‘અનામત આપો અથવા કાઢો’–પ્રોજેકટર–ડૉ.કૌશિક ચૌધરી–ગુ.સ.4,સ્પ્ટે.2015,રવિ પૂર્તિમાંથી સાભાર

‘અનામત આપો અથવા કાઢો’ —પ્રોજેક્ટર- ડૉ. કૌશિક ચૌધરી—ગુ.સ. 4, સપ્ટે,2015, રવિપૂર્તિમાંથી સાભાર

‘અનામત આપો અથવા કાઢો’

દેશમાં સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈપણ મોટા વિચારને આમ જનતાને તૈયાર કર્યા વગર જ સીધો થોપી
દેવામાં આવે છે. જેવી રીતે બિનસાંપ્રદાયિકતાને કોઈપણ જાતની પાયાની ફિલોસોફી વગર થોપી બેસાડવામાં આવી.
યાત્રાના મધ્યને જ્યારે અંત સમજી લેવામાં આવે ત્યારે આવી અરાજકતાવાદી માંગો ઉત્પન્ન થાય છે

આયાત્રા છે અસમાનતાથી સમાનતા તરફ જવાની. પરંતુ સમાનતા કોને કહેવી ? જ્યારે હજારો વર્ષોથી તમારા જન્મને જ હીન અને અછૂત માની લેવામાં આવ્યો હોય ત્યાં આર્થિક સમાનતાનો શો અર્થ ? આ એ સમાજો છે જેમને મંદિરોમાં આવવા દેવામાં નથી આવ્યા. આ સમાજોને પૈસા નહીં વૈચારીક ક્રાન્તિની જરૃર હતી. જે તેમને ઉજળિયાત લોકોની સમકક્ષ લાવીને જ લાવી શકાય એમ હતી અને આ વિચાર સાથે જ અનામત શરૃ થયું હતું.
પણ હજારોના એન્ડ્રોઈડ ફોન હાથમાં લઈને અનામત માગવાવાળા જે રીતે તેમની મજાક ઉડાડી રહ્યા છે કે – એક હોસ્પિટલ બનાવો જેમાં જીભ અને જી્ ના ૫૦ થી ૬૦ ટકા લાવેલા ડોક્ટરો પાસે નેતાઓની સારવાર કરાવો – એ લોકોને આપણે પૂછવું છે કે શું ગુજરાત, રાજસ્થાન અને બેંગ્લોરની બધી જ સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં કરોડો રૃપિયાનું બ્લેક મની ઠાલવી ૫૦ થી ૬૦ ટકા લાવેલા કે બીજા ટ્રાયલે બારમુ પાસ થયેલા લોકો ડોક્ટરો બને છે તેમાં પાટીદારો મોટી સંખ્યામાં નથી ? ખરેખર જો એવી હોસ્પિટલ બનાવવામાં આવે જેમાં ૫૦ ટકાવાળા ડોક્ટરોને જ લેવાના હોય તો એમાં પણ તમે જ વધારે છો અને ત્યાં પણ એ ગરીબોનો નંબર નહીં આવે. મેગા સિટીમાં કરોડોની હોટેલો ધરાવતા તમારા લોકોના સંતાનો ૫૦ ટકે ડોક્ટર બને તેનો તમને વાંધો નથી, તો એક પટાવાળા અને કામવાળી બાઈનું સંતાન ૫૦ ટકા લાવીને ડોક્ટર બને છે તેનું અપમાન કેમ થઈ રહ્યું છે ? આ પછાત જાતિઓમાં તમને સામો જવાબ આપી શકે તેવા કોલમિસ્ટો કે વર્તમાનપત્રોના માલિકો હજુ પેદા નથી થયા. તે હજી માંડ થોડી ઘણી નોકરીઓ લઈને તમારી પાસે બેસતા શરૃ થયા છે અને એટલામાં તો તમે ‘અનામત આપો અથવા કાઢો’ની કૂટનિતિક ચાલ શરૃ કરી દીધી. વર્તમાન સમયમાં આ બંને માંગોનો એક જ તો અર્થ છે કે પછાત જાતિઓની ઉન્નતિને ઉગતી જ કાપી નાખવી.

બે-ત્રણ વિગા જમીન ધરાવતો અને ડીગ્રી પતાવ્યા પછી નોકરી ન મળી હોય તેવો માણસ તમારા માટે ગરીબ છે અને એને તો તમે ‘પાટીદાર એકતા’ના આદર્શરૃપે તમારી ફેક્ટરીઓમાં નોકરી આપીને ધંધે પણ વળગાળો છો. પણ પારકી બે-ત્રણ વિગા જમીન વાવીને સંતાનોને ઉછેરતા અને છતાંય પૂરતું પ્રાથમિક શિક્ષણ ન આપી શકતા ઠાકોર, દલિત અને અન્ય ઓબીસી સમાજના લોકો તેમના સંતાનોને ક્યાં મોકલે ? આમ, તમારા ગરીબ અને પછાત જાતિઓના ગરીબમાં ઘણું અંતર છે. કારણ કે બંનેના સમાજમાં ઘણું અંતર છે અને જ્યાં સુધી આ અંતર છે આર્થિક અનામત શક્ય નથી અને એટલે જ સમાનતા તરફની આપણી આ યાત્રા હજુ મધ્ય સમયમાં જ પહોંચી છે. આર્થિક અનામત લાવી શકાય તેવા પૂર્ણતાના સમયે નહીં.

અસલમાં આ દેશમાં સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈપણ મોટા વિચારને આમ જનતાને તૈયાર કર્યા વગર જ સીધો થોપી દેવામાં આવે છે. જેવી રીતે બિનસાંપ્રદાયિકતાને કોઈપણ જાતની પાયાની ફિલોસોફી વગર થોપી બેસાડવામાં આવી. તેવી જ રીતે અનામતનો મહાન વિચાર પણ લોકોને તેનો પાયાનો અર્થ સમજાવ્યા વગર લાદવામાં આવ્યો. જરૃર હતી ઉજળિયાત જાતિઓને મહાનતા તરફ પ્રેરવાની કે ”પછાત જાતિઓ સાથે સદીઓથી ભેદભાવ થયો છે અને હવે આઝાદ ભારતમાં આપણે એ ભેદ હટાવી તેમને આપણા સ્તરે લાવવાની કોશિશ કરવાની છે. આ માટે આપણે થોડો ભોગ આપવો પડશે અને પહેલી તકો એમને આપવી પડશે.” સરકારે પછાત જાતિઓને પણ આદર્શ સમજાવવાનો હતો કે, ”જુઓ, તમને ઉપર લાવવા માટે તમારા ભાઈઓ એમની તકો પહેલા તમને આપી રહ્યા છે. તમને વૈચારીક અને સામાજીક ઉન્નતિ તરફ લાવવા માટે તેઓ અન્યાય ભોગવશે. એટલે તમારે પણ તમારી જવાબદારી સમજવી પડશે અને જેટલું બને તેટલું જલદી તેમના સ્તરે ઉપર ઉઠીને બતાવવું પડશે. તમારામાંથી એક આગળ જાય એટલે પાછળના બીજા લોકો માટે રસ્તો તૈયાર કરે અને આ રીતે સમગ્ર સમાજને અજ્ઞાાન અને અછૂતતાના આ નર્કમાંથી બહાર લઈ જાઓ. આ દેશ એક પરિવાર છે અને પરિવારના દરેક સભ્યને સમાન સ્તર મળે તે માટે આપણે બધાએ એકબીજા માટે વિચારવાનું છે.” કેટલું સુંદર હોત જો આ ફિલોસોફી સાથે અનામતનો વિચાર જન જનના માનસમાં સ્થાયી કરવામાં આવ્યો હોત.

પરંતુ આગળના એક અંકમાં આપણે જાણ્યું તેમ રાજકીય પક્ષોએ અનામતના નામે રાજનીતિ શરૃ કરી અને હવે તો એ હાલત છે કે જાતિઓ નિશ્ચિંત થઈ ચૂકી છે કે એકવાર અનામત આપી દીધું એટલે કોઈ માઈનો લાલ સત્તા જવાના ડરથી એને હટાવી નહીં શકે અને આ વાતે જ બધી મુસીબતોને જન્મ આપ્યો છે. પછાત જાતિઓમાં વૈચારીક અને સામાજીક ઉન્નતિમાં કોઈ ફર્ક પડયો ન હોવાથી પાટીદારોની ‘અનામત આપો કે કાઢો’ની માગ આ સમયે અશક્ય જ નહીં, અતિશયોક્ત અને અવ્યવહારિક છે. છતાંય બિનઅનામત જાતિઓના અતિગરીબ તબક્કા માટે વિચારવું પડે તેવા મધ્ય સમય આપણી આ યાત્રામાં જરૃર આવી ગયો છે.

અનામત હવે આપણા લોકો માટે એક વ્યસન છે અને એક આખી પેઢી તો એ વ્યસન સાથે પેદા જ થઈ છે. અચાનક જ અનામત કાઢી નાખવાના વિચારથી એ જ થશે જે રોજ પચાસ સિગારેટ પીતા વ્યક્તિને અચાનક સિગારેટ પીતો રોકી દેવામાં આવે તો થાય છે. શરૃઆતમાં તે શાંતિથી સિગારેટ પાછી માંગશે અને નહીં આપો તો સિગારેટ પાછી મેળવવા ત્યાં હાજર આખી દુનિયાથી લડી લેશે. આથી, જરૃર છે વ્યસનને ધીમે ધીમે છોડાવવું જેથી વિગ્રહ ન થાય. બંને રાજકીય પક્ષોને આ મધ્ય ભાગમાં કમ સે કમ એ વાત માટે સંમત કરી શકાય કે અનામત આપેલી ઓબીસી જાતિઓની વર્તમાન સામાજીક અને આર્થિક સ્થિતિનું પુનઃમૂલ્યાંકન થાય અને જો ધારાધોરણો મુજબ કોઈ જાતિ પ્રગતિની રાહ પર આગળ વધી ચૂકી હોય તો તેનું અનામત ધીમે ધીમે અમુક સ્થાનો સુધી સીમિત કરવામાં આવે. આ ઉપરાંત, અનામત ધરાવતી જાતિઓને એ સ્પષ્ટ સંદેશ આપવામાં આવે કે તેમના માટે બીજો એક તબક્કો અન્યાય ભોગવી રહ્યો છે એટલે અનામત ધરાવતો દરેક સમાજ પોતાનું સંપૂર્ણ ધ્યાન શૈક્ષણિક અને સામાજિક સશક્તિકરણમાં આપે અને વહેલામાં વહેલી તકે અનામતના કલંકમાંથી બહાર નીકળવાની કોશિશ કરે. હોઈ શકે તો સરકાર દરેક જાતિને નિશ્ચિત લક્ષ્ય આપી તેની વર્તમાન સ્થિતિ મુજબ અમુક વર્ષોનું અલ્ટીમેટમ આપે જેથી તે જાતિઓનું માનસ વિકાસલક્ષી બનાવી શકાય. ઉન્નત બનેલી જાતિઓના અનામત દૂર થવાથી જે જગ્યા પડે તેમાં બિનઅનામત જાતિઓના અતિગરીબ તબક્કાને શામેલ કરી શકાય, પરંતુ અતિગરીબ હોવાના ધારાધોરણો અત્યંત સ્પષ્ટ હોવા જોઈએ. અહીંથી જીઈમ્ભ નું નામ બદલીને જીઈઈમ્ય્ કરવામાં આવે. જેનો અર્થ થાય ‘સોશિયલી, એજ્યુકેશનલી એન્ડ ઈકોનોમિકલી બેકવર્ડ ગૃપ’. નોટ કાસ્ટ.

આમ, સામાજીક અનામતને સંપૂર્ણ આર્થિક પરીપેક્ષ પર સ્થાયી કરવા માટે આ રીતે નાના ડગલાઓથી શરૃઆત કરવી પડશે. એક નાની પરંતુ નિશ્ચિત સફળતા જ આ સમયને ગૌરવ પ્રદાન કરશે. સમય પહેલા બધુ કબ્જે કરવાની કોશિશ ચાલુ રહી અને તેના કારણે જો ગામડાઓમાં પોસ્ટરવોરથી શરૃ થયેલો વર્ગવિગ્રહ શહેરો સુધી પહોંચ્યો તો આ સમયને આપણે હંમેશા એક ભયાનક સદમા તરીકે યાદ કરવો પડશે. ૧૯૮૫થી પણ વધુ ભયાનક, કારણ કે ઈલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયા જેવા ભયાનક ઉદ્દીપકો તે સમયે નહોતા.

એટલે જેમ ધૃતરાષ્ટ્ર દુર્યોધનના દુરાગ્રહમાં પોતાનો સ્વાર્થ જોતો હતો તે રીતે પાટીદાર સમાજના વડીલો તોફાનો મચાવતા છોકરાઓમાં પોતાનો સ્વાર્થ જોવાનું બંધ કરે અને પરીપકવ વડીલો પોતાનો સ્વર ઉંચો કરી આગળ આવે અને ઉપર જણાવ્યા મુજબ જીઈઈમ્ય્ લાવવા માટે સમાજને એક પરીપકવ નેતૃત્વ પૂરું પાડે. જે પાટીદાર મિત્રો વિના જીવન અધૂરું લાગતું હોય તેવા ગાઢ મિત્રો દુશ્મન તરીકે સામે આવે તેવા વર્ગ વિગ્રહનો વિચાર પણ હૃદયને રોવડાવી દે તેવો છે. તો, આવી કોઈપણ શક્યતાને હટાવીને એક સાચા ભારતીય તરીકે એકબીજા માટે વિચારીએ અને સાચી સામાજિક સમાનતા માટે મંથન કરીએ. જેને ખાલી તોફાનો મચાવવા છે તેના ઈરાદા આત્મકેન્દ્રિત છે એમ જ સમજવું.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s