શરીરને કષ્ટ આપવું એ ધર્મ નથી; શરીરનાં કષ્ટો ટાળવાં એ ધર્મ છે

‘અભીવ્યક્તી’

વહાલા મીત્રો,

નમસ્કાર.

તારીખ બીજી ઓગસ્ટ, 2015ને રવીવારે, ‘પ્રા. રમણભાઈ પાઠક સ્મૃતીવ્યાખ્યાનમાળા’માં આ વેળા શ્રી. વલ્લભભાઈ ઈટાલીયા, ચીન્તક, લેખક અને ઉદ્યોગપતીનું વ્યાખ્યાન યોજાયું છે. શ્રી. યઝદી કરંજીયા, સુપ્રસીદ્ધ દીગ્દર્શક અને નાટ્યલેખક અતીથીવીશેષ તરીકે ઉપસ્થીત રહેશે.

તે આખા કાર્યક્રમની વીગતવાર માહીતી આ લેખના અન્તે આપેલા નીમંત્રણ કાર્ડમાં છે જ.

2008માં શ્રી. વલ્લભભાઈને ‘રમણભ્રમણ સુવર્ણચંદ્રક’ પ્રદાન થયો તે ટાંકણે, આચાર્યશ્રીસુનીલ શાહે, પ્રા.રમણભાઈ પાઠકના લેખોનો સંગ્રહ ‘વીવેક–વલ્લભ’ પ્રકાશીત કર્યો હતો..

તે જ રીતે 2010માં ભાઈશ્રીવીજય ભગત(કંસારા)પ્રા. રમણભાઈ પાઠકના લેખોનો એક મુલ્યવાન ગ્રંથ ‘વીવેકવીજય’ પ્રકાશીત કર્યો હતો.

એ બન્ને યાદગાર પુસ્તકો ક્યારના આઉટ ઓફ પ્રીન્ટ બન્યાં હતાં.. એની ઈ.બુક્સ બનાવવાનું સુચન  શ્રી. વલ્લભભાઈ અને શ્રી. વીજયભાઈએ વધાવ્યું અને અમે ‘મણી ઈ.બુક પ્રકાશન’ હેઠળ તેની ઈ.બુક્સ બનાવવાનું બીડું ઝડપ્યું..

આ કાર્યક્રમમાં પ્રા. ર. પા.ના લેખોની આ બન્ને ‘ઈ.બુક્સ’ના ‘લોકાર્પણ’…

View original post 1,195 more words

Advertisements

2 comments

 1. વહાલા અરવીન્દભાઈ,
  ‘શરીરને કષ્ટ આપવું એ ધર્મ નથી; શરીરનાં કષ્ટો ટાળવાં એ ધર્મ છે’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગ્ડ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
  ..ગો.મારુ..

  Like

 2. રોહિતભાઈ જૈન પરિવારમાંથી છે અને જૈનોમાં ધર્મના નામે ચાલતા બખડજંતરોથી વ્યથિત છે. માણસ કોઈપણ કહેવાતા ધર્મમા જન્મ લે પણ જો થોડી પણ બુધ્ધી હોય તો તે વિદ્રોહી બન્યા વગર ન રહે. બાળપણથી એ ધર્મના નામે ચાલતા અનેક બખડજંતરોને જોતો આવતો હોય અને બાળપણથી તેને અનેક પ્રશ્નો ભિતર ઉદ્ભવતા હોય અને જેમ જેમ બુધ્ધીનો વિકાસ થતો જાય તેમ તેમ આ પ્રશ્નો વિસ્તરતા જાય અને તેનુ સમાધાન ન મળે ત્યારે એક વિદ્રોહનો જન્મ થાય તે સ્વાભાવિક છે. આ કહેવાતા રેશનાલીસ્ટનુ ગ્રુપ પણ આવું જ વિદ્રોહીનુ ગ્રુપ છે. વિદ્રોહ તો છે પણ દિશા નથી, યોગ્ય સમજ નથી કે સમજવાની તૈયારી પણ નથી. અને પરિણામે જેને જેમ ફાવે તેમ વિદ્રોહના સુરો છેડવા છે જે સંગિત ઓછું અને ઘોંઘાટ વધુ કરે છે.એટલે જ ધર્મો માટે કહેવાતા ધર્મોનો પ્રયોગ કરવો પડે છે તેમજ રેશનાલીસ્ટો માટે કહેવાતા રેશનાલીસ્ટોનો પ્રયોગ કરવો પડે છે. અને તેનુ કારણ એજ છે કે બન્નેમાં કેટલીક કોમન બાબતો છે. બન્ને હઠાગ્રહીઓ અને અહમ પ્રેરીત છે. સત્ય જાણવામાં રસ ઓછો અને હું કહું છું તે સત્ય સાબિત કરવામાં રસ વધુ છે. અને આ બન્ને રોગ છે. કહેવાતા ધર્મો પણ રોગ છે અને કહેવાતા રેશનાલીસ્ટો પણ. રોહિતભાઈના લેખ પર ટિપ્પણી કરવા બેસું તો લેખ કરતાં ટિપ્પણીનો વિસ્તાર વધી જાય એટલે ટુંકમાં બે-ચાર મુદ્દાઓ પર જ વાત કરીશ.
  રોહિતભાઈ કહે છે દુનિયાની સૌથી મોટી અજાયબી શરીર છે. સાચી વાત છે. પરંતુ પછી તેઓ માનવ શરીરથી અને બહાર જે માનવ શરીરનુ આવરણ (હાથ, પગ, નાક, કાન, ધડ, માથું) દેખાય છે ત્યાં જ અટકી જાય છે. એથી આગળ દૃષ્ટિ નથી. ઉપ્પરછલ્લો શરીરનો અભ્યાસ માત્ર.કદાચ કોઈ રેશનાલીસ્ટ ગ્રુપમાં ડોક્ટર કે સાયન્ટીસ્ટ હશે તો શરીરના આંતરીક ભાગો, તેના કાર્યો જેને એનાટોમી કહે છે તેના વિષે જાણકારી ધરાવતો હશે. પરંતુ શરીરના સુક્ષમ અંગો વિષે? જેમ કે મન. તો વિજ્ઞાન, મનનો સ્વિકાર કરે છે પરંતુ મનના બે કે ત્રણ લેયરથી હજી આગળ વધી નથી શક્યું. જ્યારે યોગ અને અધ્યાત્મ વધુ ઊંડે સુધી ખેડાણ કરી શક્યું છે જે અનેક સુક્ષમ શરીરની વાત કરે છે. આપણે ખરેખર શરીરને પૂરી રીતે જાણવું હોય તો શું ફક્ત ઉપ્પરછલા અભ્યાસથી જ આખરી નિર્ણય પર પહોંચી શકાય ખરું? અને ફક્ત ઉપ્પરછલ્લા અભ્યાસ માત્રથી આપણે કોઈ નિર્નાયક વકતવ્યો આપીએ તેમાં વજુદ કેટલું હોય?
  બાહ્ય યાત્રા હોય કે અધ્યાત્મની કે ધર્મની યાત્રાની શરુઆત શરીરથી જ કરવી પડે છે કારણ કે શરીર સાધન તો છે પરંતુ આપણી બુધ્ધી પણ બાહ્ય શરીરને જ ઓળખી શકે તેટલી જ વિકસિત છે અને આપણે જ્યાં ઊભા હોઈએ ત્યાંથી જ યાત્રા શરુ કરવી પડે છે.
  આપણને બધાને બહુમુલ્ય શરીર મફતમાં મળ્યું છે તેથી તેની કદર નથી.કોઈ ધર્મને નામે, તો કોઈ બ્યુટિફીકેશનના નામે, કોઈ પહેલવાની નામે, તો કોઈ રેસમાં પ્રથમ સ્થાને જીતવા માટે, તો કોઈ એશોઆરામના નામે આમ જુદા જુદા નામે શરીરને પીડાઓ આપતું જ હોય છે. ફક્ત ઉપવાસ કરવાથી જ શરીરને પીડા નથી થતી અતિભોજનથી પણ થાય છે. પરંતુ આપણે ધર્મને નામે શરીરને કષ્ટ આપીએ છીએ તે કહેવાતા રેશનાલીસ્ટોને દેખાય છે કારણકે કહેવાતા ધર્મનો તેમણે વિરોધ કરવાનો છે અને આનાથી ઉત્તમ દલીલ કઈ હોઈ શકે? ખરેખર શરીરને અપાતા કષ્ટ દુર કરવા છે કે ઈરાદો ધર્મને વગોવવાનો જ છે? તે જરા ભિતર જોઈ લેવું. બાકી આપણું શરીર એટલું અદભુત છે જે પ્રતિપળ આપણી સાથે કમ્યુનિકેટ કરે છે અને તેની પ્રકૃતિ મુજબ શું યોગ્ય અને અયોગ્ય છે તે કાંઈ પણ ભિતર નાંખતાંની સાથે જ સિગ્નલ આપે છે. પરંતુ આપણી ભિતરનો કોલાહલ એટલો છે કે ભાગ્યે જ આપણે શરીરનુ સાંભળીયે છીએ.
  સત્ય જેને જાણવું છે તેને ચાલાકીઓ મુકી શરીરથી યાત્રા શરુ કરવી જોઈએ એ જ સાચો રસ્તો છે. બાકી બુધ્ધી, તર્ક , અહમ અને મનનાખેલ ભટકાવી નાખશે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s