બીજ સાપોલિયાંનું કે કમળનું ?—– અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

બીજ સાપોલિયાંનું કે કમળનું ?—– અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

બીજ સાપોલિયાંનું કે કમળનું ?

વિચારોનાં બીજમાં અણુ બોમ્બો કરતાં અનેક ગણી તાકાત હોય છે. અણુ બોમ્બો બધું તહસ-નહસ કરીને જળ ત્યાં થળ અને થળ ત્યાં જળ કરી શકે છે, પરંતુ અણુ બોમ્બનું પરાક્રમ તો દુનિયા તરત, ક્ષણભરમાં જાણી શકે છે.

જ્યારે કોઈક નબળું, રોગિષ્ઠ વિચારબીજ માણસની એકાદ પેઢી નહીં, અનેક પેઢીઓનું સત્યાનાશ વાળી શકે એ તરત તો સમજાતું નથી, ઘણાને તો જીંદગી બરબાદ થઈ ગયા પછી પણ સમજાતું નથી.

અમારા પડોશમાં એક પરિવાર છે. પતિ-પત્ની વચ્ચે એક સૂક્ષ્મ વૈચારિક બાબતમાં ઠંડું યુદ્ધ ચાલ્યા કરે. પતિ એવો આગ્રહ રાખે કે સવારના પહોરમાં ઘરમાં ખૂબ શાંતિ જોઈએ, અથવા તો જો રેડિયો ચાલુ કરવો હોય તો કોઈ સુંદર પ્રાતઃ સ્મરણ આવતું હોય, તો જ રેડિયો વગાડવો જોઈએ. અથવા તો જો ઘરમાં કેસેટ્સ હોય તો સિતાર, સારંગી, વાંસળી જેવા સૂર ધીમા સ્વરે રેલાવા જોઈએ. ઘરમાં ભલે સવારે પૂજા-પાઠ ન થઈ શકે, તો કમસેકમ સવારે દશેક મિનિટ પદમાસન વાળીને ધ્યાનમાં બેસવાની સૌ કુટુમ્બીઓ ટેવ પાડે, જેથી બાળકોને જીંદગીભરનું અતૂટ બખ્તર મળી રહે, જીંદગીભરની અખૂટ જીવનશક્તિની અદ્ભુત, રામબાણ ચાવી મળી રહે ! પત્નીને આ બધી જૂનવાણી, ધાર્મિક આળપંપાળ લાગે. એ તો ધરાર સવારે સાત વાગ્યામાં પણ ટી.વી. સામે બેસી જાય, રેડિયો ચાલુ કરે, પોતાના બંને સુપુત્રો અને દીકરીને (જો પથારી છોડી હોય તો) સાથે બેસાડે, ને હિન્દી ફિલ્મગીતોનાં ચિત્રીકરણને માણવામાં તલ્લીન બની જાય. પછી ભલેને પેલું ચોલી કે પીછેહોય કે ચાબી ખો જાયહોય કે મેરી પેન્ટ સેક્સીહોય.

પત્ની પતિદેવની જૂનવાણીમાથાકૂટ સાંભળીને મૂછમાં હસ્યા કરે. એને સમજાય નહીં કે સવારે થોડો સમય, થોડો સેક્સ‘, થોડો બંદરનાચ‘, થોડી શેખચલ્લીગીરી માણવાથી એવું તે શું મોટું નુકશાન થઈ જવાનું છે ? બપોરે પતિદેવ કામે જાય, ને શ્રીમતિજી તાશ રમવામાં લીન બને, ને બાળકો કોણ જાણે ક્યાં ભટકતાં હોય !

આ પરિવારની કહાણી નજર સામે ફિલ્મની જેમ અમે નિહાળી છે. ફિલ્મ સ્ટારોનાં સપનામાં ડૂબી, બેત્રણ લવઅફેરદરમ્યાન જાતને શોષણનું રમકડું બનવા દેવામાં આધુનિકતા માનનારી સુપુત્રી લગ્ન પછી માત્ર બે જ મહિનામાં માતા-પિતાને શરણે આવી પહોંચી છે. બહાનું એવું કાઢે છે કે પતિ-નેરો-માઈન્ડેડ” (સંકુચિત) છે, પણ હકીકતમાં પતિ પોતાના સ્વપ્નના ફિલ્મી હીરો જેવા નથી એ ખટકે છે. બુઢ્ઢાં, માંદાં સાસુ ખટકે છે, વૃદ્ધ સસરા પણ ફિલ્મી રોમાન્સમાં વિઘ્નના પથ્થર જેવા લાગે છે.

અને પેલા બંને સુપુત્રોસાંજ પડે અચૂક, ઘરની બહારના દારૃના બારમાં મદહોશ બનીને પિતાની અમૂલ્ય બચત ખાલી કરે છે. પિતાજી મોટી વયે પણ કમાણી માટે દોડતા રહે છે ! આપણે ભૂલી જઈએ છીએ કે સાપોલિયું નાગરાજ બની શકે છે અને કમળબીજ પૂર્ણ વિકસિત પુષ્પ બનીને સમગ્ર વાતાવરણને સુગંધિત કરી શકે છે.

આપણે ત્યાં બ્રિટિશ જમાનામાં મેકોલે નામના એક ભારે ચાલાક પશ્ચિમી શિક્ષણકારે ખૂબ લાંબા આયોજન સાથે આપણી એક આખી પેઢીને બ્રાઉન સાહેબઅથવા તો અંગ્રેજોના બટલરજેવી બનાવવાનું નક્કી કર્યું. ભારતીય વારસામાં મળેલું બધું જ મૂર્ખતાભર્યું, અને અંગ્રેજી શૈલી અને અંગ્રેજી પોશાક ધરનારૃં બધું જ સુયોગ્યએવાં વિચારબીજો શિક્ષણ પદ્ધતિ દ્વારા આરોપિત કર્યાં.

આજે બંધારણીય આઝાદી મળવા છતાં, આપણી માનસિક ગુલામી દૂર નથી થઈ, એ સત્યના પુરાવા શોધવા અઘરા નથી. જેમ ગુલામો પોતે ફલાણા શેઠના ગુલામ છે એમ કહેવામાં ગૌરવ અનુભવે,

એમ અમારે ત્યાં ગુજરાતી છાપાં આવતાં નથી, અમારે તો ફલાણું અંગ્રેજી પેપર જ વંચાય.

અમારી બેબીને ગીતા – અંગ્રેજીમાં સમજાવો, એ ગુજરાતી સમજતી નથી.માનસિક ગુલામીને રોમેરોમનો ભાગ માનનારી એક આખે આખી પેઢી પોતાના ભવ્ય સંસ્કારવારસા સાથેનું સગપણ જ ગુમાવી બેઠી છે !

વિજ્ઞાાન કદી અમૂર્તને ઉવેખવાનું નથી શીખવતું. તરત જેનું પરિણામ નજરે ન પડે તે વાતની ઉપેક્ષા કરવી એ બુદ્ધિમત્તાની નિશાની નથી, મર્યાદિત દ્રષ્ટિની નિશાની છે.

માઈકલ જેકસનના ધમપછાડાથી તરત જ ઉશ્કેરાઈ તરત નાચકૂદ કરવા લાગતી એક ખાસ જમાતે ભૂલવું ન જોઈએ કે પુસ્તકો, લેખો, ભાષણોની ભલે તરત અસર ન દેખાય, પણ એ બધી પ્રવૃત્તિઓની જબરદસ્ત – અમૂર્ત, ધીમી છતાં અણુ બોમ્બ કરતાં વધુ દીર્ઘજીવી  અસર હોય છે. નવી પેઢીને આદર્શો અને સ્વપ્નો આપનારા વડીલોએ કદી ન ભૂલવું જોઈએ કે ઝેર કોચલાંનાં બીજમાંથી આમ્રફળનું વૃક્ષ કદી ન ઉછરી શકે.

 

Advertisements

One comment

  1. અંગ્રેજ મેકોલેને લોકો અને સાહીત્યકારો નાહકને બદનામ કરે છે. દસમા અને બારમાના અભ્યાસ માટે વીધ્યાર્થીઓ, માબાપ વાલીઓ જે તૈયારી કરે છે અને માર્કસ મેળવે છે એના પરથી તો લાગે છે ઠોઠ નીશાળીયાઓ મેકોલેને બદનામ કરે છે….

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s