મુળ લેખક :સુબોધ શાહ
રજુઆતકર્તા : મુરજી ગડા
(ગત અંકના અનુસન્ધાનમાં..)
પ્રાચીન સમાજોમાં ધર્મ અને શ્રદ્ધા બન્ને, શક્તીનાં અતીશય પ્રભાવી સ્રોત હતાં. ધર્મના નામે એકઠી થયેલી લાખો લોકોની મેદનીઓ પ્રવચન સાંભળતી, મન્ત્ર રટતી, તાળી પાડતી, ગાતી, નાચતી, કોઈ વાર રડતી સુધ્ધાં. શ્રદ્ધા પોતે પ્રસરે છે, બીજાને પ્રેરે છે, સમાજને પ્રતીબદ્ધતા પ્રદાન કરે છે અને સમુહને સાથે રાખી બાંધે છે. ધ્યેય કે હેતુ અર્પણ કરવાનું સૌથી વધુ પ્રભાવક એવું એ સાધન છે. અચંબો પમાડે એટલી હદે માણસને એ બદલી શકે છે. લોકો પૈસા ખાતર કામ કરશે; પણ ધર્મ ખાતર પ્રાણ દેશે. જીન્દગીમાં અર્થ શોધવા, જીન્દગી–નો અર્થ શોધવા, કલ્પના–નાં કલ્પવૃક્ષ વાવવા, કલ્પના–નું કલ્પવૃક્ષ પામવા, ભાવીનો ભ્રમ તાગવા, માણસ શું શું નથી કરતો?
જીવનમાં સો ટકા સારું કે સો ટકા ખરાબ એવું કદી કાંઈ હોતું નથી. સારા માનવીઓ મરે છે, સદ્ગુણો રડે છે, સારી સંસ્થાઓ સડે છે. શ્રદ્ધા જેવી સમર્થ શક્તીની અસરો પણ લાંબા ગાળે અનીચ્છનીય કે અણધારેલી…
View original post 1,489 more words