છતાં આ વલોપાત શાને ? અન્તર્યાત્રા—–ડો. સર્વેશ પ્ર. વોરા

છતાં આ વલોપાત શાને ? અન્તર્યાત્રા—–ડો. સર્વેશ પ્ર. વોરા

ભાયંદર કે નાલાસોપારા રહેતા સજ્જન બેપાંદડે થાય, પછી કાંદીવલી કે પાર્લેમાં ફ્લેટ લેવાની તપાસ આદરે. જે સોસાયટીમાં ફ્લેટ લેવો હોય ત્યાં બીજા બધા મુદ્દા તપાસ્યા છતાં એક હજાર મણનો મુદ્દો જરૃર તપાસે : ત્યાં વર્ષોથી રહેતા પડોશીઓનો એકંદર અભિપ્રાય પૂછે.

આપણે ‘જો જીતા વોહી સિકંદર’ વાળી વાત વારંવાર ગોખ્યા કરીએ છીએ, પણ જેમને આપણે ‘જીતેલા’ કે ‘સિકંદર’ માનીએ છીએ એમની હૈયાંની દુનિયામાં ડોકિયું કરવાની તક મળે તો ? અહીં મુશ્કેલી એ છે કે આ જિન્દગીનો કહેવાતા સિકંદરો કદી ખરેખરી હાલતની કબૂલાત કરતા નથી, પણ જો કોઈમાં મનોવૈજ્ઞાાનિક પરખ હોય તો સમજી શકે કે આ ‘સિકંદરો’ સુખી નથી, બેચેન છે, ભયંકર અસલામતીથી પીડાય છે, એમને કોઈક અજાણ્યો વલોપાત છે.

કમાલ છે ને ? જેમના જેવા બનવા માટે આપણે દિવાસ્વપ્ન જોતા ફરીએ છીએ એ લોકોના હાથે તો નર્યો ખાલીપો છે. તમે દલીલ કરી શકો કે આ ‘ખાલીપો’ છે એમ કેમ કહી શકો ? જવાબ બહુ સીધો સાદો છે. જો આ ‘ખાલીપો’ ન હોય તો આટલા ચતુર, આટલા માલદાર, આટલા વગદાર હોવા છતાં આટલી બેચેની શાને ? ડૂબતો તરણાંને પકડે એમ પૂર્વગ્રહની મમત શા માટે ? પોતાનાથી ક્યાંય ‘પાછળ’ હોય એવા પ્રતિભાશાળીથી પણ અસલામતીજન્ય ખુન્નસ શા માટે ? વય ૬૫-૭૦ ઓળંગી ગઈ હોય, કેડ પર ચાર-પાંચ કરોડની સંપત્તિનો કબજો હોય, છતાં પાંચસો-હજારનો સહજ ધર્માદા કરતાં હિંમત કેમ ન ચાલે ? કયો ભય, કઇ અજ્ઞાાત વિટંબણા ડરાવે છે ?

ખૂબ ખૂબ કમાઈ ખૂબ વાડીવજીફા જર-જમીન-ઝવેરાત-પ્રાપ્ત કર્યા પછી, વયનાં સિત્તેર વર્ષો ઓળંગી ગયા પછી પણ ધાર્મિક ટ્રસ્ટમાં કે મંદિર-દેરાસરમાં જોડાઈને ‘બિન્ધાસ્ત’ ‘ખાજોટી’, પાછલે બારણેથી મલીદો ચાટવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા વડીલોનો પનારો પડયો છે ત્યારે ગુસ્સો નથી આવતો, દયા આવે છે : મરણાસન્ન માંદલું કૂતરૃં કોળિયો ખાવાની ત્રેવડ ન હોય છતાં મોઢેથી લાળ ટપકાવતું હોય ત્યારે જે સૂગ-દયા પદા થાય એવા જ ભાવ જાગે છે. પ્રશ્ન થાય : શું આ લોકોને ફરી જુવાની આવવાની કોઈ ‘ગેરંટી’ મળી હશે ? શું અમરત્વની ચાવી કોઈ સાધુબાવા આપી ગયા હશે ? કઇ તાકાત એમને હજુ પણ ઝર-ઝવેરાતની ગૂણીઓ ભરવા માટે દોડતા રાખે છે ?

વાત માત્ર પૈસા-ધન સંબંધિત નથી.

કોઈ પણ ક્ષેત્રમાં દુન્યવી રીતે ટોચ પર પહોંચેલા જણની બાબતમાં જ્યારે પનારો પડે ત્યારે આશ્ચર્યનો પાર ન રહે. પાપાપગલી કરનારા કે અર્ધે રસ્તે પહોંચનારાને કદી ન હોય એટલી બિનસલામતીથી આ કહેવાતા વગદાર, ‘સફળ’ લોકો પીડાતા હોય છે :

એમનું ચાલે તો કોઈ જ પ્રતિભાશાળીને મુલકમાં રહેવા ન દે. રખે પોતાની મૃગજળની ઠકરાત ઝૂંટવાઈ જાય તો ?
જિન્દગીમાં કુરુક્ષેત્રમાં ખરા લડવૈયાએ એક સત્ય જેટલું વહેલું જાણી લેવાય એટલું સારૃં છે. તમે ખાસ પ્રકારની ઝળહળતી જ્યોત વડે ધાતુઓ સાંધતા કારીગર જોયા છે ? કહે છે કે આ ઝળહળાટ નરી આંખે ન જોવાય નરી આંખે જોતાં અંધાપો આવે. કોઈ પણ પ્રકારની નકરી દુન્યવી સફળતાનો ઝળહળાટ પહેલું કામ એ કરે કે અંધાપો લાવે. પેલા કારીગર એટલે જ આવી ઝળહળ જ્યોત સાથે કામ પાર પાડતાં પહેલાં આંખો પર ખાસ પ્રકારનો કાચ રાખે, જે રક્ષણ કરે. આપણામાંથી મોટા ભાગના આવો રક્ષણકર્તા કાચ રાખતા નથી. આપણી આંખે, છતી આંખે અંધાપો આવે છે. હા, ઘણાને આ જરા નિરાંતે વાંચવા જેવી ખોખલી ફિલસુફી લાગશે. અચાનક ડિપ્રેશન બિનસલામતી ચારે બાજુથી ઘેરી લે ત્યારે પછી આ વાતો ખોખલી ફિલસુફી નહીં પણ નક્કર, ટકોરાબંધ વાસ્તવ લાગશે, પણ ત્યારે જિન્દગીની વન-ડે ક્રિકેટના પચાસ ઓવર્સ પૂરા થવામાં હશે !

આ લેખનું ટકોરાબંધ સત્ય ત્યારે જ સમજાય જ્યારે માત્ર દુન્યવી રીતે ચતુર, વગદાર સફળ, ચાંપલા લોકોની બેચેની, વલોપાત, સતત બિનસલામતીનો તમને જાતઅનુભવ થાય.

Advertisements

One comment

  1. અરવિંદભાઈ આખો લેખ બે વખત વાંચ્યો. મને ૭૬ પૂરા થયા. ડોક્ટર સાહેબે ઘણી ઘ્ણી ફિલસુફીની વાત કરી છે. સદ્ભભાગ્યે મને કોઈ બેચેની, વલોપાત, કે બિનસલામતીનો જાતઅનુભવ નથી થયો. ના જ થાય કારણકે હજુ હું ચતુર, વગદાર સફળ કે ચાંપલો ગણાયો નથી. પણ ગુરુ વર્ગને સળી કરવામાં પંકાયલો હળવો માણસ છું.
    અરવિંદભાઈ મને તો ત્યાંના સ્થાનિક વિદ્વાનોના લેખ વાંચવા નથી મળતા. આપના બ્લોગમાંથી ઘણું જાણવા મળતું રહે છે. કુશળ હશો. સાદર વંદન.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s