પ્રશ્ન વિશેષ–ધર્મના નામે ધમાલ?…ભદ્રાયુ વછરાજાની

  પ્રશ્ન વિશેષ–ધર્મના નામે ધમાલ?…ભદ્રાયુ વછરાજાની

મહાકવિ કાલિદાસે કહેલું: ઉત્સવ પ્રિયા: જના:!પણ આજે કાલિદાસ આવે તો જરૂર વિધાન બદલે અને લખે: ઉત્સવ ઘેલા: જના:!શ્રાવણ પછી પર્યુષણ નેપછી ભાદરવી પૂનમ નેપછી નવરાત્રિ નેદિવાળી ને પછીપછી શું? ચારેય તરફ જેટલા મળે એટલા દેવ પૂજી લેવાની લોકોને ઉતાવળ છે તો સામે પક્ષે ઇશ્વર કોણ?’ ‘તું ભગવાન શા માટે?’ના વિવાદો! ચોતરફ ભાગંભાગી, દોડાદોડી, ધક્કામુક્કી, ધાંધલધમાલ, ઘોંઘાટ અને પ્રદૂષણ…. બધું ધર્મના નામે છે!? ધાર્મિક હોવું અને નૈતિક હોવું બંનેમાં સ્નાનસૂતકનો સંબંધ કંઇ જરૂરી નહીં? દેશની અંદર કેટલાક શબ્દો એવા છે કે જેના નામે વર્ષોથી ગડમથલ ચાલે છે અને કદાચ વર્ષો સુધી તેમાં ગડમથલ ચાલતી રહેશે. આવા બે શબ્દો છે, ધર્મ અને નિતિ. વાસ્તવમાં એવું દીસે કે: ચારો તરફ ધર્મ કી બોલબાલા, લેકિન નીતિ કા મુંહ પૂરા કાલા…’ ‘ધારયતિ ઇતિ ધર્મએમ બોલીએ ત્યારે આપણને સારું લાગે છે, પણ આપણે તેવો અર્થ ઊલટો કર્યો છે: જે મને ધારણ કરે તે મારો ધર્મયહ તો ગલત બાત હૈ.

 બે પ્રકારનાં ગાન અને ભજન હોય. એક ભજન એવાં હોય કે તાલમાં કે ઘોંઘાટમાં માણસને ઊંડો ઉતારી દે. ખરેખર ઊંડો ન ઊતરે પણ આમ ને આમ માણસ ખોવાઇ જાય, જાતને ભૂલી જાય. ઉદાહરણ તરીકે: ગોવિંદા-ગોવિંદા ગવાય, રાસ લેવાય, લેઝિમની રમઝટ બોલે, જોશ જોશથી ડાયરાના કે બાંગના સ્પીકર્સ વાગે તો માણસને શૂરાતન ચડે. શૂરાતન ચડે એટલે બાકી બધું ભૂલે. કાર્લ માર્ક્સે આના પરથી કહ્યું: રીલિિજયન ઇઝ ધ ઓિપયમ ઓફ ધ માસીસ.માર્ક્સ તારવે છે: ધર્મ એ ટોળાનું અફીણ છે. આ એવા પ્રકારનાં ગાન-ભજન કે અસર ઊતરી જાય એટલે તમે હતા એવા ને એવા. આઠમ-નોમ-દસમ પૂરું એટલે પૂરું, રમવાનું હતું એટલું રમાઇ ગયું, જીતવાનું હતું એટલું િજતાઇ ગયું, પાનાં ટિચાઇ ગયાં, પીવાનું હતું એટલું પીવાઇ ગયું, ટાઢાં થેપલાં ખવાઇ ગયાં હવે પાછા પિત્ઝાના રવાડેઆ થઇ ધર્મના નામે ધમાલ

 બીજો એક ભજન-ગાન પ્રકાર સાવ જુદો. જેમાં હવેલી સંગીત આવે, ખ્રિસ્તીના માર્સ આવે, તુકારામના અભંગ આવે, બંગાળી બાઉલ ગીતો આવે, નરસિંહનાં પ્રભાતિયાં આવે, શીખ ધર્મની ગુરુ બાની આવે, રામકૃષ્ણ આશ્રમની લયબદ્ધ પ્રશાંત આરતી આવે. માણસ એમાં ખોવાઇ ન જાય, પણ માણસ એમાં શાંત બની ઊંડો ઊતરતો જાય. ધમાલ કરવાનું શૂરાતન ન ચડે આ ભજન-ગાનમાં, કોઇ ખલેલ ન પહોંચાડે તેવી ઇચ્છા પ્રબળ થાય અને માણસ જેમ ઊંડો ઊતરતો જાય એમ એમ માણસ એના દ્વારા પોતાને પામતો જાય. માનવ ખરા અર્થમાં સ્વ સ્થ થતો જાય…!

 ચાલો, આપણે નક્કી કરીએ કે આપણો સમાજ શૂરાતનનો ઘોંઘાટ વધુ પસંદ કરે છે કે પ્રશાંતિનું ગાંભીર્ય? તમે તમારી જાતમાં ઊંડા ન ઊતરો ત્યાં સુધી ધર્મને પામી કેમ શકો? પામવાનું ચુકાયું એટલે ગયા ગામથીતમે ધર્માર્થમાં નહીં, વિવાદમાં પડી જશો. ધર્મના નામે વિવાદ ન હોય, સંવાદ હોય. ધર્મસંસદ  ‘નેતિ નેતિન કહે, પણ સંવાદની ખેતી કરે. I Can not disturb the entire cosmos. પ્રકૃતિના ચૈતન્ય-સંગીતને ખલેલ પહોંચાડવાનો મને કોઇ અધિકાર નથી. એ લયને જો તમે ખોરવો તો તમે બીજું બધું છો પણ ધાર્મિક તો નથી, નથી ને નથી.

 ડોંગરે મહારાજને વર્ષો પહેલાં કોઇએ પૂછ્યું હતું કે: તમે નીચું જોઇને કેમ કથા કરો છો?’ બહુ સુંદર જવાબ મહારાજે આપ્યો: તમારી આંખ અને તમારા કાન કોઇને આપતા નહીં, કારણ કે ધર્મ અથવા અધર્મના એ પ્રવેશદ્વાર છે. ત્યાંથી એમ ને એમ કોઇને પ્રવેશ ન આપી દેશો…’ મહમ્મદ સાહેબને જઇને કોઇએ કહ્યું: મારે લડાઇમાં જવું છે. અલ્લાહ માટે થઇને મારે લડી મરવું છે.મહમ્મદ સાહેબે સામે પૂછ્યું: ઘરે કોણ છે?’ તો કહે, ‘મારી મા છે.’ ‘એની કોઇ સેવા કરનારું છે?’ જવાબ મળ્યો ના.’  તરત મહમ્મદ પયગંબરે કહ્યું: તો પહેલાં એની સેવા કર. માનાં કદમોમાં જ જન્નત છે, લડાઇ કરવાની કંઇ જરૂર નથી…’ ડોંગરેજી અને મહમ્મદ સાહેબ શું અધાર્મિક છે? ધર્મના નામે ધમાલ થોડી હોય?

પ્રકૃતિના ચૈતન્ય-સંગીતને ખલેલ પહોંચાડવાનો મને કોઇ અધિકાર નથી. કોસ્મોસનાં લયને તમે ખોરવો તો તમે બીજું બધું છો પણ ધાર્મિક તો નથી, નથી ને નથી.

 

 

 

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s