જાત- પરખ વિનાના અંધત્વની મહામારી— અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

જાત- પરખ વિનાના અંધત્વની મહામારી— અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા 

મહાનગરી મુંબઇ વિષે બહારના લોકો એક કટાક્ષ કરતા હોય છે ઃ આ ગામના લોકોને ઘેટાંની માફક હરોળ જોઇને ઊંધું ઘાલીને ઊભા રહી જવાનો રોગ છે.

હકીકતમાં આ વિધાન આપણામાંના મોટાભાગનાની તમામની સામાજિક પ્રવૃત્તિઓને લાગુ પડે છે

તમે એક મજેદાર હકીકત નોંધી છે ? જેમ ટોળામાં, હરોળમાં ઊભા રહી જવાની વૃત્તિ છે. તેમ જ તેના બીજા છેડાના એવા જ અંધ પ્રત્યાઘાત તરીકે હડકાયા કૂતરા માફક તમામ વ્યક્તિઓનો (જાત સિવાય) આંધળો વિરોધ કરવાની પણ ઘણાને વિકૃતિ હોય છે.

આ બન્ને પ્રકારના મનોરોગમાં કારણભૂત છે ઃ જાત- પરખનો અભાવ

પોતાની આગવી દ્રષ્ટિનો અભાવ

મારા એક મિત્ર બહુ આખા બોલા છે. તેમની પાસે એક સુશિક્ષિત બેકાર યુવાન બેઠેલો. બિચારો ફરિયાદ કરતો હતો કે આટલું શીખ્યો, આટલું ભણ્યો છતાં બેકારી ભોગવું છું. મારા આખાબોલા મિત્રે કહ્યું ”મુંબઇમાં આટલા બધા (ગાળ) છે, તેમાંથી પાંચેક તને નથી મળતા ? તું ફાઉન્ટન પાસે જા, અર્ધનગ્ન બની, શીર્ષાસન કરતા કરતાં થોડું ચાલ, તો પણ તને અનુયાયીઓ મળી રહેશે. પછી તારે પૈસા માગવા નહી પડે, વગર ભીખ માગ્યે ભીખ મળી રહેશે. દુનિયા ઝુકતી હૈ, ઝુકાને વાલા ચાહિયે.”

ખલીલ જિબ્રાનની સુપ્રસિદ્ધ પંક્તિઓ છે ઃ ”જ્યાં ધર્મનો છાંટો નહી ફિરકા છતાં ફાલી રહ્યા, એ દેશની ખાજો દયા”
જે મુલકમાં અંધાઓની બહુમતી હોય, ત્યાં અરીસા ન વેચાય. જ્યાં ગુલાબ વેચતી વખતે ભલામણ કરવી પડે કે ”આ ગુલાબ છે, આની આખી દુનિયામાં બહુ ‘ડિમાન્ડ’ છે, આ ફૂલ બહુ સુંદર કહેવાય, આ ફુલને નાકે લગાડતાં જે મળે તે ‘સુગંધ’ કહેવાય. ગુલાબ જેવી ઉત્તમ ચીજ માટે પણ ઓળખાણ આપવી પડે એ મુલકમાં આપોઆપ ગુલાબની ખેતી ઓછી થતી બંધ પડી જાય

એક કવિએ બહુ વ્યથા અને તીવ્ર રોષ સાથે લખ્યું છે ઃ ”ઘણાય લોકો મુશાયરો સાંભળવા નહી જોવા જતા હોય છે !” મુશાયરા ને માણવાની સૌન્દર્ય- પરખ જ જ્યાં ન હોય, ત્યાં સૌન્દર્યની વહેંચણી કરનારા સંવેદનસભર સર્જકની શી વલે થતી હશે એ કલ્પના કરો

રમેશ પારેખની આ પંક્તિઓ આજના, ખાસ કરીને ગુજરાતી માહોલને બહુ સ્પષ્ટ કરે છે

‘બજારમાં હુ ચશ્મા લેવા ગયો, બિલ પેટે આંખો દઇ આવ્યો.’
તમને ખબર છે, જે સમાજમાં હળાહવ દંભ અને ભ્રષ્ટાચાર છે, છતાં ધાર્મિક પ્રવચનો માટે સૌથી વધુ ઘરાક શા માટે મળી રહે છે ? જે સમાજને અને વાચન- મનને બાપ માર્યા વેર છે. જે સમાજે ઉમાશંકર જોષીના ”સંસ્કૃતિ” ને શ્વોસોશ્વાસ જેટલો પણ ટેકો નહોતો આપ્યો, એ સમાજમાં સાધુબાવાના પુસ્તકો લાખોમાં વેંચાય છે !
નહી નહી એ સાચો ધર્મપ્રેમ નથી. ખસી કરાવેલા હિજડાઓ એકબીજાને સહારો આપે એનું રીતે ”ધર્મ”ના નામે ચાલતો સંગઠિત દંભ છે. ‘ધર્મ’માં ‘ટોળું’ પર્યાય બની ગયું છે, એટલે ધાર્મિક પ્રવચનમાં કે ટોળાંશાહીમાં પોતાની આગવી દ્રષ્ટિની તો જરૃર પડે નહી મનોરંજન મળે, ઝાઝું ઊંડે જવાની જરૃર ન પડે અને સંગઠિત રીતે દાંભિક સમાજના કટ્ટરવાદનો ટેકો મળી રહે.

સમ્માન તમે સંગઠિત દંભના ટોળાંના ઘેટાં- સભ્ય બન્યા છો તેનું છે, હૈયાના સાચા ધર્મનું નહી.

કારણ કે એક એવો માહોલ રચવાના પાપ- યજ્ઞામાં સૌ સાથ આપીએ છીએ, જ્યાં મૌલિકતા, ઊંડાણ, કડવાં સત્યોને સાથે મળીને દેશ નિકાલ કરવાનો સામુહિક હેતું છે.
જેને ટોળાંની લોકપ્રિયતા સાંપડી એની પાછળ અમે પણ ઘાંઘા થઇને દોડીએ છીએ. અમે અંધ છીએ, અમે ઘેટાં છીએ

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s