શ્રદ્ધા–અન્ધશ્રદ્ધા

‘અભીવ્યક્તી’

રમણ પાઠક (વાચસ્પતી)

        [71.] શ્રદ્ધા સેવવી અને સંશય ન કરવો એ અત્યંત હાનીકર્તા એવી પ્રમાદી મનોદશા છે, જેણે સદીઓથી માનવજાતને ઘોર યાતનાનો ભોગ બનાવી છે. ફીલસુફી–ચીન્તનદર્શનનું ઉદભવસ્થાન જ સંશય છે: ફીલોસોફી ઈઝ ડાઉટ– સંશય એટલે જ તત્વચીન્તન. આપણા પુર્વજોએ ધર્મનાં ફરમાનો પ્રત્યે થોડોક પણ સંશય દાખવ્યો હોત, તો કેટકેટલી ઘોર નરકયાતનામાંથી માણસ બચી ગયો હોત ! દા.ત., બાઈબલનું ફરમાન છે કે ‘તું ડાકણને જીવતી જવા દેતો નહીં !’ અને ડાકણ મનાતી સ્ત્રી ઉપર પાસવી અત્યાચારો ગુજારવાનો અને એને જીવતી જલાવી દેવાનો રવૈયો મધ્યયુગમાં શરુ થયો. ભારતમાં પતી પાછળ સતી થવાના ધાર્મીક ફરમાન નીમીત્તે લાખો કોડીલી કન્યાઓ, યુવતીઓ, પ્રૌઢાઓને એમાનાં જ સ્વજનોએ જબરજસ્તી જીવતી જલાવી દીધી. આ ઉપરાંત, ધર્મપાલનને નામે માણસ તેમ જ પશુની રાક્ષસી રીબામણીનો રવૈયો ભીષણ ચાલ્યો. અને આજેય નથી ચાલતો એવું આશ્વાસન લઈ શકાય એમ તો નથી જ. ચારપાંચ હજાર વર્ષ પુરાણો ધર્મનો ઈતીહાસ ઘોર માનવયાતનાથી ભયાનક કમકમાંપ્રેરક છે, જેમાં કોઈ…

View original post 1,362 more words

Advertisements

4 comments

 1. ઈશ્વર છે કે નહી? છે તો કેવો છે? નથી તો આ સમગ્ર બ્ર્હમાંડની દરેક રચના અને વ્યવસ્થા કેવી રીતે ચાલી રહી છે? કોઈ ચલાવી રહ્યું છે કે બધું પોતાની મેળે જ ચાલી રહ્યું છે? શું આ ચાલક બળ જ ઈશ્વર છે? શું ઈશ્વર એક નરી કલ્પના માત્ર છે? આ અને આવા અનેક સવાલો અને વાદ-વિવાદ ઈશ્વરને નામે ચાલે છે.
  એક વર્ગ કહે છે, ઈશ્વર છે,અને પોતાની માન્યતાઓના સમર્થનમાં હજારો દાખલા અને દલીલો રજુ કરે છે જ્યારે બીજો વર્ગ છે જે માને છે કે ઈશ્વર જેવું કાંઈ નથી એ ભયમાંથી પેદા થયેલ ડરપોક માણસોની કલ્પના માત્ર છે. આ વર્ગ પણ પોતાની માન્યતાના સમર્થનમાં અનેક વૈજ્ઞાનિક પુરાવા અને દલીલો કરે જાય છે. આ સંઘર્ષ નવો નથી હજ્જારો વર્ષથી ચાલે છે અને બન્ને વર્ગ પોતપોતાની વાત પર અડેલાં છે અને કોઈ નમતુ જોખવા તૈયાર નથી. આ બન્ને વર્ગ જુદા જુદા સમયે નામ બદલતા રહ્યા છે જેથી તેમની યુએસ્પી ખતમ ન થઈ જાય. જેમકે ધાર્મિક- અધાર્મિક, આસ્તિક – નાસ્તિક, શ્રધ્ધાળૂ- અશ્રધ્ધાળુ, અંધશ્રધ્ધાળુ- ચિંતક કે ફિલોસોફર, એથીઈસ્ટ- ડેઈસ્ટ/થેઈસ્ટ, બિલિવર- નોન બિલિવર, રેશનાલીસ્ટ-એમ્પિરીસ્ટ આ અને આવા નામો બદલાતા રહ્યા અને વાદ-વિવાદ ચાલતો રહ્યો છે.
  હાલ આ રેશનાલીસ્ટ શબ્દ ચલણમાં છે. આ રેશનલ કહેવાતા કે પોતની જાતને ગણાવતા લોકોનો વર્ગ ચાર ચોપડી ભણી કરી, સામાજીક- આર્થિક સંદર્ભે સફળ કહી શકાય તેવો વર્ગ છે તેમની અલ્પ સંખ્યા છે પણ સમાજમાં તેમનુ પ્રતિષ્ઠાભર્યું સ્થાન છે, બુધ્ધિશાળી વર્ગમાં તેમની ગણત્રી થાય છે અને કહેવાતા ધાર્મિક કે શ્રધ્ધાળૂ/અંધશ્રધ્ધાળુ વર્ગને દલીલમાં કોઈ રીતે જીતી જવા દે તેમ નથી. તેઓ વિજ્ઞાનના ઓઠા હેઠળ પોતાની કમજોરી છીપાવતા ફરે છે અને દલીલોમાં જીતવાને કારણે અહમથી છાતી ફુલાવતાં ફરતાં હોય છે.આ કહેવાતા રેશનાલીઝમના પાયાના સિધ્ધાંત છે
  ૧) ઈશ્વરનો ઈન્કાર.
  ૨) પૂર્વજન્મ કે પુનઃજન્મનો ઈન્કાર
  ૩) આત્મા-પરમાત્માનો ઈન્કાર
  ૪) ભુત-પ્રેત નો ઈન્કાર
  ૫) વિજ્ઞાનના નિયમ વિરુધ્ધની તમામ ઘટનાઓનો ઈન્કાર
  ૬) વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર, યોગશાસ્ત્ર, જેવાં શાસ્ત્રો જે આત્મા-પરમાત્માની કે પૂર્વજન્મની વાતને સમર્થન આપતા હોય તેનો ઈન્કાર
  ૭) કર્મ અને કર્મના સિધ્ધઆંતનો ઈન્કાર
  ૮) દરેક ધર્મોનો ઈન્કાર
  ૯) દરેક બુધ્ધપુરુષોનો ઈન્કાર અથવા જે તે બુધ્ધ્પુરુષની જેટલી વાતો તેમની દલીલોના સમર્થનમાં વાપરી શકાય તેટલાં પુરતો જ તેનો સ્વિકાર કરવો બાકી વાતોને મહત્વ જ ન આપવું.
  આ છે કહેવાતા રેશનાલીટીના પ્રચારકોના મૂળભુત સિધ્ધાંત. અને તેને તેઓ વૈજ્ઞાનિક અભિગમ કહે છે. વિજ્ઞાન ક્યારેય પહેલેથી કાંઈ નક્કી કરી કે પૂર્વધારણા બાંધી શોધ નથી કરતું અને તે જ વિજ્ઞાનની ગરિમા છે. પરંતુ આ રેશનાલીસ્ટોની પહેલેથી પૂર્વ ધારણા છે કે ઈશ્વર નથી કે પૂર્વ જન્મ નથી કે આત્મા જેવું કાંઈ નથી અને હવે તે લેબોરેટરીમાં સાબિત કરવાનુ છે. પરિણામ પહેલેથી નક્કી જ હોય તો પ્રયોગ કરવાની જરુર શી છે? અને જો આને વૈજ્ઞાનિક અભિગમ કહેતાં હોય તો રેશનાલીસ્ટમાં અને મુર્ખમાં ભેદ ક્યાં છે? બન્ને એક યા બીજી માન્યતાને આધારેજ સત્ય શોધવા નીકળ્યા છો તો ક્યારેય સત્ય મળે ખરું? જેમ એક વ્યક્તિ લાલરંગના ચશ્મા પહેરે અને બીજો લીલા રંગના ચશ્મા પહેરે અને પછી સુર્ય પ્રકાશનો અસલી રંગ કેવો છે તે શોધવા નીકળે તો કોઈ દિવસ સુર્ય પ્રકાશનો અસલી રંગ કેવો છે તે જાણી શકે ખરો? પરંતુ બન્નેય પક્ષે જીદ છે કે અમે તો અમારા ચશ્મા જ પહેરી રાખશું અને પછી જ નક્કી કરશું કે સુર્ય પ્રકાશનો રંગ કેવો છે. લાલ રંગના ચશ્માવાળાને સુર્ય પ્રકાશ લાલ દેખાય છે અને લીલારંગના ચશ્માવાળાને સુર્ય પ્રકાશનો રંગ લીલો દેખાય છે અને બન્નેની ચર્ચા- વિવાદ ચાલુ છે અને તે પણ સદીઓથી. મારા જેવો કોઈ ચશ્મા ઉતારવા કહે તો બન્ને પક્ષ મારવા દોડે તેવી સ્થિતિ છે.

  Like

 2. नास्तिक का जोर है, ईश्वर न हो, ताकि मनुष्य पशु हो सके स्वच्छंदता से।। बुद्ध ने भी कहा, ईश्वर नहीं है, पर उनका जोर ईश्वर के नहीं होने पर नहीं है।🍃 उनका जोर मनुष्य के ईश्वर होने पर है। वे यह कहते हैं कि ईश्वर हो कैसे सकता है, मनुष्य ही ईश्वर है—”अत्ताहि अत्तनो नाथो”—यह आदमी ही ईश्वर है।अब तुम और कहा ईश्वर खोजते हो?बुद्ध कहते हैं, यह कहीं और खोजना, बचने का उपाय है। मत रखो आकाश में ईश्वर। अंतर— आकाश में, भीतर तुम्हारे है, तुम्हारे होने में है।

  Like

 3. અરવિંદભાઈ;
  ગોવિંદભાઈ મારુના અભિવ્યક્તિ બ્લોગ પર અનેક વિવાદાત્મક વિષયો પર અંતહીન વિવાદો ચાલ્યા કરે છે. આ બ્લોગ કહેવાતા રેશનાલીસ્ટો માટેનો અખાડો છે. અહીં આ રેશનાલીસ્ટોની પોતાની વ્યાખ્યાઓ છે. પોતે વ્યાખ્યા કરે અને પછી પોતે જ તેની નીંદા કરે અને સૌથી વધુ બિભત્સ ભાષામાં જે નીંદા કરે તે વધુ રેશનાલીસ્ટ કહેવાય. તમે જો તેમની વ્યાખ્યાઓ ખોટી છે તેમ કહો એટલે આખો આ કહેવાતો રેશનાલીસ્ટ્ સમાજ ખળભળી ઊઠે અને દલીલ પર દલીલ કરે રાખે અને જ્યારે કોઈ દલીલ કામ ન આવે ત્યારે છેવટે ગોવીંદભાઈ તેમની વ્હારે ધાય અને કહેવાતા રેશનાલીસ્ટોના પક્ષમાં સામે દલીલ કરનારની દલીલોનોનો છેદ ઉડાદી દે.
  શ્રધ્ધા- અંધશ્રધ્ધા વિષય પર ગોવીંદભાઈએ કદાચ ચોથીવાર આ લેખ મુક્યો છે. આ વિષય એવો છે જેમાં દરેકને કાંઈક કહેવું છે અને તે વિષય વધુ ચગે અને દલીલો પર દલીલો ચાલ્યે રાખે. જોકે હવે મોટાભાગના લોકો આ બ્લોગપર વાહ વાહ કરવા જ આવે છે અને તેઓ પોતાને સૌથી મોટો રેશનાલીસ્ટ સમજે છે.પ્રતિભાવ આપનારા અને વાહ વાહ કરનારા એના એજ ૬૦-૭૦ લોકો છે જે દરેક લેખ પછી પોતે ધન્ય થઈ ગયાની લાગણી અનુભવે છે અને લેખ લખનાર અને ગોવીંદભાઈના વખાણ કરે છે. આપને આવી રેશનાલીટીમાં રસ હોય તો મારે કાંઈ કહેવાનુ નથી. બીજા કહેવાતા રેશનાલીસ્ટો અહમનો આનંદ લઈ જ રહ્યા છે. તમને એમાં જ રસ હોય તો ચાલુ રાખો. પરંતુ હવે સમય બહુ થોડો છે અને તેનો સત્ય જાણવામાં સદઊપયોગ કરવો છે તેવું લાગે તો મારી સાથે સંવાદ સંભવ બનશે. બાકી વિવાદો માટે અભિવ્યક્તિ છે જ.
  ાહીં રમણભાઈએ શ્રધ્ધાની વ્યાખ્યા કરી છે તે જુઓ. રમણભાઈ કહે છે કે એવી અપેક્ષા કે આશા જે વિજ્ઞાનના કે કુદરતના કે પદાર્થના નિયમ વિરુધ્ધ કાંઈ થશે તે શ્રધ્ધા છે. મને ખબર નથી કે આવી વ્યાખ્યા તેઓ ક્યાંથી લાવ્યા? અત્યાર સુધી થયેલ બુધ્ધપુરુષો જેવાં કે મહાવીર, મહંમદ, બુધ્ધ, કૃષ્ણ, કે ક્રાઈસ્ટ, કે નાનક કે જરથ્રુષ્ટ્ર કે અન્ય હજારો બુધ્ધ પુરુષો થયા તેમાંથી કોઈએ પણ આવી શ્રધાની વ્યાખ્યા નથી કરી. હા, કોઈ શઠગુરુએ કરી હોય કે કોઈ મુર્ખાઓએ કરી હોય તે શક્ય છે. પરંતુ બુધ્ધુઓ કહે તે સાચુ માની તે મુજબ વ્યાખ્યાઓ સ્વિકારી પછી તેની ટીકાઓ અને નીંદાઓ કરવી તેમાં કઈ રેશનાલીટી છે? આ બે કોડીની રેશનાલીટી પહેલાં તો પોતાની વ્યાખ્યા સાચી છે તે સિધ્ધ કરે અને પછી તેની નીંદા કરી વિકૃત આનંદ લે. આ કઈ પ્રકારની રેશનાલીટી? ખરેખર શ્રધ્ધા શું છે તે જાણવામાં અનુભવવામાં કોઈ રસ છે કે બસ નીંદાઓમાં જ રસ છે?
  લખે છે સંશય ન કરવો તે હાનિ કર્તા છે. સંશય ધર્મનો પાયો છે તેમાં કૉઈ મીનમેખ નથી. પરંતુ સંશય અને પૂર્વગ્રહમાં ભેદ છે તેની સમજ નથી. તેમના પૂર્વગ્રહોને તે સંશય સમજે છે. કોઈ બાબતે અજ્ઞાન હોય સંશય યોય તો કોઈ જાણનાર તમને શિખવી શકે તમારો સંશય દુર કરી શકે. પરંતુ તમે તમારા પૂર્વગ્રહોને તમારી સમજ કે સંશય સમજતા હોવ અને હું જે સમજું છું તે જ સાચું છે તે પુરવાર કરવામાં જ તમને રસ હોય તો કોઈ તમને કાંઈ ન શિખવી શકે. અનેક સાવ સાદી વાત જે નાનુ બાળક સમજી શકે તે આ રેશનાલીસ્ટોની સમજમાં નથી આવતું. એક રેશનાલીટીને નામે જબર જસ્ત જડતા છે.
  શરદ.

  Like

 4. વહાલા અરવીન્દભાઈ,
  ‘શ્રદ્ધા–અન્ધશ્રદ્ધા’ ને આપના બ્લોગ પર ‘રીબ્લોગ્ડ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
  ..ગો.મારુ..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s