બૌદ્ધિક દલીલો અંતિમસાધન નથી જ—- અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

બૌદ્ધિક દલીલો અંતિમસાધન નથી જ—- અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

કોઇ પણ ઘટના કે વાત સમજવા કે સમજાવવા માટે બુદ્ધિ, દલીલ કે ભાષા ભલે અનિવાર્ય માધ્યમ છે, પણ ઘણું પાંગળું, અધુરૃં માધ્યમ છે. તમે એવું ઘણું બધું અનુભવ્યું હશે કે અનુભવતા હશો, જે વ્યક્ત કરવા માટે ભાષા તમને લૂલી, અધૂરી લાગી હોય. તમે જ્યારે તમારો મુદ્દો રજૂ કરવા બૌદ્ધિક દલીલને સર્વસ્વ ગણીને આગળ વધો છો ત્યારે ભારે જોખમી પ્રદેશમાં પગ મૂકો છો. તમારી વાતનો ધ્વનિ, તમારી અનુભૂતિનો સૂર અન્ય વ્યક્તિ સમજે એ માટે એ વ્યક્તિનો વિકાસનો સર કયા તબક્કે પહોંચ્યો છે એ મુદ્દો સૌથી વધુ મહત્વનો છે.

બુદ્ધિ મુખ્યત્વે કઠપૂતળી છે. પેલા દલા તરવાડીની વાર્તા સાંભળી છે ? બરાબર દલાભાઇની જેમ બુદ્ધિએ કઇ દિશામાં નૃત્ય કરવું એનો નિર્ણય વૃત્તિકરે છે. દાખલા તરીકે વિનુભાઇ નામના શખ્સને સુરેશભાઇ માટે તેજોદ્વેષ હોય, ઇર્ષ્યા હોય તો વિનુભાઇની બુદ્ધિબાઇ કેમ વર્તન કરે એ પ્રક્રિયા જુઓ ઃ આ સંવાદ ટૂંકમાં સાંભળો.

વિનુભાઇ ! આ સુરેશે તો રંગ રાખ્યો. સન્મુખાનંદ હોલમાં એનાં ગીત- સંગીત લોકોને ચાર કલાક સુધી મંત્રમુગ્ધ કરી નાખ્યાં !વિનુભાઇની બુદ્ધિ હવે કેવું મણિપુરી નૃત્ય કરે છે તે જુઓ ઃ

આ સુરેશને, સાલાને નામના કમાવી છે. રજાના દિવસે પબ્લિક નવરી હોય, તે તમાશાને તેડું ન હોય એટલે હોલ ભરાઇ ગયો. છાપામાં પાનાં ભરીને જાહેરખબરો આપેલી.

પણ વિનુભાઇ ! પબ્લિક કદાચ જાહેરખબર જોઇને છેતરાય પણ ત્રણ હજારની મેદની ચાર કલાક સુધી સ્તબ્ધ બનીને મંત્રમુગ્ધ થાય, શું એ સુરેશની સિદ્ધિ તમે નહી સ્વીકારો ?”

પબ્લિક તો ગાંડી છે. મુંબઇમાં ક્યાં સારા ગાયકો- વક્તા છે ! સૂકાં રણમાં એરંડો પ્રધાન !વિનુભાઇ ઉવાચ. ઉપરની વાતચીતમાં વિનુભાઇની બુદ્ધિ ધારદાર છે, પણ એ બુદ્ધિ પાછળ ખલનાયક તરીકે ઇર્ષ્યાથી ગંધાતી વૃત્તિછે એ માત્ર ચબરાક વ્યક્તિને સમજાય.

જ્યારે જ્યારે અમુક વિષય પર ચર્ચા, વાદ-વિવાદ થાય. ત્યારે આપણામાંના મોટાભાગના લોકો આ ખતરનાક સત્ય ભૂલી જાય છે કે દલીલોને વૃત્તિનો કમળો થયો હોય છે. ધારો કે ઉપરના દાખલામાં, પેલા વિનુભાઇને પેલા સુરેશના કાર્યક્રમમાં રૃબરૃ લઇ ગયા હોત તો તમે શું ધારો છો ? વૃત્તિપ્રેરિત બુદ્ધિના કમળાથી પીડાતા વિનુભાઇને સુરેશની આંધળી અદેખાઇ કરવા બદલ પસ્તાવો થયો હોત ? નાજી, સુરેશની વિરાટ સફળતા નજરે નિહાળ્યા પછી વિનુભાઇ ભૂરાંટા અને હિંસક બન્યા હોત !!

તમે વ્યાપક રીતે સાચા હો, દલીલો દ્વારા કદાચ તમે સામી વ્યક્તિની બોબડી બંધ કરવામાં સફળ થાવ, તો યાદ રાખો, સામી વ્યક્તિ ને તમે તમારા પક્ષમાં બદલી શકતા નથી, ઉલ્ટું એક કટ્ટર દુશ્મનનો ઉમેરો કરો છો. કારણ કે દલીલબાજી વખતે બુદ્ધિની લગામ પૂર્વગ્રહ અને મિથ્યાભિમાનની વૃત્તિના હાથમાં જ હોય છે. તમે જ્યારે સામેવાળાની બૌદ્ધિક દલીલને મૂઢમાર મારો છો, ત્યારે તમે હકીકતમાં તેના વળગણને મારતા હો છો.

દલીલોમાં ગરુડનું ઉડ્ડયન નથી હોતું, પતંગનું ઉડ્ડયન હોય છે, જેમાં દોરીનો કાબૂ અમુક ગાંઠ, અમુક હૂંઠ, અમુક વળગણમાં રહેલો હોય છે. બૌદ્ધિક દલીલ, બુદ્ધિનો સાધન તરીકે ઉપયોગ અનિવાર્ય છે. બુદ્ધિને ગીતાજીએ તો ભારે પવિત્ર સ્થાન આપ્યું છે, પણ બુદ્ધિના સાધનની સાર્થકતા તમારાં વ્યક્તિત્વના સાર્વત્રિક વિકાસ પર આધાર રાખે છે. જો તમારૃ વ્યક્તિત્વ વિકસે નહી, તો તમે પેલા બગલા જેવા રહેશો. બગલાનો આઇ.ક્યૂભારે ઊંચો હો ! એ બુદ્ધિશાળી ખરો, પણ નજર અને ધ્યાન માત્ર માછલી પકડવામાં ! પછી એ બુદ્ધિ કોઇના હક્કનું ઝૂંટવી લેવામાં, કોઇ પ્રતિભાશાળીની પીઠમાં છરી ભોંકવામાં સફળ થશે,પણ એ બુદ્ધિને ગરુડ જેવી પાંખો નહી ઊગે. એ બુદ્ધિ માછલાં ફસાવવામાંથી ઊંચી નહી આવે. એ બુદ્ધિ પાસે એવરેસ્ટની ઊંચાઇની વાત જ નહી કરી શકાય. એ બુદ્ધિ શહામૃગ જેવી બની જશે. પછી એમાં કાયરતા, આત્મવંચના, દુષ્ટતા ઘર કરી જશે.

 


 

 

Advertisements

One comment

  1. “તમે વ્યાપક રીતે સાચા હો, દલીલો દ્વારા કદાચ તમે સામી વ્યક્તિની બોબડી બંધ કરવામાં સફળ થાવ, તો યાદ રાખો, સામી વ્યક્તિ ને તમે તમારા પક્ષમાં બદલી શકતા નથી, ઉલ્ટું એક કટ્ટર દુશ્મનનો ઉમેરો કરો છો.
    બૌદ્ધિક દલીલો અંતિમસાધન નથી જ”

    સાચીવાત.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s