પ્રશ્ન વિશેષ—ઇશ્વરના નામે અવ્યવસ્થા શા માટે?—ભદ્રાયુ વછરાજાની

પ્રશ્ન વિશેષ—ઇશ્વરના નામે અવ્યવસ્થા શા માટે?—ભદ્રાયુ વછરાજાની

આપણે સૌ અંદરની અને બહારી અનેક ગૂંચવણો અને અવ્યવસ્થાઓમાં જીવીએ છીએ. માણસને જો સ્થિતિનું ભાન થાય તો એ તરત એની બાહ્ય વ્યવસ્થા તો ઊભી કરી લે છે પરંતુ એની અંદરની ગરબડ અને અવ્યવસ્થાનો ખ્યાલ તો એને ભાગ્યે જ આવતો હોય છે. જે. કૃષ્ણમૂર્તિ તો કહે છે કે: ‘ઇશ્વર પોતે જ અવ્યવસ્થા છે.’ આશ્ચર્ય થાય તેવું વિધાન છે, પણ તે વિધાનના ટેકામાં સ્પષ્ટ સમજૂતી પણ હાજર છે! માણસજાતે જે અસંખ્ય દેવ-દેવતા શોધ્યાં છે. એના ઉપર નજર ફેરવીએ તો જણાશે કે વિશ્વમાં એણે કેવી અંધાધૂંધી મચાવી છે. એના નામે યુદ્ધો લડાયાં છે. અસંખ્ય ભાગલા પડ્યા છે. માણસ-માણસમાં ભેદ પાડનારાં અનેક પ્રતીકો, માન્યતાઓ અને પ્રતિમાઓ સર્જ્યાં છે.

આ ગૂંચવાડો અને અવ્યવસ્થા નથી તો શું છે? પણ આપણે એનાથી ટેવાઇ ગયા છીએ, કારણ કે આપણાં જીવન નીરસ અને કંટાળાભર્યાં, વેદનાયુક્ત બની ગયાં છે અને એમાંથી સુખ-શાંતિ મેળવવા માટે આપણે વિચાર દ્વારા ઊભાં કરેલાં દેવી-દેવતાઓનો આશ્રય શોધીએ છીએ. હજારો વર્ષોથી આપણા જીવનની આ જ રીત રહી છે. દરેક સભ્યતાએ પોતપોતાના ઇષ્ટદેવ ઊભા કર્યા છે અને એ અત્યંત આપખુદી, યુદ્ધો અને વિનાશનાં મૂળ બન્યાં છે. આપણાં દેવાલયો ભલે અસાધારણ સુંદર હોય પણ અંદર તો અંધાધૂંધીભર્યું અંધારું હોય છે. ઇશ્વરને સમજવા હોય તો, વ્યવસ્થા શું છે એ નહીં, પણ ઇશ્વરના નામે અવ્યવસ્થા શું છે એની શોધમાં આપણે ઊંડા જવું પડશે.

ઇશ્વર શું છે? વિચાર છે? સંકલ્પના છે? પરસ્પર વિરોધી એષણાઓનું પરિણામ છે? એ ભય છે? એમાં સલામતીની શોધ છે? મોજમજા માટેની સતત માગતું એક સ્થાનક છે? આટલા પ્રશ્નો પછી અને આજની ઇશ્વરની આપણે કરેલી હાલત પરથી તારવી શકાય કે ઇશ્વર એક વિચાર છે. જેને જેવા ઇશ્વર જોવા છે, તેવા તેને બનાવે છે! મને વિચાર આવ્યો કે ભગવાન તો દિગંબર છે તો મેં ભગવાનને વસ્ત્રવિહીન બનાવી પૂજવાનું શરૂ કર્યું. તમને વિચાર આવ્યો કે, ના, ભગવાન તો સોના-ચાંદીના શણગાર કરે તો મૂર્તિ પર સોનું લાદી દીધું. કોઇએ તેલ ચડાવ્યું, કોઇએ શ્રીફળ, કોઇએ ચાદર, તો કોઇએ સ્મશાનની ભસ્મથી મૂર્તિને પૂજી. કોઇ ભગવાનને ઘરના ગોખલામાં ભાવથી ભજે તો કેટલાકે નક્કી કર્યું કે ઇશ્વરના વરઘોડા કાઢીએ, રથયાત્રા કરીએ, જૂલુસ કાઢીએ, ઉછામણી કરીએ.

કોઇએ મૌન-એકાંતને ઇશ્વર સુધી પહોંચવાનાં માધ્યમો માણ્યાં તો વળી ઘણા બધાએ જોશથી લાઉડ સ્પીકર પર બાંગ પોકારી-નગારાં વગાડ્યાં. ધ્રુવજીની જેમ કોઇ ભગવાનનું તપ કરવા એક જગ્યાએ પલાંઠી મારી બેસી ગયા તો કેટલાય લોકો પદયાત્રાના શોખીન બની ગયા… યાદ કરો: એક સમય હતો જ્યારે શંકર ભગવાનનાશિવલિંગ પર કશું જ ન ચડતું. ભગવાન જેવા છે તેવા દર્શન દેતા… અને હવે?શિવલિંગ પર ફૂલ હોય, પીતાંબર હોય, મૂછો હોય, જટા હોય, મુગટ હોય, સોના-ચાંદીનાં ઘરાં હોય, બ્યુિટપાર્લરની ઇફેક્ટવાળા રૂપાળા ભગવાન હોય પણ મૂળ શિવલિંગ તમને શોધ્યું ન જડતું હોય!! શણગાર કરનારનો વિચાર ઇશ્વરે શિરોમાન્ય ગણી ચૂપચાપ તૈયાર થઇ જવાનું. એટલે લાગે છે કે આજે ઇશ્વર એક વિચાર છે.. હવે તારણ પર આવીએ: સૌએ સ્વીકાર્યું છે કે વિચાર નાશવંત છે, મર્યાદિત છે અને જે કંઇ મર્યાદિત છે એ ભેદ ઊભા કરનારું હોય છે.

વિચાર આપણા જીવનમાં સર્વોપરી સત્તા ભોગવે છે. એટલે ‘ઇશ્વર નામનો વિચાર અવ્યવસ્થા ઊભી કરે’ એ જે. કૃષ્ણમૂર્તિની વાતમાં તથ્ય છે, એ નક્કી. ઇશ્વર પ્રતીતિમાં છે, પ્રતીકોમાં નહીં. ઇશ્વર હોય ત્યાં શાંતિ હોય કે નહીં? ધક્કામુક્કી હોય કે ધીરજ હોય? ધમાલ હોય કે મૌન હોય? મન હોય સાથે કે મોબાઇલ? કંકુ, ફૂલ, ચૂંદડી, પ્રસાદ જે ભગવાનને ધરવામાં આવે તે એ જ સ્થાનકમાં પગે કચરાયને કોઇને દુ:ખ ન થાય એ ઇશ્વરના નામે અવ્યવસ્થા નહીં તો બીજું શું? પૈસા દો તો જલદી ને નજીકથી દર્શન થાય, અાને વ્યવસ્થા કહેવાય કે ઇશ્વરનો ઇજાફો? ભક્તો ગણપતિ વિસર્જન વખતે ગાતા હતા: ‘ગણપતિ બાપા મોરિયા, અગલે બરસ તું જલદી આ…’ તો સામે ગણપિત બાપાએ પણ ગાયું: ‘ના, ના… તારા ફળિયામાં પગ નહીં મેલું…’ ભક્તો તો ગભરાયા ને બાપાને કારણ પૂછ્યું. ગણપતિ બાપા તો ગુસ્સામાં આવી કારણો ગણાવવા લાગ્યા

1. મારા સાચા ભક્તોની પ્રાર્થના લાઉડ સ્પીકરના અવાજમાં દબાઇ જાય છે.

2.લોકો પવિત્રતા-સ્વચ્છતા-શાંતિ જાળવતા નથી.

3. તમે ભક્તિ માટે નહીં મોજમજા માટે ઉત્સવ કરો છો.

4 દાબેલી, વડાપાંઉ અને પાણીપૂરી મારા નામે ધરો છો ને વહેંચો છો, તે એ બધું પ્રસાદી કહેવાય?

5. તપેલીમાં શીરો, ગણપિત બાપા હીરો.. આને પ્રાર્થના કહો છો?

6. રાત્રે આરતી પછી ડાન્સ અને પત્તાં રમવાનાં? શું આ તમારી ભક્તિ છે?

7. અને છેલ્લે છેલ્લે તો હદ કરો છો, વિસર્જન વખતે નશો કરો છો? જો આવું જ કરવું હોય તો આવતા વર્ષે… ‘તારા ફળિયામાં પગ નહીં મેલું…’ બ્રહ્માંડની વ્યવસ્થાનું નામ ઇશ્વર છે. ઇશ્વર રસ્તે રઝળતી વાર્તા નથી. ઇશ્વર તો કરુણાથી મનમંદિરમાં બિરાજેલી આસ્થા છે. આસ્થામાં આદર હોય, ધાંધલ-ધમાલ-ધક્કા ન હોય…! સબકો સન્મતિ દે, ભગવાન!

 

ગણપિત બાપા વિચારવા લાગ્યા કે આ ધમાલ માટે આવતે વર્ષે ફરી કેમ આવવું? ઇશ્વરને સમજવા હોય તો, વ્યવસ્થા શું છે એ નહીં, પણ ઇશ્વરના નામે અવ્યવસ્થા શું છે એની શોધમાં ઊંડા જવું પડશે.

 

Advertisements

2 comments

  1. Arvindbhai, bahuj saarun karo chho. Parantu mane laage chhe ke Nakkarkhaana maa tuti ni awaz jevun chhe. Aandhla and bahera loko ni samaksha Bhagwad Geeta vaanchava jevun chhe. Kriyakaandi aasthaa naa naame potana dhtingo chhodwana nathee. maaf karjo, aa dharma chhej nahin. Bhagwan ni pratima banavi eni saame dhatingo karvaathee Bhagwan tyan haajar hoyj nahin.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s