પ્રત્યેક ગુરુમન્દીર મોહનું સ્મારક છે

‘અભીવ્યક્તી’

– રોહીત શાહ

એક તરફ મોહ છે તો બીજી તરફ મોક્ષ છે. મોહ એટલે હથેળીમાં મુકેલો ગોળ અને મોક્ષ એટલે કોણીએ વળગાડેલો ગોળ. હથેળીનો ગોળ ગમે ત્યારે ચાખી શકાય; પણ કોણીએ વળગેલો ગોળ કદી ચાખવાનો હોતો નથી, માત્ર એને ચાખવાનાં હવાઈ ખ્વાબ જોવાનાં હોય છે. આપણને ધર્મના નામે સદીઓથી ઉઠાં ભણાવવામાં આવ્યાં છે કે હાથમાં રહેલા ગોળ (સંસાર)ને ચાખવો એ પણ પાપ છે; ભલે એનો સ્વાદ મધુરો લાગતો હોય; છતાં એને કડવો કહીને ફેંકી દો. સ્વાદ માણવો હોય તો કોણીએ વળગેલા (મોક્ષ) ગોળનો માણો; ભલે એના સ્વાદનો કોઈ જ અનુભવ ન થતો હોય.

હાથમાં છે – રોકડું છે; એ ફેંકી દો અને કોણીએ છે – ઉધાર છે; એને પામવા વલખાં મારો તો તમે ધાર્મીક ગણાઓ, તો જ તમે આધ્યાત્મીક ગણાઓ. આપણો ધર્મ મુર્તીપુજા અને વ્યક્તીપુજામાં સદીઓથી અટવાઈ ગયેલો છે. હવેના સાધુઓએ ભગવાનનાં મન્દીરો બનાવવાની સાથોસાથ ગુરુમન્દીરો પણ બનાવવા માંડ્યાં છે. કોઈ પણ સાધુ અવસાન પામે એટલે તેના અન્તીમ સંસ્કારની…

View original post 804 more words

Advertisements

4 comments

 1. મોહની પણ દરેક વ્યક્તિની પોતાની વ્યાખ્યા છે અને મોક્ષની પણ.એટલે આવા વકતવ્યો સ્વાભાવિક છે.
  મોહ છે ,ચીજ-વસ્તુ કે વ્યક્તિઓ માટેની પકડ. અને આ પકડ ભિતર છે. જેને પરિણામે આધિપત્યનો અધિકારનો ભાવ જન્મે છે અને આ મારું , આ મારું દરેક વાતે કરીએ છીએ અને મેં કર્યું મેં કર્યું કરી જશ ખાવા દોડી જઈએ છીએ. સંતો જે મોહની વાત કરે છે તે આ છે.
  જ્યારે રોહીતભાઈની વ્યાખ્યા કોઈ સુંદર ચીજ વસ્તુ કે સુંદરી જે મોહગ્રસ્ત કરે તેને મોહ સમજે છે
  એજ રીતે મોક્ષ પણ મારી મુક્તિ કે સ્વર્ગ મેળવવાની વાત નથી. સ્વર્ગ મેળવવાની વાત સાથે અનેક કાલ્પનીક વાસનાઓની પૂર્તિ થશે મોક્ષ દ્વારા તેવી લોકોની સમજ છે.
  જ્યારે સંતો જેને મોક્ષ કહે તે મારી મુક્તિ નહીં પણ મારાથી મુક્તિ કે હું ભાવથી મુક્તિની વાત છે. સંતોની ભાષામાં આપણા અર્થ ઠોકી બેસાડી પછી નીંદાઓ કરવી કેટલું યોગ્ય છે?

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s