અન્ધશ્રદ્ધાનું મુળ ક્યાં ?

‘અભીવ્યક્તી’

– કામીની સંઘવી

તાજેતરમાં બે–ત્રણ ઘટના બની આજે તેની વાત કરવી છે. ગુજરાતના મોટા ભાગનાં દૈનીકોમાં એક સમાચાર લગભગ પહેલાં પાને છપાયા હતા કે એક વરસની ઉંમરની નાનકડી પૌત્રી ન્યુમોનીયાથી પીડાતી હતી; તેથી તેની દાદી તેને જીદ કરીને તાન્ત્રીક પાસે લઈ ગઈ. તાન્ત્રીકે તે બાળકીને પેટ સહીત પુરા શરીર પર સો ડામ આપ્યા !!  પેપરમાં આ સમાચાર સાથે તે બાળકીનો ફોટો પણ છપાયો હતો. જે જોઈને અરેરાટી/ ગુસ્સો અને અસહાયતા સીવાય કઈ લાગણી થાય ?

ઉત્તરપ્રદેશના એક ગામમાં પચાસ વર્ષની ની:સન્તાન વીધવા સ્ત્રીને ગામની પંચાયતે તે ડાકણ છે ને ગામના છોકરાઓને ખાઈ જાય છે તેવો આરોપ તેના પર લગાવ્યો. કારણ શું ? તો કે, હમણાંથી એ ગામમાં બે–ત્રણ ટીનેજ બાળકોનાં મોત. અને તેથી પેલી ની:સન્તાન સ્ત્રીને સજારુપે તેનું મુંડન કરાવીને ગધેડાં પર બેસાડીને આખા ગામમાં ફેરવવામાં આવી.

ત્રીજા એક સમાચાર એ છે એક સમાજમાં પ્રતીષ્ઠીત ગણાતા કુટુમ્બમાં દીકરાનાં લગ્ન થવાનાં હતાં. લગ્નના થોડા દીવસ પહેલાં ખબર પડી કે જે યુવતી…

View original post 1,235 more words

Advertisements

2 comments

 1. કામીનીબેન સંઘવી એક વિદ્વાન અને વિચક્ષણ લેખક છે. પરંતુ જ્યારે આ કક્ષાના લેખકો પણ સીધુ સાદું સત્ય જોઈ શકતા નથી ત્યારે નવાઈ લાગે છે. કામીનીબેન પોતે સ્ત્રી છે અને સ્ત્રીઓ પ્રત્યેના ભેદભાવથી દુખી હોય કે સ્ત્રીઓ પરત્વે તેમનો ઝુકાવ હોય તે સમજી શકાય છે. પરંતુ જ્યારે લેખ વાંચો ત્યારે સમજાય કે એક બાજુ તેઓ ભણતરના અભાવને (ખાસ કરીને સ્ત્રીઓમાં) અંધશ્રધ્ધાનુ મૂળ ગણે છે અને બીજી બાજુ લખે છે કે,
  “આપણે ત્યાં દહેજનું દુષણ ઘટ્યું છે; પણ ધર્મને નામે થતાં પાખંડ ઘટ્યાં નથી. ઉલટાની આજની યુવા જનરેશન વધુને વધુ ‘ધાર્મીક’ (!) થતી જાય છે ને જેને પરીણામે વધુને વધુ લોકો અન્ધશ્રદ્ધા તરફ વળે છે.”
  આજની યુવા જનરેશન પહેલાં કરતાં વધુ ભણતર અભિમુખ થઈ છે તેમાં કોઈ મીનમેખ નથી. જો ભણતરનો અભાવ અંધશ્રધ્ધાનુ મૂળ હોય તો ભણતર વધે તેમ અંધશ્રધ્ધા ઘટવી જોઈએ. પરંતુ તેમના કહેવા મુજબ અંધશ્રધ્ધાનો વ્યાપ વધી રહ્યો છે. તેમના જ બન્ને વકતવ્યો વિરોધાભાષી છે.
  હકિકતે અંધશ્રધ્ધાને અને ભણતરને બહુ ઝાઝો સંબંધ નથી. બહુ ભણેલાં અનેક લોકો જાત જાતની અંધશ્રધ્ધામાં સપડાયેલાં હોય છે. વિકસિત દેશોમાં જ્યાં ભણતરનુ પ્રમાણ ભારત કરતાં ખુબ ઊંચુ છે ત્યાં પણ અંધશ્રધ્ધા એટલી જ વ્યાપક છે.
  પરંતુ એક ભણેલો, સામાજીક પ્રતિષ્ઠીત વ્યક્તિ બીલાડી આડી ઉતરે અને થંભી જાય કે કોઈ દેવી-દેવતાની બાધા આખડી રાખે, ચાદર ચઢાવે, તો આપણે તેને ધાર્મિક કહીએ અને કોઈ મુફલીસ આજ કૃત્ય કરે તો તેને અંધશ્રધ્ધાળુનુ લેબલ લગાવી બદનામ કરીએ. વળી પાછા આપણી જાતને રેશનાલીસ્ટ કહીએ.
  અંધશ્રધ્ધાનુ મુળ મારી દૃષ્ટિએ આપણી બેહોશીમાં, આપણી લોભ-લાલચમાં, આપણા ભયમાં, આપણી નીચ વૃત્તિઓમાં પડેલું છે તે ભાગ્યેજ દેખાય છે. બીજાની અંધશ્રધ્ધા તો ક્યારેક દેખાય પણ છે પરંતુ પોતાની અંધશ્રધ્ધા ક્યારેય દેખાતી નથી. એક હિન્દુને, મુસલમાનની અંધશ્રધ્ધા દેખાય, એક ક્રીશ્ચનને એક જૈનની અંધશ્રધ્ધા દેખાય, એક જૈનને રેશનાલીસ્ટની અંધશ્રધ્ધા દેખાય છે પરંતુ કોઈને પોતાની અંધશ્રધ્ધા નથી દેખાતી. એકબીજા પર દોષારોપણ કરી બીજાથી પોતે મહાન અને વહેંત ઊંચો છે તેવું દેખાડવાની વૃત્તિ અહમનો ખેલ છે તે દેખાતું નથી.
  વાતો અંધશ્રધ્ધાની કરી શું સાબિત કરવા માંગીએ છીએ? શું સમાજમાં અંધશ્રધ્ધા ઓછી થાય તેમાં રસ છે કે હું અને હું જ રેશનાલીસ્ટ અને બાકી બધા મુર્ખ છે તે સાબિત કરવામાં રસ છે? અને જો આ રેશનાલીઝમ કહેવાતું હોય તો ઈરરેશનાલીઝમ કોને કહેશો?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s