નિયતિને આપેલું વચન – અબ્દુલ કલામ સાહેબનું પ્રવચન

મિત્રો,

આ લેખ તમારે મન દઈને વાંચવો જ પડશે,આપણા લોકપ્રિય અને આદરનીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિશ્રી
અબ્દુલ કલામ સાહેબનું આ પ્રવચન તમને ગળામાં સળસળાટ ગળે ઉતારી જશે તેની ખાતરી.

નિયતિને આપેલું વચન પાળવાથી માંડી અંતરાત્માને ગીરવે મૂકવા સુધીની યાત્રા
યે જો હૈ ઝિંદગી – ગીતા માણેક’નિયતિને આપણે આપેલો વાયદો’(ઝિુતિંશવિં ઉયતશિંક્ષુ) ભાવ્યો હતો એ ઘટનાને ૬૮  વર્ષ વીતી ચૂક્યાં છે. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના જવાહરલાલ નહેરુએ જે વક્તવ્ય આપ્યું  હતું એ વિશ્ર્વના ઈતિહાસમાંનાં યાદગાર પ્રવચનોમાંનું એક ગણાય છે.
ત્યારબાદ  આપણે ઇન્દિરા ગાંધીનાં જોશભર્યાં ભાષણોથી માંડીને મનમોહન સિંહ જેવા મૌનીબાબાઓ, મોં ખોલે તો પૈસા પડી જાય એવા પપ્પુઓ અને મોદીનાં આંજી નાખનારાં ભાષણો પણ સાંભળ્યાં, પણ નહેરુ પછી જો કોઈ નેતાની વાત હૈયાસોંસરવી ઊતરી જાય એવી હોય તો તે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કલામસાહેબની. આજે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ફરી એક વાર તેમણે હૈદરાબાદમાં આઈઆઈટી ખાતે આપેલા પ્રવચનનો કેટલોક  ભાગ અહીં રજૂ કરીએ છીએ, કારણ
કે એ ફરી-ફરીને વાંચવા, વિચારવા અને દરેક હિંદુસ્તાનીએ અમલમાં મૂકવા જેવો છે. ઓવર ટુ કલામ સાહેબ-

ભારતના ભાવિને હું ત્રણ ભાગમાં જોઉં છું. છેલ્લાં ૩૦૦૦ વર્ષના આપણા ઈતિહાસમાં આખા વિશ્ર્વના લોકોએ આપણા પર આક્રમણ કર્યું છે, આપણી જમીન હડપ કરી છે, આપણા મન પર કબજો જમાવ્યો. એલેક્ઝાન્ડરથી માંડીને ગ્રીક, તુર્કી, મોગલ, પોર્ટુગીઝ, બ્રિટિશ, ફ્રેંચ, ડચ બધાએ આવીને લૂંટ મચાવી અને જે આપણું હતું એ છીનવતા  રહ્યા. છતાં આપણે ક્યારેય કોઈ દેશ પર ચડાઈ નથી કરી. આપણે કોઈની જમીન છીનવી  નથી કે ન તો તેમની સંસ્કૃતિ
પર આક્રમણ કરીને આપણી જીવનશૈલીને તેમના પર થોપી બેસાડવાનો પ્રયાસ કર્યો. શું કામ? કારણ કે આપણે બીજાઓની સ્વતંત્રતાનો આદર  કરીએ છીએ.

આ જ કારણ છે કે હું જે ભારતને જોઈ રહ્યો છું એમાં સ્વતંત્રતા પ્રમુખ છે. હું માનું
છું કે ભારતમાં સ્વતંત્રતાનું પહેલું શમણું ૧૮૫૭માં જોવાયું જ્યારે  સ્વતંત્રતા માટેની લડત શરૂ થઈ. આ સ્વતંત્રતાની આપણે સુરક્ષા કરવાની છે, જાળવવાની છે અને એ પાયા
પર ચણતર કરવાનું છે. જો આપણે મુક્ત નથી તો કોઈ આપણો આદર નહીં કરે.

મારા સ્વપ્નના ભારતમાં વિકાસ મહત્ત્વનો છે. છેલ્લાં પચાસ વર્ષથી આપણે વિકાસશીલ  દેશ રહ્યા છીએ. હવે એ સમય આવી ગયો છે કે આપણે આપણી જાતને વિકસિત દેશ તરીકે જોઈએ. જીડીપી (આર્થિક વિકાસ દર્શાવતો આંક)ની દૃષ્ટિએ જોઈએ તો આપણે દેશના  મોખરેના પાંચ
દેશમાંના એક છીએ. મોટા ભાગના ક્ષેત્રોમાં આપણો વિકાસ દર ૧૦  ટકા જેટલો છે. ગરીબીનો સ્તર ઘટી રહ્યો છે. આપણી ઉપલબ્ધિઓની નોંધ આજે વૈશ્ર્વિક સ્તરે લેવાઈ રહી છે. છતાં આપણામાં આત્મવિશ્ર્વાસનો અભાવ છે અને  આપણે વિકસિત દેશ, સ્વાવલંબી અને
પોતાનામાં ભરોસો ધરાવતા દેશ તરીકે જોતા નથી. શું આ હકીકત નથી?

ભારતમાં હું ત્રીજી એક બાબત પણ જોવા ઇચ્છું છું. ભારતે વિશ્ર્વ સામે અડીખમ ઊભા
રહેવું જોઈએ, કારણ કે જો ભારત જગત સામે ટટ્ટાર નહીં ઊભું હોય તો કોઈ આપણને  આદર નહીં આપે. શક્તિશાળીનો જ શક્તિશાળીઓ આદર કરે છે. ફક્ત આપણું સૈન્ય
શક્તિશાળી હોય એટલું પૂરતું નથી, આપણે આર્થિક રીતે પણ સક્ષમ હોવા જોઈએ.  બંને
સાથેસાથે હોવું જોઈએ

અહીંનું મિડિયા આટલું નકારાત્મક શા માટે છે? ભારતમાં આપણે આપણી જ શક્તિઓ અને  ઉપલબ્ધિઓને સ્વીકારવામાં આટલો સંકોચ શા માટે રાખીએ છીએ? આપણે કેટલો મહાન
દેશ છીએ. આપણી પાસે કેટલી બધી સફળતાની ગાથાઓ છે પણ આપણે એની નોંધ લેવા  તૈયાર નથી. શા માટે?

આપણે દૂધના ઉત્પાદનમાં પ્રથમ છીએ. આપણે રિમોટ સેન્સિંગ સેટલાઈટ્સમાં સૌથી મોખરે છીએ. ઘઉંના ઉત્પાદનમાં આપણો નંબર બીજો છે. ચોખાના ઉત્પાદનમાં પણ બીજા
નંબરે છીએ. ડો. સુદર્શનને જુઓ તેમણે આદિવાસી ગામને આત્મનિર્ભર અને સ્વંયસંચાલિત એકમ બનાવ્યું.

આપણી આવી લાખ્ખો ઉપલબ્ધિઓ છે પણ મિડિયાને ફક્ત ખરાબ સમાચારો, અસફળતાઓ અને
આપત્તિઓને ચમકાવવામાં જ રસ છે.

એક વાર હું તેલ અવીવમાં હતો અને હું ઈઝરાયલનું અખબાર વાંચી રહ્યો હતો. તે  દિવસે ઘણા હુમલાઓ બોમ્બમારો થયો હતો અને બહુબધાં મૃત્યુ પણ થયાં હતાં.  પરંતુ અખબારના પહેલા પાને એક યહૂદી સદગૃહસ્થનો ફોટો હતો જેણે રણની ભૂમિ પર ઓર્કિડ અને અનાજ
ઉગાડ્યાં હતાં. આવા પ્રેરણાદાયક સમાચારથી ત્યાંના લોકોની  સવાર પડી હતી. હત્યાઓ, બોમ્બ દ્વારા થયેલા વિધ્વંસ વગેરેની વિગતો અંદરના પાને હતી. જ્યારે ભારતમાં આપણે મૃત્યુ,
બીમારીઓ, આતંકવાદ, અપરાધ વગેરે વિશે જ વાંચીએ છીએ. આપણે આટલા નકારાત્મક શા માટે છીએ?

બીજો પ્રશ્ર્ન એ કે એક દેશ તરીકે આપણને વિદેશી વસ્તુઓનું ઘેલું શા માટે છે?  આપણને ફોરેનના ટીવી, શર્ટ, ટેક્નોલોજી બધું જ ઇમ્પોર્ટેડ જ જોઈએ છે. શું  આપણને એટલું ભાન નથી કે આત્મનિર્ભર થવાથી જ સ્વમાન આવે છે? હું હૈદરાબાદમાં હતો ત્યારે ૧૪ વર્ષની એક
છોકરીએ ઓટોગ્રાફ લેતી વખતે મને મારા પ્રશ્ર્નના  જવાબમાં કહ્યું કે મારે ડેવલપ્ડ ઇન્ડિયામાં રહેવું છે. તેના માટે તમારે અને મારે ડેવલપ્ડ ઇન્ડિયા બનાવવું પડશે. તમે છાતી કાઢીને કહો કે ભારત અવિકસિત  દેશ નથી; તે પૂરી રીતે વિકસિત દેશ છે.

શું તમારી પાસે દસ મિનિટ છે? તો હું ઝનૂનપૂર્વક કંઈક કહેવા માગું છું. જો તમારી પાસે તમારા દેશ માટે દસ મિનિટ છે? તો આ વાંચો નહીં તો તમારી મરજી.

તમે કહો છો આ સરકાર અકાર્યક્ષમ છે. તમે કહો છો કાયદાઓ બહુ જૂના છે. તમે કહો છો
મ્યુનસિપાલિટી કચરો ઉપાડવા નથી આવતી. તમે કહો છો ફોન નથી ચાલતા, રેલવે એક  મજાક બી ગઈ છે, એરલાઈન દુનિયાભરમાં સૌથી ઊતરતી કક્ષાની છે, ટપાલ સમયસર  પહોંચતી નથી. તમે કહો છો દેશનું તંત્ર ખાડે ગયું છે. તમે આવું બધું કહેતા  રહો છો,
કહેતા રહો છો, કહેતા રહો છો

પરંતુ તમે એના વિશે શું કરો છો? સિંગાપોર જતી કોઈ પણ વ્યક્તિને લો અને એને
તમારું નામ આપો. એને તમારો ચહેરો આપો. હવે તમે એરપોર્ટની બહાર નીકળો છો અને તમે એકદમ આંતરરાષ્ટ્રીય બની જાઓ છો. સિંગાપોરમાં તમે રસ્તા પર સિગરેટના ઠૂંઠા નથી ફેંકતા કે સ્ટોરમાં ખાતા નથી. અંડરગ્રાઉન્ડ લિન્કમાં હોવા માટે ગર્વ અનુભવો છો અને માહિમ કોઝવે કે પેડર રોડ જેવા ઓર્ચાડ રોડ પર સાંજે  પાંચથી આઠની વચ્ચે કાર ચલાવવા માટે
૫ાંચ ડોલર હોંશે-હોંશે ચૂકવો છો.  રેસ્ટોરાં કે શોપિંગ મોલમાં લાંબો સમય રોકાઓ તો તમે ગમે
તેટલી મોટી વ્યક્તિ કેમ ન હો પણ ડાહ્યાડમરા થઈને પાર્કિંગ વિસ્તારમાં ટિકિટ પંચ કરાવવા આવો  છો. સિંગાપોરમાં તમે કંઈ કકળાટ નથી કરતા, કરો છો? રમઝાન દરમિયાન દુબઈમાં
તમે જાહેરમાં ખાવાની ગુસ્તાખી નહીં કરો. સાઉદી અરેબિયાના જેદ્દાહમાં તમે  માથું ઢાંક્યા વિના બહાર નહીં નીકળવાની હિંમત નહીં કરો. લંડનમાં તમે ૧૦ પાઉન્ડ આપીને ટેલિફોન એક્સચેંજના
કર્મચારીને કહેવાની હિંમત નહીં કરો કે  મારા એસટીડી અને આઈએસડી કોલ્સ બીજા કોઈના બિલમાં જોડી દેજે.

વોશિંગ્ટનમાં ૫ંચાવન માઈલથી વધુ ઝડપે કાર ચલાવવાનું જોખમ નહીં લો અને ટ્રાફિક પોલીસને  નહીં કહો કે‘જાનતા હૈ સાલા મૈં કૌન હૂં. હું ફલાણાનો દીકરો છું. પૈસા લે  અને હાલતો
થા’. ઓસ્ટ્રલિયા અને ન્યુ ઝીલેન્ડના દરિયાકિનારે પાણી પીને નારિયળની કાચલી કચરાપેટી સિવાય ક્યાંય નાખવાની હિંમત નહીં કરો. ટોક્યોના  રસ્તા પર તમે પાનની પિચકારી કેમ
નથી મારતા? બોસ્ટનમાં તમે બોગસ સર્ટિફિકેટ કેમ નથી ખરીદતા? હું તમારા વિશે જ વાત કરી રહ્યો છું. એ તમે જ છો જે વિદેશની સિસ્ટમને આદર આપો છો અને એ પ્રમાણે જ
વર્તન કરો છો પણ તમારા દેશમાં એવું નથી કતા. જેવા તમે હિંદુસ્તાનની ધરતી પર ઊતરો છો કે તમે સિગરેટના  ઠૂંઠા અને કાગળના ડૂચા રસ્તા પર ફેંકવા માંડો છો. જેવા નાગરિક તમે વિદેશની ધરતી પર હો છો એવા અહીં કેમ નથી રહેતા?

એક વાર એક ઇન્ટરવ્યૂમાં મુંબઈના ભૂતપૂર્વ મ્યુનસિપલ કમિશનરે કહ્યું હતું કે ‘પૈસાદાર લોકોના
કૂતરાઓ રસ્તાઓ પર મળત્યાગ કરે છે અને પછી એ જ લોકો ગંદી  ફૂટપાથો માટે પ્રશાસનની ટીકા કરે છે. તેમને શું લાગે છે કે પૈસાદારના કૂતરાઓને જ્યારે-જ્યારે મળત્યાગની ખણસ થાય
ત્યારે અધિકારીઓએ એ કૂતરાઓની  પાછળ-પાછળ તેમની વિષ્ટા સાફ કરતા ફરવું જોઈએ. અમેરિકા હોય કે જાપાન ત્યાં દરેક પાળતુ જાનવરના માલિક આ સફાઈ કરવી પડે છે પણ ભારતીય નાગરિકો એ કરે છે?’  તિનઈકરની વાત સાચી છે. આપણે ત્યાં ચૂંટણીઓ દ્વારા લોકો
સરકાર ચૂંટે છે અને પછી તેઓ પોતાની જવાબદારી ભૂલી જાય છે. ત્યારપછી આપણે અપેક્ષા રાખીએ છીએ કે હવે બધાં કામ સરકારે કરવાં જોઈએ અને આપણને લાડ લડાવવા જોઈએ. આપણું પોતાનું યોગદાન એમાં બિલકુલ શૂન્ય હોય છે. આપણે ચારેતરફ કચરો વેરતા રહીએ છીએ અને સરકાર એ સાફ કરે એવી અપેક્ષા રાખીએ છીએ. આપણે ક્યારેય રસ્તા પર
વાંકા વળીને કાગળનો એક ટુકડો પણ ઊંચકીને કચરાપેટીમાં નાખતા નથી. રેલવે સ્વચ્છ બાથરૂમ
આપે એવી આપણી અપેક્ષા છે પણ બાથરૂમ કેવી રીતે વાપરવા એ આપણે શીખવા તૈયાર  નથી. એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઈન્સ સારામાં સારું ભોજન આપે એવું ઇચ્છીએ  છીએ પણ ગંદકી કરવામાં આપણે પાછું વાળીને જોતા નથી. આ વાત ત્યાંના સ્ટાફને પણ એટલી જ લાગુ પડે છે. મહિલાઓની સુરક્ષા, દહેજ, ક્ધયાઓની સંખ્યા જેવા  સળગતા સામાજિક
પ્રશ્ર્નોની વાત આવે ત્યારે આપણે જોરશોરથી વિરોધ નોંધાવીએ  છીએ પણ આપણા પોતાના ઘરમાં આપણે શું કરીએ છીએ? આપણે શું દલીલ કરીએ છીએ ખબર  છે? આપણે કહીએ છીએ કે આખી સિસ્ટમ બદલવી જોઈએ. હું એકલો મારા દીકરાઓના લગ્નમાં દહેજ ન લઉં તો
શું ફરક પડશે?

અચ્છા,
તો આ સિસ્ટમ કોણ બદલવાનું છે? આ સિસ્ટમ કોના થકી બને છે? આપણે સગવડતાભર્યો જવાબ આપી દઈશું કે એ તો આડોશપાડોશ, શહેર, સમાજ અને સરકાર દ્વારા બને છે પણ મારા અને તમારા થકી નહીં. હકીકતમાં જ્યારે આપણા તરફથી વિધેયાત્મક યોગદાન આપવાની વાત આવે છે આપણે આપણા કુટુંબના કોચલામાં ભરાઈ બેસીએ છીએ અને કોઈ મિ.  ક્લિનની
રાહ જોતા બેસીએ છીએ જે આવશે અને કોઈ ચમત્કાર કરશે એવી અપેક્ષા રાખીએ છીએ અને નહીં તો પછી આપણે આપણો દેશ છોડીને વિદેશમાં વસવાટ કરવા ચાલી  જઈએ છીએ. આળસુ કાયરોની જેમ આપણે અમેરિકા જઈને ત્યાંની સિસ્ટમનાં ગુણગાન  ગાવા મંડી પડીએ છીએ. જ્યારે ન્યુ યોર્કમાં અસલામતી લાગે તો આપણે ઇંગ્લેન્ડ ભણી દોટ મૂકીએ છીએ.
જ્યારે ઇંગ્લેન્ડમાં બેકારીનો અનુભવ થાય તો આરબ દેશોનું પ્લેન પકડીએ છીએ. જ્યારે
ત્યાં યુદ્ધ ફાટી નીકળે તો ભારતીય સરકારે આપણને બચાવવા આવવું જોઈએ એવી
માગણી કરીએ છીએ.

બધા જ દેશને ગાળો દેવામાં અને શોષણ કરવા મચી પડ્યા છે. કોઈ સિસ્ટમને
સુધારવાનો પ્રયાસ નથી કરતું. આપણે આપણો અંતરાત્મા પૈસા માટે ગીરવે મૂક્યો
છે.
__._,_.___

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s