મારાં બ્લોગની સાત વર્ષની યાત્રા–આઠમા વર્ષમાં પ્રવેશ સમયે—

11, ઓગસ્ટ,2015
મારાં બ્લોગની સાત વર્ષની યાત્રા–આઠમા વર્ષમાં પ્રવેશ સમયે—

વ્હાલા મિત્રો અને વડિલો,

” સર્વાઈકલ સ્પોન્ડીલાઈટીસ”ની બિમારી તો લગભગ અઢી વર્ષ થયા પાછળ પડી છે અને જે આ વર્ષ દરમિયાન પણ ચાલુ રહી છે. પરિણામે ગરદન પાછળ, ખભા અને હાથમાં દુઃખાવાને કારણે લખવું અને ટાઈપ કરવું અને બ્લોગ ઉપર મૂકવું કઠિન બનેલું જ રહ્યું.

તેમ છતાં વર્ષ દરમિયાન મારી પોતાની 11 જેટલી પોસ્ટ તથા અન્ય સમાન વિચારો ધરાવનાર જુદા જુદા અખબારામાં અવારનવાર લખતા કોલમીસ્ટોના અંદાજે 54 જેટલા લેખો બ્લોગ ઉપર પ્રસિધ્ધ કરવાનું શક્ય બન્યું.
બ્લોગ ઉપર મારી નિયમીત રીતે અનિયમીત હાજરી હોવા છતાં મને કહેતાં અને નોંધ લેતા અત્યંત ખુશી અને આનંદ થાય છે, કે આ વર્ષ અર્થાત 11, ઓગસ્ટ,2014 થી 10, ઓગસ્ટ, 2015 સુધીમાં ( વર્ડ પ્રેસની સીસ્ટમ પ્રમાણે ગણત્રી કરતા ) અંદાજે 11,950 અગિયાર હજાર નવસો પચાસ ઉપરાંત ક્લીક મળી અને 7070 જેટલા મિત્રોએ મુલાકાત લીધી અને 120 જેટલા પ્રતિભાવો પણ મળ્યા.

આપ સૌ મિત્રોએ બ્લોગની મુલાકાત નિયમિત રીતે લેતા રહી– મારી ના દુરસ્ત તબિયત તેમજ મારી ” એક્લતા” અને ” ખાલીપા ” ભર્યા જીવનને નવઃપલ્લવિત કર્યું હોઈ આપ સૌ તરફ મારી કૃતજ્ઞતા વ્યકત કરું છું અને આવનારા દિવસોમાં પણ આપ સૌનો સાથ- સહકાર અને લાગણી ભરી હુંફ મળતી રહેશે તેવી આશા અને અપેક્ષા સાથે ફરી આપ સર્વેનો હ્ર્દયપૂર્વક આભાર માનું છું.
આપ સૌની ક્ષેમ કુશળતા ચાહ્તો,

સ-સ્નેહ
અરવિંદ

6 comments

  1. વહાલા અરવીન્દભાઈ,
    અઢળક અભીનન્દન અને શુભેચ્છાઓ..
    23 ઓગસ્ટે ‘અભીવ્યક્તી’ બ્લોગ પણ સાત વર્ષની યાત્રા પુરી કરી આઠમા વર્ષમાં પ્રવેશશે…

    Like

  2. ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપને અરવિંદદાદા…આપનો બ્લોગ હું ખૂબ નિયમિત પણે વાંચુ છું. અત્યંત જાણકારીસભર અને રસપ્રદ લખાણ હોય છે તમારું.આવી રીતે જ વર્ષો સુધી જ્ઞાન આપતા જ રહો એવી જ વિનંતી

    Like

  3. આપની નાદુરસ્ત તબિયત જલ્દી સુધરે તેવી શુબેચ્છાઓ.
    નરસિંહ મહેતાનુ ભજન છે,” સુખ દુખ મનમાં ન આણવા, ઘટ સાથે ઘડીયાં રે.” શરીર ધારણ કર્યું છે એટલે શરીરના અને મનના સ્તરે સુખ-દુખ તો રહેવાના જ છે, જે શરીરની સાથે સાથે જ ઘડાયા છે. પરંતુ સુખમાં અને દુખમાં સ્થિરતા જળવાય તે આપણા હાથની વાત છે. પ્રભુ આપને શક્તિ આપે અને દુખના સમયમાં સ્થ્રતા જાળવી શકો તેવી પ્રાર્થના.

    Like

  4. શ્રી અરવિંદભાઈ,
    આપે આ સંજોગોમાં પણ સરેરાશ અઠવાડીયે એક લેખ આપ્યો ! આપનાં પ્રકાશનોમાં વૈવીધ્ય રહ્યું છે. આજના આ લખાણમાં એકલતાની વાત કહી તે ભાવપુર્ણ બની રહી.

    માનવની એકલતા આમ તો સાપેક્ષ કહી શકાય. સમૂહ વચ્ચે પણ એકલતા હોવી અને આપે ગણાવ્યા મુજબ આમ એકલા રહીને સામુહીક બની જવું એ બન્ને વાત પરસ્પર જોવા–સમજવા જેવી છે !

    આ સપ્તવર્ષીય યાત્રા સહેજ પણ ન થંભે અને આપ આ નેટજગતના માધ્યમે વધુ ને વધુ સ્ફુર્તીથી પ્રગટતા રહો તેવી શુભેચ્છાઓ સાથે – જુ.

    Like

Leave a comment