અધ્યાત્મ, ધ્યાન, ભક્તિ- કોચિંગ ક્લાસના વિષયો ?– અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

અધ્યાત્મ, ધ્યાન, ભક્તિ- કોચિંગ ક્લાસના વિષયો ?– અન્તર્યાત્રા – ડો.સર્વેશ પ્ર. વોરા

પૃથ્વીના પટ પર અન્ય ક્યાંય ન હોય એટલા બધા સ્વાધ્યાય, સત્સંગ, આશ્રમ- પ્રવચનો, અઠવાડિક વેદાંત કે ગીતા વર્ગો આપણા મલકમાં હશે, છતાં રોજબરોજના અતિ સામાન્ય કહી શકાય એવા વર્તનવ્યવહારમાં તમને- વિશ્વસનીયતાનો ભયંકર દુષ્કાળ જોવા મળે.
આવો વિરોધાભાસ શા માટે ?
સીધું સાદું કારણ એ છે કે આંતરિક સ્વભાવની ઉન્નતિ, વ્યક્તિત્વનું રૃપાન્તર, અધ્યાત્મ, ભક્તિ, ધ્યાન વગેરે સમૂહમાં સાધવાના વિષયો જ નથી. એ કોચિંગ ક્લાસના વિષયો જ નથી. એ વિષયો ”શીખવા” કે ”શીખવવા”ના જ ન હોવાથી એ શીખવવાનું શરૃ કરનારા જ પહેલે પગથિયે ભૂલ કરે છે.

તમે ”થેંક યૂ” કે ”સોરી” બોલતાં શીખવી શકો, પણ કૃતજ્ઞાતાની કે પસ્તાવાની લાગણી શીખવી શકતા નથી. તમે શ્રીમદ્ ભાગવતમાંથી સુપ્રસિદ્ધ ગજેન્દ્રમોક્ષ સ્તોત્ર પર ચોટદાર પ્રવચન આપી શકો, પણ ગજેન્દ્રને જે મુક્તિની ઝંખના પેદા થઇ હતી તે શ્રોતાઓમાં યાંત્રિક રીતે પેદા કરી શકતા નથી.

પરિણામે કયો વર્ગ આવા આશ્રમો, ત્યાં થતાં બીબાંઢાળ પ્રવચનો, કહેવાતા વેદાંત સત્સંગોમાં જતો હોય છે ? જેમને પોતાને શું જોઇએ છે એની ખબર નથી હોતી, એવાં અણજાણ ખાલીપાથી પીડાતા લોકો મોટે ભાગે અફીણની કે કશાંક પલાયનની શોધમાં આવી પહોંચે છે અને શું પ્રાપ્ત કરીને બહાર નીકળે છે ? કોઇક લેબલ બ્રાન્ડ અથવા તો અમે અન્ય કરતાં વધારે આધ્યાત્મિક બની ગયા છીએ એવી ”અસાધ્ય” ભ્રમણા ! તમે આવા અસાધ્ય વેદાન્તનો ભોગ બનેલા નમૂનાઓને પનારે પડયા છો ? વેદાન્તના ભારેખમ શબ્દો, ચહેરા પર અને રોજબરોજની વાતોમાં વિશ્વની ક્ષણિકતા કે આત્મા- પરમાત્મા- જીવ- મનની ભારે ઊંચી વાતો અને સાથે સહઅસ્તિત્વ ધરાવતી પ્રદર્શન, ભોગની તમામ દુન્યવી લાલસાઓ !
એક મિત્ર પોતાના ”આધ્યાત્મિક” (!) કોચિંગ ક્લાસ વિષે પોરસાઇને વાત કરી રહ્યાં હતા. ”અમારે ત્યાં ફલાણો તત્ત્વગ્રન્થ અમુક સમય સુધી વાંચવાનો હોય. સમૂહમાં બધા મૌન વાચન કરતાં હોય, ને અમારા ગુરુજીના સુપરવાઇઝર ચોકી કરતા હોય કે કોઇ વાંચતા વાંચતા ઊંઘી તો નથી ગયું ને ?”આ ભાઇ જે રીતે પોરસાઇને વાત કરતા હતા તે જોઇને એમનું અફીણ ઝૂંટવવાની હિંમત ચાલી નહી.
એમને પૂછ્યું હોત : ”તત્વગ્રન્થમાં ખુલ્લી આંખ રાખનાર ચેલો મનથી જલેબી ગાંઠિયા જોઇ નથી રહ્યો એ જાણવાની ચાવી પેલા સુપરવાઇઝર પાસે હશે ખરી ?”
અધ્યાત્મની યાત્રા શરૃ થાય છે. જાગૃતિથી અને જાગૃતિ આંતરિક ઘટના છે. મોટાભાગના લગભગ સાડા નવ્વાણું ટકા લોકોને જાગૃતિ ગમતી નથી હોતી.
આ જાગૃતિ બાહ્ય માહિતીથી હરગીઝ આવતી નથી. બાહ્ય માહિતીની પહોંચ વ્યક્તિત્વના માત્ર ઉપરના સ્તર સુધી હોય છે. દુનિયાના કોઇપણ તત્ત્વગ્રન્થની વાત તમને તો જ સ્પર્શે જો એ વાત તમારા પોતાના હૈયામાંથી પ્રગટી હોય તો ! એટલે જ તો આ દુનિયાના બહુમતી ક્ષુલ્લક જીવોને ક્ષુલ્લંક જણને સાંભળવા ગમતા હોય છે. અખાએ જે ગુરુ ચેલાના સંબંધની વાત કરી છે. એવાઓનો ફુગાવો કરોડોની સંખ્યામાં હોય છે ને જિસસ કે મહાવીર સાથે દશ-બાર જણા હોય છે !

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s