અધ્યાત્મનું ફોર્મ્યુલાકરણ નરી બેવકૂફી—– અન્તર્યાત્રા—ડૉ. સર્વેશ પ્ર. વોરા

અધ્યાત્મનું ફોર્મ્યુલાકરણ નરી બેવકૂફી—– અન્તર્યાત્રા—ડૉ. સર્વેશ  પ્ર. વોરા

 

સા ધુ સંસ્થા સાથે જાતીય વિકૃતિ, બળાત્કાર, ખૂન જેવી ઘટનાઓ જોડાયેલી જોઇએ ત્યારે તીવ્ર આઘાત લાગે, પણ જાગૃત વ્યક્તિને પલકમાત્રમાં બીજો પ્રશ્ન થાય ઃ સાંપ્રદાયિક વળગણ, ઇષ્ટપુરુષોની આડમાં સત્તા, ધન અને દુન્યવી સલામતી માટે સ્થાપિત હિતો ઊભા કરવા વફાદાર ગુલામો ઊભા કરવા માર્કેટિંગની માયાજાળે રચવી ઃ શું આ બધાં પાપો ઓછાં ખતરનાક છે ? ફરક એટલો છે કે આ પાપોના દેખીતા પુરાવા નથી હોતા. આ પાપોને ચાતુર્યપૂર્વક બુદ્ધ, મહાવીર કૃષ્ણ, શ્રીમદ્રાજચન્દ્ર કે અન્ય નામોના અંચળા પહેરાવી શકાય છે. માણસજાતનાં રૃપાન્તરની બાબતમાં હમેશાં ઊંટવૈદું થયું છે. આપણને કોઢ થયો હોય ત્યારે કોઢ વાળી ચામડી પર કોઇ રાસાયણિક રંગ લગાડી દો તો દેખાવ બદલે પણ કોઢ નાબુદ થાય ખરો ? વરસાદી મોસમમાં તમારાં મકાનમાં, તમારાં દિવાનખાનાની દિવાલો, રસોડામાં પાણીનો લીકેજ હોય, પાણી ઝરતું હોય ત્યારે દિવાલો પર ચકચકતા રંગના લપેડા કરવાથી એ લીકેજ અટકે ખરો ? તમારા પાંચ બાળકો હોય, દરેકની તાસીર જૂદી હોય. તમે એ પાંચેય બાળકો ને સુખી કરવા,સફળ કરવા કોઇ સમાન નુસખો, કોઇ સમાન ‘ફોર્મ્યુલા’ આપી શકો ખરા ? દુન્યવી રાગદ્વેષ, વાસનાઓ અને સતત તૃષ્ણા, અતૃપ્તિનો લીકેજ જીવન પ્રત્યે તીવ્ર વળગણનો અભિગમ નાશવંત એ ક્ષણભંગુરને કાયમી માનવાનું નર્યું ગાંડપણ- આ બધી બાબતો ‘અંદર’ની બાબતો છે. તમારી ચરબી વધેને એ ઘટાડવા તમે ઉરૃલીકાંચન જઇ આવો એમ જ, બરાબર એમ જ ઇગતપુરી, પાલીતાણા કે હરદ્વાર જઇને અંદરની ચરબી, વૃત્તિની ગંદકી દૂર કરી શકાય એવું માનવાનું બધાને ભારે ગમે છે, ને એમ માનવામાં મદદ કરનારાની પેઢી ધમધોકાર ચાલે છે. થોડા વર્ષો પહેલાં અમુક સાધુ સંસ્થામાં વિજાતીય લફરાં બાબત મોટો બખેડો થયેલો, ત્યારે પોતાને સર્વજ્ઞાાની માનતા એક પત્રકાર બંધુએ આ બખેડાને અટકાવવા સાધુઓ માટે ”આચાર-સંહિતા”નું સૂચન કરેલું. કહેતાભી દીવાના, સુનતા ભી દીવાના. માપી શકાય, રેકોર્ડ રાખી શકાય, ડિગ્રી સર્ટિફિકેટો જેમ સાચવી શકાય. એવા કહેવાતા ‘આચારો’થી તમે વ્યક્તિને ‘સાધુ’ બનાવી શકો ? અથવા એના વૈરાગ્યનું સંવર્ધન કરી શકો ? એવો એકાદ આચાર તો બતાવો જેથી ‘ગેરન્ટીપૂર્વક’ વ્યક્તિ વિજાતીય ઝંખનાને ખતમ કરી શકે ! તમે એને વિજાતીય વ્યક્તિ સામે નજર નાખતો બંધ કરી શકો, એને એકાન્તમાં મળતો બંધ કરી શકો, પણ એના સ્વપ્ન, એની ઝંખના, એની આદિમવૃત્તિને ખતમ કરવાનો કયો ‘આચાર’ તમે સૂચવશો ? સાધુત્વ, સજ્જનતા, ત્યાગ, વૈરાગ્ય, ભક્તિ, સંયમ- આ બધી વૃત્તિઓ બહારથી થોપી નથી શકાતી. તમે પાળતું પશુઓનું, ઘેટાંબકરાનું, એક સરખા આચાર એક સરખા યુનિફોર્મ ધરાવતા સૈનિકોનું સંગઠન કરી શકો પણ ભક્તોનું ત્યાગીઓનું જીવન પ્રત્યે ઉચ્ચતર કષ્ટિ ધરાવતા સંતોનું ‘વફાદારો’ ‘બ્રાન્ડેડ’ સાંપ્રદાયિક- સંગઠન શક્ય છે ખરૃ ? વફાદારી કોના પ્રત્યે ? સંપ્રદાય કે સનાતન પ્રત્યે ? ”રોમ રોમ સંત હો ગયા, પ્યાર જબ અનંત હો ગયા, દેવાલય હો ગયા બદન, મન તો મહંત હો ગયા.” સાધુઓમાં એદીપણું, અન્ય અનેક દોષો જોઇને- આદિશંકરથી માંડીને વિવેકાનંદ સુધીનાને તીવ્ર વ્યથા થતી પણ એ લોકોએ જે ઉપાય સૂચવ્યો એ કાળની પરીક્ષાએ નિષ્ફળ સાબિત થયો છે. તમે સિંહને કૂતરા માફક પાળતું બનાવો, ત્યારે તમારૃ મનગમતું બને પણ સિંહ એનું સિંહત્વ ગુમાવી બેસે. સાધુઓનું સંસ્થાકરણ ન હોય તો એના ગેરલાભો ઘણા હશે, પણ સંસ્થાકરણ થતા ”યાંત્રિકીકરણ” થાય, એ એક જ ગેરલાભ એટલો મોટો છે જે મૂળ સાધુત્વ મૂળ સ્વાતંત્ર્ય, મૂળ ખુદ્દારી, મૂળ ફકીરીને મારી નાખે છે. ચિત્રકાર, કવિ, ગાયક જેમ ‘ફોર્મ્યુલા’ કે ‘સંસ્થા’ની નિપજ ન હોઇ શકે એમ સાધુ કે સંત પણ ”ફોર્મ્યુલા” કે ‘સંસ્થા’ કે સંપ્રદાયના મોહતાજ ન હોઇ શકે.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s