સૂરત જૈન સમાજ નવો રાહ ચીંધે છે, સ્તુત્ય, સરાહનીય અને અનુકરણીય માર્ગ અપનાવીને – લાખ લાખ ધન્યવાદ !

સૂર ત જૈન સમાજ નવો રાહ ચીંધે છે, સ્તુત્ય, સરાહનીય અને અનુકરણીય માર્ગ અપનાવીને – લાખ લાખ ધન્યવાદ !

એક સમાચાર પ્રમાણે જાણવા મળે છે કે, સામાન્ય રીતે આજ પર્યંત જોવા મળ્યું છે કે, જૈન સમાજ મુમુક્ષુઓના દીક્ષા મહોત્સવ દરમિયાન લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. વળી વર્ષિદાન દરમિયાન યોજાતા વરઘોડામાં હજારો રૂપિયાની ચલણી નોટો ઊછામણી તરીકે ઉડાવવામાં આવતી હોય છે. જે લોકોના પગમાં કચડાતી રહે છે અને તે નોટો મેળવવા ગમે તે લોકો ધાર્મિકતાને કચડી પ્રયાસ કરતા રહે છે.

આવું ના થાય માટે સૂરતના કતારગામના જૈન સંઘ ખાતે ત્રણ મુમુક્ષુના વર્ષિદાન વરઘોડામાં નવી શરૂઆત કરવામાં આવી છે. જાહેરમાં નોટોની ઉછામણી કરવાને બદલે જરૂરિયાતમંદોને ચીજ વસ્તુઓની 1000 જેટલી કીટ બનાવી બાળ મુમુક્ષુઓના હસ્તે દાન કરાવવામાં આવ્યુ.

આચાર્ય ચંદ્રસુરિશ્વરજીની ઉપસ્થિતિમાં જૈન સમાજ દ્વારા પ્રથમ વખત આ નવો અભિગમ અપનાવવામાં આવ્યો હતો જે જૈન સમાજને નવો રાહ ચીધનારો બની રહેશે.

આજ સુધી ઉછામણીમાં ઉડાવવામાં આવતા હજારો રૂપિયાનો વ્યય થતો હતો અને તે નાણાં ગમે તેના હાથમાં જતાં રહેતાં હતા. ઉપરાંત ચલણી નાણાં સિક્કા સ્વરૂપે કે નોટ સ્વરૂપે સમગ્ર સમાજ તેને લક્ષ્મી સ્વરૂપે ઓળખે છે અને તેને પૂજે પણ છે. આથી કેટલાકની ધાર્મિક લાગણી પણ દુભાતી રહેતી હોય છે. તેને બદલે હવે જરૂરિયાતમંદોને મદદ કરવાની આ પહેલ દરેક રીતે યોગ્ય ગણાવી જોઈએ, અને અન્ય જૈન સમાજે પણ આ પહેલને આવકારી અનુકરણ કરવું જોઈએ.

સૂરત જૈન સમાજને આવી પહેલ કરી નવો માર્ગ ચીધવા માટે લાખ લાખ ધન્યવાદ !

Advertisements

2 comments

  1. સૂરત જૈન સમાજને આવી પહેલ કરી નવો માર્ગ ચીધવા માટે લાખ લાખ ધન્યવાદ !

    આ પહેલનું બહોળા પ્રમાણમાં અનુકરણ માત્ર જૈન સમાજમાં જ નહિ બલ્કે હરેક સમાજના સામાજીક
    પ્રસંગો વખતે થતું રહે ઍવી પ્રાર્થના કરી

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s