પ્રતિબુદ્ધિવાદ, anti-intellectualism

કુરુક્ષેત્ર

105228Image1

વિજ્ઞાન ભણવું અને વૈજ્ઞાનિક અભિગમ રાખવો બંને ભિન્ન છે. આપણા વૈજ્ઞાનિકોમાં પણ વૈજ્ઞાનિક અભિગમ હોતો નથી. એટલે એજ્યુકેશન અને વૈજ્ઞાનિક અભિગમ અને રેશનલ અભિગમને કશું લાગેવળગે નહિ. પણ જે દેશોમાં એજ્યુકેશન સાથે વૈજ્ઞાનિક અને રેશનલ અભિગમ છે ત્યાં ધર્મ ચોક્કસ નબળો પડ્યો છે જેવા કે સ્કેન્ડીવિયન દેશો. હિન્દુત્વ જીવન જીવવાની એક રીત એક તરીકો છે તેના બદલે આપણે ધર્મ માની બેઠાં છીએ. મને હિંદુ નિરીશ્વરવાદી કે હિંદુ નાસ્તિક તરીકે ઓળખાવતા જરાય શરમ આવતી નથી. કારણ મારા પૂર્વજ હિંદુ મનીષીઓએ જ દુનિયાને નિરીશ્વરવાદ અને રેશનાલીઝમ શીખવ્યું છે. આપણે ત્યાં લગભગ એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમ ચાલે છે, પ્રતિબુદ્ધિવાદ. બુદ્ધિવાદી હોવું આજના ભારતમાં ગાળ સમાન છે. આપણા લેખકો, કવિઓ, સાહિત્યકારો, વૈજ્ઞાનિકો, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, શિક્ષકો, શિક્ષણશાસ્ત્રીઓ એવા અનેક કહેવાતા ઈન્ટેલેકચ્યુઅલ ખરેખર એન્ટી-ઈન્ટેલેકચ્યુઆલીઝમમાં માનતા છે. એ આ દેશની બહુ મોટી કમનસીબી છે. આપણે ત્યાં વેદો માન્ય દર્શન શાસ્ત્રોની છ સ્કૂલ હતી. સાંખ્ય જે નિરીશ્વરવાદી હતું, યોગ, વૈશેષિક, ન્યાય, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. ઉત્તર મીમાંસાથી ઈશ્વરભાઈ ઘૂસ્યા છે…

View original post 1,444 more words

Advertisements

One comment

  1. વિજ્ઞાન એક વિષય, એક જ્ઞાન ઉપાર્જનની ધારા છે જે ભણી શકાય, અભ્યાસ કરી શકાય, પ્રયોગો કરી સત્યો ચકાસી શકાય કે નવા સત્યો ઉજાગર કરી શકાય. અને વૈજ્ઞાનિક અભિગમ એ વિજ્ઞાનદ્વારા સ્થાપિત/પ્રમાણિત સત્યોનો સ્વિકાર છે.
    પરંતુ જ્ઞાન ઉપાર્જનની કેવળ એક જ ધારા નથી જુદી જુદી અનેક ધારાઓ છે. હા, વિજ્ઞાન પદાર્થ વિષે સચોટ કહી શકે પરંતુ અહી કેવળ પદાર્થ જ નથી. જીવન પણ છે જે અતિ સુક્ષ્મ છે અને વિજ્ઞાનની પકડ બહાર છે. વિજ્ઞાનની એક મર્યાદા છે તે આંખમાં થુલું કે મોતિયો થયો હોય તો સચોટ નિદાન કરી શકે પરંતુ આંખમાં પ્રેમ કે ક્રોધ ભર્યો હોય તે ન કહી શકે. આપણી લાગણીઓ, ભાવ વગેર સુક્ષ્મ છે જે વિજ્ઞાનની પકડ બહાર છે.પરંતુ તે છે અને તેને નકારી ન શકાય.ભલે વિજ્ઞાન ન કહી શકે કે પ્રેમનો રંગ કેવો? તેનુ વજન કેટલું? તેના પ્રકાર કેટલાં? તેની માત્રા કેટલી? દુનિયામાં પ્રેમનો કુલ જથ્થો કેટલો? વગેરે વગેરે પરંતુ પ્રેમનો આપણને અનુભવ છે અને તેને સ્વિકાર્યે જ છુટકો પછી તે વિજ્ઞાને પ્રમાણિત કરેલ હોય કે ન હોય.
    પરંતુ આ કહેવાતા રેશનાલીસ્ટ, ઈન્ટેલેક્ચ્યુઆલીસ્ટ એ વાતના આગ્રહી છે કે દરેક વસ્તુ જો વિજ્ઞાનથી પ્રમાણિત કરવામાં આવે તો જ અમે તેનો સ્વિકાર કરીએ. જેમ કહેવાતા ધાર્મિકોની જીદ છે કે અમારા ધર્મ શાસ્ત્રમાં લખેલ હોય તે જ સત્ય. તેમજ કહેવાતા રેશનાલીસ્ટ (કે હવે નવો શબ્દપ્રયોગ ઈન્ટેલેક્ચ્યુઆલીસ્ટનો કર્યો) તેમનો પણ આગ્ર્હ છે કે વિજ્ઞાન કહે તેટલું સત્ય અમે સ્વિકારીએ અને તે વૈજ્ઞાનિક અભિગમ છે.
    કેટલીક સાવ સદી વાત રેશનાલીસ્ટના ચશ્મા પહેર્યા પછી નથી દેખાતી. આપણે એક ફિલ્મ જોવા જઈએ તો આંખ નુ કાર્ય છે જોવાનુ તે તેની મર્યાદ છે ફક્ત જોઈ શકે છે સાંભળી નથી શકતી. સાંભળવા માટે કાન જરુરી છે અને તો જ ફિલમ માણી શકાય. આ સાથે આપણા બીજા અંગો પણ કામ કરે છે, જેમ કે બુધ્ધી, લાગણીઓ, સંસ્કારો વગેરે વગેરે અને ત્યારે ફીલ્મ અંગે તમે તમારો અનુભવ કહી શકો. કેવળ આંખ જોઈને આવે તો ફિલ્મનો એક આયામ છતો થાય છે અને બીજા અનેક આયામ અદ્રશ્ય રહી જાય છે. કાંઈક એવું જ સત્ય બાબત પણ છે તમે ફક્ત વિજ્ઞાનની આંખે જ જુઓ તો સત્ય એક આયામી અને સત્ય ઓછું અને અસત્ય વધારે બની જાય. આ વાત આ કહેવાતા રેશનાલીસ્ટોને સમજાતી નથી.કેવળ વિજ્ઞાનના સહારે સત્ય શોધવા નીકળ્યા છે. સુંઠના ગાંગડે ગાંધી/વૈદ બની બેઠા હોય તેવી પરિસ્થિતિ છે.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s