ગણેશોત્સવ- મનાવો વડિલ અભિવાદન દિન

 ગણેશોત્સવ- મનાવો વડિલ અભિવાદન દિન

 

ગણેશોત્સવ અમે કર્યું રકત દાન ! સાથે મનાવ્યો વડિલ અભિવાદન દિન !

 

મને જણાવતાં ખુશી, આનંદ અને ગૌરવ થાય છે કે, અગાઉના “ ગણેશોત્સવ-વડિલ અભિવાદન દિન” ના લેખમાં જણાવ્યા પ્રમાણે અમારાં વિસ્તારમાં અમોએ ગણેશોત્સવના દિવસો દરમિયાન જ આ વિસ્તારમાં વસતા વડિલોનું ૬, સ્પ્ટે.,૨૦૧૧ને મંગળવારના જાહેરમાં અભિવાદન કર્યું અને તેમના પ્રત્યે અમારી કૃત્જ્ઞતાની લાગણી વ્યકત કરી.

 

આ પહેલાં ૪,સપ્ટે.૨૦૧૧ને રવિવારે અમારાં વિસ્તારમાં વસતા યુવાનો અને યુવતીઓ માટે એક રકતદાન કેમ્પ યોજવામાં આવેલો જેમાં મને કહેતા આનંદ અને ગૌરવ થાય છે કે કુલ ૫૮ વ્યક્તિઓએ રક્ત દાન કર્યું જેમાં ૨૨ યુવતીઓનો સમાવેશ થાય છે.

 

આમ અમારાં વિસ્તારે આ “ ગણેશોત્સવ “ કેવળ ધાર્મિક તહેવાર પૂરતો મર્યાદિત નહિ રાખતા પ્રગતિશીલ વિચારધારા સાથે “ સામાજિક તહેવાર “ નું સ્વરૂપ આપવા સંનિષ્ઠ્ઠ પ્રયાસો કર્યા જે બદલ આ વિસ્તારના રહેવાશીઓ તથા સાચી દિશામાં દોરનારા આયોજકો ને લાખ લાખ ધન્યવાદ અને અભિનંદન !

 

અમારાં વિસ્તારમાં વસતા ૭૫ વર્ષ અને તેથી વધુ ઉમર ધરાવતા તમામ વડિલોનું કોમ-જ્ઞાતિ-ધર્મ કે જાતિના ભેદભાવ વગર જાહેરમાં અભિવાદન કરવાના મારાં સુચનનું આયોજકોએ સ્વીકાર કરી સ્વંય સેવકોને ઘેર ઘેર જઈ એક યાદી તૈયાર કરવા જણાવેલ.

આ પ્રકારના સમારંભનો પ્રથમ અનુભવ હોઈ જાણ્યે-અજાણ્યે કેટલીક ક્ષતિઓ થયેલી જેવી કે,

( ૧ ) એકાદ સ્વંય સેવકે ભૂલથી ૭૨ ઉમંર સુધીની ૪ વ્યક્તિનો પણ સમાવેશ કરેલો પરિણામે કેટલાક આજ ઉમરના સમક્ક્ષ વડિલોનું અભિવાદન નહિ થઈ શક્યું. ( આ પ્રથમ પ્રસંગ હોઈ કેટલીક ભૂલો થવાની શકયતા હોવાની તેથી તેમના નામ કમી નહિ કરતા આ યાદીમાં સમાવેશ કરેલો ) અને તે પ્રમાણે કૂલ 23 વડિલોની યાદી ( ૭૨ વયથી લઈ ૯૨ વર્ષ સુધીના ) તૈયાર થયેલી જેમાં ૧૪ પુરૂષો અને ૯ મહિલાઓનો સમાવેશ થયો હતો.

( ૨ ) સ્ટેજ ઉપર આયોજકોના હોદેદારોને બદલે રાજકારણીઓને સ્થાન અપાયા !

( ૩ ) વડિલોને તેમની બેઠક ઉપર જ આદર સત્કાર કરવાને બદલે- ઈનામ વિતરણ કાર્યક્રમની માફક- સ્ટેજ સમક્ષ બોલાવી ભેટો આપવામાં આવી.

( ૪ ) વરસાદને કારણે ઉભી થયેલી અવ્યવસ્થાને નજર અંદાઝ કરી રાજકારણીઓએ પોતાના વકતવ્ય ટૂંકાવવાને બદ્લે વધારે સમય લેતા વડિલો અને અન્ય શ્રોતાઓની અકળામણે આ કાર્યક્રમ વિષે વડિલોના પ્રતિભાવ જાહેરમાં જાણ્યા વગર પૂરો કરવો પડ્યો. અલબત્ત વ્યક્તિગત ધોરણે મોટા ભાગના વડિલોએ આ ચેષ્ટાને બીરદાવી આયોજકોને ધન્યવાદ આપ્યા છે જે અમારાં સૌ માટે ગૌરવ સમાન છે.

( ૫ ) આ પ્રસંગે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલાં લતાવાસી ભાઈ-બહેનો, વડિલો અને અન્ય મહેમાનો માટે વરસાદે સર્જેલી અકળામણને કારણે આભાર વ્યકત કરવાનું પણ ચૂકાયું !

અલબત્ત મને વિશ્વાસ છે કે આવનારા વર્ષોમાં આવા કાર્યક્રમો યોજતા કોઈ પ્રકારની ચૂક ના થાય તેની આયોજકો બરાબર કાળજી રાખશે !

આ તમામ વડિલોને અમારાં પરિવાર તરફથી પુરૂષોને ગાંધીજીની આત્મકથા” સત્યના પ્રયોગો “ અને મહિલાઓને “ માળા “ સપ્રેમ ભેટ આપવામાં આવી હતી અને આ સાથે જ મારો “ વૃધ્ધાવસ્થા કયાં વિતાવશો પરિવાર સાથે

વૃધ્ધાશ્રમમાં ? “ શિર્ષક વાળો લેખ તથા એક મિત્ર તરફથી મળેલ મેલ “ઘડપણની વ્યાખ્યા શી ?” પણ ભેટ આપવામાં આવી હતી.

વિશ્વભરમાં પ્રથમ વખત ગણેશોત્સવ સાથે જ, જે તે વિસ્તારમાં વસતા વડિલોનું અભિવાદન કરી તેમના તરફ માન-આદર પ્રગટ કરી કૃત્જ્ઞતા વ્યકત કરવાનું સુચન સ્વીકારવા બદલ, અમારાં વિસ્તારનાં, ગણેશોત્સવ ઉજવવાનું આયોજન કરનારા, તમામ આયોજકો તરફ આભારની લાગણી અનુભવવા સાથે ગૌરવ અનુભવું છું.

મારા મકકમ અને દ્ઢ મત પ્રમાણે ગણપતિના પુજન સાથે જ પરિવારના કે, જે તે સમુદાયના વડાનું પણ પુજન કરીને તેમનો માન-આદર અને સત્કાર જાહેરમા સૌની સમક્ષ કરવાનું ઉતરદાયિત્વ નીભાવવુ અનિવાર્ય બની રહેવું જોઈએ કારણે કે, આ વડાને કારણે જ પરિવાર ફાલ્યો ફૂલ્યો અને સમાજમાં પ્રતિષ્ઠા પામ્યો હોય છે .! મારાં મત મુજબ આવો જ કોઇ તર્ક ગણપતિના પુજન પાછળ આ પુજન પ્રયોજનારે વિચાર્યો હોવો જોઈએ.

આ તહેવારને “ સામાજિક તહેવાર“ નું સ્વરૂપ આપવામાં કેટલાક બ્રાહ્મણો અને ગોરબાપાઓએ પોતાની રોજી-રોટી અર્થાત “દક્ષિણા” બંધ થઈ જશે તેવી દહેશત વ્યકત કરતાં તેઓએ આવો કોઈ ડર/ભય રાખવાની આવશ્યકતા જણાતી નથી, કારણ કે, “ ગણેશોત્સવ “ –‘ગણેશ-સ્થાપના’, ‘રોજે રોજ થતી આરત્તી’, અને છેલ્લે થતી “ ગણેશ વિસર્જન “ ક્રિયાઓ તો જેમની તેમ જ ચાલુ રહેવાની છે. આથી તહેવારને રચનાત્મક સામાજિક પ્રવૃતિ સાથે જોડાતા, ઉલ્ટાની તેઓને વધારે દક્ષિણા મળવાની શક્યતાઓ રહેલી છે અને જેમાં મહદ અંશે તથ્ય પણ છે.

આ “વડિલ અભિવાદન દિન”- ગણેશોત્સવ – સામાજિક તહેવારના સ્વરૂપે વર્ષો વર્ષની એક પરંપરા બની અમારાં વિસ્તારમાંથી વિસ્તરી, શહેર અને દેશ ભર માટે એક નવી પ્રણાલિકા સ્થાપે જે આવનારા દિવસોમાં પશ્ચિમના દેશો પણ આનું અનુકરણ કરી “વડિલ અભિવાદન દિન” ઉજવતા થાય તેવી શ્રી ગણેશ સમક્ષ મારી સહ્ર્દય પ્રાર્થના ! અસ્તુ !

આપ સૌ પણ મનાવો વડિલ અભિવાદન દિન !

 

 

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s