામાં નવ કલાક સુધી સતત ટીવી ચાલુ રાખનારાં લોકોનો પણ તોટો નથી.

વાતની શરૂઆત આ સબ્જેક્ટ સાથે થઈ હતી. મોબાઈલ તો સૌથી પહેલાં આ લિસ્ટમાં છે પણ મોબાઈલની સાથોસાથ આ લિસ્ટમાં બ્લૂ ટૂથ, સ્માર્ટ વોચ, આઈપેડ જેવી બીજી ચીજવસ્તુઓ પણ આવી જાય છે. અમેરિકન દિવસની ચોવીસ કલાકમાંથી એવરેજ સાડા અગિયાર કલાક પોતાનો હાથ કોઈને કોઈ રીતે ઇલેક્ટ્રોનિક ગેજેટ્સને અડકાવી રાખે છે. બહુ જોખમી કહેવાય એવો આ આંકડો છે . અમેરિકામાં છપાયેલા સરવે મુજબ એવરેજ અમેરિકન ૧૧.૩૧ મિનિટ ગેજેટ્સ સાથે છે. બાકીના કલાકોમાં ગેજેટ્સ તેની આસપાસમાં હોય છે પણ એ શરીરથી અળગા હોય છે બસ આટલો ફરક છે.

ભારતની વાત કરીએ તો ગેજેટ્સનો આતંક વધ્યો છે એ સાચું છે પણ આ આતંકમાં હજુ અમેરિકા જેવો તરખાટ નથી આવ્યો. એવરેજ ઇન્ડિયન દિવસમાં ૬.૪૭ મિનિટ ગેજેટ્સને અડકેલો રહે છે. આ ગેજેટ્સમાં મોબાઈલથી માંડીને રિમોટ કંટ્રોલ, સ્માર્ટ વોચ, બ્લૂ ટૂથ કે પછી એવી કોઈ પણ આઇટમ આવી જાય જે તેનાં રોજબરોજનાં જીવનમાં સામેલ છે. ભારતીયોની ૬.૪૭ મિનિટની વપરાશ દુનિયામાં બારમા ક્રમે આવે છે. અમેરિકા પછી બીજા ક્રમે કેનેડા આવે છે. ત્રીજા ક્રમે ગર્વ સાથે આ કાંડ કરી રહ્યું છે જાપાન. તમને જાણીને નવાઈ લાગશે કે જાપાનમાં મોબાઈલની સંખ્યા અમેરિકા કરતાં વધારે અને જાપાનનાં પોલ્પ્યુલેશન કરતાં દોઢગણી વધારે છે. હવે જાપાનીઝ લોકો ઘરમાં આવ્યા પછી લેન્ડલાઈનનો વપરાશ કરે છે. મોબાઈલને સ્વિચઓફ રાખે છે. આવું કરવા માટે જાપાનને કઈ આગાહીએ પ્રેરણા આપી એ પણ જાણવું જોઈએ.

મોબાઈલમાંથી છૂટતાં કિરણો કેવાં નુકસાનકર્તા છે એના વિશે સંશોધન જગતભરમાં થઈ રહ્યાં છે અને મોટાભાગના ન્યૂરો સર્જન એ વાત પર પહોંચી ગયા છે કે આ કિરણોને કારણે બ્રેઈન કેન્સરથી લઈને બ્રેઈન ટયૂમર અને લ્યુકેમિયા(સાદી ભાષામાં લોહીનું કેન્સર) જેવી બીમારી થઈ શકે છે પણ એક હકીકત એ છે કે, આ પ્રકારની જે કોઈ આગાહી થઈ છે એને સહેજ પણ ગંભીરતાથી લેવામાં આવી નથી.

વર્લ્ડ ન્યૂરો સર્જન એસોસિયેશન ઓફ અમેરિકાએ આપેલાં કેટલાંક તારણોમાંથી એક તારણ એ આપવામાં આવ્યું છે કે જેટલો વધારે ગેજેટ્સનો ઉપયોગ થશે એટલો વધારે વ્યક્તિ હિંસાત્મક બની શકે છે. હિંસાનો અર્થ મારામારી કરવાની જરૂર નથી, હિંસા એટલે સ્વભાવમાં આવેલો બિનજરૂરી ઉદ્વેગ પણ આવી જાય, ખોટી ચીસાચીસ કરવી, દેકારો મચાવવો, વગર કારણે રાડો પાડવી અને બિનજરૂરી ઉતાવળ કરવી એ બધી વાતોને ગેજેટ્સનાં અતિ વપરાશની સાથે સીધો સંબંધ છે. ન્યૂરો સર્જનનું કહેવું છે કે, ગેજેટ્સના અતિશય ઉપયોગને કારણે શરીરની એનર્જી ઓછી થઈ જાય એવું બની શકે છે. આ સાઈકોલોજિકલ પ્રેશર હોઈ શકે છે. આળસ શરીરમાં સરળતાથી ઘર બનાવી લે એવું પણ ગેજેટ્સને કારણે બને છે. આઇનસ્ટાઇન કહેતા કે દિમાગને જેટલું વધારે ઘસવામાં આવે એટલું વધારે એ કામ કરે પણ ગેજેટ્સને દિમાગ સાથે કંઈ નિસબત નથી. ન્યૂરો સર્જન અને સાઈકોલોજિસ્ટનું કહેવું છે કે ગેજેટ્સ તો તમારા દાસ બનવા માટે સર્જાયાં છે. નંબર સ્ટોર કરો, એપોઇન્ટમેન્ટ સ્ટોર કરો, યાદી બનાવો, લિસ્ટ બનાવો, જે કરવું હોય એ કરો. ગેજેટ્સ નામનો દાસ તમારી સેવામાં હાજર છે પણ, પણ, પણ… આજે તમે જેને દાસ માનો છો એ જ દાસ ભવિષ્યમાં તમને દાસ બનાવીને રાખશે. એ પણ ભૂલવાની જરૂર નથી. સાઈકોલોજિસ્ટનું એ પણ કહેવું છે કે, ટીવી અને મોબાઈલ જેવાં ઉપકરણોને કારણે લોકોનો ઇમેજિનેશન પાવર બહુ પાતળો થવા માંડયો.

caketalk@gmail.com

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s