કર્મનિર્જરાના કેન્દ્રમાં વિધિ નહીં, વૃત્તિ છે— અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

કર્મનિર્જરાના કેન્દ્રમાં વિધિ નહીં, વૃત્તિ છે અન્તર્યાત્રા – ડૉ.સર્વેશ પ્ર.વોરા

એક ભાઈને પત્ની સાથે જામતું ન હતું. ધંધાદારી સલાહકાર પાસે ગયા. સલાહકારે સચૂનાઓનું લિસ્ટઆપ્યું ઃ દર શનિવારે ચોપાટી લઈ જાવે, દર રવિ નવા રેસ્ટોરન્ટમાં જવું. આવતા સોમવારે એક સાડી ભેટ આપવી. ઓફિસે જતાં ફ્લાઈંગ કિસઆપો. વગેરે… વગેરે…પેલા ભાઈએ આ સૂચિમાંનું બધું જ કર્યું, અલબત્ત દિવેલિયાં ડાચાં સાથે. બરાબર પેલી અંગ્રેજી ફિલ્મના રોબોટ‘ (યંત્રમાનવ) જેમજ. ખૂબ ઝીણવટ, ખૂબ ચુસ્તતાથી સૂચિનું પાલન કર્યું. પણ પરિણામ ભયંકર આવ્યું. બીજે મહિને પત્નીએ ફરવા જવા સામે ગલ્લાં તલ્લાં શરૃ કર્યાં. ઝઘડા વધી પડયા. કર્મના પ્રકારો, સાધનાનાં પગથિયાં, તપના પ્રકારો, ”જ્ઞાાનવિધિ” (હા, મારા બેટાઓએ જ્ઞાાનનો પણ શીરો બનાવવા જેવો વિધિશોધી કાઢ્યો છે.) આ વિષયો પરનાં અફીણી વ્યાખ્યાનો, ‘પોતે અન્ય કરતાં અનેકઘણા મહાન આધ્યાત્મિકબની ગયા છે એવી આત્મવંચનાથી પીડાતા હજારો બની બેઠેલા ધાર્મિકશ્રોતાઓ (ભલે હકીકતમાં મહાભૌતિક અને ઈન્દ્રિય-લુબ્ધ હોય!) ધર્મગ્રન્થો ગોખીને કહેવાતાં ધાર્મિક પ્રવચનો નિયમિત સાંભળીને, પોતેે મોક્ષ તરફ અન્ય કરતાં વિશેષ આગળ વધ્યા છે એવું ભૂતલઈને જીવતા બેવકૂફો – આ બધાને આ લેખના પ્રારંભના ટૂચકાની હજારો ઝેરોક્ષ નકલો સસ્નેહ ભેટ આપવાનું મન થાય છે. ઉપર વર્ણવેલા ટૂકડામાં જે કામ સલાહકારે કર્યું એ જ રોલ આપણે સંસ્થાબદ્ધ ધર્મો અને નવા-જૂના સંપ્રદાયોને સોંપ્યા છે. અમુક-તમુક લેપ લગાડવાથી અમુક રીતનું આસન રોજ કરવાથી ચામડી ચકચકતી ને ગોરી બને છે ઃ આવી જ કોઈ ફોર્મ્યુલાથી મનની શાંતિ મળે એવું માનવું સરેરાશ બેવકૂફને બહુ ગમતું હોય છે. આવી ફોર્મ્યુલાએટલે આપણા મોટાભાગના ધર્મો‘ (ધર્મનું બહુવચન હોઈ જ ન શકે, પણ આ તો જેવો દેશ તેવો વેષ) અને સંપ્રદાયો! જાતને છેતરવાની આ રમતમાં આપણામાંના સાડા નવ્વાણુ ટકા બાળપણથી જોડાયેલા હોઈએ છીએ, અને બાળપણનો પ્યારએ તો જાન સાથે જ જાય! પેલા સલાહકારે સૂચિપત્ર તો બરાબર આપ્યું  હતું. પત્નીને ચોપાટી ફરવું, નવા રેસ્ટોરાંમાં મહાલવું, પતિ પાસેથી અવનવી ભેટ મેળવવી, ‘ફ્લાઈંગ કિસમેળવવી બહુ ગમે, આવું બધું થતું રહે તો દંપતિ-જીવન રોમાંટિકરહે, પણ વચ્ચે એક તોંતેર મણનો પ્રશ્ન છે ઃ પતિનાં હૈયાંમાં પત્ની માટે કે પત્નીનાં હૈયાંમાં પતિના માટે અનુરાગની વૃત્તિ હોય તો જ આ સૂચિપત્રમાં પ્રાણ આવે, તોજ જીવનમાં રોમાન્સ પ્રગટે. જો ટેકનિકદ્વારા રોમાન્સપ્રગટે. જો ટેકનિકદ્વારા રોમાન્સપ્રગટી શકતો હોત તો ગલી ગલીના ઊડીપી રેસ્ટોરાં જેમ ટેકનિક શીખવવાના ધંધા ફાલ્યા ફૂલ્યા હોત! ગરમ પાણી, ફળાહાર, કંદમૂળનો ત્યાગ, શાકાહાર ઉપવાસ, આ બધું જ વૈજ્ઞાાનિક છે, અતિઉત્તમ છે, પણ વૃત્તિ-પરિવર્તન વિના આ બધાં એકડા વગરનાં મીંડાં છે, પરિણામે આ બધું ઉમરના પચાશ દાયકાથી અત્યંત ઝનૂની રીતે પકડી બેઠેલાઓની ચામડીનું એક પડ ઉખેડો તો ત્યાં તમને અનેકવાર ત્યાગને બદલે લાલસા, ધર્મને બદલે સાંપ્રદાયિક મારા-તારા વાદ, સંયમને બલે સેક્સ-સ્ટાર્વેશન‘ (વિજાતીય ભૂખમરો) – ખદબદતાં દેખાય. વૈજ્ઞાાનિક ગણીએ છીએ એ ધાર્મિક જીવનપદ્ધતિ અતિ ઉત્તમ છે, પણ વૃત્તિમાં આધ્યાત્મિકતાજ એકડો છે, તે જેને તમે વૈજ્ઞાાનિક ધર્મકહો છો એ એકડા પછી જ શોભે એવાં મીંડાં છે. આપણે લુચ્ચાઈપૂર્વક મહત્ત્વ વિજ્ઞાાન અને વિધિ-રૃઢિને આપ્યું કારણ કે એ કડી રાખવામાં સસ્તું ભાડું ને સિધ્ધપુરની જાત્રાછે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s