” આ મંદિરમાં હવે કેમ રહેવાય ? ” – પી.એમ.પરમાર

” આ મંદિરમાં હવે કેમ રહેવાય ? ” – પી.એમ.પરમાર. આ કાવ્ય ગુ.સ.ની 22,ઓક્ટોબર,2015ને ગુરૂવારની ” ધર્મ લોક” પૂર્તિમાં વાંચી મારાં બ્લોગ ઉપર નવેમ્બર 2008માં ” શું મંદિરમાં ઈશ્વર હોય છે ?” તેવી એક પોસ્ટ મૂકેલી તે યાદ આવી ગઈ. આપ સૌ મિત્રોને તે પોસ્ટ વાંચવી ગમશે તેમ ધારી નીચે લીંક મૂકી છે.

મંદિરના મુખ્ય પ્રવેશદ્વારમાં જ-
શ્રીફળના કાળાબજાર થાય છે, અહી પ્રભુનું નહિ,
તકતીમાં, દાતાના પહેલાં દર્શન થાય છે.
મંદિર બંધાય છે, પરવાનગી વગર,
દબાણ તો એવું થાય છે, કે ભગવાન ગભરાય છે.
પ્રસાદની દુકાને જઇએ તો પૂછે વેપારી,
ડાલ્ડાનો કે ચોખ્ખા ઘીનો ? અહીથી ભેળસેળ શરૃ થાય છે.
પ્રમોશોનમાં એક, લોટરીમાં બે, લગ્નમાં ત્રણ,
છોકરો આવશે તો, પાંચ નાળિયેર ચડાવીશ,
લાંચની ઓફર શરૃ, જેવું કામ તેવા દામ,
‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’- બધા જ બોલે છે,
પણ ગુટખા મંદિરમાં જ પોલ ખોલે છે,
કોઇ ચડ્ડા તો કેપ્રી, કોઇ ગંદુ ગાઉન પહેરી પહેરી
ભગવાનને દર્શન આપી જાય છે,
પછી સંસ્કારને સંસ્કૃતિની વાતો શરૃ થાય છે,
ભગવાન આગળ શરમ શેની ?
હજાર આપો તો પહેલાં દર્શન, પાંચસોમાં માત્ર અગ્રતાક્રમ,
વગર પૈસે લાઇનમાં- ધક્કા ખાવ અને રાહ જુઓ,
‘પૈસા મારો પરમેશ્વર’- તે આને કહેવાય !
ખિસ્સુ કપાય, નવા નક્કોર બૂટ ચોરાય, કચડાઇ જવાય,
તો ય કશું કહેવાય નહિ, મંદિર છે, મંદિરમાં તો આવું બધું થાય,
સદીઓથી આ બધું બધાને સદી ગયું છે.
ભૂવા ધૂણતા જાય ને દાણા નાખતા જાય,
બકરા ખાતા જાય ને પૈસા લૂંટતા જાય,
માબાપ ભૂખે મરે ને છોકરા જાત્રાએ જાય,
શું આને ભગવાનના દર્શન કહેવાય ?
કૃષ્ણ ખુદ કહી ગયા- ‘કર્મ કરો,’ તો ય ના સમજાય,
લાંબી લાંબી યાદી કરીને, ભગવાન આગળ જાય,
ભગવાને હાથ, પગ આપ્યા તો ય માગવા જાય.
હવે તો ભગવાનને ય બીક લાગે છે,
આ માણસનું તો કંઇ ના કહેવાય-
સાચું બોલો તો ય ખોટું લાગી જાય,
ના કહેવાય, ના સહેવાય, આ મંદિરમાં હવે કેમ રહેવાય ?
માણસને આવતો જોયો ને ભગવાન તો નાઠા જાય… નાઠા જાય આને માણસ કહેવાય?

” શું મંદિરમાં ઈશ્વર હોય છે ?” નીચે લીંક આપી છે.
https://arvindadalja.wordpress.com/%e0%aa%b6%e0%ab%81%e0%aa%82-%e0%aa%ae%e0%aa%82%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%88%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b5%e0%aa%b0-%e0%aa%b9%e0%ab%8b%e0%aa%af-%e0%aa%9b%e0%ab%87/

Advertisements

One comment

  1. અરવિંદભાઈ હું મારા વિચારોને લીધે બન્ને પક્ષે માર ખાઉં છું. ધાર્મિક આપ્તજનો મને નાસ્તિક માને છે. રેશનાલિસ્ટ મિત્રો મને ધાર્મિક માને છે. મેં ધર્મને વ્યાપાર તરીકે સ્વીકારી લીધો છે એટલે મંદિર કે પૌરાણિક કાલ્પનિક પાત્રોને લોકો ભગવાન તરીકે માનતા હોય તો મને જરાયે વાંધો નથી. તે જ પ્રમાણે ભગવાન-બગવાન કે આત્મા-ફાત્મામાં ન માનતા હોય તે મિત્રો સામે પણ વાંધો નથી.
    મારો વાંધો ત્યા જ છે કે પોતાની માન્યતાઓ અને વિચારો બીજાએ અપનાવવા જ જોઈએ એવો પ્રચારાત્મક હટાગ્રહ કે દુરાગ્રહ વિશ્વ અશાંતિ માટે કારણભૂત છે. તમે જે માનતા હો તે પ્રમાણે જીવો. પણ તમારી માન્યતાઓના રણસિંગા અને નગારાઓ નહીં વગાડો. તમારે અમુક સંપ્રદાયમાં જોડાવું જ જોઈએ. અમુક બાપુને સાંભળવા જ જોઈએ મારો જ ધર્મ તમારું કલ્યાણ કરશે. સુન્નત કરાવવું જ પડશે. ગાયનું માંસ ના ખાશો તો તમને મારી નાંખીશું. ડુક્કરનું માસ ના ખવાય, તમે મંદિરો ન બાંધો. તમારા પૈસા સમાજ માટે કર્ચો. આ બધા માનસિક અત્યાચાર સમા પ્રચારનો વિરોધી છું. તમે તમારી માન્યતાઓ પ્રમાણે આનંદથી જીવો.” ઓન્લી વન લાઈફ ટુ લીવ” અને બીજાને તેમની રીતે જીવવા દો. બીજાને તમારા જીવનમાં ડખો ન કરવા દો. બીજાના જીવનમાં તમે ગુરુ બનીને ઘૂસવા પ્રયત્ન ના કરો. તમે દુઃખી થશો અને અન્યને દુઃખી કરશો. હું મજાકીયો માણસ છું. સ્વામિનારાયણી સંતોની સ્ત્રીઓ અંગેની નીતિની ઠેકડી ઉડાવતો હતો. એક ડોસીમાએ મને કહ્યું કે ‘ભઈલા તને ન ફાવતું હોય તો એ મંદિરમાં ન જવાનું. સરસ બાંધણી છે, સ્વચ્છ જગ્યા છે, ફુવારા છે. હું પાંચ મિનિટ દરશન કરીને મંદિરના પાર્કમાં દોઢ કલાક બેસું છું. મને ગમે છે.’ તમે અહીં કેમ આવ્યા છો. મેં કહ્યું કે મિઠાઈ ફરસાણ લેવા અને મહાપ્રસાદ લેવા જ આવ્યો છું’ પાછળથી ખબર પડી કે ડોશીમાં OBGN રિટાયર્ડ ડોકટર હતાં. એણે કે મેં મારી માન્યતાઓને કારણે કોઈને પણ નુકસાન પહોચાડ્યું નથી. હમણાં એક સરસ વાત અમારા મિત્ર કૌશિક અમીને કહી તે મેં ફેસ બુક પર પણ કહી છે. તમારો ધર્મ તમે તમારા ઘરના ઊબરની અંદર રાખો. જરૂર કરતાં વધુ લખી નાંખ્યું ખરું ને? સહમત હોઉં કે ન હોઉં પણ આપના વિચારો માટે મને માન છે.

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s