પુરુષોત્તમ માસ-અધિક માસ-મળ માસ દરમિયાન શુભ કાર્યો કે પ્રસંગો માટે નિષેધ શા માટે ?

પુરુષોત્તમ માસ-અધિક માસ-મળ માસ દરમિયાન શુભ કાર્યો કે પ્રસંગો માટે નિષેધ શા માટે ?

17, જૂનથી પુરુષોત્તમ માસનો આરંભ થયો, તે પહેલાં 13 જૂને, મારાં બ્લોગ ઉપર મેં બ્લોગ મિત્રોને ઉપરોક્ત સવાલ કરેલો અને મને આશા હતી કે વિધ્વાન મિત્રો તરફથી આ વિષે કંઈક તાર્કિક પ્રત્યુત્ત્રર અવશ્ય મળશે. આજ સુધી જવાબ નહિ મળતાં થોડી નિરાશા સાથે મારાં મનમાં જે કારણો ઉદભવે છે તે આપ સૌની સાથે શેર કરવા અત્રે રજૂ કરેલ છે.

શુભ પ્રસંગો જેવા કે, વેવિશાળ, જનોઈ, લગ્ન, નવા ઘરનું વાસ્તુ વગેરે પ્રસંગ ઉજવવા અધિક સમય વપરાતો હોય છે. જે તે પ્રસંગની અગાઉથી તૈયારી કરવાની રહે છે. જેથી માત્ર પરિવારના જ સભ્યો નહિ પણ, અન્ય અંગત સ્વજનો-સ્નેહી જનોએ પણ પોતાનો સમય ફાળવવો પડે છે. આથી આ માસ દરમિયાન વધારે સમય પૂજા-પાઠ, દેવ-દર્શન, કથા-શ્રવણ, ભજન કીર્તન વગેરે ઉપરાંત ઉપવાસ, એક્ટાણાં, ધારણાં-પારણાં કરી વધારે સમય ધાર્મિક આચાર-વિચાર પાછળ ફાળવી પૂણ્ય કમાઈ લઈ મોક્ષ મેળવવા મોટા ભાગના લોકો ઈચ્છા ધરાવતા હોઈ, ઉપરોકત શુભ પ્રસંગો આ માસ દરમિયાન વર્જિત ગણવામાં આવે છે તેવી એક દ્રઢ માન્યતા સમાજમાં પ્રવર્તી રહેલ છે.

જ્યારે મારા નમ્ર મત પ્રમાણે આ સમયમાં વ્યક્તિએ સ્વ સાથે સંવાદ સાધી આત્મ ચિંતન અને મનન કરવું જોઈએ. સામાન્ય રીતે માનવ સ્વભાવમાં મોટે ભાગે રહેલા દુર્ગુણો જેવા કે, ક્રોધ. ગુસ્સો, રાગ, ધ્વેસ, ઈર્ષ્યા ,અદેખાઈ, નફરત, દંભ, લોભ, મોહ, માયા વગેરે નબળાઈઓમાંની સ્વમાં રહેલી નબળાઈ પારખી જે તે દુષણોથી મુકત થવા નિષ્ઠા પૂર્વક મથવું જોઈએ.અને ધર્મ-ધ્યાન, દેવ-દર્શન કથા-શ્રવણ, ભજન-કીર્તન,સત્સંગ કે ઉપવાસ એક્ટાંણા દ્વારા આ પવિત્ર માસની ઉજવણીની ઈતિશ્રી નહિ સમજવી જોઈએ !

વ્યક્તિએ પોતાની તમામ ફરજો નિષ્ઠા અને વફાદારી પુર્વક બજાવવી જોઈએ. ભ્રષ્ટાચાર, લાંચ-રૂશ્વત, કામચોરી વગેરે દૂષણોનો ત્યાગ કરવો જોઈએ. ધંધા કે વ્યવસાયમાં પ્રવૃત લોકોએ પ્રમાણિકતાથી ધંધો કરવો જોઈએ અર્થાત તોલમાપમાં કરવામાં આવતી ગરબડ, ભેળસેળ, કાળા બજાર, કરચોરી વગેરે દુષણોને પોતાના જીવનમાંથી આ માસ દરમિયાન હ્રદયવટો આપવો જોઈએ. સદગુણ, સદાચાર અને સદવિચારનો વિસ્તાર મુમુક્ષુના વ્યક્તિત્વમાં પ્રગટવો જોઈએ.

આ માસ દરમિયાન કરવામાં આવતા ધાર્મિક કાર્યો જેવાકે પૂજા-પાઠ, દેવ-દર્શન, કથા શ્રવણ, ભજન-કીર્તન વગેરે માત્ર બાહ્યાચાર નહિ બની રહેવા જોઈએ પરંતુ હ્ર્દયમાંથી પ્રગટવા જોઈએ અને તો જ મનુષ્યમાં રહેલી દૈવી અને આસુરી સંપત્તિમાંથી મુમુક્ષોમાં દૈવી સંપત્તિ જેવી કે, સત્ય, સહિષ્ણુતા, સમતા, સમાનતા, સદભાવ, અહિંસા અને સહજપણું પ્રગટે.

મુમુક્ષોના માનસમાંથી આસુરી વૃતિ જેવી કે દંભ, અહંકાર, અભિમાન, કટુતા અને હિંસાનો ત્યાગ થવો જોઈએ.
આ માસ દરમિયાન તો નિર્દંભ જીવન બસર કરવું જ જોઈએ તો જ પુરુષોત્તમ માસ સાર્થક ગણાય. જયારે દુર્ભાગ્યે આ માસ દરમિયાન કરવામાં આવતા ધાર્મિક આચારો મોટે ભાગે માત્ર બાહ્યાચાર બની રહેતા જોવામાં આવે છે.
આ લખતા ઓશોએ કહેલી વાત યાદ આવે છે કે, ” કોઈ પણ માણસ વર્ષમાં એક મહિના માટે, બે મહિના માટે સન્યાસી થઈ જાય. પછી પાછો આવી જાય પોતાની દુનિયામાં. આ બે મહિનામાં સન્યાસની જિંદગીના બધા અનુભવ તેની સંપત્તિ બની જશે. એ તેની સાથે ચાલવા લાગશે. અને જો એક માણસ 40-50 કે 60 વર્ષની જિંદગીમાં 10-20 વાર થોડા થોડા દિવસોને માટે સન્યાસી થતો જાય, તો પછી તેને સન્યાસી થવાની જરૂર નહિ રહે. એ જ્યાં છે ત્યાં જ ધીરે ધીરે સન્યાસી બની જશે.”

યાદ રહે આ અધિક માસ ત્રણ વર્ષમાં એક વાર આવે છે અને તેથી માણસની 60 વર્ષની જિંદગીમાં 10-12 વાર માત્ર એક માસ માટે પણ જો મુમુક્ષો પવિત્ર જીવન બસર કરવા નિષ્ઠા પૂર્વક કટિબધ્ધ બને તો આ અનુભવ તેની જિંદગીની અમૂલ્ય સંપત્તિ બની રહેશે.

વધુમાં મારી જાણ પ્રમાણે આ અધિક માસ અર્થાત પુરુષોત્તમ માસ ગુજરાત અને મારવાડ સીવાય દેશના અન્ય રાજ્યોમાં મનાવવામાં આવતો નથી. તેમ છતાં જો કોઈ પણ મિત્રોને આ વિષે વધુ જાણકારી/માહિતી હોય તો મને જણાવવા વિનંતિ છે. અસ્તુ !

Advertisements

5 comments

  1. અરવિંદભાઈ, અધિક માસ તો પૂર્વ સિવાયના બધા ભાગોમાં મનાવવામાં આવે છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં, ગુજરાતથી ચાલુ કરીને નીચે તરફનો બધો પ્રદેશ દક્ષિણ ગણવામાં આવે છે. ઉત્તરમાં પણ અધિક માસ તો હોય જ છે અને પાળવામાં પણ આવે છે, પરંતુ શ્રદ્ધા મુજબ. ટૂંકમાં જ્યાં પણ સાયન/ચાંદ્ર પંચાંગ વ્યવહારમાં છે ત્યાં બધે જ અધિકમાસ આવશે અને વત્તેઓછે પ્રમાણમાં વ્રત/નિયમો પણ પાળવામાં આવે છે.

    Liked by 1 person

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s