પારિજાતનોપરિસંવાદ——-ડો.કુમારપાળદેસાઈ

પારિજાતનોપરિસંવાદ——-ડો.કુમારપાળદેસાઈ

ક્ષણનોસાક્ષાત્કાર…

આજે કોણ જાણે કેમ કામ કરવાનો મૂડ નથી.અથવા તો આજે બોસ મૂડમાં નથી.આમ બદલાતા કે બગડતા મૂડની આપણે વખતોવખત વાત કરતા રહીએ છીએ. પતિએ પત્નીનો મૂડ પારખવા પ્રયત્ન કરે છે, તો પત્ની પતિના મૂડને સમજવા પ્રયાસ કરે છે. વળી સંવેદનશીલ કે સર્જનાત્મકતા ધરાવતો માનવી પણ થોડો મૂડી હોય છે. માણસને મૂડ ન હોય તો એ હાથપગ વાળીને બેસી રહે છે, અકળાય છે, કોઈ બોલાવે તો ચીડાઈ જાય છે. માંડ માંડ વાત કરતો હોય, તે રીતે બોલે છે અને ગુસ્સે પણ થઈ જાય છે. આમ મૂડ એ માનવચિત્તને વળગેલી વિચિત્રતાયુક્ત લાગણી છે અને જો એ લાગણીને બહેકાવા દીધી, તો એવું પણ બને કે માણસ ઉદાસીનતામાં સરી પડે અને કદાચ આત્મહત્યા કરવાનો વિચાર પણ કરે. આ મૂડને નાથવો કઈ રીતે ? મૂડ-ઑફ ન થઈ જાય તે માટે કરવું શું ? એનો એક ઉપાય એ છે કે દરેક કામને ઉત્સાહથી આવકારો એ કામ કવિતા રચવાનું હોય કે કચરો વાળવાનું હોય, પણ એ કામ કરતી વખતે ઊર્જાનો અનુભવ કરો. બીજો એક ઉપાય છ સેલ્ફ સજેશનનો. જાતને આત્મવિશ્વાસથી ભરપુર બનાવવી જોઈએ, કારણ કે આત્મવિશ્વાસ ન હોય ત્યારે દ્વિધા જાગે, દ્વિધા મનને ડહોળી નાખે એમાંથી નિષ્ક્રિયતા આવે અને મૂડ ઑફ થઈ જાય. એટલે વ્યક્તિએ પોતાના મૂડને બરાબર જાળવવાનો હોય છે. આને માટે આપણા શાસ્ત્રોએ એક અદ્ભુત વાત કરી છે અને તે એ કે તમારા સમગ્ર કાર્યને ઇશ્વર- સમર્પિત કરી દો. એમ માનો કે જે કંઈ કરો છો તે ઇશ્વરને માટે કરો છો. ભોજન કરો છો તે પણ ભીતરમાં બેઠેલા ઇશ્વરને માટે, ભજન કરો છો તે પણ એને રિઝવવા માટે અને એ રીતે વ્યક્તિ પોતાના સઘળા કર્મ ઇશ્વરને સમર્પિત કરી દે, તો ક્યારેય એને મૂડ-ઑફ થઈ જવાનો પ્રશ્ન આવતો નથી.

મનઝરુખો

જાપાનના સમ્રાટ યામાતોએ જ્યારે એમ સાંભળ્યું કે, એના એક મંત્રી ઓ-ચો-સાનના પરિવારમાં એકસો વ્યક્તિઓ એક સાથે વસે છે અને એબધી વ્યક્તિઓ પરસ્પર સાથે અગાધ સ્નેહ અને પ્રેમાદરથી રહે છે. ત્યારે એને અપાર આશ્ચર્ય થયું ! વળી સાંભળ્યું કે એ બધા સાથે મળીને ભોજન પણ લે છે અને ભેગા મળીને આનંદપ્રમોદ કરે છે. સમ્રાટ યામાતોને આ વાત પર સહેજે વિશ્વાસ બેઠો નહીં. એટલે એની જાતતપાસ કરવા માટે તેઓ સ્વયં વૃદ્ધ મંત્રી ઓ-ચો-સાનને ઘેર પહોંચ્યા. મંત્રી અને એના પરિવારે સમ્રાટનું વિધિવત્ સ્વાગત કર્યું. પરંપરાગત શિષ્ટાચાર પૂરો થયા પછી સમ્રાટે પૂછ્યું, ‘તમારા પરિવારની એકતા અને સૌહાર્દના ઘણા પ્રસંગો મેં સાંભળ્યા છે. મને કહેશો કે એકસોથી વધુ વ્યક્તિઓ ધરાવતા આ વિશાળ પરિવાર કઈ રીતે સ્નેહ બંધનથી બંધાયેલો રહે છે ?’ મંત્રી ઓ-ચો-સાન અતિ વૃદ્ધ હતો. એ લાંબી વાત કરી શકે તેમ નહોતો, તેથી એણે કલમ અને કાગળ લાવવાનો સંકેત કર્યો. એના ધૂ્રજતા હાથે એણે એ કાગળમાં થોડુંક લખ્યું અને ત્યારબાદ એ કાગળ સમ્રાટને આપ્યો. સમ્રાટે કાગળ વાંચ્યો, તો આશ્ચર્ય થયું એમાં એક જ શબ્દનો એકસો વખત લખ્યો હતો અને એ શબ્દ હતો, ‘સહનશીલતા, સહનશીલતા અને સહનશીલતા.વૃદ્ધ મંત્રી ઓ-ઓ-સાને કાંપતા અવાજે કહ્યું, ‘સમ્રાટ, મારા વિશાળ પરિવારની દ્રઢ એકતાનું રહસ્ય આ એક જ શબ્દમાં રહેલું છે આ સહનશીલતાના મહામંત્રથી અમને સહુએ એકતાના સૂત્રથી સાથે રાખ્યા છે. અમે આ મહામંત્રનું વારંવાર પુનઃઉચ્ચારણ કરતા રહીએ છીએ.

,

 

Advertisements

One comment

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s