પુરુષોત્તમ માસ-અધિક માસ-મળમાસ

પુરુષોત્તમ માસ-અધિક માસ-મળમાસ

17, જૂન, 2015ને બુધવારથી અધિક માસ અર્થાત પુરુષોત્તમ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. સામાન્ય રીતે દર ત્રણ વર્ષે એક માસ અધિક માસ તરીકે આવતો હોય છે. જ્યારે જ્યારે અધિક માસ આવે ત્યારે મારાં મનમાં એક પ્રશ્ન ઘોળાયા કરે છે કે આ માસને પવિત્ર માસ તરીકે માનવામાં આવતો હોવા છતાં આ પવિત્ર માસ દરમિયાન કોઈ શુભ કાર્યો જેવા કે વેવિશાળ, લગ્ન, જનોઈ, નવા ઘરનું વાસ્તુ વગેરે થઈ શકતા નથી તેવી માન્યતા સમાજમાં પ્રવર્તે છે. આ માસ દરમિયાન નદીમાં, સમુદ્રમાં સ્નાન, દાન, જપ, આરાધના, શાસ્ત્રોનું વાચન કે શ્રવણ કરી જીવનને ધર્મમય બનાવવા માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

મારી જાણ પ્રમાણે આ માસ દર ત્રણ વર્ષે આવે છે અને તેનું કારણ ચંદ્રની પૃથ્વીની આસપાસ પ્રદિક્ષણા પૂરી થવામાં 354 દિવસ, 8 કલાક, 48 મિનિટ અને 33.55 સેકંડ જેટલો સમય લાગે છે, આમ થવાથી,   વર્ષ પૂરું થવામાં 11 દિવસ જેવું અંતર પડે છે. આથી દર ત્રણ વર્ષે એક માસનો ઉમેરો કરવામાં આવે છે. અને આ ઉમેરેલા માસને અધિક માસ તરીકે ઓળખાવવામાં આવે છે. કેટલાક આ માસ વધારાનો હોય “મળમાસ” જેવા હલકા સંબોધનથી પણ ઓળખાવે છે. પરંતુ મોટા ભાગના લોકો આ માસને પવિત્ર માને છે. આ માસ દરમિયાન સત્સંગ, સેવા, અધિક ભક્તિ, કથા, કીર્તન અને દાન કરવાથી અધિક પૂણ્યનો સંચય થાય છે અને મોક્ષ મળી જાય છે તેમ માનવામાં આવે છે.

આવી વિવિધ માન્યતાઓ સમાજમાં પ્રવર્તે છે ત્યારે એક વાત માટે સર્વ સહમતિ પણ જોવા મળે છે તે પ્રમાણે આ માસ પવિત્ર ગણવામાં આવતો હોવા છતાં, આ માસ દરમિયાન ઉપર દર્શાવેલ શુભ કાર્યો જેવા કે વેવિશાળ. લગ્ન, જનોઈ, નવા ઘરનું વાસ્તુ, વગેરે કરી શકાય નહિ તેવી માન્યતા સમાજમાં પ્રવર્તે છે તે પાછળ કયું કારણ હોઈ શકે ? તે સમજાતું ના હોઈ, જે કોઈ મિત્રો આ વિષે લોક માન્યતા સિવાય અન્ય તાર્કિક કારણો જાણતા હોય તે પ્રકાશ પાડે તો કંઈક નવું જાણવા અને સમજવા મળશે.

આગુ સે ચલી આતી હૈ તેવો તર્ક સ્વીકાર્ય કે દંત કથા જેવો “લોકોની પોતા તરફની ઉપેક્ષા અને ” મળમાસ” જેવા હલકા સંબોધનથી અકળાઈ અધિક માસ મનોમન દુભાવા લાગ્યો અને કોઈ ઉપાય ના સુઝતા ભગવાનને શરણે ગયો અને ભગવાને પોતાને શરણે આવેલાને તેની પીડા જોઈ વરદાન આપ્યું કે હવેથી તારી કોઈ નિંદા નહિ કરે, અને જે કોઈ તારા આ અધિક સમય દરમિયાન પુણ્ય્દાન કરશે તેને અધિક ફળ મળશે અર્થાત મોક્ષ મળશે.” ના જ બને તે સ્વભાવિક ગણાય, ખરું ને ?

ભગવાને આપેલા વરદાનથી જે માસ અત્યંત પવિત્ર માનવામાં આવતો હોય તેમાં જ શુભ કાર્યો ના થઈ શકે તે વિરોધાભાસ નથી જણાતું ?

બીજી વાત કે આ અધિક માસ અર્થાત પુરુષોત્તમ માસ ગુજરાત અને ગુજરાતીઓ સિવાય અન્ય રાજ્યો અને પ્રજામાં પણ મનાવવામાં આવે છે કે કેમ ? અને તો ક્યા કયા રાજ્યો છે ? અને જે રાજ્યોમાં મનાવવામાં ના આવતો હોય તો તેની પાછળ શું કારણો હોઈ શકે ?

 

Advertisements

5 comments

  1. ભાઈ શ્રી દિવ્યેશ, આપે બ્લોગની મુલાકાત લીધી આભાર ! આ વર્ષે અધિકા માસ જેઠ માસમાં આવે છે. અધિક માસ દર ત્રણ વર્ષે અલગ અલગ માસમાં આવતો રહે છે. અધિક માસ માટે કોઈ માસ કાયમ માટે નિશ્ચિત કરવામાં આવતો જણાતો નથી.

   Like

 1. પુરુશોત્તમ મહિનો કોઇ પણ માસની સાથે આવી શકે. એક તો દર 3 વર્ષે આવે અને એ પણ કોઇ પણ માસ ની જોડે! કેમ યાદ રહે? લગ્ન જેવા ઐતિહાસિક પ્રસન્ગની વરસ ગાન્ઠ સરળતા થી યાદ તો રહેવી જોઇયએ ને?

  ઘણા સમય઼ પછી તમારો મૌલિક આર્ટિકલ વાન્ચી ને મજા પડી.

  Like

 2. આપે વિચારવા યોગ્ય પ્રશ્નો મૂક્યા છે. અમારા છોકરાંઓને તો અહીં અમેરિકામાં કયો મહિનો ચાલે છે તેની પણ ખબર પડતી નથી. અમને પોતાને હવે અધિક મહિનો આવે છે તે રેશનાલિસ્ટ મિત્ર પાસેથી જાણવા મળ્યું. મેં તો મારા સ્વભાવ પ્રમાણે ફેસબુક પર જાહેર કરી દીધું કે કોઈને પણ આર્થિક દાન કરવું હોય તો મારા મિત્ર શ્રી ભુપેન્દ્રસિંહ રાઓલ પાસેથી મારું સરનામું મેળવી લેવું.
  પ્રવીણ શાસ્ત્રીના સ્નેહ વંદન. કુશળ હશો.

  Liked by 1 person

  1. चंद्र मासना केलेन्डरनी हवे कोईज कीमत रही नथी अने बधुं आस्ते आस्ते तारीख प्रमाणे चाली रह्युं छे. हीन्दुओ दीवाळीए चोपडा पुजन वीधी करता ए तो हवे ३१मी मार्चे थई गयुं. एम आ अधीक मासनी हालत थशे. तहेवारो के रजाओ जेमके आखात्रीज, गोकुळ अष्ठमी, राम नवमी जे तीथी प्रमाणे मळे छे ए माटे संसद द्वारा कायदो बनावी एक झटके बधुं अंग्रेजी तारीख प्रमाणे थवानी तैयारीमां समजवुं…

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s