ખરેખર ચમત્કારી ચિકિત્સાઃ તાળી પાડો, તંદુરસ્તી મેળવો—-ટોપ્સીટર્વી – અજિત પોપટ

ગુજરાત સમાચારની બુધવાર, 15/10/2014ની ” શતદલ ” પૂર્તિમાં પ્રસિધ્ધ થયેલ લેખ.

 

ટોપ્સીટર્વી – અજિત પોપટ

ખરેખર ચમત્કારી ચિકિત્સાઃ તાળી પાડો, તંદુરસ્તી મેળવો

– બંને આંખે ઝામર થયાથી જેની દ્રષ્ટિ ધૂંધળી થઇ હતી અને સર્જરી કરાવવાના પૈસા નહોતા એવા એક ભારતીય આદમીએ સાંભળ્યું કે તાળી પાડવાથી શરીરમાં રક્તાભિસરણ વ્યવસ્થિત થાય છે અને નકામું કોલેસ્ટેરોલ  નષ્ટ થાય છે ત્યારે શરૃમાં એણે માન્યું નહોતું. પણ, ‘ટ્રાય કરવામાં શું જાય છે ?’

એમ વિચારી રોજ ૩૦ મિનિટ તાળી પાડવા માંડી. શરૃમાં લોકો એને ગાંડો ગણતા. પરંતુ ધીમે ધીમે એનો ઝામરનો રોગ ગયો. હવે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને ટોચનાઆરોગ્ય-વિજ્ઞાાનીઓ પણ તાળી-યોગનો મહિમા સ્વીકારતા થયા છે. પંજાબના કપૂરથલા જિલ્લામાં ફગવારા કરીને એક ગામ છે. ત્યાં કે સી ભારદ્વાજ નામના સજ્જન રહે છે. આજે તો તેમની ઉંમર ૭૬ વર્ષની છે. પાંચેક વર્ષ પહેલાં એમને આંખે દેખાવાનું ઓછું થઇ ગયું. ગામના ડૉક્ટરે શહેરના ઓપ્થેલ્મોલોજિસ્ટ (આંખના રોગના નિષ્ણાત) કને મોકલ્યા. સર્જ્યને નિદાન કર્યુંઃ તમને ઝામર (ગ્લૂકોમા) થયો છે. ઓપરેશન કરવું પડશે. નહીંતર અંધ થઇ જશો. ભારદ્વાજ તો સાંભળીને થીજી ગયા. મોટા ડૉક્ટરે તો પહેલીવારના કન્સલ્ટીંગના જ ૩૦૦ રૃપિયા વસૂલ કર્યા હતા. ઓપરેશનના પૈસા ક્યાંથી કાઢવા ? એ હતાશ થઇને ગામમાં પાછાં ફર્યા. એક દિવસ ગામના મંદિરમાં કોઇ કીર્તનકારે કથા કરતાં કહ્યું કે તાળી પાડવાથી તંદુરસ્તી જળવાઇ રહે છે અને રોગપ્રતિકાર શક્તિ (ઇમ્યુનિટી) વધે છે. ભારદ્વાજે બીજા દિવસથી પ્રોગ્રામ ઘડી કાઢ્યો. સવારે જોગિંગ કરવા જાય કે યોગાસન કરે ત્યારે તાળી પાડે.

સાચું માનજો, થોડા મહિના પછી ફરી ડૉક્ટરને બતાવવા ગયા ત્યારે પેલાએ કહ્યંુ, તમારી આંખો તો સાવ સારી છે… ઝામર અદ્રશ્ય થઇ ગયો. હજુ હમણાં જ નવરાત્રિ ગઇ. રોજ અડધો કલાક તાળી પાડીને ગરબા ગાનારી બહેનોને પૂછવા જેવું છે. આપણને ભારદ્વાજનો આ પ્રસંગ વાંચીને કાગને બેસવું ને ડાળને પડવું જેવું લાગે તો સ્વાભાવિક છે.

પરંતુ હવે તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઝેશન અને ટોચના આરોગ્ય-વિજ્ઞાાનીઓે પણ સ્વીકારે છે કે પ્રાચીન કાળથી તાળી પાડવાની જે વણલખી પરંપરા ચાલી આવે છે એ આરોગ્ય માટે લાભદાયી છે. અમેરિકા અને યૂરોપના કેટલાક દેશોમાં તો તાળી-ચિકિત્સા (ક્લેપ થેરપી)નો નિયમિત અભ્યાસ અને અમલ કરાવાય છે. ભારતમાં પણ સ્કૂલોમાં સ્કાઉટિંગ અને ગર્લ્સ ગાઇડની તાલીમ દરમિયાન ખાસ લયથી તાળી પડાવાય છે.

ભારતીય લશ્કરમાં પણ ચોક્કસ રિધમથી તાળી પડાવાય છે જેમ કે એક દો તીન, એક દો તીન, એક દો તીન, એક..દો…બહુ ઓછા લોકોના ધ્યાનમાં આવ્યું હશે કે ભજન-કીર્તનમાં યા ગરબામાં તાળી પાડનારા ભાઇ-બહેનો અજાણતાંમાં જોમ-જુસ્સો અનુભવતાં થઇ જાય છે. એનું કારણ પણ એજ છે કે દસ પંદર સેકંડ તાળી પાડવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે અને અનિયમિત હોય તો નિયમિત થઇ જાય છે. લેટેસ્ટ સંશોધન તો એમ પણ કહે છે કે વધારાનું કે નકામું કોલેસ્ટેરોલ નિયમિત તાળી પાડવાથી આપોઆપ નષ્ટ થઇ જાય છે.

જો કે તમારે તમારા શરીરની ક્ષમતા અનુસાર ચોવીસ કલાકમાં જુદા જુદા સમયે અને અનુકૂળતા મુજબ કુલ ૩૦ મિનિટ તાળી પાડવાની છે. અહીં તાળી અને કિન્નરો દ્વારા વગાડાતા તાબોટાનો ફરક સમજી લેવાની પણ ખાસ જરૃર છે. બંને હથેળી સીધી રાખીને એકબીજાની સાથે અથડાવો ત્યારે જે ધ્વનિ ઉત્પન્ન થશે એ તાબોટાની નજીકનો હશે. તાળી પાડવાની જે પરંપરાગત પદ્ધતિ છે એજ અજમાવવાની છે.

શરીર પર તાણ આવે કે ઝડપથી થાકી જાઓ એ રીતે તાકાત અજમાવવાની નથી. શક્ય હોય તો વહેલી સવારે જોગિંગ કરવા જાઓ અથવા યોગાસનો કરવાની ટેવ હોય તો તાળી પાડતાં પહેલાં હાથમાં નારિયેળીનું કે તલનું તેલ સહેજ ચોપડીને પછી તાળી પાડવાનું રાખશો તો વધુ લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે.

ફગવારાના ભારદ્વાજે તો એક મિનિટમાં ૧૫૮ અને કુલ ૯૫૦૦ તાળી પાડીને લિમ્કા બુક ઑફ રેકોર્ડસ્માં પોતાનંુ નામ સુદ્ધાં લખાવ્યું. આ ચિકિત્સા પદ્ધતિ સાવ મફત અને તમારી અનુકૂળતા મુજબ અજમાવી શકાય છે. આ ચિકિત્સામાં માનતા લોકો એવો દાવો કરે છે કે હાર્ટ પ્રોબ્લેમ, બ્લડ પ્રેસર, સંધિવા, કાયમી શરદી, હાઇપર ટેન્શન, ડાયાબિટિસ, દમ (અસ્થમા), અનિદ્રા અને વાળ ખરવાની સમસ્યામાં પણ રાહત મળે છે. પાટનગર નવી દિલ્હી અને બેંગલોર જેવાં કેટલાંક શહેરોમાં લાફિંગ ક્લબોની જેમ હવે ક્લેપિંગ ક્લબો શરૃ થઇ છે. એની નોંધ લેવા અમેરિકાની સીએનએન સંસ્થાનો એક રિપોર્ટર જેમ્સ માર્ટન દિલ્હી આવી ગયો હતો. એણે ક્લેપિંગ ક્લબના કેટલાક સભ્યોના ઇન્ટરવ્યૂ પણ મેડિકલ પુરાવાની સાથોસાથ લીધા હતા. એની વિડિયો ટેઇપ સીએનએન દ્વારા અમેરિકાનાં મોટા ભાગનાં શહેરોમાં રજૂ થઇ હતી.

મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં યોગાશ્રમ ચલાવતા સ્વામી ઉમાનંદ યોગાસનોની સાથે વ્યવસ્થિત અભ્યાસક્રમ ધરાવતા તાળી-વર્ગો ચલાવે છે. આ વાંચી લીધા પછી તમે પણ ઘેર બેસીને કે સવારે બગીચામાં જઇને તાળી પાડી શકો. શરૃમાં તમને પણ કદાચ પંજાબના ભારદ્વાજની જેમ કોઇ પાગલ ગણી લે તો વાંધો નહીં. આમાં કશું ગુમાવવાનું નથી, એક પણ પૈસાના ખર્ચ વિના તમને તંદુરસ્તી મળવાની હોય તો નિઃસંકોચ પ્રયોગ કરવામાં કશેા વાંધો ક્યાં છે ? કોઇ પૂછે તો કહેવું, ક્લેપ-યોગ કરું છું.

                           

 

Advertisements

One comment

  1. સામાન્ય રીતે લોકો ફાવતા હાથથી બીજા હાથની હથેળીમાં તાળી પાડતા હોય છે. આ રીતમાં એક જ હથેળી અને એક જ પંજાનો વપરાશ થાય છે. આ થેરાપીમાં બન્ને હથેળીનો વારાફરતી ઉપયોગ કરવાની વાત જણાવાઈ નથી. આ અંગે વીગતો મળે તો આ યોગ પણ ચાલુ કરી શકાય……

    બહુ જાણવા જેવી વાત કહી છે. હજી આના પર વધુ ચર્ચા–જાણકારી અહીં મુકાય તો સારું.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s