ગણપતિ–ગણેશ–સિધ્ધિ વિનાયક

૨૯,ઓગસ્ટને શુક્રવારે ગણેશ ચર્તુથી ઉજવવવામાં આવશે ત્યારે ગણપતિના સ્વરૂપ વિષે મારાં બ્લોગ ઉપર 2008 દરમિયાન મૂકેલ મારાં વિચારો ફરીને એક વાર આપ સૌ મિત્રોની જાણ માટે મૂકી રહ્યો છું. આશા છે કે, આપ સૌને વાચવું અને વિચારવું ગમશે.

                                                                   ગણપતિ–ગણેશ–સિધ્ધિ વિનાયક

આપણા સમાજમાં કોઇપણ પ્રસંગે સૌ પ્રથમ ગણપતિનું સ્થાપન કરીને પૂજન કરવાનો અનુક્રમ વરસો થયા ચાલ્યો આવે છે. આ એક પ્રણાલિકા તથા રુઢિગત કરવામાં આવતી ક્રિયા જણાય છે. આવું પૂજન કરાવનાર બ્રાભણ કે ગોરને આ પૂજન ગણપતિનું જ કેમ કરાવાય છે ? ભગવાન કૃષ્ણ કે શંકર કે રામ્ કેમ નહિ ? તેવું પૂછતા કોઇ સંતોષ કારક કે બુધ્ધિગમ્ય તાર્કિક જવાબ આપવાને બદલે દંત કથા કે ભગવાન શંકરે ગણેશને આપેલા વરદાન કે પુરાની માન્યતાને આગળ કરીને આ પૂજન ને વ્યાજબી ગણાવાની કોશિષ કરે છે. હવે જો આપણે ભગવાન શંકરે ગણેશને આપેલા વરદાન વિષે કે તેવી પ્રવર્તી રહેલી માન્યતા વિષે તલ્ઃસ્પર્શી વિચાર કરીએ તો મનુષ્યના વિકાસ સાથે માનવીએ અનેક સંશોધનો દ્વારા વિવિધ સિધ્ધીઓ મેળવેલ છે. અને આપણાં દેશમાં જ્યારે આવો કોઈ પ્રસંગ બન્યો હશે કે કોઈ વ્યક્તિએ ગુસ્સાના આવેશમાં પોતાના જ પુત્રનું માથું વાઢી નાખ્યું હશે અને ગુસ્સો શાંત થતા પોતે આ કેટ્લું અઘટિત કૃત્ય કરી નાખ્યાનું ભાન થયું હશે ત્યારે પુત્રને ફરીને સજીવન કરવા ઋષિ/મુનિઓ કે જે તે સમયે બીમારી કે અન્ય રોગોની સારવાર કરતા હતા તેમની સમક્ષ આજીજી પૂર્વક પુત્રને ફરીને જીવન બક્ષવા વિનવ્યા હશે. અને આ સમયે આપણાં દેશમાં મેડિકલ સાયંસે વૈજ્ઞાનિક સંશોધન કરી કોઈ પણ શરીરના અંગો-ઉપાંગોનું પ્રત્યારોપણ થઈ શકે તેવી સિધ્ધિ મેળવી હોવી જોઈએ ! ઉપરાંત માનવીના શરીરમાં પ્રાણીઓના અંગ-ઉપાંગોનું પણ પ્રત્યારોપણ થઈ શકે ત્યાં સુધીની મેડીકલ સાયંસે પ્રગતિ કરી હોવી જોઈએ અને તે પધ્ધ્તિનો ઉપયોગ કરી હાથીના મસ્તક્નું પ્રત્યારોપણ શક્ય બન્યું હોઈ શકે ! આપણે જાણીએ છીએ કે આજે આવા પ્રત્યારોપણ સહજ બની રહ્યા છે !

કાળક્ર્મે આવા પ્રસંગોને આપણાં કહેવાતા સાધુ-સંતોએ ધાર્મિક લાગણી સાથે જોડી-ચમત્કારનું સ્વરૂપ આપી પોતાનો પ્રભાવ જમાવવા કોશિશ કરેલી હોવી જોઈએ !

આપણાં પુરાણા ગ્રંથો જેવાકે રામાયણ્-મહાભારત્-શ્રીમદભાગવત સહિત દરેકમાં અનેક પ્રકારના સાધનો શસ્ત્રો-અસ્ત્રોનો ઉલ્લેખ આવે છે! વિમાન-અગન્યાશસ્ત્ર્-સુદર્શંનચક્ર અને અનેક પ્રકારના તીર-કામઠા વગેરે કે જેનો ઉપયોગ યુધ્ધ દરમિયાન કરવામાં આવેલો છે અને જે દૂરથી દુશ્મન ઉપર છોડી શકાતા અને પરત પણ મેળવી શકાતા ! આ ઉપરાંત મહાભારતના યુધ્ધ વખતે આંખે દેખ્યો અહેવાલ સંજય ધૃતરાષ્ટ્રને સંભળાવે છે તે પણ આજના ટેલિવિઝ્ન સાથે સમાનતા ધરાવે છે. ટૂકમાં આ સમય દરમિયાન આપણો દેશ વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા અનેક સિધ્ધિ મેળવી ચૂકયો હતો તે નિઃશંક છે. અર્થાત આપણું વૈજ્ઞાનિક સંશોધન જગતભરમાં ચરમસીમાએ પહોંચેલું હતું તે વાતમાં કોઈ શક નથી.

આ વૈજ્ઞાનિક સિધ્ધિઓને યશ આપવાને બદલે દેશમાં-સમાજમાં સ્થાપિત હિતો ધરાવનારા કહેવાતા સાધુ-સંતોએ ધર્મને નામે ચમત્કાર તરીકે ખપાવી પોતાનો પ્રભાવ સ્થાપવા પ્રયાસ કર્યો હોવાનું જણાય છે. અને આપણી અબુધ-અજ્ઞાન-અને અભણ પ્રજાએ કોઈ પણ શંકા/પ્રશ્ન ઉઠાવ્યા સિવાય આવા બનાવોને સાધુ-સંતો દ્વારા થતી ચમત્કારો તરીકે સ્વીકારી લીધુ અને તેમના પ્રભાવ હેઠળ સમાજનો મોટૉ ભાગ અવલંબિત બની રહ્યો જે આજે પણ ચાલુ છે !

ઉપર જણાવેલ તર્ક વિષે કદાચ કોઈના મનમાં પ્રશ્ન ઉપસ્થિત થાય અને આ તર્ક સ્વીકારવા મન ના પણ પાડે અને કહેવાતી દંતકથાને જ સ્વીકાર કરવા માને તેવી વ્યક્તિઓ માટે વધારે સ્પષ્ટતા કરવી યોગ્ય જણાતાં મારા તર્કને લંબાવી મારી વાત ઉપર વિચાર કરવા વિનંતિ કરું છું.

શક્ય છે કે મનુષ્યના ધડ ઉપર હાથીનું મસ્તક બેસાડવાનું ત્યારના મેડિકલ સાયંસના સંશોધન પ્રમાણે પ્રત્યારોપણ માટે યોગ્ય ગણાતું હોય કારણ હાથી શાકાહારી છે પ્રાણીજગતમાં ચતુર અને બુધ્ધિશાળી ગણવામાં આવે છે. ઉપરાંત તાકાતથી ભરપૂર, મજ્બૂત અને જાજરમાન –પ્રતિભાશાળી વ્યકતિત્વ ધરાવે છે.

આ રીતે જે વ્યક્તિના ધડ ઉપર હાથીનું મસ્તક પ્રત્યારોપણ કરવામાં આવ્યું હશે તે વ્યક્તિ કાળક્ર્મે સમાજમાં એક સેવાભાવી-પરોપકારી-નિસ્વાર્થ-પ્રામાણિક અને નિખાલસ વગેરે તમામ સદગુણો ધરાવનારી ઉભરી આવી હોવી જોઈએ. અને સમાજે તેની પ્રતિષ્ઠા અને વ્યક્તિત્વ અને નેતાગીરી સ્વીકારી તેનુ માન અને આદરથી જાહેરમાં સન્માન કરી સમાજે તેના તરફ કંત્જ્ઞતા વ્યકત કરી પૂજ્યભાવ દર્શાવ્યો હશે !

કાળક્ર્મે તેના અનુયાયીઓ ( આજે જે રીતે સાધુ-સંતો અભિનેતાઓ અને રાજકારણીઓના મંદિરો બનાવામાં આવી રહ્યા છે તે જ રીતે)એ પણ તેમનું મંદિર બનાવ્યું હશે ! અને આવા મંદિરોને ગણેશ કે ગણપતિ જેવા નામાભિધાન કર્યા હોવા જોઈએ ! કારણ કે ગણેશ કે ગણપતિ અર્થાત ગણ એટ્લે ટોળું કે જે જ્ઞાતિ-સમાજ્ કે દેશ પણ હોઈ શકે. સમય જતાં તેનામાં ઈશ્વર નું આરોપણ કરી ગણેશ નામાભિધાન કર્યું હોવું જોઈએ આમ એક સામાન્ય માનવીને ઈશ્વર તરીકે સ્થપાતાં અને તેના નામના મંદિરો બનાવવામાં આવતાં તેની યોગ્ય સંભાળ રાખવા અને પાઠ-પૂજા વગેરે માટે વ્યકતિઓને જવાબદારી સંભાળવા નીમવામાં આવી હશે ! અને સમય જતાં આવી વ્યક્તિઓએ આવા મંદિરોનો કબજો મેળવી લઈ પોતાના સ્થાપિત હિતો પોષવા સમાજમાં અનેક પ્રકારની વાતો ચાલાકીથી ફેલાવી આવા મંદિરોની માનતાઓ તથા બાધા-આખડી રાખવા અને તમામ પ્રસંગોમાં આ દેવતાનું સ્થાપન કરી પાઠ-પૂજા કરવા લોકોને દોર્યા હશે. આવા લોકો કે જે માત્ર મંદિરની સાર-સંભાળ રાખવા નિયુકત થયેલી તે સાધુ-સંતો બની બેઠા અને આવા મંદિરો વિષે અનેક અફવાઓ ફેલાવી જેવી કે “વિઘ્નો નિવારવા” અને ધારેલી “સિધ્ધિઓ મેળવવા”માટે આ ગણેશ કે ગણપતિનું પૂજન કરવાથી તમામ વિઘ્નો દૂર થશે અને મનમાં ધારેલી સિધ્ધિઓ પ્રાપ્ત થશે. અને તેથી જ ગણેશ કે ગણપતિને” વિધ્નહર્તા” કે “સિધ્ધિ વિનાયક” ગણાવી લોકોને અવલંબિત બનાવવા શરૂ કર્યા અને સમય જતાં જેમ જેમ આવી માન્યતાઓ વધુ દ્ર્ઢ થતી ગઈ તેમ તેનો તેનો લાભ લઈ ગણેશ કે ગણપતિને ઈશ્વરી સ્વરૂપ તરીકે ઠોકી બેસાડી ઉપર દર્શાવેલ દંતકથા શરૂ કરી હોવાનું માનવાને કારણ રહે છે. તેમ છતાં જે પણ વ્ય્કતિએ ગણેશ કે ગણપતિનો સ્વરૂપ વિચાર્યું છે તેણે ખૂબ જ બુધ્ધિગમ્ય રીતે વિચાર્યું જણાય છે. તો ચાલો તેના સ્વરૂપ વિષે વાત કરીએ-

(1) જ્યારે સ્વરૂપ વિષે વિચાર કરવાનું શરુ કરીએ કે સૌ પ્રથમ આપણી સમક્ષ ગણપતિનું સ્વરૂપ આવે છે. હાથીનું મસ્તક્, સુપડા જેવા કાન્, મોટું પેટ, નાના પગ, અને વાહનમાં નાનકડો ઉંદર કે જે ક્યારેય વાહન તરીકે ઉપયોગમાં ના આવી શકે .આ રીતે જોઇએ તો રહસ્ય ઉંડું અને સામાન્ય સમજમાં જલ્દી ના ઉતરે તેવું બની રહે છે.આગળ વિચાર કરીએ તે પહેલાં સૌ પ્રથમ ગણપતિના સ્વરુપને સમજવું જરૂરી બની રહે છે.આપણે સૌ જાણીએ છીએ કે હાથી શાકાહારી પ્રાણી છે તેમજ તમામ પશુ-પ્રાણી જગતમાં ચતુરમાં ચતુર ગણાય છે.આમ હાથીના મસ્તક દ્વારા ગણપતિને ચતુર ગણવામાં આવ્યા હોવાની પૂરેપૂરી શક્યતા છે.

(2) ગણપતિના કાન વિષે વિચારતા સૂપડા જેવા કાન એટ્લા માટે પ્રયોજવામાં આવેલ હોઇ શકે કે તેઓ તમામ અને ચોતરફ થતી વાતો સાંભળી શકે અને ના સાંભળવા જેવી વાતો તરફ દુર્લક્ષ સેવે અને જે વ્યાજબી લાગે તે નિર્ણય સમુહના હિત માટે લઈ શકે.

(3) મોટું પેટ પણ ખુબજ સુચક છે.ચોતરફથી આવતી અનેક પ્રકારની સાચી/ ખોટી વાતો પોતાના પેટ્માં સંગ્રહી રાખે અને સમય આવે ત્યારે જે તે વ્યક્તિને યોગ્ય સલાહ્ સુચનો આપી પ્રશ્નોનું નિરાકરણ કે સમાધાન સુચવી શકે. આમ એક વડા તરીકે ગાગર/સાગર પેટા થવું ખૂબજ આવશ્યક ગણાયુ હોઇ શકે.સંસારની સારી-નરસી વાતો ઉદરસ્થ કરી સહિષ્ણુતા રાખવી તે વડાનુ કર્તવ્ય ગણાય છે. (4) સૂક્ષ્મ આંખો પણ ખુબજ સૂચક છે. આંખો અત્યંત તેજસ્વી છે કારણકે આંખોથી સૂક્ષ્મ વસ્તુઓને જોનાર શાસક જ પ્રશંસા પામે છે. (5) સૂંઢ ભય ઉપજાવનાર તથા તાકાતથી ભરપૂર હોઈ કોઈને પણ જડમૂળથી ઉખેડી શકવાની શક્તિ દર્શાવે છે.

(6) હાથમાં મોદક છે તે મીઠાશ સુચવે છે અને આ મીઠાશ્ સર્વે વચ્ચે વહેચવાનું સુચન હોઇ શકે.
(7) તેમના પગ નાના હોવા છતાં એક્દમ મજ્બૂત અને મોટા શરીરનો ભાર ઉંચકી મંથર ગતિએ ચાલનારા ગણપતિ જન્મજાત જાજરમાન વ્યક્તિત્વ ધરાવે છે કે જે અત્યંત પ્રભાવશાલી છે.
(8) ખૂબજ વિચિત્ર લાગે તેવી વાત તો તેમના માટે પ્રયોજેલા વાહનની ગણાવી સકાય. આવડું મોટું શરીર મૂષક/ઊંદર થી ઉંચકવું અસભવિત જ ગણાય તો મૂષક્/ઊંદર પસંદ કરવા પાછળ શું કારણ હોઈ શકે? ખૂબ વિચાર કરતાં એમ માનવાને કારણ રહે છે કે આ વાહન તો માત્ર પ્રતિક હોઈ શકે. જ્યારે ખરું કારણ તો મૂષક વિષે વિચારીએ તો સમજી શકાય તેમ જણાય છે.મૂષક પ્રક્રુતિથી ચંચળ છે તેમજ એ એક જ એવુ પ્રાણી છે જે માનવ સમાજ કે સમુદાય વચ્ચે ઘરોમાં તેમજ ખૂણે ખૂણે છુટ્થી ફરી શકેછે. અર્થાત પરિવાર કે સમાજ કે કોઇપણ ની તમામે તમામ માહિતિ મેળવીને વડાને પહોંચાડી શકે છે અર્થાત તે વડાના ગુપ્તચરની ગરજ સારે છે અને તેવી જ કામગીરી બજાવવા મૂષક્/ઉંદરની પસંદગી બિલકૂલ વ્યાજબી જણાય છે.કારણ કે કોઇપણ ક્ષેત્રના વડા પાસે આવી ગુપ્ત માહિતિ મેળવવાની વ્યવસ્થા હોવી અનિવાર્ય ગણાવી જોઈએ. કારણ તો જ સામુહિત હિત અને કલ્યાણ માટે સમયસર પગલાં લેવા માટે યોગ્ય કાર્યવાહી થઈ શકે.
(9) આ સિવાય પણ ગણપતિના સ્વરુપ ઉપર નજર નાખતા તેમના શરીર ઉપર અનેક આભૂષણો નજરે પડે છે. પરંતુ તે બાબતને તેમના પૂજન માટે મહત્વની નહિ ગણતા હવે ગણપતિ નામ વિષે વિચારીએ તો ગણ એટ્લે ટોળું અર્થાત પરિવાર કે જન સમુદાય અર્થાત જ્ઞાતિ કે સમાજનો કોઇ હિસ્સો- વધારે વિસ્તૃત અર્થ્ માં રાષ્ટ્ર કે દેશ્ ને પણ ગણી શકાય્. આપણે અત્રે માત્ર એક પરિવાર કે જનસમુદાય ના અર્થમાં વિચારીએ તો જે પરિવારનો વડો હોય તેમનામાં ઉપર પ્રયોજેલા તમામ ગુણો તથા તેવુ પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય તો જ તે પરિવાર કે સમુદાય નો વિકાસ સંભવી શકે, અર્થાત ફાલી-ફૂલી શકે અને જ્યારે પણ કોઇ એવા પ્રસંગો આ પરિવાર કે સમુદાય માં આવે ત્યારે પરિવાર કે સમુદાયના સભ્યોની એ ફરજ બની રહે છે કે જેમના નેતૃત્વથી કે વડપણ થકી જે તે પરિવાર ફાલ્યો-ફૂલ્યો છે તેમનો માન્ આદર અને સત્કાર જાહેરમાં સર્વેની સમક્ષ થવો જોઈએ તેમના તરફ તમામે તમામ સભ્યોએ કૃત્જ્ઞતાની લાગણી પ્રદર્શિત કરી આભાર વ્યાકત કરવો જોઈએ !! આમ કરવાને બદ્લે આપણે મોટા ભાગના પરિવાર કે સમુદાયમાં તેના વડાની થતી અવજ્ઞા, અવહેલના, અવગણના કે અપમાન થતું જોઇએ છીએ ! અરે કેટલાક પરિવારોમાં તો આવા શુભ પ્રસંગે પણ પરિવારના વડા વૃધ્ધાશ્રમમાં જીવન વિતાવતા જણાય છે ! અને સ્થુળ ભાવે એક પથ્થર લાવી તેમાં ગણપતિ પ્રયોજી પૂજન થતું જોઈએ છીએ ! જે કેટ્લે અંશે ધાર્મિક કે ન્યાયી કે વ્યાજબી ગણી શકાય્?
એવું નથી લાગતું કે આપણો સમાજ કોઇ પણ વિધિ વિધાનની પુરી સમજ કેળવ્યા સિવાય માત્ર બાહ્યયાચારને વધારે મહત્વ આપી પોતાની જાતને ખુબજ ધાર્મિક તરીકે ઓળખાવી સમાજમાં વિશિષ્ટ સ્થાન મેળવવા માટે દંભી જીવન શૈલી જાણ્યે અજાણ્યે અપનાવી ખોટું ગ્રૌરવ લેતો થઈ રહ્યો છે !!
મારા મકકમ અને દ્ઢ મત પ્રમાણે ગણપતિના પુજન સાથે જ પરિવારના કે જે તે સમુદાયના વડાનું પણ પુજન કરીને તેમનો માન-આદર અને સત્કારતો જાહેરમા સૌની સમક્ષ કરવાનું ઉતરદાયિત્વ નીભાવવુ અનિવાર્ય બની રહેવું જોઈએ કારણે કે આ વડાને કારણે જ પરિવાર ફાલ્યો ફૂલ્યો અને સમાજમાં પ્રતિષ્ઠા પામ્યો હોય છે.! મારાં મત મુજબ આવો જ કોઇ તર્ક ગણપતિના પુજન પાછળ આ પુજન પ્રયોજનારે વિચાર્યો હોવો જોઈએ.

આપ સૌ મિત્રો આ વિષે શું વિચારો છો તે મને મારાં બ્લોગ ઉપર મોકલવા વિનંતિ છે કે જેથી મારાં વિચારોમાં વધુ સ્પષ્ટતા આવી શકે.

Advertisements

One comment

  1. શીવ પાર્વતી અને ગણેશની આખી કથા મગજના વીચારો અને કલ્પનામાંથી બનેલ છે.

    વીજ્ઞાન પ્રમાણે એ વખતે હાથીનું માથું જોડી શકે તો મુળ માથાને જોડવામાં શું તકલીફ હતી?

    એ વખતે જો વીજ્ઞાન એટલું બધું વીકશેલ હોત તો એના પછી કોઈકને તો આ જ્ઞાનની જરુર ખબર હોવી જોઈએ. કથા યાદ યોહ અને જ્ઞાનમાં મહ્ત્વની વાત ભુલાઈ જાય એ શક્ય નથી….

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s